________________
૧૫ર • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ નહિ, મળે તો રુઆબ એટલો બધો કે તેમને મળવું એટલે દેવોને મળવું એમ લોકો સમજતા. જો આજે પણ લોકોના દિલમાં આ જ ધારણા ચાલુ રહે તો એથી વધારે બૂરું બીજું હોય ન શકે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ જીવનમાં સૌથી વધારે મહત્ત્વ સહાનુભૂતિનું છે. વૈદ્ય કે પરિચય કરનાર નર્સ જો પૂરેપૂરી સહાનુભૂતિવાળાં હોય તો દરદ ન મટ્યા છતાં, અને ઘણી વાર તે વધ્યાનું ભાન હોવા છતાં, દરદી એમના પ્રત્યે ઊંડી મમતા સેવે છે. તેને એમ થાય છે કે વૈદ્ય અને નર્સ સાચાં છે, છેવટે દરદનું મટવું ન મટવું એ તો ભગવાનને આધીન છે. દરદીની આવી લાગણી એ જ સાચા વૈદ્ય અને સાચી નર્સનો વિજય છે. જો આ અનુભવ સાચો હોય તો એ જ ન્યાય પ્રજા અને સરકાર વચ્ચે લાગુ પડે છે. સરકાર માત્ર એમ કહ્યા કરે છે કે પ્રજાનો સહયોગ જોઈએ, તે પૂરો સહયોગ નથી આપતી, ઈત્યાદિ... પણ એણે વિચારવું જોઈએ કે પ્રજામાં સહયોગ કરવાની પૂરી લાગણી તે કેમ પ્રગટાવી શકી નથી? જો તે સાચા દિલથી આ વસ્તુ ઉપર વિચાર કરે તો તેને પોતાને જ પોતાની ખામી જણાશે. પ્રજાને ગાંધીજી પ્રત્યે મમતા હતી, પ્રજા તેમને દરેક બાબતમાં સહયોગ કરતી. એનું હાર્દ તપાસીશું તો જણાશે કે ગાંધીજી તો પ્રજાના અદનામાં અદના માણસને પણ છૂટથી મળવાનો અને તેની કથની સાંભળવાનો અવસર આપતા. શું, આજે કોઈ સરકારી હોદ્દેદાર એમ કહી શકશે કે પ્રજાની સહાનુભૂતિ મેળવવાનો આ કીમિયો તેને લાધ્યો છે ? આજે પણ જે ગણ્યાગાંઠ્યા સેવકો દેશના કોઈ ને કોઈ ભાગમાં અને કોઈ ને કોઈ પ્રજાના થરમાં પૂર્ણ રીતે ખૂપ્યા છે તેમનો અનુભવ પણ એ જ કહે છે કે લોકસંપર્ક એ જ લોકોનો સહયોગ મેળવવાની ચાવી છે. શું રવિશંકર મહારાજ કે શું સંતબાલ કે શું સ્વામી આનંદ – એ બધાને પૂછો તો એક જ વાત કહેશે કે લોકો તો સાવ ભોળા છે, કહો તે કરવા તૈયાર છે; ફક્ત તેમનાં દિલ જીતવાં જોઈએ, ને તે તો સંપર્ક દ્વારા જ જીતી શકાય. સરકારી અમલદારો આ વસ્તુ ભાગ્યે જ જાણે છે અને તેથી જવાબદાર લોકઆગેવાનો પણ તેમના ઉપર આક્ષેપ મૂકતાં પાછા નથી પડતા કે તેમને તો વાલકેશ્વરની અગર નવી દિલ્હીની હવા જ ખાવી છે. પોતાની મુશ્કેલીઓ દૂર નહિ થઈ હોય તો પણ જો પ્રજા એવો અનુભવ કરે કે સરકારી અમલદારો તેમની વાત ધીરજથી સાંભળે છે તો તેને બહુ ફરિયાદ વિના મુકેલી સહન કરવાનું બળ જરૂર મળવાનું. તેથી સરકારી તંત્રને જેવો તેવો લાભ નથી.
૪. સરકારી તંત્રમાં લાંચરુશવત અને લાગવગ કેટલા પ્રમાણમાં છે એનું પ્રમાણ આપવાની જરૂર જ નથી. એક એક ખાતામાં એક એક મંત્રી, એને આધીન બીજા કેટલાયે ઉચ્ચ અમલદારો, તેમાં પણ આઈ.સી.એસ. જેવા હોદ્દા ધરાવનારા – આ બધા આધુનિક શિક્ષણ પામેલા અને મોટે ભાગે દેશપરદેશમાં ફરેલા. તેમનો રુઆબ અને દમામ જોતાં એમ લાગે કે તેઓ દેવના દીકરા છે. સામાન્ય માણસ તો એમની બુદ્ધિ, એમનાં ભણતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org