SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ જોવાનું રહે છે. આ જ કારણથી જ્યારે કુલધર્મ પાળનાર તરીકે જૈન સમાજ વ્યવસ્થિત થયો અને ફેલાતો ગયો ત્યારે તેણે લૌકિક નિયમોવાળાં ભોગ અને સામાજિંક મર્યાદાનું પ્રતિપાદન કરતાં અનેક શાસ્ત્રો રચ્યાં. જે ન્યાયે ભગવાન પછીના હજાર વર્ષમાં સમાજને જીવતો રાખ્યો તે જ ન્યાય સમાજને જીવતો રહેવા હાથ ઊંચો કરી કહે છે કે – “તું સાવધ થા, તારી સામે પથરાયેલી પરિસ્થિતિ જો અને પછી સમયાનુસારી સ્મૃતિઓ રચ. તું એટલું ધ્યાનમાં રાખજે કે ત્યાગ એ જ સાચું લક્ષ્ય છે, પણ સાથે એ પણ ધ્યાનમાં રાખજે કે ત્યાગ વિના ત્યાગનો ડોળ તું કરીશ તો જરૂર મરીશ, અને પોતાની ભોગમર્યાદાને બંધબેસે તેવી રીતે સામાજિક જીવનની ઘટના કરજે. માત્ર સ્ત્રીત્વને કારણે કે પુરુષત્વને કારણે, એકની ભોગવૃત્તિ વધારે છે અથવા બીજાની ઓછી છે અથવા એકને પોતાની વૃત્તિઓ તૃપ્ત કરવાનો ગમે તે રીતે હક્ક છે અને બીજાને વૃત્તિનો ભોગ બનવાનો જન્મસિદ્ધ હક્ક છે, એમ કદી ન માનતો.' સમાજધર્મ સમાજને એ પણ કહે છે કે સામાજિક સ્મૃતિઓ એ સદાકાળ એકસરખી હોતી જ નથી. ત્યાગના અનન્ય પક્ષપાતી ગુરુઓએ પણ જૈન સમાજને બચાવવા અગર તો તે વખતની પરિસ્થિતિને વશ થઈ આશ્ચર્ય પમાડે તેવાં ભોગમર્યાદાવાળાં વિધાનો કર્યા છે. હવેની જેન સ્મૃતિઓમાં ચોસઠ હજાર તો શું પણ બે સ્ત્રીઓ પણ સાથે ધરાવનારાની પ્રતિષ્ઠાનું પ્રકરણ નાશ પામેલું હશે; તો જ જૈનસમાજ માનભેર અન્ય ધર્મસમાજોમાં મોઢું બતાવી શકશે. હવેની નવી સ્મૃતિના પ્રકરણમાં એકસાથે પાંચ પતિ ધરાવનાર દ્રૌપદીના સતીત્વની પ્રતિષ્ઠા નહિ હોય, છતાં પ્રામાણિકપણે પુનર્લગ્ન કરનાર સ્ત્રીના સતીત્વની પ્રતિષ્ઠા નોંધે જ છૂટકો છે. હવેની સ્મૃતિમાં ૪૦થી વધારે વર્ષની ઉંમરવાળા પુરુષનું કુમારી કન્યા સાથે લગ્ન એ બળાત્કાર કે વ્યભિચાર જ નોંધાશે. એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી કરનાર હવેની જૈન સ્મૃતિમાં સ્ત્રીઘાતકી ગણાશે; કારણ કે, આજે નૈતિક ભાવનાનું બળ, જે ચોમેર ફેલાઈ રહ્યું છે, તેની અવગણના કરીને જૈન સમાજ બધાની વચ્ચે માનપૂર્વક રહી જ ન શકે. નાતજાતનાં બંધનો સખત કરવાં કે ઢીલાં કરવાં એ પણ વ્યવહારની સગવડનો સવાલ હોવાથી તેનાં વિધાનો નવેસર જ કરવાં પડશે. આ બાબતમાં જૂનાં શાસ્ત્રોનો આધાર શોધવો જ હોય તો જૈન સાહિત્યમાંથી મળી શકે તેમ છે, પણ આ શોધની મહેનત કર્યા કરતાં ધ્રુવ જૈનત્વ' અર્થાત્ સમભાવ અને સ ય કાયમ રાખી તેના ઉપર વ્યવહારને બંધ બેસે અને જૈન સમાજને જીવન અર્પે એવી લૌકિક સ્મૃતિઓ રચી લેવામાં જ વધારે શ્રેય છે. ગુરુસંસ્થાને રાખવા કે ફેંકી દેવાના સવાલ વિશે કહેવાનું એ છે કે આજ સુધીમાં ઘણી વાર ગુરુસંસ્થા ફેંકી દેવામાં આવી છે અને છતાં તે ઊભી છે. પાર્શ્વનાથની પાછળથી વિકૃત થયેલ પરંપરા મહાવીરે ફેંકી દીધી, તેથી કાંઈ ગુરુસંસ્થાનો અંત ન આવ્યો. ચૈત્યવાસીઓ ગયા પણ સમાજે બીજી સંસ્થા માગી જ લીધી. જતિઓના દિવસો ભરાતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy