SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ - સ્વતંત્રતાનો અર્થ • ૧૩૯ આખા દેશમાં કેળવણીનું ધોરણ સસ્તું અને સુલભ હતું, પણ એ કેળવણી જેટલા પ્રમાણમાં ઉચ્ચ ગણાતા વર્ગ અને વર્ગને સ્પર્શતી હતી તેમજ તેને વારસાગત હતી તેટલા જ પ્રમાણમાં, બલ્ક તેથીયે વધારે પ્રમાણમાં, તે કેળવણીથી દેશનો મોટો વર્ગ સાવ વંચિત રહેતો. અને આખોયે સ્ત્રીસમાજ તો મોટે ભાગે વિદ્યા તેમજ સરસ્વતીની પૂજામાં જ શિક્ષણની ઇતિશ્રી સમજતો. કેળવણીના વિષયો હતા તો અનેક, પણ તે બધા વિષયોનું મુખ મોટે ભાગે પરલોકગામી જ બની ગયું હતું, અને તેથી તેવા વિષયોની કેળવણી ઐહિક જીવનમાં જોઈએ તો રસ પૂરો પાડી શકતી નહિ. એમાંથી સેવા કરવાને બદલે સેવા લેવાનો ભાવ જ પ્રધાનપણે પોષાતો. બ્રહ્મની અને અદ્વૈતની ગગનગામી ભાવનાઓ ચિંતનમાં અવશ્ય હતી, પણ વ્યવહારમાં તેની છાયા નામમાત્રની હતી. વૈજ્ઞાનિક કહી શકાય એવા શિક્ષણનો છેક અભાવ ન હતો, પણ એ શિક્ષણ માત્ર કલ્પનાથી આગળ વધી પ્રાયોગિક ભૂમિકામાં ભાગ્યે જ જતું. રાજકીય સ્થિતિ તો સાવ છિન્નભિન્ન થઈ નિર્ણાયક સૈન્ય જેવી પ્રવર્તતી. પિતાપુત્ર, ભાઈ-ભાઈ અને ઘણી વાર સ્વામી-સેવક વચ્ચે રાજ્યસત્તાની લાલચ મહાભારત તેમજ ગીતામાં વર્ણવતા કૌરવ-પાંડવના ગૃહકલહને સદાય સજીવ રાખતી. આખા દેશનું તો શું, પણ એક પ્રાંત સુધ્ધાંમાં સંવાદી કહી શકાય એવું માત્ર પ્રજાહિતૈષી શાસન ભાગ્યે જ ટકતું. તલવાર, ભાલા અને બંદૂક પકડી શકે અને ચલાવી શકે તેવી એક કે અનેક વ્યક્તિઓ ગમે ત્યારે પ્રજાજીવનને બેસૂરું કરી નાખતી. પરદેશી કે સ્વદેશી હુમલા સામે પૂરેપૂરું કામ આપે તેવી સામૂહિક ત્રાણશક્તિ સાવ નિર્જીવ બની ગઈ હતી. એ જ કારણે અંગ્રેજો ભારતને જીતવા અને હસ્તગત કરવામાં સફળ થયા. અંગ્રેજી શાસનના પ્રારંભથી જ દેશનું આર્થિક વહેણ પરદેશ તરફ વહેવું શરૂ થયું હતું. તે એ શાસનની સ્થિરતા અને એકરૂપતાની વૃદ્ધિની સાથે જ એટલે સુધી વધી ગયું કે આજે જ્યારે અંગ્રેજી શાસન આપોઆપ વિદાય લે છે ત્યારે આખા દેશમાં સ્વતંત્રતાની પ્રાપ્તિનો ઉત્સવ માણવા જેટલી પણ ખરી આર્થિક સમૃદ્ધિ રહી નથી. અંગ્રેજી શાસનથી કોઈ પણ મોટામાં મોટો ફટકો પડ્યો હોય તો તે દેશના આર્થિક અને ઔદ્યોગિક જીવન પર પડેલો છે. અંગ્રેજી શાસને એક અથવા બીજે કારણે રૂઢ અને સંકીર્ણ ધર્મબળોને પોષ્યા છે અથવા તો તેને ટકાવ્યા છે એ સાચું, પણ સાથે સાથે એ શાસનની છાયામાં દેશનાં ધાર્મિક બળોમાં ઘણો વાંછનીય વેગ પણ આવ્યો છે. અનેક અંશે વહેમોનું સ્થાન વિચારોએ, પરલોકાભિમુખ જડ ક્રિયાકાંડોનું સ્થાન સજીવ ઐહિક સેવાધર્મોએ, અને ભક્તિના વેવલાપણાનું સ્થાન જીવંત માનવભક્તિએ લીધું છે. અંગ્રેજી શાસન દરમ્યાન તર્કવાદને જે બળ મળ્યું છે તેણે જેટલે અંશે અનિષ્ટ કર્યું હોય તે કરતાં વધારે અંશે શ્રદ્ધા અને બુદ્ધિનું સંશોધન જ કર્યું છે. અંગ્રેજી શાસન આવ્યા પછી જે જાતની કેળવણી આપવી શરૂ થઈ અને જે પ્રકારની નવી સંસ્થાઓ ઊભી થઈ તેને લીધે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy