________________
XVII
કરકસરને પંડિતજી મિત્ર સમાન લેખતા હતા. પણ પોતાના સાથીને સાચવવામાં પૂરેપૂરા ઉદાર રહેતા. પોતાના નિમિત્તે કોઈનું શોષણ તો નથી થતું ને, એની એ પૂરેપૂરી જાગૃતિ રાખતા હતા. કોઈ સાચો જિજ્ઞાસુ કે કોઈ નવી વાતની જાણકાર મળી જાય તો પંડિતજી રાજીરાજી થઈ જાય. પોતાની કે બીજાની જિજ્ઞાસા સંતોષવી એ પંડિતજીને પ્રિયમાં પ્રિય વાત હતી.
પંડિતજી કહેતા, બીજા ગમે તે કરે કે કહે, પણ આપણા મનને સ્વસ્થ રાખવું એ આપણા હાથની વાત છે. આ માટે એક વાર એમણે કહેલું કે:
આપણા મન ઉપર આપણે કાબૂ રાખી શકીએ છીએ એ વાતનું આપણને ભાન થયેલું હોવું જોઈએ. દાખલા તરીકે, મેં કોઈની પાસે રસનો પ્યાલો માગ્યો. રસ ભરેલો પ્યાલો લાવતાં લાવતાં, ગમે તે કારણે, પડી ગયો, ફૂટી ગયો અને એમાંનો રસ ઢોળાઈ ગયો. આ રીતે દેખીતી રીતે આપણને ગુસ્સો કરવાનું નિમિત્ત મળી જાય છે. પણ આવો ગુસ્સો આવતો હોય ત્યારે આપણે – જેને આધ્યાત્મિક સાધના પસંદ હોય એણે – આટલું જ વિચારવું જોઈએ કે પ્યાલાને પડતો કે તૂટતો બચાવવો કે રસ ઢોળાઈ જતો અટકાવવો એ ભલે મારા હાથની વાત ન હોય; પણ મારા ચિત્તને ક્રોધ કરીને પડતું બચાવી લેવું, એને કાબૂમાં રાખવું એ તો મારા હાથની વાત છે ને !”
વ્યાપક દષ્ટિ પંડિતજી મુખ્યત્વે તો જ્ઞાનોપાસનાને જ વરેલા હતાં, છતાં જ્ઞાનને જ સર્વસ્વ માની બેસે એવી સંકુચિત દૃષ્ટિ એમની ન હતી.
પોતે દર્શનશાસ્ત્રના નિષ્ણાત કે સંસ્કૃત-પ્રાકૃત-પાલી સાહિત્યના જાણકાર હોવા છતાં જેમ વિદ્યાની જ્ઞાન અને વિજ્ઞાનરૂપે વિકસતી વિવિધ શાખાઓ, જેવી કે માનસશાસ્ત્ર, માનવવંશશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરેનું મૂલ્યાંકન કરી શકતા હતા, તેમ જીવનઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓનું મહત્ત્વ પણ બરાબર સ્વીકારતા હતા. અને તેથી તેઓ શાસ્ત્રીય ચિંતન જેટલો જ રસ લોકસેવાની રચનાત્મક પ્રવૃત્તિ, ઢોરઉછેર, ખેતીવાડી, સ્વચ્છતા, અંબર ચરખો, જાહેર સુખાકારી, હરિજનઉદ્ધારનો પ્રશ્ન, સ્ત્રીઓના પ્રશ્નો, કેળવણી, બોધભાષા જેવા રાષ્ટ્રનિર્માણનાં વિવિધ કાર્યોમાં પણ લેતા હતા, અને પોતાના જીવનનું સમગ્ર માનવજીવન સાથે તાદાત્મય સાધ્યું હતું.
અજ્ઞાન, અંધશ્રદ્ધા, વહેમ અને રૂઢિચુસ્તતાની સામે પંડિતજીને ભારે અણગમો હતો. પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે કે માનવ માનવ વચ્ચે ઊંચ-નીચપણાની ભાવનાનું પોષણ કરતી સામાજિક વિષમતા જોઈને એમનો આત્મા કકળી ઉઠતો હતો.
જે ધર્મે જનતાને અજ્ઞાન, અંધશ્રદ્ધા અને વહેમમાંથી મુક્તિ અપાવવા માટે ઝુંબેશ ચલાવી હતી તે જ ધર્મ કે એનાં શાસ્ત્રોને નામે એ બધા પ્રગતિરોધક દુર્ગુણોનું પોષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org