________________
૧૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ સંગઠિત બળોએ તેનો સામનો કરી પુરુષાર્થ બતાવવો જોઈએ. હજી પણ સમજદાર જૈનો જ્ઞાન અને અસ્મિતાસંપન્ન થઈ, પૂરા ઐતિહાસિક જ્ઞાન અને વિવેક સાથે, તૈયાર થશે તો ઘણા દ્રાવિડ, વૈષ્ણવ, શૈવ, તાંત્રિક આદિ પંથોને અમુક વિષયમાં પોતાના સમાનતંત્રી બનાવી વિરોધમાં ફાવી શકશે. આમ કરવાને બદલે જેનો જુદા પડે તો જૈનોમાં પાછા ફિરકાઓ જુદા પડે. ફિરકાઓમાં સાધુઓ, ગચ્છો અને ગૃહસ્થો જુદા પડે. પરિણામે શૂન્યવાદ તેમની પાસે રહે – જેવો કે આજ સુધી રહ્યો છે. તેથી હિંદુ સંસ્કૃતિને નામે ચાલતા ધતિંગોને અટકાવવાની દૃષ્ટિએ પણ હિંદુના એક ભાગ તરીકે અને બીજા સમાન ભાગોના સાથીદાર કે મોવડી બનવાને નાતે પણ જૈનો પોતાને હિંદુથી જુદા ગણે એમાં મને સાર દેખાતો નથી. અત્યારે આટલું જ.
લાંબું તો છે જ. આ પત્રનો ઉપયોગ યથેષ્ટ કરી શકો, પણ એમાં કાંઈ વિપર્યાસ ન થાય કે કોઈ ધર્મદ્વિષ, જાતિષસૂચક વાક્ય હોય તો તેનું પરિમાર્જન થાય એટલું ધ્યાનમાં રહે.
૧. પંડિત શ્રી મહેન્દ્રકુમારજી ન્યાયાચાર્ય ઉપર પત્ર; તા. ૧૮-૯-૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org