________________
શાસ્ત્રમર્યાદા • ૧૧૭ હંમેશાં મેલ અને ભ્રમણામાં સબડ્યા કરે છે. આપણે ત્યાગી મનાતા જૈનોને ખટપટ, પ્રપંચ અને અશુદ્ધિમાં તણાતા ક્યાં નથી જોતા? તટસ્થ એવા મોટા ત્યાગીવર્ગમાં એકાદ વ્યક્તિ ખરેખર જૈન મળી આવવાનો સંભવ હોય તો આધુનિક રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવનાર મોટા વર્ગમાં તેથીયે વધારે સારા ગુણવત્વને ધારણ કરનારી અનેક વ્યક્તિઓ ક્યાં નથી મળી આવતી કે જે જન્મથી પણ જૈન છે. વળી ત્યાગી મનાતા જૈન વર્ગે પણ રાષ્ટ્રીયતા અને રાજકીય ક્ષેત્રમાં સમયોચિત ભાગ લેવાના દાખલાઓ જૈન સાધુસંઘના ઇતિહાસમાં ક્યાં ઓછા છે? ફેર હોય તો એટલો જ છે કે તે વખતની ભાગ લેવાની પ્રવૃત્તિમાં સાંપ્રદાયિક ભાવના અને નૈતિક ભાવના સાથે જ કામ કરતી, જ્યારે આજે સાંપ્રદાયિક ભાવના જરાયે કાર્યસાધક કે ઉપયોગી થઈ શકે તેમ નથી. એટલે જો નૈતિક ભાવના અને અર્પણવૃત્તિ હૃદયમાં હોય જેનો શુદ્ધ જૈનત્વ સાથે સંપૂર્ણ મેળ છે) તો ગૃહસ્થ કે ત્યાગી કોઈ પણ જૈનને, તેના જૈનત્વને જરા પણ બાધ ન આવે અને ઊલટું વધારે પોષણ મળે એવી રીતે, કામ કરવાનો રાષ્ટ્રીય તેમજ રાજકીય ક્ષેત્રમાં પૂર્ણ અવકાશ છે. ઘર અને વ્યાપારના ક્ષેત્ર કરતાં રાષ્ટ્ર અને રાજકીય ક્ષેત્ર મોટું છે એ વાત ખરી, પણ વિશ્વની સાથે પોતાનો મેળ હોવાનો દાવો કરનાર જૈનધર્મ માટે તો રાષ્ટ્ર અને રાજકીય ક્ષેત્ર એ પણ એક ઘર જેવું નાનકડું જ ક્ષેત્ર છે, ઊલટું, આજે તો એ ક્ષેત્રમાં એવાં કાર્યો દાખલ થયાં છે કે જેનો વધારેમાં વધારે મેળ જૈનત્વ (સમભાવ અને સત્યદૃષ્ટિ) સાધે જ છે. મુખ્ય વાત તો એ જ છે કે કોઈ કાર્ય અગર ક્ષેત્ર સાથે જૈનત્વનો તાદામ્ય સંબંધ નથી. કાર્ય અને ક્ષેત્ર ગમે તે હોય, પણ જો જૈનત્વદૃષ્ટિ રાખી એમાં પ્રવૃત્તિ થાય તો તે બધું શુદ્ધ જ હોવાનું.
બીજો પ્રશ્ન લગ્નપ્રથા અને નાતજાત આદિના સંબંધ વિશે છે. આ બાબતમાં જાણવું જોઈએ કે જૈનત્વનું પ્રસ્થાન એકાંત ત્યાગવૃત્તિમાંથી થયેલું છે. ભગવાન મહાવીરને જો કાંઈ પોતાની સાધનામાંથી આપવા જેવું જણાયું હતું તો ઐકાંતિક ત્યાગ જ હતો, પણ એવા ત્યાગના ઇચ્છનાર સુધ્ધાં બધાં એકાએક એવી ભૂમિકાએ પહોંચી ન શકે, એ લોકમાનસથી ભગવાન અજાણ્યા ન હતા; એટલે જ તેઓ ઉમેદવારના ઓછા કે વત્તા ત્યાગમાં સંમત થઈ “મા પડિવન્ધ ગદ - વિલંબ ન કર – એમ કહી સંમત થતા ગયા અને બાકીની ભોગવૃત્તિ અને સામાજિક મર્યાદાઓનું નિયમન કરનારાં શાસ્ત્રો તો તે કાળે પણ હતાં, આજ પણ છે અને આગળ પણ રચાશે. સ્મૃતિ જેવાં લૌકિક શાસ્ત્રો લોકો આજ સુધી ઘડતા આવ્યા છે અને આગળ પણ ઘડાશે. દેશકાળ પ્રમાણે લોકો પોતાની ભોગમર્યાદા માટે નવા નિયમો, નવા વ્યવહારો ઘડશે; જૂનામાં ફેરફાર કરશે અને ઘણું ફેંકી પણ દેશે. લૌકિક સ્મૃતિઓમાં ભગવાન પડ્યા જ નથી. ભગવાનનો ધ્રુવ સિદ્ધાંત ત્યાગનો છે. લૌકિક નિયમોનું ચક્ર તેની આજુબાજુ, ઉત્પાદ-વ્યયની પેઠે ધ્રુવ સિદ્ધાંતને અડચણ ન આવે એવી રીતે, ફર્યા કરે એટલું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org