________________
યુવકોને • ૮૧ તીર્થો છે કે જ્યાં યાત્રા અને આરામ અર્થે હજારો લોકો આપોઆપ જાય-આવે છે. દરેક તીર્થો આપણું પ્રથમ ધ્યાન સ્વચ્છતા તરફ ખેંચે છે. તીર્થો જેવાં ભવ્ય અને સુંદર, તેટલી જ તેમાં અસ્વચ્છતા અને મનુષ્યકૃત અસુંદરતા. એટલે તીર્થસ્થાનના યુવક સંઘો અગર તેની પાસેના યુવકસંઘો આદર્શ સ્વચ્છતાનું કામ માથે લે તો તે દ્વારા તેઓ આત્મવિશ્વાસ સાથે જનાનુરાગ ઉત્પન્ન કરી શકે. આબુ એ એક એવું સ્થાન છે કે જે ગુજરાત અને રજપૂતાનાનું મધ્યવર્તી હોવા ઉપરાંત હવા ખાવાનું ખાસ સ્થાન છે. પ્રસિદ્ધ જૈન મંદિરો જોવા આવનાર આબુની ટેકરીઓમાં રહેવા લલચાય છે, અને હવાપાણી વાસ્તે આવેલો એ મંદિરોને ભેટ્યા સિવાય કદી રહેતો જ નથી. જેવાં એ મંદિરો છે તેને જ યોગ્ય એ સુંદર પર્વત છે. છતાં તેની આજુબાજુ નથી સ્વચ્છતા કે નથી ઉપવન કે નથી જળાશય. સ્વભાવે નિર્વિણ જૈન જનતાને એ ખામી ભલે ન લાગતી હોય, છતાં તેઓ જ જ્યારે કેમ્પ અને બીજાં જળાશયો તરફ જાય છે ત્યારે તુલનામાં તેમને પણ પોતાનાં મંદિરોની આસપાસની એ ખામી દેખાઈ આવે છે. શિરોહી, પાલણપુર કે અમદાવાદના યુવકો આ દિશામાં કાંઈક જરૂર કરી શકે. યોગ્ય વાચનાલયો અને પુસ્તકાલયોની સગવડ તો દરેક પ્રસિદ્ધ તીર્થમાં પ્રથમ હોવી જ જોઈએ. પણ આબુ જેવા સ્થાનમાં એ સગવડ વધારે ઉપયોગી સિદ્ધ થઈ શકે. પાલીતાણા જેવા તીર્થમાં કેળવણીની સંસ્થાઓ છે. અને તે, નાનીમોટી પણ, એકથી વધારે છે. તેની પાછળ ખર્ચ પણ ઓછો થતો નથી. અલબત્ત, તેમાં કામ થાય જ છે. પણ એ સંસ્થાઓ એવી નથી કે જેના તરફ બીજી પ્રસિદ્ધ સંસ્થાઓની પેઠે વિદ્વાનોનું ધ્યાન ખેંચાય. તે વાસ્તે ભાવનગર જેવા નજીકના શહેરના વિશિષ્ટ શિક્ષિત યુવકોએ અમુક સહકાર તે સંસ્થાઓને આપવો ઘટે કેટલીક ધાર્મિક પાઠશાળાઓ તો માત્ર નામની અને નિષ્ઠાણ જેવી છે. એમાં પણ યુવકો વાસ્તે કર્તવ્યને અવકાશ છે.
જે માણસ જરા પણ ઊંચનીચના ભેદ સિવાય કહેવાતા અસ્પૃશ્યો અને દલિતો સાથે મનુષ્યતાપૂર્ણ વ્યવહાર કરતો હોય, જે ફરજિયાત વૈધવ્યની પ્રતિષ્ઠાના સ્થાનમાં મરજિયાત વૈધવ્યની પ્રતિષ્ઠાનો સક્રિય સમર્થક હોય અને વળી જે સાધુસંસ્થા આદિ અનેક ધાર્મિક સંસ્થાઓમાં જવાબદારીવાળી સમયોચિત સુધારણાનો હિમાયતી હોય, તે માણસ આટલી ટૂંકી અને હળવી કર્તવ્યસૂચના કેમ કરતો હશે એ જાણી, જડ રૂઢિની જમીન ઉપર લાંબા કાળ લગી એકધારા ઊભા રહેવાથી કંટાળી વિચારક્રાંતિના આકાશમાં ઊડવા ઇચ્છનાર યુવકવર્ગને નવાઈ થાય, એ સ્વાભાવિક છે. પણ આ વિષે મારો ખુલાસો એ છે કે આ માર્ગ જાણી જોઈને મેં સ્વીકાર્યો છે. મારું એમ ચોક્કસ માનવું છે કે એક હળવામાં હળવી પણ ઉપયોગી કર્મકસોટી યુવકો સમક્ષ મૂકવી અને - તપાસી જોવું કે તેઓ એ કસોટીમાં કેટલા અંશે પસાર થાય છે. આ કસોટી તદ્દન હળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org