________________
જે ધર્મ સૌને એકસરખો પ્રકાશ આપવાની અને સૌને સમાનભાવે જોવાની દૃષ્ટિ અર્પવાની શક્તિ ધરાવે છે તે જ ધર્મ પંથોમાં અટવાઈ અસ્તિત્વ ગુમાવી દે છે. પંથપોષક વર્ગ જ્યારે ધર્મનાં પ્રવચનો કરે ત્યારે આખા જગતને સમભાવે જોવાની અને સૌની નિર્ભેળ સેવા કરવાની વાત કરે છે અને એ વાત પોતાનાં શાસ્ત્રોમાંથી તારવી બતાવે છે, પણ જ્યારે એમના વર્તન તરફ નજર કરીએ ત્યારે જે અસંગતિ તેમની રહેણી-કહેણી વચ્ચે હોય છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. સેવા, સંપૂર્ણ ત્યાગ અને અહિંસાનો મહિમા ગાનાર તેમજ તેના પ્રચાર માટે ભેખ લેનાર વર્ગ લોકોએ પરસેવો ઉતારી પેદા કરેલ પૈસા જ્યારે માત્ર પોતાની સેવા ખાતર વપરાવે છે અને તદ્દન નકામા તેમજ બોજારૂપ થઈ પડે એવા ક્રિયાકાંડો, ઉત્સવો, આડંબરો અને પધરામણીઓમાં તે પૈસો ખર્ચાવી ઊલટું ધર્મકૃત્ય કર્યાનો સંતોષ પોષે છે, ત્યારે સમજદાર માણસનું મન કકળીપોકારી ઊઠે છે કે આવા આડંબરો અને ધર્મને શી લેવા-દેવા ?
ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ, તેમજ એ બે તત્ત્વોની દોરવણી નીચે ઘડાતો જીવનવ્યવહાર. આ જ ધર્મ પારમાર્થિક છે. બીજા જે વિધિનિષેધો, ક્રિયાકાંડો, ઉપાસનાના પ્રકારો વગેરે ધર્મની કોટિમાં ગણાય છે, તે બધા જ વ્યાવહારિક ધર્મો છે અને તે ત્યાં લગી અને તેટલે જ અંશે યથાર્થ ધર્મના નામને પાત્ર છે, જ્યાં લગી અને જેટલે અંશે તે ઉક્ત પારમાર્થિક ધર્મ સાથે અભેદ્ય સંબંધ ધરાવતા હોય છે. પારમાર્થિક ધર્મ એ જીવનની મૂલગત તેમજ અદશ્ય વસ્તુ છે. તેનો અનુભવ કે સાક્ષાત્કાર તે ધાર્મિક વ્યક્તિને જ હોય છે, જ્યારે વ્યાવહારિક ધર્મ દશ્ય હોઈ પપ્રત્યેય છે. પારમાર્થિક ધર્મનો સંબંધ ન હોય તો ગમે તેટલા જૂના અને બહુસંમત બધા જ પની વસ્તુતઃ ધમભાસ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org