________________
ધર્મ ક્યાં છે? - ૨૩ અને સગવડપ્રિય જિંદગી. પણ એનું બીજું પણ એક કારણ છે, અને તે છે દરેક પંથના અનુયાયીવર્ગની મતિમંદતા તેમજ તેજોહીનતા. જો આપણે ઇતિહાસને આધારે એમ સમજીએ કે મોટે ભાગે પંથના પોષકો માનવતાને સાંધવાને બદલે ખંડિત જ કરતા આવ્યા છે તો આપણી અનુયાથીવર્ગની એ ફરજ છે કે આપણે પોતે જ ધર્મનાં સૂત્રો હાથમાં લઈએ અને તેના વિષે સ્વતંત્ર વિચાર કરીએ. એક વાર અનુયાયી વર્ગમાંથી આવો વિચારી અને સાહસી વર્ગ બહાર પડે તો એ પંથના દેહપોષકોમાંથી પણ કોઈ એને સાથ આપનાર જરૂર મળી રહેવાનો. ધર્મપંથના પોષકોમાં કોઈ યોગ્ય નથી જ હોતો કે યોગ્ય નથી જ સંભવતો એવું કાંઈ નથી, પણ ધીરે ધીરે દરેક પંથનું વાતાવરણ એવું અન્યોન્યાશ્રિત થઈ જાય છે કે તેમાં એક સાચો પુરોહિત કે પંડિત કે ગુરુ કાંઈક ખરું કહેવા કે વર્તવા ધારે તોય તે બીજાથી ડરે છે અને બીજો ત્રીજાથી ડરે છે. જેમ બધા જ લાંચિયા કામ કરતા હોય તેવે સ્ટેશન આદિ સ્થળે એકાદ બિનલાંચિયાને જીવન ગાળવું કાંઈક અઘરું થઈ પડે છે તેમ પંથદેહના પોષકોમાં કોઈ યોગ્ય વ્યક્તિ વિષે બને છે. અસાધારણ શક્તિ ન હોય ત્યાં લગી પુરોહિત, પંડિત કે ગુરુવર્ગમાં ઊછરેલ હોય તેવાને તેની જ કુલપરંપરાગત પ્રવૃત્તિનો વિરોધ કરવાનું અગર તેમાં ઉદાર દૃષ્ટિબિન્દુ દાખલ કરવાનું ભારે અઘરું થઈ પડે છે. જે ધર્મ સૌને એકસરખો પ્રકાશ આપવાની અને સૌને સમાનભાવે જોવાની દૃષ્ટિ અર્પવાની શક્તિ ધરાવે છે તે જ ધર્મ પંથોમાં અટવાઈ અસ્તિત્વ ગુમાવી દે છે. પંથપોષક વર્ગ જ્યારે ધર્મના પ્રવચનો કરે ત્યારે આખા જગતને સમભાવે જોવાની અને સૌની નિર્ભેળ સેવા કરવાની વાત કરે છે અને એ વાત પોતાનાં શાસ્ત્રોમાંથી તારવી બતાવે છે, પણ જ્યારે એમના વર્તન તરફ નજર કરીએ ત્યારે જે અસંગતિ તેમની રહેણી-કહેણી વચ્ચે હોય છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. સેવા, સંપૂર્ણ ત્યાગ અને અહિંસાનો મહિમા ગાનાર તેમજ તેના પ્રચાર માટે ભેખ લેનાર વર્ગ લોકોએ પરસેવો ઉતારી પેદા કરેલ પૈસા જ્યારે માત્ર પોતાની સેવા ખાતર વપરાવે છે અને તદ્દન નકામા તેમજ બોજારૂપ થઈ પડે એવા ક્રિયાકાંડો, ઉત્સવો, આડંબરો અને પધરામણીઓમાં તે પૈસો ખર્ચાવી ઊલટું ધર્મકૃત્ય કર્યાનો સંતોષ પોષે છે, ત્યારે સમજદાર માણસનું મન કકળી–પોકારી ઊઠે છે કે આવા આડંબરો અને ધર્મને શી લેવા દેવા?
જો આડંબરો અને પધરામણીઓમાં જ ધર્મની પ્રભાવના અને વૃદ્ધિ હોય તો ગુણાકારને હિસાબે જે વધારે આડંબર કરે-કરાવે તે વધારે ધાર્મિક ગણાવો જોઈએ. જો તીર્થો અને મંદિરો નિમિત્તે માત્ર ધનસંચય કરવો એ ધર્મનું એક લક્ષણ હોય તો જે પેઢી તેવું ધન વધારે એકત્ર કરે અને સાચવે તે જ વધારે ધાર્મિક ગણાવી જોઈએ. પણ બીજી બાજુ પથદેહના પોષકો જ તેથી ઊલટું કહે છે અને માને-મનાવે છે. તેઓ પોતાના વાસ્તે થતા આડંબરો સિવાય બીજાઓના આડંબરનું મહત્ત્વ કે તેનું ધાર્મિકપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org