________________
૧૩૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ છૂટકો છે. મહાસભા એ રાજકીય સંસ્થા હોઈ ધાર્મિક નથી. સર્વેનો શંભુમેળો હોઈ તે આપણી નથી, પારકી છે – એવી ભાવના એ માત્ર ભ્રમણા હતી.
પજુસણના દિવસોમાં આપણે મળીએ અને આપણી ભ્રમણાઓ દૂર કરીએ તો જ જ્ઞાન અને ધર્મપર્વ ઊજવ્યું ગણાય. તમે બધા નિર્ભય બની પોતાની સ્વતંત્ર દષ્ટિએ વિચાર કરતા થાઓ એ જ મારી વાંછા છે. અને તે વખતે તમે ગમે તે મત બાંધ્યો હશે, ગમે તે માર્ગે જતા હશો, છતાંય હું ખાતરીથી માનું છું કે તે વખતે તમને રાષ્ટ્રીય મહાસભામાં જ દરેક સંપ્રદાયની જીવનરક્ષા જણાશે, તેની બહાર કદી નહિ.
- પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org