________________
૩૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ સંપૂર્ણ નથી, જ્યારે બીજો કોઈ પૂર્ણપણે પાંગળો નથી. માત્ર જાગરૂક દૃષ્ટિ અને વિવેકશીલ ઉદારતા હોય તો હરકોઈ ધર્મ બીજા ધર્મમાંનું સારું એટલું બધું અપનાવી શકે અને બીજો પહેલામાંથી. આ રીતે ધર્મનું ઉચ્ચીકરણ સંભવે છે; અને એ જ ખરા ધર્મજિજ્ઞાસુઓની ભૂખ છે. આ ભૂખ શ્રી રાધાકૃષ્ણનના સર્વધર્મ વિષયક ને તટસ્થ તુલનાત્મક અધ્યયનથી સંતોષાય છે. અને તે પોતે ગાંધીજીના જેટલા જ ધર્માન્તરના કટ્ટર વિરોધી હોવા છતાં પોતાના આવા નિરૂપણ દ્વારા જુદા જુદા દરેક ધર્મના અનુયાયીઓને પોતપોતાના ધર્મમાં રહીને ઉચ્ચકરણ સાધવાની તક પૂરી પાડે છે.
- ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પુસ્તક “ધર્મોનું મિલન'ની પ્રસ્તાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org