________________
૨૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ
જાય છે ત્યારે જ તેઓ સંકુચિત દૃષ્ટિ બની એક બીજાને વિરોધી અને દુશ્મન માનવામનાવવા મંડે છે. આ કોહવાણ કેવી રીતે શરૂ થાય છે અને તે કેમ વધ્યે જાય છે એ જાણવું હોય તો બહુ ઊંડાણમાં જવું પડે તેમ નથી. શાસ્ત્રો, તીર્થો અને મંદિરો વગેરે પોતે જડ હોઈ કોઈને પકડી રાખતાં, ધકેલતાં કે આ કરવા કે તે કરવાનું કહેતાં નથી. એ પોતે જડ અને નિષ્ક્રિય હોઈ બીજા ક્રિયાશીલ દ્વારા જ પ્રેરાય છે. એવા ક્રિયાશીલો એટલે દરેક ધર્મપંથના પંડિત, ગુરુ અને ક્રિયાકાંડીઓ. જ્યારે એવા પંડિતો, ગુરુઓ અને ક્રિયાકાંડીઓ પોતે જાણે-અજાણે ધર્મની ભ્રમણમાં પડી જાય છે અને ધર્મના મધુર તેમજ સરલ આશરા નીચે તેઓ વગર મહેનતયું, સગવડિયું અને બિનજવાબદા૨ જીવન જીવવા લલચાય છે ત્યારે જ ધર્મપંથના દેહો આત્મવિહોણા બની સડવા લાગે છે, કોહવા મંડે છે. અનુયાયીવર્ગ ભોળો હોય, અભણ હોય કે અવિવેકી હોય ત્યારે તે ધર્મને પોષવાની ભ્રમણામાં ઊલટું ધર્મદેહનું કોહવાણ જ પોષે છે અને આ પોષણની મુખ્ય જવાબદારી પેલા સગવડિયા પંડિત કે પુરોહિતવર્ગની હોય છે.
દરેક પંથના પંડિત કે પુરોહિતવર્ગને જીવન તો સુખશીલ જીવવાનું હોય છે. પોતાની એબ બીજાની નજરે ન ચડે અને પોતે અનુયાયીવર્ગની નજરમાં મોટો દેખાય એવી લાલસા તે સેવતો હોય છે. આ નિર્બલતામાંથી તે અનેક જાતના આડંબરો પોતાના વાડામાં પોષ્યે જાય છે અને સાથે સાથે ભોળો અનુયાયીવર્ગ રખે બીજી બાજુ તણાઈ જાય એ ધાસ્તીથી તે હંમેશાં બીજા ધર્મપંથના દેહની ખામીઓ બતાવ્યા કરે છે. પોતાના તીર્થનું મહત્ત્વ તે જ્યારે ગાય છે ત્યારે તેને બીજાઓનાં તીર્થોના મહત્ત્વનો ખ્યાલ નથી આવતો. એટલું જ નહિ, પણ તે બીજા ધર્મપંથોનાં તીર્થોને ઉતારી પાડતાં પણ ચૂકતો નથી. સનાતનધર્મનો પંડ્યો કાશી અને ગયાનું મહત્ત્વ વર્ણવે ત્યારે તે કદી તેની જ પાસે આવેલ સારનાથ અને રાજગૃહનું મહત્ત્વ નહિ વર્ણવે. ઊલટું, તે એ તીર્થોને નાસ્તિકધામ કહી ત્યાં જતા પોતાના અનુયાયીવર્ગને રોકશે. પાલીતાણા અને સમેતશિખરનું મહત્ત્વ વર્ણવના૨ કોઈ ગોરજી ગંગા અને હિરદ્વારનું મહત્ત્વ ભાગ્યે જ સ્વીકારશે. કોઈ પાદરી જેરૂસલેમની પેઠે મક્કા, મદિનાને પવિત્ર નહિ માને. એ જ રીતે એક પંથના પંડિતો બીજા પંથના પોતા કરતાં અતિમહત્ત્વનાં શાસ્ત્રોનું પણ મહત્ત્વ નહિ સ્વીકારે. એટલું જ નહિ, પણ તેઓ બીજા પંથનાં શાસ્ત્રોને અડવા સુધ્ધાંની પોતાના અનુયાયીવર્ગને મનાઈ કરશે. ક્રિયાકાંડની બાબતમાં તો કહેવું જ શું ? એક પંથનો પુરોહિત પોતાના અનુયાયીવર્ગને બીજા પંથમાં પ્રચલિત એવું તિલક સુધ્ધાં કરવા નહિ દે. આ ધર્મપંથનાં કલેવરોની અંદરોઅંદરની સૂગ તેમજ તકરારોએ હજારો વર્ષ થયાં પંથોમાં ઐતિહાસિક જાદવાસ્થળી પોષી છે.
આ રીતે એક જ ધર્મના જુદા જુદા દેહોનું યુદ્ધ ચાલ્યા કરે છે. તેનું એક કારણ તો ઉપર બતાવવામાં આવ્યું જ છે અને તે એ કે તે ઉ૫૨ નભતા વર્ગની અકર્મણ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org