________________
૧૧૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ સંઘર્ષમાંથી જન્મ લે છે, અને તે ચાલ્યા આવતાં શાસ્ત્રીય સત્યોમાં અને શાસ્ત્રીય ભાવનાઓમાં નવું પગલું ભરે છે. આ નવું પગલું પહેલાં તો લોકોને ચમકાવી મૂકે છે, અને બધા જ લોકો કે લોકોનો મોટો ભાગ રૂઢ અને શ્રદ્ધાસ્પદ શબ્દો તેમજ ભાવનાઓના હથિયાર વડે એ નવા વિચારક કે સર્જકનું માથું ફોડવા તૈયાર થાય છે. એક બાજુએ વિરોધીઓની પલટણ અને બીજી બાજુ નવો આગન્તુક એકલો. વિરોધીઓ એને કહે છે કે તું જે કહેવા માગે છે, જે વિચાર દર્શાવે છે તે આ જૂના ઈશ્વરીય શાસ્ત્રમાં ક્યાં છે?” વળી તે બિચારા કહે છે કે જૂનાં ઈશ્વરીય શાસ્ત્રોના શબ્દો તો ઊલટું તારા નવા વિચારની વિરુદ્ધ જ જાય છે. આ બિચારા શ્રદ્ધાળુ છતાં એક આંખવાળા વિરોધીઓને પેલો આગંતુક કે વિચારક સ્રષ્ટા તેમના જ સંકુચિત શબ્દોમાંથી પોતાની વિચારણા અને ભાવના કાઢી બતાવે છે. આ રીતે નવા વિચારક અને અષ્ટા દ્વારા એક વખતના જૂના શબ્દો અર્થદષ્ટિએ વિકસે છે અને નવી વિચારણા અને ભાવનાનો નવો થર આવે છે અને વળી એ નવો થર વખત જતાં જૂનો થઈ જ્યારે બહુ ઉપયોગી નથી રહેતા, અગર ઊલટો બાધક થાય છે, ત્યારે વળી નવા જ અષ્ટાઓ અને વિચારકો પ્રથમના થર ઉપર ચઢેલી એક વાર નવી અને હમણાં જૂની થઈ ગયેલી વિચારણા અને ભાવનાઓ ઉપર નવો થર ચઢાવે છે. આ રીતે પરાપૂર્વથી ઘણી વાર એક જ શબ્દના ખોખામાં અનેક વિચારણાઓ અને ભાવનાઓના થર આપણે શાસ્ત્રમાર્ગમાં જોઈ શકીએ છીએ. નવા થરના પ્રવાહને જૂના થરની જગ્યા લેવા માટે જો સ્વતંત્ર શબ્દ સરજવા પડતા હોત અને અનુયાયીઓનું ક્ષેત્ર પણ જુદું જ મળતું હોત તો તો જૂના અને નવા વચ્ચે ઠંદ્ધવિરોધ)ને કદી જ અવકાશ ન રહેત; પણ કુદરતનો આભાર માનવો જોઈએ કે તેણે શબ્દ અને અનુયાયીઓનું ક્ષેત્ર છેક જ જુદું નથી રાખ્યું. તેથી જૂના લોકોની મક્કમતા અને નવા આગંતુકની દૃઢતા વચ્ચે વિરોધ જામે છે અને કાળક્રમે એ વિરોધ વિકાસનું જ રૂપ પકડે છે. જેમ કે બૌદ્ધ મૂળ શાસ્ત્રોને લઈ વિચારીને અગર વેદશાસ્ત્રને એકમ માની ચાલીએ તોપણ આ જ વસ્તુ આપણને દેખાશે. મંત્રવેદમાંના બ્રહ્મ, ઈન્દ્ર, વરુણ, તપ, સતુ, અસતુ, યજ વગેરે શબ્દો તથા તેની પાછળની ભાવના અને ઉપાસના લો; અને ઉપનિષદોમાં દેખાતી એ જ શબ્દોમાં આરોપાયેલી ભાવના તથા ઉપાસના લો. એટલું જ નહિ, પણ ભગવાન મહાવીર અને બુદ્ધના ઉપદેશમાં સ્પષ્ટપણે તરવરતી બ્રાહ્મણ, તપ, કર્મ, વર્ણ, વગેરે શબ્દો પાછળની ભાવના અને એ જ શબ્દો પાછળ રહેલી વેદકાલીન ભાવનાઓ લઈ બંનેને સરખાવો; વળી ગીતામાં સ્પષ્ટપણે દેખાતી યશ, કર્મ, સંન્યાસ, પ્રવૃત્તિ, નિવૃત્તિ, યોગ, ભોગ વગેરે શબ્દો પાછળ રહેલી ભાવનાઓને વેદકાલીન અને ઉપનિષત્કાલીન એ જ શબ્દો પાછળ રહેલી ભાવનાઓ સાથે તેમજ આ યુગમાં દેખાતી એ શબ્દો ઉપર આરોપાયેલી ભાવનાઓ સાથે સરખાવો તો છેલ્લાં પાંચ હજાર વર્ષમાં આર્યલોકોના માનસમાં કેટલો ફેર પડ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org