________________
શાસ્ત્રમયદા - ૧૦૯ હોય તો ઉત્તર સરળ છે. અને જો તે હોય તો ઉત્તર કઠણ પણ છે. વાત એવી છે કે માણસનો સ્વભાવ જિજ્ઞાસુ પણ છે અને શ્રદ્ધાળુ પણ છે. જિજ્ઞાસા એને વિશાળતામાં લઈ જાય છે અને શ્રદ્ધા એને મકક્મપણું અર્પે છે. જિજ્ઞાસા અને શ્રદ્ધાની સાથે જો કોઈ આસુરી વૃત્તિ ભળી જાય તો તે માણસને મર્યાદિત ક્ષેત્રમાં બાંધી રાખી તેમાં જ સત્ય–નહિ નહિ, પૂર્ણ સત્ય–જોવાની ફરજ પાડે છે. આનું પરિણામ એ આવે છે કે માણસ કોઈ એક જ વાકય અગર કોઈ એક જ ગ્રંથને અગર કોઈ એક જ પરંપરાના ગ્રંથસમૂહને છેવટનું શાસ્ત્ર માની લે છે અને તેમાં જ પૂર્ણ સત્ય છે, એવી માન્યતા ધરાવતો થઈ જાય છે. આમ થવાથી માણસ માણસ વચ્ચે, સમૂહ સમૂહ વચ્ચે અને સંપ્રદાય સંપ્રદાય વચ્ચે શાસ્ત્રની સત્યતા–અસત્યતાની બાબતમાં અગર તો શાસ્ત્રની શ્રેષ્ઠતાના તરતમભાવની બાબતમાં મોટો વિખવાદ શરૂ થાય છે. દરેક જણ પોતે માનેલ શાસ્ત્ર સિવાયનાં બીજાં શાસ્ત્રોને ખોટાં અગર અપૂર્ણ સત્ય જણાવનારાં કહેવા માંડે છે અને તેમ કરી સામા પ્રતિસ્પર્ધીને પોતાનાં શાસ્ત્ર વિષે તેમ કહેવાને જાણે-અજાણે નોતરે છે. આ તોફાની વાતાવરણમાં અને સાંકડી મનોવૃત્તિમાં એ તો વિચારવું જ રહી જાય છે કે ત્યારે શું બધાં જ શાસ્ત્રો ખોટાં કે બધાં જ શાસ્ત્રો સાચાં કે બધાં જ કાંઈ નહિ. .
આ થઈ ઉત્તર આપવાની કઠિણાઈની બાજુ. પરંતુ જ્યારે આપણે ભય, લાલચ અને સંકુચિતતાના બંધનકારક વાતાવરણમાંથી છૂટા થઈ વિચારીએ ત્યારે ઉક્ત પ્રશ્નનો નિવેડો સહેલાઈથી આવી જાય છે; અને એ છે કે સત્ય એક ને અખંડ હોવા છતાં તેનો આવિર્ભાવ (તેનું ભાન) કાળક્રમથી અને પ્રકારભેદથી થાય છે. સત્યનું ભાન જો કાળક્રમ વિના અને પ્રકારભેદ વિના થઈ શકતું હોય તો અત્યાર અગાઉ ક્યારનુંયે સત્યશોધનનું કામ પતી ગયું હોત, અને એ દિશામાં કોઈને કાંઈ કહેવાપણું કે કરવાપણું ભાગ્યે જ રહ્યું હોત. સત્યનો આવિર્ભાવ કરનારા જે જે મહાન પુરુષો પૃથ્વીના પટ ઉપર થઈ ગયા છે તેમને પણ તેમના પહેલાં થઈ ગયેલા અમુક સત્યશોધકોની શોધનો વારસો મળેલો જ હતો. એવો કોઈ પણ મહાન પુરુષ તમે બતાવી શકશો કે જેને પોતાની સત્યની શોધમાં અને સત્યના આવિર્ભાવમાં પોતાના પૂર્વવર્તી અને સમસમયવર્તી બીજા તેવા શોધકની શોધનો થોડો પણ વારસો ન જ મળ્યો હોય, અને માત્ર તેણે જ એકાએક અપૂર્વપણે તે સત્ય પ્રકટાવ્યું હોય? આપણે સહેજ પણ વિચારીશું તો માલુમ પડશે કે કોઈ પણ સત્યશોધક અગર શાસ્ત્રપ્રણેતા પોતાને મળેલા વારસાની ભૂમિકા ઉપર ઊભો રહીને જ, પોતાની દષ્ટિ પ્રમાણે અગર તો પોતાની પરિસ્થિતિને બંધબેસે એવી રીતે. સત્યનો આવિર્ભાવ કરવા મથે છે, અને તેમ કરી સત્યના આવિર્ભાવને વિક્સાવે છે. આ વિચારસરણી જો ફેંકી દેવા જેવી ન હોય તો એમ કહેવું જોઈએ કે કોઈ પણ એક વિષયનું શાસ્ત્ર એટલે તે વિષયમાં શોધ ચલાવેલ, શોધ ચલાવતા કે શોધ ચલાવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org