________________
૪૮ ૦ સમાજ, ધર્મ અને સંસ્કૃતિ
વર્તન કરે છે – જાણે કે એ એમાં ધર્મ માનતો હોય ! આ તો માત્ર થોડાક નમૂનાઓ થયા, પણ અનેક જાતના ઝીણાઝીણા અને મોટામોટા એવા ક્રિયાકાંડોના પ્રકારો છે કે જેને એક વર્ગ બિલકુલ ધર્મ માની વળગી રહેવા આગ્રહ કરે છે. જ્યારે બીજો વર્ગ તેવા ક્રિયાકાંડોને બંધન ગણી તેને ઉખાડી ફેંકવામાં જ ધર્મ લેખે છે. આ રીતે દરેક દેશ, દરેક જાતિ અને દરેક સમાજમાં બાહ્ય રૂપો, બાહ્ય વિધિવિધાનો અને બાહ્ય આચારો વિષે ધર્મ હોવા–ન હોવાની દૃષ્ટિએ બેસુમાર મતભેદો છે. તેથી આપણી પ્રસ્તુત પરીક્ષા ઉપર્યુક્ત મતભેદના વિષય પરત્વેની છે.
આપણે એ તો જોયું કે એવી બાબતોમાં અનાદિ મતભેદો છે અને તે ઘટે તેમજ વધે પણ છે. મોટા ભાગે લોકોમાં એ મતભેદો પુરજોશમાં પ્રવર્તતા હોવા છતાં થોડાક પણ એવા માણસો હંમેશાં મળી આવે છે કે જેમને એ મતભેદો સ્પર્શી જ નથી શકતા. એટલે વિચારવાનું એ પ્રાપ્ત થાય છે કે એવું તે શું છે કે જેને લીધે આવા બહુવ્યાપી મતભેદો એ થોડા ગણ્યાગાંઠ્યા લોકોને નથી સ્પર્શતા ? વળી જે તત્ત્વને લીધે એવા લોકોને મતભેદો નથી સ્પર્શતા તે તત્ત્વ શું બીજાઓમાં શકય નથી ?
આપણે ઉ૫૨ જોયું કે ધર્મનાં બે સ્વરૂપો છે : પહેલું તાત્ત્વિક, જેમાં સામાન્યતઃ કોઈનો મતભેદ નથી તે સદ્ગુણાત્મક; બીજું વ્યાવહારિક, જેમાં જાતજાતના મતભેદો અનિવાર્ય છે તે બાહ્ય પ્રવૃત્તિરૂપ. જેઓ તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મ વચ્ચેનો ભેદ સ્પષ્ટપણે સમજે છે, જેઓ તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મના સંબંધ વિષે વિચારી જાણે છે. ટૂંકમાં તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મના યોગ્ય પૃથક્કરણની તેમજ બળાબળની ચાવી જેઓને લાધી છે તેમને વ્યાવહારિક ધર્મના મતભેદો ક્લેશવર્ધક તરીક સ્પર્શી નથી શકતા. એવાં પુરુષો અને સ્ત્રીઓ ઇતિહાસમાં થયાં છે અને અત્યારે પણ લભ્ય છે. આનો સાર એ નીકળ્યો કે જો ધર્મ વિષેની ખરી સ્પષ્ટ સમજ હોય તો કોઈ પણ મતભેદ ક્લેશ જન્માવી ન શકે. ખરી સમજ હોવી એ એક જ ક્લેશવર્ધક મતભેદના નિવારણનો ઉપાય છે. આ સમજનું તત્ત્વ પ્રયત્નથી મનુષ્ય-જાતિમાં વિસ્તારી શકાય છે; તેથી એવી સમજ મેળવવી કે કેળવવી એ ઇષ્ટ છે. હવે આપણે જોઈએ કે તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મ વચ્ચે કેવા કેવા સંબંધો છે?
શુદ્ધ વૃત્તિ અને શુદ્ધ નિષ્ઠા નિર્વિવાદપણે ધર્મ છે, જ્યારે બાહ્ય વ્યવહારોના ધર્માધર્મપણામાં મતભેદો છે. તેથી બાહ્ય આચારો કે વ્યવહારો, નિયમો કે રીતરિવાજોની ધર્માંતાની અધર્માંતાની કસોટી એ તાત્ત્વિક ધર્મ ન હોઈ શકે. શુદ્ધાશુદ્ધ નિષ્ઠા પર ધર્મધર્મનો આધાર
જે જે પ્રથાઓ, રીતરિવાજો ને નિયમો શુદ્ધ નિષ્ઠામાંથી ઉદ્ભવતા હોય તેને સામાન્ય રીતે ધર્મ કહી શકાય; અને જે આચારો શુદ્ધ-નિષ્ઠાનિત ન હોય તેને અધર્મ કહેવા જોઈએ. આપણે અનુભવથી પોતાની જાતમાં અને સાચા અનુમાનથી બીજાઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org