________________
ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા • ૪૭
નિયમોમાં ત્રણ જાતના મતભેદ
(૧) વૈયક્તિક: જે નિયમોનો મુખ્ય સંબંધ વ્યક્તિની ઇચ્છા સાથે છે તે; જેમ કે – ખાનપાન, સ્નાન આદિના નિયમો. કોઈ કંદમૂળને ધર્મની દૃષ્ટિએ તદ્દન વજ્ય માની એ ખાવામાં અધર્મ માને, જ્યારે બીજો તેને જ ખાઈ ઉપવાસ કરવામાં ધર્મ માને. એક જણ રાત પડ્યા પહેલાં જ ખાવામાં ધર્મ માને, બીજો રાત્રિભોજનમાં અધર્મ જ ન ગણે. એક વ્યક્તિ સ્નાનમાં જ ભારે ધર્મમાહાભ્ય સ્વીકારે, બીજો સ્નાન માત્રમાં અધર્મ લેખે, અને એટલું બધું નહિ તો કોઈ પોતાને માન્ય એવી શેત્રુંજી જેવી નદીઓ સિવાયનાં જળાશયોમાં ધર્મમાહાભ્ય સ્વીકારવાની ના પાડે.
(૨) સામાજિક : કેટલાક બાહ્ય વ્યવહારો સામાજિક હોય છે, જે ધર્મ તરીકે લેખાય છે. એક સમાજ મંદિર બાંધવામાં ધર્મ માની તે પાછળ પૂરી શક્તિ ખર્ચે, બીજો સમાજ પૂર્ણપણે તેનો વિરોધ કરવામાં જ ધર્મ માને. મંદિરમાં માનનાર સમાજો પણ જુદી અને વિરોધી માન્યતાવાળા છે. એક વિષ્ણુ, શિવ અને રામ સિવાય બીજી મૂર્તિના નમનપૂજનમાં અધર્મ બતાવે, જ્યારે બીજો સમાજ એ જ વિષ્ણુ આદિની મૂર્તિઓના આદરમાં અધર્મ માને. એટલું જ નહિ, પણ એક જ દેવની મૂર્તિઓના નગ્ન કે વસ્ત્રધારણ જેવા સ્વરૂપમાં પણ ભારે સામાજિક મતભેદ છે. એક જ પ્રકારના સ્વરૂપની એક જ દેવની નગ્નમૂર્તિ માનનાર વચ્ચે પણ પૂજાના પ્રકારોમાં કાંઈ ઓછો મતભેદ નથી. એક સમાજ પુરુષના એકસાથે કે ક્રમે ગમે તેટલા વિવાહને અધર્મ નથી લખતો, જ્યારે પારણામાં ઝૂલતી બાળવિધવાના પુનર્લગ્નના નામમાત્રથી કંપે છે. એક કોમ બને તેટલા દૂરનાં ગોત્રોમાં લગ્નસંબંધને ધર્મ ગણે છે, જ્યારે બીજી કોમ બને તેટલા નજીકના ખાનદાનમાં લગ્નનું શ્રેષ્ઠત્વ સ્વીકારે છે. એક સમાજ ધર્મદષ્ટિએ પશુધનું સમર્થન કરે છે, જ્યારે બીજો એ જ દૃષ્ટિએ એનો વિરોધ કરે છે.
૩) સાર્વજનિક પ્રવૃત્તિઓ: કેટલીક પ્રથાઓ એવી છે કે જેનો સંબંધ સમગ્ર જનતા સાથે હોવા છતાં તેના ધમ્મપણા વિષે તીવ્ર મતભેદ ઊભો થાય છે. અત્યારે કોઈ પ્રત્યક્ષ આક્રમણકારી દુશમનોની સવારીઓ સદ્દભાગ્ય કે દુર્ભાગ્યે ચડી નથી આવતી, એટલે એવા દુશ્મનોને ઠાર મારવામાં ધર્મ છે કે અધર્મ છે એ ચર્ચા કૃપાળુ બ્રિટિશ ગવર્મેન્ટ બંધ કરી આપણો સમય બચાવી જ લીધો છે; છતાંય પ્લેગદેવ જેવા રોગોની સવારીઓ ઊભી જ છે. તે વખતે એવા રોગોના દૂત ગણાતા ઉંદરોને મારવામાં કોઈ સર્વજનહિતની દૃષ્ટિએ ધર્મ જુએ છે, તો બીજાઓ એને તદ્દન અધર્મ લેખે છે.
જ્યાં વાઘ, સિંહ વગેરે ક્રૂર અને ઝેરી પ્રાણીઓ કે જંતુઓનો ઉપદ્રવ હોય છે ત્યાં પણ સાર્વજનિક હિતની દષ્ટિએ એને સંહારવામાં ધર્માધર્મનો સવાલ ઊભો થાય છે. એક વર્ગ સાવંજાનેક હિતની દૃષ્ટિએ કોઈ પણ જળાશય કે જાહેર રસ્તા આદિને મળમૂત્રથી બગાડવામાં અધર્મ લેખે છે, જ્યારે બીજો વર્ગ એ વિષે તદ્દન તટસ્થ જ નહિ પણ વિરોધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org