SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ આ અંગત ચર્ચાથી હું આપ બધાનું ધ્યાન બે મુદ્દા તરફ ખેંચું છું: એક તો જીવનમાં હંમેશાં વિદ્યાર્થીપણું ચાલુ રાખવું અને કેળવવું, અને બીજો મુદ્દો એ કે વિદ્યાર્થીપણું પણ મુક્તમને એટલે કે નિર્બન્ધન અને નિર્ભયપણે કેળવવું. વિદ્યાર્થીત્વ માનસતત્ત્વની દૃષ્ટિએ વિચારીએ તો વિદ્યાર્થીપણાનાં એટલે સંસ્કાર ગ્રહણ કરવાની યોગ્યતાનાં બીજો બાળકનાં માતા-પિતા દાંપત્યજીવનમાં પ્રવેશ કરે ત્યારથી જ તેમની મનોભૂમિકા રૂપે સંચિત થવા લાગે છે, અને તે બીજો ગર્ભાધાનના સમયથી વ્યક્ત રૂપ ધારણ કરતાં જાય છે. પણ આપણું ગુલામી માનસ આ સત્ય વસ્તુનું આકલન કરી શકતું નથી. શિશુ, કિશોર અને કુમાર અવસ્થાના વિદ્યાર્થીજીવનને કાળજીભરેલી સુવિચારિત દોરવણી મળતી હોય એવા દાખલા આપણે ત્યાં બહુ પ્રયત્ન પણ ભાગ્યે જ જોવા મળશે. આપણા સામાન્ય વિદ્યાર્થીઓનું જીવન નદી-પટમાંના પાષાણની પેઠે આકસ્મિક રીતે જ ઘડાય છે, અને આગળ વધે છે. નદીના પટમાંનો પથ્થર જેમ અવારનવાર પાણીના પૂરના ધસારાથી ઘસાતો ક્યારેક આપમેળે ગોળમટોળ સુંદર આકાર ધારણ કરે છે, તેમ આપણો સામાન્ય વિદ્યાર્થીવર્ગ નિશાળ અને સ્કૂલનાં, સમાજ, રાજ્ય તેમજ ધર્મશિરતાજનાં વિવિધ નિયંત્રણોવાળી શિક્ષણપ્રણાલિકાના જંતરડામાંથી પસાર થઈ એક યા બીજી રીતે ઘડાય છે. સોળ વર્ષ સુધીનું વિદ્યાર્થીજીવન બીજાના ગળણે વિદ્યાપાન કરવામાં વીતે છે. એટલે આપણે ત્યાં ખરા વિદ્યાર્થીજીવનનો પ્રારંભ સ્કૂલ છોડી કૉલેજમાં પ્રવેશ કરતી વખતે જ થાય છે. એ વખતે વિદ્યાર્થીનું માનસ એટલું તો પક્વ થઈ જાય છે કે હવે તે આપમેળે શું શીખવું, શું ન શીખવું? સત્ય અને શું અનુપયોગી ? – એ બધું વિચારી શકે છે. તેથી વિદ્યાર્થીજીવનમાં કૉલેજકાળ ભારે અગત્યનો ભાગ ભજવે છે. પહેલાંની અપક્વ અવસ્થામાં રહી ગયેલી ત્રુટિઓ કે થયેલી ભૂલો સુધારવી એ કામ કરવા ઉપરાંત કોલેજજીવનમાં આખા જીવનને સ્પર્શે અને ઉપયોગી થાય એવી સમર્થ તૈયારી કરવાની હોય છે, અને તે વખતે એટલી જવાબદારી વિચારવા અને નિભાવવા પૂરતી બુદ્ધિ અને શરીરની તૈયારી પણ હોય છે. તેથી આ સમય દરમ્યાન વિદ્યાર્થીએ લેશ પણ ગાફેલ રહેવું એ જીવનના મધ્યબિંદુ ઉપર જ કુઠારાઘાત કરવા જેવું છે. હું થોડુંઘણું કૉલેજના વિદ્યાર્થીઓ વચ્ચે રહ્યો છું અને મેં જોયું છે કે તેમાંના બહુ જ ઓછા વિદ્યાર્થીઓ મળેલ તક અને શક્તિનો સંપૂર્ણ જાગૃતિપૂર્વક ઉપયોગ કરે છે. પરીક્ષામાં યેન કેન પ્રકારેણ પસાર થઈ જવું એ ધોરણ સામાન્ય હોવાથી વિદ્યાર્થીનો પુષ્કળ કીમતી સમય અને તેની શક્તિસંપત્તિ કાર્યસાધક રીતે વપરાતાં નથી. મારા એક મિત્ર, જેઓ કુશળ વકીલ અને પ્રજાસેવક છે, તેમણે મને કહેલું કે અમે વિદ્યાર્થીઓ – ખાસ કરીને બુદ્ધિમાન ગણાતા વિદ્યાર્થીઓ – દિવસ અને રાતનો મોટો ભાગ ગપગોળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy