SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ સમતોલપણું સાચવવાનું બળ ન હોય, એ પણ હોય છતાં એની પરીક્ષાનું વાજબી મૂલ્ય આંકે એવા શ્રોતાઓ ન હોય તો એ પરીક્ષાનું ભયસ્થાન ગણાય. ધર્મ જેવા સૂક્ષ્મ અને આળા વિષયની પરીક્ષાનું મુખ્ય ભયસ્થાન તો સ્વાર્થ છે. જો કોઈ સ્વાર્થની સિદ્ધિથી પ્રેરાઈ અગર સ્વાર્થ જવાના ભયથી પ્રેરાઈ ધર્મની મીમાંસા શરૂ કરે તો તે પરીક્ષાને ન્યાય આપી ન શકે. એ વાસ્તે આવી બાબતમાં હાથ નાખતી વખતે માણસને બધી બાજુથી બનતી સાવધાની રાખવી અનિવાર્ય થઈ પડે છે – જો એને પોતાના વિચારનું કાંઈ મૂલ્ય હોય તો. સર્વની સદ્ગણપોષક ભાવના ધર્મનો સમૂળધ્વંસ કરવા ઇચ્છનાર તરીકે જાણીતા થયેલ રશિયન સમાજવાદીઓને આપણે પૂછીએ કે તમે દયા, સત્ય, સંતોષ, ત્યાગ, પ્રેમ, ક્ષમા આદિ ગુણોનો નાશ કરવા ઈચ્છો છો ? તો એ શું જવાબ આપશે ? સમાજવાદીઓનો કટ્ટરમાં કટ્ટર વિરોધી પણ એમ પુરવાર કરી નહિ શકે કે તેઓ ઉપર્યુક્ત ગુણોનો લોપ કરવા માગે છે. બીજી બાજુ ધર્મપ્રાણ કહેવાતા ધર્મજનોને – ગમે તે પંથના અનુયાયીઓને – પૂછીએ કે તમે અસત્ય, દંભ, ક્રોધ, હિંસા, અનાચાર આદિ દુર્ગણોને પોષવા માગો છો કે સત્ય, મૈત્રી વગેરેને પોષવા ઇચ્છો છો ? તો હું ધારું છું કે તેઓ એ જ જવાબ આપવાના કે તેઓ એક પણ દુર્ગુણનો પક્ષ નથી કરતા, પણ બધા જ સદ્ગણોને પોષવા માગે છે. સાથે સાથે પેલા સમાજવાદીઓને પણ ઉક્ત દુર્ગણો વિષે પૂછી લઈએ તો ઠીક થશે કોઈ એમ તો નહિ જ કહે કે તે સમાજવાદીઓ પણ દુર્ગુણો પોષવા માગે છે, અગર તે માટે બધી યોજના કરે છે. જો ધાર્મિક કહેવાતા કટ્ટરપંથી અને ધર્મોચ્છેદક મનાતા સમાજવાદી એ બંને સગુણો પોષવા તેમજ દુર્ગુણો નિવારવાની બાબતમાં એકમત છે અને સામાન્ય રીતે સગુણમાં ગણાતા ગુણો અને દુર્ગુણમાં ગણાતા દોષો વિષે બંનેનો મતભેદ નથી, તો અહીં સવાલ થાય છે કે ઘરેડપથી અને સુધારવાદી એ બંને વચ્ચે ધર્મત્રાણ અને ધર્મવિચ્છેદની બાબતમાં જે ભારે ખેંચતાણ, ભારે મારામારી ને ભારે વિવાદ દેખાય છે તેનું શું કારણ? એ મતભેદ કે તકરાર ધર્મ નામની કઈ વસ્તુ વિષે છે ? છતાં શાને માટે તકરાર ? સવૃત્તિ કે સવૃત્તિજન્ય ગુણો, જે માનસિક હોઈ સૂક્ષ્મ છે, તેના ધર્મપણા વિષે તો મતભેદ છે જ નહિ મતભેદ એ ધર્મ તરીકે લેખાતાં, ધર્મરૂપે મનાતાં, અને ધર્મનામથી વ્યવહાર પામતાં બાહ્ય રૂપો, બાહ્ય આચરણો કે બાહ્ય વ્યવહારો વિષે છે. આવો મતભેદ એક અગર બીજે રૂપે, તીવ્ર કે તીવ્રતર રૂપે, મનુષ્યજાતિના ઇતિહાસ જેટલો જ જૂનો છે. સામાન્ય રીતે મતભેદના વિષયરૂપ બાહ્ય નિયમો, વિધાનો કે ક્રિયાકલાપોને ત્રણ ભાગમાં વહેંચી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy