________________
૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ કરે છે, એવો ધ્રુવ નિયમ નથી. તેથી ઊલટું, જે વધારે અગવડ કે મુશ્કેલીમાં હોય તે પાછળ રહી જાય છે કે કચડાઈ જાય છે, એવો પણ ધ્રુવ નિયમ નથી. પણ ધ્રુવ નિયમ તો એ છે કે બુદ્ધિ અને પુરુષાર્થ હોય તો જ ગમે તે સ્થિતિમાંથી આગળ વધી શકાય. જેનામાં એ તત્ત્વ વિકસાવવાની ભૂખ હોય છે તે સગવડ-અગવડની તથામાં બહુ પડતો નથી. ઘણી વાર તો તે વિકસતુ નઃ શિશ્વએ કુન્તીના વાકયથી અગવડોને નોતરે છે.
મેં એવા એક મહારાષ્ટ્રીય વિદ્યાર્થીને જોયેલો કે જે માતા-પિતા તરફથી મળતી બધી સગવડ છોડી દઈને આપપુરુષાર્થે જ કૉલેજમાં ભણતો હતો અને બી.એસસી.નો અભ્યાસ કરવા સાથે ખર્ચલાયક કમાવા ઉપરાંત સ્વયંપાક કરી થોડા ખર્ચમાં રહેવાની કલા સિદ્ધ કરતો હતો. મેં તેને પૂછ્યું કે વાંચવા વિચારવાનું બહુ ઓછું બનતું હશે?” તે કહે કે મેં ગોઠવણ જ એવી કરી છે કે આરોગ્ય અને અભ્યાસ સચવાય તેમ જ સ્વાશ્રયવૃત્તિમાં આત્મવિશ્વાસ વધે. છેવટે તેણે ઉચ્ચ વર્ગમાં બી.એસસી.ની પરીક્ષા પસાર કરી. આપણે એ જાણીએ છીએ કે માત્ર વ્યાપારીવૃત્તિવાળાં માતા-પિતા પોતાની સંતતિને વધારે સંપત્તિનો વારસો આપી જવાની જ ખેવના રાખતા હોય છે. તેઓ કેટલીયે પેઢી સુધીની સ્વસંતતિના સુખની ચિંતા સેવતાં હોય છે, પણ આનું પરિણામ ઊલટું જ આવે છે અને સંતતિની કાયમી સલામતીની તેમની ધારણા જ ધૂળમાં મળી જાય છે. તેથી મારી દૃષ્ટિએ જીવનની ખરી ખૂબી એ જ છે કે ગમે ત્યાં ને ગમે તે સ્થિતિમાં હોઈએ, છતાં વિદ્યાર્થીપણું ચાલુ જ રાખવું જોઈએ અને તેને ઉત્તરોત્તર વિકસાવવું જોઈએ. ખુલ્લું અને નિર્ભય મન
જ્ઞાન અને વિદ્યા એ માત્ર બહુ વાચનથી જ મળી જાય છે એમ નથી. ઓછું કે વધુ વાંચવું એ રુચિ, શક્તિ અને સગવડતાનો સવાલ છે. પણ, ગમે તેટલું ઓછું વાંચવા છતાં જો વધારે સિદ્ધિ અને લાભ મેળવવો હોય તો, તેની અનિવાર્ય શરત એ છે કે, મનને ખુલ્લું રાખવું અને સત્ય-જિજ્ઞાસાની સિદ્ધિમાં કોઈ પણ પૂર્વગ્રહોને કે રૂઢ સંસ્કારોને આડે આવવા દેવા નહિ. મારો અનુભવ એમ કહે છે કે આ માટે સૌથી પહેલાં નિર્ભયતાની જરૂર છે. ધર્મનો કાંઈ પણ ખરો અને ઉપયોગી અર્થ થતો હોય તો તે નિર્ભયતા સાથેની સત્યની શોધ છે. તત્ત્વજ્ઞાન એ સત્યશોધનો એક માર્ગ છે, અને ગમે તે વિષયનું અધ્યયન કરતા હોઈએ છતાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સંબંધ રહેલો જ છે. એ બંને વસ્તુઓ કોઈ ચોકામાં બંધાતી નથી. મનનાં બધાં દ્વારા સત્ય માટે ખુલ્લાં હોય અને નિર્ભયતા એની પૃષ્ઠભૂમિમાં હોય તો જે કાંઈ વિચારીએ કે કરીએ તે બધું જ તત્ત્વજ્ઞાન કે ધર્મમાં સમાઈ જાય છે. જીવનસંસ્કૃતિ
જીવનમાંથી મેલ અને નબળાઈ દૂર કરવી અને તેને સ્થાને સર્વાગીણ સ્વચ્છતા તેમ જ સામંજસ્યપૂર્ણ બળ આણવું – એ જ જીવનની સાચી સંસ્કૃતિ છે. આ જ વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org