________________
૧૫૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ
સ્વરાજ્યનો આ અર્થ એ તો એક પ્રાથમિક અર્થ છે, પણ તેમાંથી ફલિત થતા અને તેમાંથી સિદ્ધ ક૨વાના બીજા અનેક અર્થો, જે પ્રજાની દુઃખદરદની કહાણી પ્રગટ થયા પછી ક્રમેક્રમે ધ્યાન ઉપર આવે છે તે અર્થો, પૈકી એક અર્થ એ છે કે પ્રજાની અગવડો પૂરેપૂરી સમજવાની કોશિશ સરકારે કરવી. બીજો અર્થ એ છે કે એ કોશિશ કર્યા પછી ત્વરિત ગતિએ સરકારે એવાં સંગીન પગલાં ભરવાં કે જેથી પ્રજાની ફરિયાદો ઓછી થાય, વધે નહિ. ત્રીજો અર્થ એ છે કે સરકારે પ્રજાના સંપર્કમાં વધારે ને વધારે આવી તેનાં દિલ જીતવાં અને તેનો સહયોગ મેળવવો. ચોથો અર્થ એ છે કે સરકારી તંત્રમાં કોઈ પણ જાતનો સડો ન હોય, લાંચરુશવત ને લાગવગનું પ્રમાણ ન જ હોય યા નામમાત્રનું હોય. પાંચમો – સૌથી મહત્ત્વનો અને છેલ્લો – અર્થ એ છે કે પ્રજાને એમ લાગવું જોઈએ કે સરકાર અમારી છે અને અમને નિચોવી અમારે માથે બેસના૨ કોઈ નોકરીશાહી નથી, પણ પોતાની અનિવાર્ય જરૂરિયાત પૂરતો બદલો લઈ અમારી જ સેવા અર્થે નીકળેલ એક સમજુ ને આપભોગી સેવકોનું બનેલું તંત્ર છે.
૧. સરકાર પ્રજાની અગવડો સમજવાની કોશિશ નથી કરતી એમ કોઈ પણ કહી શકે નહિ. અલબત્ત, સરકારી તંત્ર ચલાવનાર જે સંખ્યાબંધ માણસો છે એ બધા સમાન યોગ્યતાવાળા ને સરખી ધગશવાળા છે એમ કોઈ કહેતું નથી; એવા હોવા જોઈએ એવી માગણી પ્રજાની રહે જ; સરકાર પણ ઇચ્છે જ. છતાં એ વસ્તુ સિદ્ધ થવાને વાર છે. સરકાર પ્રજાનાં દુઃખદરદો જાણવાની કોશિશ કરે છે એ અર્થમાં તો સ્વરાજ્ય પ્રાપ્ત થયેલ જ છે, પણ એ કોશિશ નથી પૂર્ણ કે નથી એકધારી; એથી એટલે અંશે સ્વરાજ્યનો એ અર્થ પ્રજાને મન સિદ્ધ થયો નથી. અને એ બાબતમાં શું છાપાં કે શું જવાબદાર કાર્યકર્તા કે શું ઊંચા હોદ્દેદાર અમલદારો – એ બધા જ એકસરખી ફિરયાદ કરતા જણાય છે કે સરકારે પ્રજાની એટલે કે તેના બધા જ વર્ગોની અગવડ પૂરેપૂરી જાણવી ઘટે. નહિ તો જે વર્ગ આગળ પડતો, વાચાળ અને છાપાંઓ પર કાબૂ ધરાવનાર તેની અગવડ જલદી સરકારના ધ્યાન ઉપર આવે અને બીજા વર્ગો બબડતા રહી જાય અને કહ્યા કરે કે ગાંધીજીનું સ્વરાજ્ય નથી અગર તો આ કરતાં ૫૨૨ાજ્ય સારું હતું, તો એને દોષ દઈ નહિ શકાય. સ્વરાજ્ય મળ્યું છે એવું જો પ્રજાના દિલમાં અને તેના એકેએક વર્ગના દિલમાં ઠસાવવું હોય તો સરકારના નાનામોટા બધા અમલદારોએ સહાનુભૂતિથી પોતાના કુટુંબની અગવડ સમજવા રખાય છે તેવો ખ્યાલ પ્રજાની અગવડ સમજવા રાખવો જ પડશે, નહિ તો કદી જશ મેળવી શકશે નહિ.
૨. પ્રજાની અગવડો કાંઈ એક જ પ્રકારની નથી હોતી; સમયે સમયે અને સ્થાનભેદે તે બદલાતી પણ રહે છે. સરકાર એ અગવડો જાણે તોપણ સવાલ એ ઊભો થાય છે કે તેને નિવારવા તે શું કરે છે ? અને જે કરે છે તે ઝડપથી કે દીર્થસૂત્રિતાથી ? આનો જવાબ સરકારપક્ષે સંતોષપ્રદ છે જ નહિ. અત્યાર લગીનો પ્રજાનો જ નહિ, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org