SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ભૂદાનકાર્યકરોએ તો પંડિતજીને પોતાના જ બનાવી દીધા હતા. પૂજ્ય રવિશંકર મહારાજ પ્રત્યે તો આદર હોય જ; પણ “TTI: પૂનાનાપુ ના જ નિ વવ:' એ વચન મુજબ શ્રી. નારાયણ દેસાઈ જેવા નવયુવકોની સેવા પ્રવૃત્તિ પ્રત્યે પણ આદર અને ભક્તિ વ્યક્ત કરતાં પંડિતજીને સંકોચ થતો ન હતો. પ્રવૃત્તિપરાયણ નિવૃત્તિ બનારસથી નિવૃત્ત થઈને પંડિતજી મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં માનદ અધ્યાપક તરીકે જોડાયા. પણ મુંબઈનો વસવાટ પંડિતજીને બહુ ફાવ્યો નહીં, એટલે ત્યાંથી થોડો વખત બનારસ જઈ આવી, સને ૧૯૪થ્થી તેઓ અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના શ્રી. ભો. જે. વિદ્યાભવનના માનદ અધ્યાપક તરીકે કામ કર્યું હતું. અને અમદાવાદમાં કાયમી વસવાટ કરીને રહ્યા હતા. એમનો આ નિવૃત્તિકાળ એમના પ્રવૃત્તિકાળ કરતાં જરાય ઓછો ઊતરે એવો ન હતો. વિદ્યાની પ્રવૃત્તિ તો આજીવન અખંડ ધારાએ ચાલ્યા જ કરી હતી. અને જાણે કોઈ પ્રાચીન ઋષિઆશ્રમના કુલપતિ હોય એમ અનેક વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વિદ્વાનોને એમનું માર્ગદર્શન મળ્યા જ કરતું. પોતાની પાસે જે કોઈ આવે એને કંઈક ને કંઈક આપી છૂટીને માનવતા પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરવા પંડિતજી સતત પ્રયત્નશીલ રહેતા હતા. તા. ૧૬-૨-૫૭ના રોજ ગુજરાતના યુવાન ભૂદાનકાર્યકર શ્રી. સૂર્યકાંત પરીખ ઉપર પત્ર લખતાં પૂ. વિનોબાજીએ પંડિતજી માટે સાચું જ કહ્યું છે કે: – ____ पं. सुखलालजीकी आपको विचारशोधनमें मदद मिलती है यह जानकर मुझे खुशी हुई। मदद देनेको तो वे बैठे ही है । मदद लेनेवाला कोई मिल जाता है उसीका अभिनन्दन करना चाहिये ।' વિદ્વત્તાનું બહુમાન સને ૧૯૪૭માં, જૈન સાહિત્યની નોંધપાત્ર સેવા બજાવવા બદલ, ભાવનગરની શ્રી. યશોવિજય જૈન ગ્રંથમાલા તરફથી શ્રીવિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક પ્રથમ) અર્પણ થયો. સને ૧૯૫૧માં તેઓ ઓલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સના લખનૌ મુકામે મળેલ ૧૬મા અધિવેશનમાં જૈન અને પ્રાકૃત વિભાગના અધ્યક્ષ થયા. સને ૧૯૫૫માં અમદાવાદની ગુજરાત વિદ્યાસભાની શ્રી પોપટલાલ હેમચંદ અધ્યાત્મ-વ્યાખ્યાનમાળામાં “અધ્યાત્મવિચારણા' સંબંધી ત્રણ વ્યાખ્યાનો આપ્યાં. સને ૧૯૫૬માં વર્ધાની રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ તરફથી, દર્શન અને આધ્યાત્મિક ગ્રંથો રચીને હિન્દી ભાષાની સેવા કરવાના બદલામાં, રૂ. ૧૫૦૧નો મહાત્મા ગાંધી પુરસ્કાર પાંચમો) મળ્યો. (ચોથો પુરસ્કાર પૂ. વિનોબાજીને મળ્યો હતો.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy