________________
૧૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ ને નિશાનબાજી શીખ્યા. પણ પોતાના પર તે ભય ન રહ્યો કે જેને પોતાના સમજ્યા છે તેઓ પર પણ ભય ન રહ્યો, તો કર્તવ્યપાલનમાં પ્રેરણા થતી નથી, પછી ભલે ને રક્ષણ કરવાની કેટલીયે શક્તિ કેમ ન હોય. આ બધી જવાબદારીઓ સંકુચિત ભાવમાંથી ઉત્પન્ન થઈ છે. મોહ જેવા સઘળા ભાવો બિલકુલ અધૂરા, અસ્થિર ને મલિન છે.
જીવનશક્તિનો યથાર્થ અનુભવ તે બીજો ભાવ છે, જે ન તો ઉદય થયા પછી નાશ પામે છે, ન મર્યાદિત કે સંકુચિત છે કે ન તો મલિન છે.
પ્રશ્ન: જીવનશક્તિના યથાર્થ અનુભવમાં એવું તે કેવું તત્ત્વ છે જેનાથી જન્મતું કર્તવ્યપાલન હંમેશાં સ્થિર, વ્યાપક ને શુદ્ધ જ હોય છે?
જવાબઃ આનો જવાબ મેળવવા માટે જીવનશક્તિના સ્વરૂપ પર વિચાર કરવો જોઈએ.
તમે પોતે જ વિચારો કે જીવનશક્તિ એ શું વસ્તુ છે. કોઈ પણ સમજદાર વ્યક્તિ માત્ર શ્વાસોચ્છુવાસ કે પ્રાણને જીવનની મૂળ આધારશક્તિ નહિ માને; કારણ કે, જ્યારે જ્યારે ધ્યાનની વિશિષ્ટ અવસ્થામાં પ્રાણનો સંચાર ચાલુ નથી હોતો, ત્યારે પણ જીવન ચાલુ જ હોય છે. આથી માનવું પડે છે કે પ્રાણસંચારરૂપ જીવનની પ્રેરક ને આધારભૂત શક્તિ કોઈક બીજી જ વસ્તુ છે. અત્યાર સુધીના આધ્યાત્મિક સૂક્ષ્મ અનુભવીઓએ એ શક્તિને ચેતના કહી છે. ચેતના એ એક એવી સ્થિર ને પ્રકાશમાન શક્તિ છે કે જે દૈહિક, માનસિક, ને એંદ્રિય આદિ સર્વ કાર્યોનું થોડું ઘણું ભાન રાખે જ છે. આપણે પ્રત્યેક અવસ્થામાં આપણી ઐહિક, માનસિક કે ઐકિય ક્રિયાનો થોડો ઘણો પરિચય રાખી શકીએ છીએ, તે શાથી? આપણી ક્રિયાઓનું આવું સંવેદન આપણને ચેતનાશક્તિ દ્વારા થાય છે. ગમે તે થાય, પણ આપણે ક્યારેય ચેતનાશૂન્ય થઈ શકવાના નથી.
ચેતનાની સાથે એક બીજી શક્તિ પણ ઓતપ્રોત થઈ છે, જેને આપણે સંકલ્પશક્તિ કહીએ છીએ. ચેતના જે કાંઈ સમજે તે સઘળાને ક્રિયાકારી બનાવવા અથવા તો તેને મૂર્ત સ્વરૂપ આપવા તેની પાસે જો બીજું કોઈ બળ ન હોય તો તેની સમજણ બેકાર બને અને આપણે જ્યાં છીએ ત્યાં જ પડ્યા રહીએ. આપણે અનુભવીએ છીએ કે સમાજને અનુસરી એક વાર સંકલ્પ થતાં ચેતના કાર્યાભિમુખ થાય છે. જેવી રીતે કૂદવાવાળો સંકલ્પ કરે ત્યારે પોતાનું બધું બળ એકઠું કરીને કૂદકો મારે છે. બળને વીખરાઈ જતું રોકવું તે સંકલ્પશક્તિનું કાર્ય છે. સંકલ્પની મદદ મળી એટલે ચેતના ગતિશીલ થઈને પોતાનું સાધ્ય સિદ્ધ કરીને જ સંતુષ્ટ બને છે. આ ગતિશીલતાને ચેતનાનું વીર્ય સમજવું જોઈએ. આ રીતે જીવનશક્તિના પ્રધાન ત્રણ અંશ છે : ચેતના, સંકલ્પ ને વીર્ય. દરેક જણ સર્જનકાર્યથી આ ત્રણ શક્તિનો અનુભવ કરી શકે છે. અત્યારે આપણે સૌ તેનું અનુમાન જ કરીએ છીએ. તેનો યથાર્થ અનુભવ એક જુદી જ વસ્તુ છે. સામે રહેલી દીવાલનો ઇન્કાર કરી તેને ન માનનાર જેમ દીવાલને લાત મારીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org