________________
XIX . થતું જોઈને પંડિતજીનો પુણ્યપ્રકોપ જાગી ઉઠતો હતો. અને તેઓ બોલી ઉઠતા કે આ તો દ્રાક્ષક્ષેત્રે ગારન્તિ – જેવું થઈ રહ્યું છે !
જ્ઞાનનો હેતુ સત્યનું શોધન અને ક્રિયાનો હેતુ જીવનશોધન એટલે કે અહિંસાનું પાલન છે. એટલે શાસ્ત્રને નામે અંધશ્રદ્ધા કે અજ્ઞાનનું અને ક્રિયાને નામે જડતાનું પોષણ થતું જોઈ પંડિતજી એનો ઉગ્ર વિરોધ કર્યા વગર રહી શકતા ન હતા. પરિણામે તેઓ જુનવાણી કે રૂઢિચુસ્ત વર્ગમાં આકરી ટીકાને પાત્ર થતા છે. જ્ઞાન-સાધનાને સફળ કરવા તેઓ સત્યને સંપ્રદાયથી મહાન માનતા હતા; અને સાંપ્રદાયિક કદાગ્રહ કે મોહને કદી વશ થતા નહી. બુદ્ધિના વિકાસ કે હૃદયની વિશાળતાને રૂંધે એવી કોઈ પણ વાતનું એમને મન કશું જ મૂલ્ય ન હતું.
આ રીતે પંડિતજી ક્રાન્તિપ્રિય હોઈ પ્રગતિશીલતા તરફ જ એમનું મન ઢળતું હતું. અને જ્યાં ક્યાંય પણ અન્યાય કે દમન જુએ ત્યાં એ ઊકળી ઊઠે સામાજિક અન્યાયનો ભોગ બનેલી બહેને કે બીજી વ્યક્તિઓને જોઈને એમનું હૃદય દ્રવી જતું. અને એ માટે કંઈક કરે ત્યારે જ એમને સંતોષ થતો હતો.
ધાર્મિક અને સામાજિક રોગોના પંડિતજી સાચા પારખુ અને ચિકિત્સક હતા. નિવૃત્તિને નામે સમાજમાં કેળવાતી પ્રવૃત્તિ પ્રત્યેની ઉદાસીનતા એમને બહુ ખરતું હતું. ધાર્મિક પ્રવૃત્તિનો આદર્શ મિત્તિ કે સંવ મૂકું – સમગ્ર વિશ્વ સાથેનો અદ્વૈત ભાવ – એટલે કે અહિંસાનો પૂર્ણ સાક્ષાત્કાર – હોઈ એમાં સંપ્રદાયવાદ કે વાડાબંધીને મુદ્દલ અવકાશ ન હોઈ શકે એમ તેઓ માનતા હતા. અને સામાજિક પ્રવૃત્તિનો એમનો આદર્શ સ્ત્રી-પુરુષની અને મનુષ્યમાત્રની સમાનતા હતી.
પંડિતજી પ્રેમના સદા ભૂખ્યા છતાં ખુશામતથી સદા અળગા રહેતા અને જેટલા વિનમ્ર હતા એટલા જ મક્કમ હતા. સાચી વાત શાંતિથી મીઠાશપૂર્વક તેઓ કહી શકતા. હતા અને જરૂર પડ્યે કડવું કહેતાં પણ તેઓ ખમચાતા ન હતા.
પંડિતજીની વ્યવહારકુશળતા જાણીતી હતી. કુટુંબના કે ઘરના અટપટા પ્રશ્નોમાં તેઓ સાચો વ્યવહારુ ઉકેલ સૂચવી શકતા હતા અને ચકોર તો એવા કે એક વખત વ્યક્તિ કે સ્થળની મુલાકાત લીધી હોય તો એને કદી ભૂલે નહીં, અને ક્યારેક એનું વર્ણન કરવા બેસે તો સાંભળનાર ન માની શકે કે આ કહેનાર વ્યક્તિ ચક્ષુહીન છે. એમના હૃદયનાં દ્વાર સદા ખુલ્લાં હોય એટલે તેઓ અનેક ભાઈ-બહેનોના મિત્ર, મુરબ્બી કે પિતા તરીકેનું સ્થાન ભોગવતા હતા.
ગાંધીજી પ્રત્યે પંડિતજીને ખૂબ ભક્તિ હતી, અને એમની રાષ્ટ્રનિર્માણની બધી પ્રવૃત્તિઓ તેમ જ પૂ. વિનોબાજીની ભૂદાનપ્રવૃત્તિમાં તેઓ ખૂબ આદર અને શ્રદ્ધા ધરાવતા હતા. પોતાની લાચાર સ્થિતિના કારણે પોતે એવી રચનાત્મક પ્રવૃત્તિમાં સીધેસીધો ભાગ લઈ નથી શકતા એનું એમને દુઃખ લાગ્યા કરતું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org