________________
સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા ૦ ૧૨૯ પણ દૈવ કેળવણી દ્વારા જુદી સૃષ્ટિ ઘડી રહ્યું હતું. દરેક સંપ્રદાયના યુવકોમાં ઓછા કે વત્તા પ્રમાણમાં કેળવણીએ પરિવર્તન શરૂ કરી દીધું હતું. યુવકોનું વિચારબિંદુ ઝપાટાભેર બદલાવા માંડ્યું હતું. કેળવણીએ કટ્ટર સાંપ્રદાયિક પિતાના પુત્રોમાં તેમના પિતા કરતાં મોટું મન અને વિશાળ દૃષ્ટિબિંદુ નિર્માણ કર્યું હતું. તેથી દરેક સંપ્રદાયની નવી પેઢીને, પછી તે પોતાના ધર્મશાસ્ત્રના મૂળ સિદ્ધાંતો બહુ ઝીણવટથી જાણતી હોય કે નહિ છતાં, એમ સ્પષ્ટ જણાવા લાગ્યું કે આપણા વડીલો અને ધર્માચાર્યો જે જે ધર્મસિદ્ધાંતોની અને સાંપ્રદાયિક વિશેષતાઓની મહત્તા ગાય છે તે સિદ્ધાંતોને તેઓ પોતપોતાના વાડા સુધ્ધાંમાં સજીવ કે કાર્યશીલ કરતા નથી અગર કરી શકતા નથી, તેમજ પોતાના વડા બહાર કોંગ્રેસ જેવા વ્યાપક ક્ષેત્રમાં પણ તેઓ પોતાના સિદ્ધાંતની સક્રિયતા અન શકયતામાં માનતા નથી. એટલે નવી પેઢીએ જોઈ લીધું કે તેમને વાતે પોતપોતાના સંપ્રદાયો વ્યવહાર અને ધર્મ-બંને દષ્ટિએ માત્ર બંધનરૂપ છે. આ સમજથી દરેક સંપ્રદાયની શિક્ષિત નવી પેઢી રાષ્ટ્રીય મહાસભા તરફ વળી; અને સાંપ્રદાયિક ભાવ છોડી તેને જ પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું.
આ ક્ષણે સંપ્રદાયના કદર પંડિતો, ધર્માચાર્યો તેમજ હિંદુ મહાસભાનુગામી નવી પેઢી વચ્ચે વિચારÁદ્ધ શરૂ થયું. કટ્ટર મુલ્લા કે મોલવી તરુણ મુસ્લિમને કહેતો કે તમે કોંગ્રેસમાં જાઓ છો, પણ ત્યાં તો ઇસ્લામ વિરુદ્ધનું ઘણું બને છે. તમારી ફરજ સર્વથી પહેલાં પોતાના દીન ઈસ્લામને પ્રકાશવાની અને પોતાના દીન મુસલમાનોને વંધારે સબળ બનાવવાની છે. તેમને મુસલમાન તરુણો જવાબ આપતા કે રાષ્ટ્રીય વિશાળ ક્ષેત્રમાં તો ઊલટું મહમ્મદ સાહેબના ભ્રાતૃભાવના સિદ્ધાન્તને વિશેષ વ્યાપક રીતે જીવતો બનવાનું શક્ય છે. માત્ર ઇસ્લામી વાડામાં તો એ સિદ્ધાન્ત શિયા, સુત્રી વગેરે અનેક નાના ભેદોમાં વહેંચાઈ ખંડિત થઈ ગયો છે, અને સમગ્ર દેશના પોતાના પાડોશી ભાઈઓને પર મનાવતો થઈ ગયો છે. મુલ્લા કે મોલવી એ તરુણોને નાસ્તિક ગણી ઘૂરકતા. સનાતન પંડિતો ને સનાતનપંથી બાવા સંન્યાસીઓ એ જ રીતે પોતાની નવ પેઢીને કહેતા કે તમારે કંઈ કરવું છે તો હિન્દુ કોમનું ક્ષેત્ર કયાં નાનું છે? તમે કોંગ્રેસમાં જઈને તો ધર્મ, કર્મ અને શાસ્ત્રોના ઘાણ વાળવાના. નવી પેઢી તેમને કહેતી કે ધર્મ, કર્મ અને શાસ્ત્રોના નાશની વાત કરો છો તે જ ધર્મ, કર્મ અને શાસ્ત્રો હવે નવી રીતે જીવવાનાં છે. જો જૂની રીતે તેમનું જીવન શકય હોત તો આટલા બધા પડિતો અને સંન્યાસીઓ હોવા છતાં હિંદુ ધર્મનું તેજ હણાયું ન હોત. જ્યારે કટ્ટર મનના જૈન ગૃહસ્થો અને ખાસ કરીને ધર્મગુરુઓ તરુણ પેઢીને કહેતા કે તમે બધા ગાંધી ગાંધી કહી કોંગ્રેસ તરફ દોડો છો, પણ તમારે કાંઈ કામ જ કરવું છે તો પોતાના સમાજ અને પોતાની કોમ વાસે કાંઈ કેમ નથી કરતા? નવી પેઢીએ ચોખ્ખચટ સંભળાવ્યું કે જો સમાજ અને કોમમાં કામ કરવાનું શક્ય હોત અને તમે ઇચ્છતા જ હો તો તમે પોતે એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org