________________
XXI
સને ૧૯૫૭માં મ. સ. યુનિવર્સિટી ઓફ બરોડા તરફથી મહારાજા સયાજીરાવ ઓનરેરિયમ લેકચર્સમાં ભારતીય તત્ત્વવિદ્યા' ઉપર પાંચ વ્યાખ્યાનો આપ્યાં.
સને ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીએ ડૉક્ટર ઓફ લેટર્સ (D. Litt.)ની માનદ ડિગ્રી આપવાનો નિર્ણય કર્યો.
સને ૧૯૫૭માં, અખિલ ભારતીય ધોરણે રચાયેલ પંડિત સુખલાલજી સન્માન સમિતિ દ્વારા, મુંબઈમાં પંડિતજીનું જાહેર સન્માન કરીને એમને સન્માન થેલી અર્પણ કરવામાં આવી, અને એમના લેખસંગ્રહો (બે ગુજરાતી અને એક હિન્દી એમ ત્રણ ગ્રંથો)નું પ્રકાશન જાહેર કરવામાં આવ્યું.
સાહિત્ય સર્જન પંડિતજીએ સંપાદિત, સંશોધિત, અનૂદિત અને વિવેચિત કરેલા ગ્રંથોની યાદી નીચે મુજબ છે :
૧) આત્માનુશાસ્તિકુલકઃ પૂર્વાચાર્યકૃત) મૂળ પ્રાકૃતઃ ગુજરાતી અનુવાદ (ઈ. સ. ૧૯૧૪-૧૫).
(૨-૫) કર્મગ્રંથઃ પ્રથમ ચાર : દેવેન્દ્રસૂરિકૃત; મૂળ પ્રાકૃતઃ હિન્દી અનુવાદ, વિવેચન, પ્રસ્તાવના, પરિશિષ્ટ યુક્ત; ઈ. સ. ૧૯૧૭થી ૧૯૨૦ સુધીમાં.
(૬) દડક : પૂર્વાચાર્યત પ્રાકૃત જન પ્રકરણ ગ્રંથ; હિન્દીસાર; . સ. ૧૯૨૧.
૭) પંચ પ્રતિક્રમણઃ જૈન આચાર વિષયક ગ્રંથ; મૂળ પ્રાકૃત, હિન્દી અનુવાદ, વિવેચન, પ્રસ્તાવના યુક્ત; ઈ. સ. ૧૯૨૧
(૮) યોગદર્શનઃ મૂળ પાતંજલ યોગસૂત્ર; વૃત્તિ ઉપાધ્યાય યશોવિજયજીકૃત; તથા શ્રીહરિભદ્રસૂરિકૃત પ્રાકૃત યોગવિંશિકા મૂળ, ટીકા સંસ્કૃત, ઉપાધ્યાય યશોવિજયજીકૃત; હિન્દી સાર-વિવેચન તથા પ્રસ્તાવના યુક્ત; ઈ. સ. ૧૯૨૨.
છે. સન્મતિતર્ક: મૂળ પ્રાકૃત સિદ્ધસેન દિવાકરકૃત; કા સંસ્કૃત શ્રી અભયદેવસૂરિકત; પાંચ ભાગ; છઠ્ઠો ભાગ મૂળ અને ગુજરાતી સાર-વિવેચન તથા પ્રસ્તાવના યુક્ત; પંડિત શ્રી બેચરદાસજીના સહકારમાં; ઈ. સ. ૧૯૨૫થી ૧૯૩૨ સુધીમાં.
(૧૦) જૈનદષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર ગુજરાતી; પંડિત બેચરદાસજીના સહકારમાં.
(૧૧) તત્ત્વાર્થસૂત્ર: ઉમાસ્વાતિ વાચકકૃત સંસ્કૃત; સાર-વિવેચન, વિસ્તૃત પ્રસ્તાવના યુક્ત; ગુજરાતી તથા હિન્દીમાં; ઈ. સ. ૧૯૩૦.
(૧) ન્યાયવતાર: સિદ્ધસેનાદિવાકરકૃત મૂલ સંસ્કૃત, અનુવાદ-વિવેચન પ્રસ્તાવના યુક્ત; ઈ. સ. ૧૯૨૭.
(૧૩) પ્રમાણમીમાંસાઃ હેમચંદ્રાચાર્યકૃત મૂળ સંસ્કૃત, હિન્દી પ્રસ્તાવના તથા ટિપ્પણયુક્ત; ઈ. સ. ૧૯૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org