________________
જૈન ધર્મ – જૈન સમાજ: હિંદુ ધર્મ – હિંદુ સમાજ • ૧૦૩ ઋષિઓ અને શાસ્ત્રોને સત્કારવા તરફ છે જ નહિ. તે જ કારણે બધા હિંદુધર્મીઓ ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મથી ભડકે છે અને ખ્રિસ્તી ધર્મ તેમજ ઈસ્લામ ધર્મ પણ હિંદુ ધર્મને ભક્ષ્ય લેખે છે. આ કારણથી આમની વચ્ચે સર્પન્નકુળ જેવું સ્વાભાવિક વેરનું માનસ ઘડાયેલું છે.
હવે સમાજની દૃષ્ટિએ વિચાર કરીએ. સમાજ અને ધર્મની મર્યાદા ક્યાંથી જુદી પડે છે એ એક પ્રશ્ન છે. મને લાગે છે કે જે જે આચાર અને વિચારમાત્ર ઐહિક જીવનમાં સમાતો હોય તે બધો સામાજિક વ્યવહારની મર્યાદામાં ગણાવી શકાય, અને જે આચાર કે વિચાર ઐહિક તેમજ પારલૌકિક હિતની દૃષ્ટિએ પ્રચલિત થયો હોય કે પળાતો હોય તે બધો ધાર્મિક મર્યાદામાં આવવો જોઈએ. સામાજિક વ્યવહારમાં જૈન સમાજને વૈદિક અને બૌદ્ધ સમાજ સાથે હંમેશાં નિકટનો સંબંધ રહ્યો છે; હજી પણ સાવ તૂટ્યો નથી. સામાજિક કાયદાઓ અને વારસાહક કાંઈ જૈન સમાજના જુદા નથી. જૈન ધર્મના કોઈ પણ પ્રવર્તકે પોતાને અનુસરનાર સમાજ માટે કોઈ પણ જાતના સામાજિક નિયમો ઘડ્યા જ નથી. વ્યવહારમાં જેમ બીજા પડોશીઓ રહેતા અને કરતા તેમ પોતાના અનુયાયીઓ ફાવે તેમ કરી લે એ જ ધર્મપ્રવર્તકોની દૃષ્ટિ હતી. તેમણે ધાર્મિક આચાર-વિચાર પૂરતું પોતાનું સ્વતંત્ર દૃષ્ટિબિંદુ સાચવવા અને સમજાવવા પ્રયત્ન કર્યો છે. પાછલી થોડીક શતાબ્દીઓમાં પંથની ધર્મદષ્ટિએ જૈન પરંપરા માટે સામાજિક વિધાનો સૂચવતા કેટલાક ગ્રંથો રચાયા છે, પણ વ્યવહારમાં તે વિધાનોનો અમલ ખરી રીતે છે જ નહિ. ખાનપાન, લગ્ન, વારસાહક એ બધું બીજા હિંદુઓથી જેનોનું કાંઈ જુદું નથી, અને કોઈ સહેજ ભેદ બતાવે તો તે આગંતુક અને પાછળનો છે. ધર્મની બાબતમાં જ્યાં સુધી સામાન્ય લોકધર્મ અને નીતિધર્મનો સંબંધ છે ત્યાં સુધી બધા જ સરખા છે. જ્યાંથી સાંપ્રદાયિક આચાર-વિચાર શરૂ થાય છે ત્યાંથી જ જુદાપણું શરૂ થાય છે. પણ આવું જુદાપણું તે જૈન જૈનમાં ક્યાં નથી ? વૈદિક પરંપરાઓમાં આવી જુદાઈનો કયાં અંત છે? તેથી મારી દૃષ્ટિએ હિંદુ ધર્મનો વિશાળ અર્થ સમજવા અને સમજાવવાનો આગ્રહ સેવવો અને સાથે સાથે હિંદુ ધર્મના જ એક ભાગ લેખે જૈન ધર્મને ગણવો એ જ સાચો રસ્તો છે. જો જૈન ધર્મ હિંદુ ધર્મનો એક ભાગ છે તો પછી જૈન સમાજ હિંદુ સમાજથી જુદો નથી જ, એ ઉપરનું વિધાન ફરીથી કરવાપણું રહેતું નથી.
પહેલાં કયારેય બીજા હિંદુઓએ જેનોને અહિંદુ કહ્યા હોય તો તે હું નથી જાણતો, અને જેનોએ પણ પોતાને અહિંદુ તરીકે પ્રથમ ગણાવ્યા હોય તો એ વાત પણ અજ્ઞાત છે. અત્યારે હિંદુ સમાજ અને હિંદુ ધર્મથી જુદા રહેવાની ભાવના દેખાય છે તે નવી જ છે અને તેનું મૂળ કેટલાક નવા ઘડાતા કાયદાઓને લીધે પોતાની ચાલુ રૂઢિઓ પર તરાપ પડવાના ભયમાં રહેલું છે. માની લઈએ કે જેનો પોતાને જુદા ગણાવવાનો આગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org