________________
૧૧૬ - સમાજ, ધર્મ અને સંસ્કૃતિ
સ્વીકાર્યો હોય, નગ્નત્વ ધારણ કર્યું હોય, ગુફા પસંદ કરી હોય, ઘર અને પરિવારનો ત્યાગ કર્યો હોય, માલમત્તા તરફ બેપરવાઈ દાખવી હોય એ બધું આંતરિક વિકાસમાંથી જન્મેલું હોઈ જરાયે વિરુદ્ધ દેખાતું નથી; પણ ગળા સુધી ભોગતૃષ્ણામાં ડૂબેલા અને સાચા જૈનત્વની સાધના માટે જરાયે સહનશીલતા વિનાના તેમજ ઉદાર દૃષ્ટિ વિનાના માણસો જ્યારે ઘરબાર છોડી જંગલમાં દોડે, ગુફાવાસ સ્વીકારે, માબાપ કે આશ્રિતોની જવાબદારી ફેંકી દે ત્યારે તો તેમનું જીવન વિસંવાદી થાય જ અને પછી બદલાતા નવા સંયોગો સાથે નવું જીવન ઘડવાની અશક્તિને કારણે તેમના જીવનમાં વિરોધ જણાય એ ખુલ્લું છે.
રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજપ્રકરણમાં જૈને ભાગ લેવા કે ન લેવાની બાબતના પહેલા સવાલ પરત્વે જાણવું જોઈએ કે જૈનત્વ એ ત્યાગી અને ગૃહસ્થ એમ બે વર્ગમાં વહેંચાયેલું છે. ગૃહસ્થજૈનત્વ જો રાજ્યકર્તાઓમાં તેમજ રાજ્યના મંત્રી, સેનાધિપતિ વગેરે અમલદારોમાં ખુદ ભગવાન મહાવીરના સમયમાં જ જન્મ્યું હતું, ... ત્યાર પછીનાં ૨૩૦૦ વર્ષ સુધી રાજાઓ તથા રાજ્યના મુખ્ય અમલદારોમાં જૈનત્વ આણવાનો અગર ચાલ્યા આવતા જૈનત્વને ટકાવવાનો ભગીરથ પ્રયત્ન જૈનાચાર્યોએ સેવ્યો હતો, તો પછી આજે રાષ્ટ્રીયતા અને જૈનત્વ વચ્ચે વિરોધ શા માટે દેખાય છે ? શું એ જૂના જમાનામાં રાજાઓ, રાજકર્મચારીઓ અને તેમનું રાજપ્રકરણ એ બધું કાંઈ મનુષ્યાતીત કે લોકોત્ત૨ ભૂમિનું હતું ? શું એમાં ખટપટ, પ્રપંચ કે વાસનાઓને જરાયે સ્થાન જ ન હતું, કે શું તે વખતના રાજપ્રકરણમાં તે વખતની ભાવના અને પરિસ્થિતિ પ્રમાણે રાષ્ટ્રીય અસ્મિતા જેવી કાંઈ વસ્તુ જ નહોતી ? શું તે વખતના રાજ્યકર્તાઓ ફક્ત રીતરાગદૃષ્ટિ અને વસુધૈવ ટુમ્બની ભાવનાએ જ રાજ્ય કરતા ? જો આ બધા પ્રશ્નોનો ઉત્તર એ જ હોય કે જેમ સાધારણ કુટુંબી ગૃહસ્થ-જૈનત્વ ધારણ કરવા સપ્ત પોતાનો સાધારણ ગૃહવ્યવહાર ચલાવી શકે છે, મોભા અને માવાળા ગૃહસ્થ પણ એ જ રીતે જૈનત્વ
સાથે પોતાના વભાને સંભાળી શકે છે અને એ જ ન્યાયે રાજા અને રાજકર્મચારી પણ પોતાના કાર્યક્ષેત્રમાં રહ્યો છતો સાચું જૈનત્વ જાળવી શકે છે તો આજની રાજપ્રક૨ણી, સમસ્યાનો ઉત્તર પણ એ જ છે; એટલે કે રાષ્ટ્રીયતા અને રાજપ્રકરણ સાથે રા જૈનત્વને (જો હૃદયમાં પ્રકટ્યું હોય તો) કશો જ વિરોધ નથી. અલબત્ત, અહીં ત્યાગીવર્ગમાં ગણાતા જૈનત્વની વાત વિચારવી બાકી રહે છે. ત્યાગીવર્ગનો રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજપ્રકરણ સાથે સંબંધ ન ઘટી શકે એવી કલ્પના ઉત્પન્ન થવાનું કારણ એ છે કે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં શુદ્ધત્વ જેવું તત્ત્વ જ નથી, અને રાજપ્રકરણ પણ સમભાવવાળું હોઈ જ ન શકે એવી માન્યતા રૂઢ થઈ છે; પરંતુ અનુભવ આપણને કહે છે કે ખરી હકીકત એમ નથી. જો પ્રવૃત્તિ કરનાર પોતે શુદ્ધ હોય તો તે દરેક જગાએ શુદ્ધિ આણી અને સાચવી શકે છે, અને જો એ પોતે જ શુદ્ધ ન હોય તો ત્યાગીવર્ગમાં રહેવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org