________________
હરિજનો અને જૈનો • ૧૬૭ સોમનાથ પાટણના શિવ મંદિરમાં ગયા ત્યારે શું તેઓ જાણતા નહિ કે આ શિવમંદિર છે? જ્યારે તેમના ઉપાશ્રયમાં સિદ્ધરાજ અને કુમારપાળ આદિ પહેલવહેલા આવેલ ત્યારે શું તેઓએ રામ, કૃષ્ણ આદિનું નામ લેવું સર્વથા છોડી દીધું હતું ? અને માત્ર અરિહંતના નામનું જ રટન કરતા હતા? જ્યારે હીરવિજયજી અકબરના દરબારમાં ગયા ત્યારે શું અકબરે અને એના બીજા મોભાદાર દરબારીઓએ ખુદા ને મહમદ પેગંબરનું નામ છોડી દીધું હતું? અથવા તો જ્યારે અકબર હીરવિજયજીના ધર્મસ્થાનમાં આવ્યો ત્યારે શું તેણે ખુદાનું નામ અભરાઈએ મૂકી અરિહંતનું જ નામ ઉચ્ચારવું શરૂ કર્યું હતું? આવું કશું ન હતું, અને છતાં જેનો પહેલેથી આજ લગી સત્તાધારી, પ્રભાવશાળી અને સમ્પત્તિશાળી હોય એવા ગમે તે વર્ગના માણસને માટે પોતાના ધર્મસ્થાનનાં દ્વારા ખુલ્લાં જ રાખતા આવ્યા છે. ત્યારે પ્રશ્ન થાય છે કે જો જેન પરંપરાની પ્રકૃતિ આવી છે તો તે અત્યારે હરિજનોના મંદિઅવેશ બિલ વખતે આવો ઉગ્ર વિરોધ કેમ કરે છે ? જે વસ્તુ એ પરંપરાના પ્રાણમાં નથી તે વસ્તુ અત્યારે એના હાડમાં ક્યાંથી ઊતરી ?
આનો ઉત્તર જૈન પરંપરાની નબળાઈમાં છે. ગુરુસંસ્થા પૂરતો તો જાતિસમાનતાનો સિદ્ધાંત જૈનોએ મર્યાદિત અર્થમાં સાચવ્યો, કેમકે અત્યારે પણ જૈન ગુરુસંસ્થામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ગોરાઓ, પારસીઓ આદિ કોઈ પણ સંમાન્ય સ્થાન પામી શકે છે. હું મર્યાદિત અર્થમાં એટલા માટે કહું છું કે જે ગુરુસંસ્થામાં ક્યારેક હરિકેશી અને મેતારજ જેવા અસ્પૃશ્યોને પૂજ્ય પદ પ્રાપ્ત થયું હતું તે ગુરુસંસ્થામાં ત્યારબાદ ક્યારેય અસ્પૃશ્યોને સ્થાન મળ્યું હોય તેવો ઇતિહાસ નથી. એટલું જ નહિ પણ, તે અસ્પૃશ્યોનો ઉદ્ધાર કરી તેમને સ્પૃશ્ય બનાવવાનો અને માણસાઈની સામાન્ય ભૂમિકા ઉપર લાવવાનો જૈન ધર્મનો મૂળ સિદ્ધાંત પણ જેનો સાવ ભૂલી ગયા છે. જેનોને ત્યાં હરિજનોનો પ્રવેશ છે, અને તે પણ અનિવાર્ય. માત્ર ગૃહસ્થોને ત્યાં જ નહિ, પણ ધર્મસ્થાનો સુધ્ધાંમાં હરિજનોનો, તેઓ ઈચ્છે કે ન ઈચ્છે તોય, અનિવાર્ય પ્રવેશ છે. પરંતુ તે પ્રવેશ સ્વાર્થપ્રેરિત છે. જેનો પોતાના જીવનને ટકાવવા, સ્વચ્છતા ને આરોગ્યનો આદર્શ ગુલામીના પોષણ દ્વારા ટકાવી રાખવા હરિજનોને તેઓ ન ઇચ્છે તોય, પોતાને ત્યાં અને પોતાનાં ધર્મસ્થાનોમાં બોલાવે છે, આવવા દે છે. આનો અર્થ એ થયો કે જ્યારે ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે હરિજનો તેમાં આવે છે ત્યારે તેઓ કયા દેવનું નામ લે છે એની જૈનોને કશી પડી નથી; માત્ર તેમને ગરજ છે એટલે તેમને વિશે વિચાર નથી કરતા, પણ જ્યારે એ જ હરિજનો સ્વચ્છ થઈ જૈન ધર્મસ્થાનોમાં આવવા ઇચ્છતા હોય અગર તેમને આપવામાં નડતી પ્રણાલિકાઓને તોડવા પૂરતો કાયદો થતો હોય ત્યારે જ જૈનોને યાદ આવી જાય છે કે – અરે, આ આવનારા અસ્પૃશ્યો કયાં અરિહંતનું નામ લે છે? એ તો મહાદેવ કે મહમદને માનનાર છે. જૈનોની આ ધર્મનિષ્ઠા (!) જેવી તેવી છે શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org