________________
પ્રવૃત્તિલક્ષી કલ્યાણમાર્ગ • ૭૧ વૈયક્તિક ચારિત્રનું તત્ત્વજ્ઞાન પ્રધાન પદ ભોગવે છે, જ્યારે પ્રવૃતિલક્ષી ધર્મમાં સામૂહિક સુખની દૃષ્ટિ મુખ્યપણે હોવાથી એમાં સામૂહિક ચારિત્રના ઘડતર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. નિવૃત્તિધર્મ અને પ્રવૃત્તિધર્મનું તત્ત્વજ્ઞાન એ રીતે કાંઈક જુદું પડતું હોવાથી વ્યવહારમાં એનાં પરિણામો પણ જુદાં આવેલાં નોંધાયાં છે, અને અત્યારે પણ એ પરિણામો જુદાં આવતાં અનુભવાય છે. બૌદ્ધ પરંપરા મૂળ નિવૃત્તિલક્ષી હતી, છતાં તેમાં પ્રવૃત્તિધર્મનાં પોષક બીજો પ્રથમથી જ હતાં. તેને લીધે તે બહુ વિસ્તરી પણ શકી. અને એ વિસ્તારે જ તેને પ્રવૃત્તિધર્મનું કે મહાયાનનું રૂપ લેવાની ફરજ પાડી. જે ભાગ મહાયાનરૂપે અસ્તિત્વમાં આવ્યો તે જ પ્રવૃત્તિધર્મના આંતરિક બળને લીધે દૂર દૂર અતિ વિશાળ પ્રદેશો ઉપર ફરી વળ્યો અને લોકગમ્ય પણ બન્યો; જ્યારે બીજો નિવૃત્તિલક્ષી માર્ગ પ્રમાણમાં બહુ મર્યાદિત રહ્યો, જે હીનયાન તરીકે જાણીતો છે. | નિવૃત્તિલક્ષી પરિવ્રાજક પરંપરામાં પણ ક્રાંતિ થઈ અને ગીતા જેવા અનુપમ ગ્રંથે એ નિવૃત્તિનું આખું સ્વરૂપ જ એવું બદલી નાખ્યું કે નિવૃત્તિ કાયમ રહે અને પ્રવૃત્તિને સંપૂર્ણ અવકાશ મળે. એ જ નિવૃત્તિ-પ્રવૃત્તિનો ગીતાપ્રતિપાદિત સુભગ સમન્વય અનાસક્ત કર્મયોગ તરીકે જાણીતો છે. એ કર્મયોગે બહુ મોટા માણસો નિપજાવ્યા પણ છે, અને આજે પણ એની અસર ચોમેર વધતી જ દેખાય છે.
બૌદ્ધ ઉપદેશમાં જે પ્રવૃત્તિધર્મનાં પોષક બીજો હતાં તેને ક્રાંતિકારી વિચારકોએ એવાં વિકસાવ્યાં, તેમજ એ રીતે અમલમાં મૂક્યાં કે તેને લીધે નિવૃત્તિના હિમાયતી હીનમાર્ગીઓ બહુ પાછા પડી ગયા. એ જ રીતે પરિવ્રાજક ધર્મના સૂત્રને અવલંબી જે અનાસક્ત કર્મયોગ વિકસ્યો તેને લીધે નૈષ્કર્મેસિદ્ધિનો નિવૃત્તિલક્ષી શંકરાચાર્યપ્રતિપાદિત માર્ગ પાછળ પડી ગયો, અને શંકરાચાર્યના જ તત્ત્વજ્ઞાન ઉપર અનાસક્ત કર્મયોગની સ્થાપના થઈ. આ રીતે બૌદ્ધ અને પવ્રિાજક બંને નિવૃત્તિપરંપરાઓએ પ્રવૃત્તિને પુષ્કળ અવકાશ આપ્યો અને માનવીય સમગ્ર શક્તિઓને નવું નવું સર્જન કરવાની પૂરી તક આપી, જેનાં પરિણી સાહિત્ય, કળા, રાજકારણ આદિ વિવિધક્ષેત્રે જાણીતાં છે.
જેન પરંપરાનું મૂળગત નિવૃત્તિલક્ષી દૃષ્ટિબિંદુ બદલાયું નહિ. કાળબળ અને બીજાં બળો જુદી અસર ઉપજાવવા મથ્યાં, પણ એમાં નિવૃત્તિલક્ષી ધર્મ એટલો બધો દઢમૂળ અને એકાંગી રહ્યો છે કે છેવટે તે પરિવર્તનકારી બળો ફાવ્યાં નથી અને ફાવ્યાં હોય તો બહુ જૂજ પ્રમાણમાં અને તે પણ કાયમી તો નહિ જ. આ વસ્તુસ્થિતિ આપણે ઇતિહાસ ઉપરથી જાણી શકીએ છીએ.
રાજકારણમાં તિલકને અનોખું સ્થાન અપાવનાર એ તેમનો અવિચળ કર્મયોગ જ છે. ગાંધીજીનું, જીવનનાં સમગ્ર પાસાંઓને સ્પર્શતું, અદ્દભુત વ્યક્તિત્વ એ તેમના અનાસક્ત કર્મયોગને જ આભારી છે. શ્રી વિનોબા વેદાંત અને શાંકર તત્ત્વજ્ઞાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org