SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા મેં લગભગ પચીસેક વર્ષ પહેલાં, જ્યારે બંગભંગનું પ્રબલ આંદોલન ચાલતું ત્યારે, એક સંતવૃત્તિના વિદ્યાપ્રિય જૈન સાધુને પૂછેલું કે “મહારાજશ્રી, તમે કોંગ્રેસની પ્રવૃત્તિમાં ભાગ કાં ન લો, કેમકે એ તો રાષ્ટ્રીય સ્વતંત્રતા માટે લડનારી અને તેથી જ જૈનોની સ્વતંત્રતા માટે પણ લડનારી સંસ્થા ગણાય?” એમણે સાચા દિલથી પોતે માનતા કે સમજતા તેવો જ જવાબ વાળ્યો, “મહાનુભાવ, એ તો દેશની સંસ્થા કહેવાય. એમાં દેશકથા અને રાજકથા જ આવવાની. વળી, રાજ્યવિરોધ તો એનું ધ્યેય જ છે. એવી કથાઓના અને રાજ્યવિરોધના અમ ત્યાગીઓને એવી સંસ્થામાં ભાગ કે રસ લેવાનું શી રીતે ધર્મ હોઈ શકે ?' કયારેક બીજે પ્રસંગે ઉપનિષદ અને ગીતાના સતત પાઠી એક સંન્યાસીને એ જ સવાલ પૂછેલો. તેમણે ગંભીરતાથી જવાબ આપેલો કે “કક્યાં અદ્વૈત બ્રહ્મની શાંતિ અને ક્યાં ભેદભાવથી ભરેલી ખીચડી જેવી સંક્ષોભકારી કોંગ્રેસ ! અમારા જેવા અદ્વૈતપંથે વિચરનાર અને ઘરબાર છોડી સંન્યાસ લેનારને વળી એ ભેદ – એ દૈતમાં પડવું કેમ પાલવે?” પુરાણ અને મહાભારતના વિરરસપ્રધાન આખ્યાનો કહેનાર એક કથાકાર વ્યાસે કાંઈક એવા પ્રશ્નના જવાબમાં ચોખ્ખુંટ સંભળાવેલું કે જોઈ જોઈ તમારી કોંગ્રેસ! એમાં તો બધા અંગ્રેજી ભણેલા અને કશું ન કરનાર માત્ર અંગ્રેજીમાં ભાષણ આપી વીખરાઈ જાય છે. એમાં મહાભારતના સૂત્રધાર કૃષ્ણનો કર્મયોગ ક્યાં છે ? જો તે વખતે મેં કોઈ ખરા મુસલમાન મોલવીને પૂછ્યું હોત તો એ પણ લગભગ એવો જ જવાબ આપતા કે કોંગ્રેસમાં જઈને શું કરવું ? એમાં ક્યાં કુરાનનાં ફરમાનો અનુસરાય છે ? એમાં તો જાતિભેદ પોષનાર, અને સગા ભાઈઓને પારકા માનનાર લોકોનો શંભુમેળો થાય છે. કટ્ટર આર્યસમાજી જવાબ આપનાર હોત તો તે વખતે એમ જ કહેત કે અછૂતોદ્ધારની અને સ્ત્રીને પૂરું સન્માન આપવાની વેદસંમત હિલચાલ કોંગ્રેસમાં તો કંઈ દેખાતી નથી. કોઈ બાઈબલ પી જનાર પાદરી સાહેબને એવો જ પ્રશ્ન કર્યો હોત તો હિંદુસ્તાની હોવા છતાં પણ તે એ જ જવાબ આપતા કે કોંગ્રેસ કંઈ સ્વર્ગીય પિતાના રાજ્યમાં જવાનો પ્રેમપંથ થોડો ઉઘાડે છે? આ રીતે એક જમાનામાં કોઈ પણ સંપ્રદાયના સાચા મનાતા અનુયાયીઓ વાસ્ત Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy