________________
હરિજનો અને જૈનો - ૧૬૧ સંકીર્ણ વ્યાખ્યા, આપમેળે જ, ઘડી કાઢી છે. મારું આ વિધાન સ્પષ્ટ કરવા અહીં કાંઈક ઊંડા ઊતરવું પડશે.
ગ્રીકો સિધુના તટ સુધી આવ્યા ત્યારે તેઓ ભારતના જેટલા પ્રદેશને જાણતા તેને પોતાના ઉચ્ચાર પ્રમાણે ઇન્ડસ' કહેતા. ભારતના અંદરના ભાગથી જેમ જેમ તેઓ વધારે પરિચિત થતા ગયા તેમ તેમ તેઓનો “ઈન્ડસ' શબ્દનો અર્થ પણ વિસ્તરતો ગયો. મહમદ પેગંબર થયા તે પહેલેથી જ આરબો ભારતમાં આવેલા. કેટલાક સિન્ધ નદીના કિનારા સુધી આવી રહેલા. બીજા કેટલાક આરબ વ્યાપારીઓ માત્ર સમુદ્રરસ્તે ભારતને કિનારે કિનારે પશ્ચિમથી ઠેઠ પૂર્વ સુધી એટલે કે જાવા, સુમાત્રા અને ચીન સુધી સફર કરતા. આ આરબ વ્યાપારીઓએ પોતાને પરિચિત એવા ભારતના આખા કિનારાને હિન્દ કહ્યો છે. આરબોને ભારતમાં બનેલી તલવાર બહુ પસંદ હતી કે તેઓ તે ઉપર મુગ્ધ હતા. ભારતનાં સુખ-સમૃદ્ધિ અને ખુશનુમા હવાપાણી પણ તેમને બહુ આકર્ષતાં. તેથી તેમણે ભારતને લયલા અને સલમા તરીકે, એટલે કે માશૂક અને સલામત રાખનાર તરીકે, પોતાની કવિતાઓમાં ગાયો છે. ભારતની તલવારને તેમણે એના ઉદ્દભવસ્થાન હિંદને નામે જ “હિન્દ કહી પ્રશંસી છે. ત્યાર બાદ પેગંબર સાહેબનો જમાનો આવે છે. મહમદ-બિન-કાસમે સિંધમાં થાણાં નાખ્યાં. મહમદ ગિઝની અને બીજા આક્રમણકારી મુસલમાનો દેશમાં આગળ ને આગળ વધતા ગયા, અને સત્તા જમાવતા ગયા. એ જમાનામાં મુસલમાનોએ લગભગ આખા અંદરના ભારતનો પરિચય કરી લીધો હતો. તેથી તેમના ઇતિહાસકારોએ અંદરના ભારતને ત્રણ ભાગમાં વહેંચ્યો છે : સિંધુ, હિન્દી અને દક્ષિણ. હિન્દથી તેમણે સિન્ધ પછીના આખા ઉત્તર હિન્દુસ્તાનને ઓળખાવ્યો છે. અકબર અને બીજા મુગલ શહેનશાહોના રાજ્યવિસ્તાર વખતે વહીવટ અને બીજી સગવડની દૃષ્ટિએ તેમણે આખા ભારતને હિન્દ તરીકે ગણ્યો છે. આ રીતે હિન્દુ અને હિન્દ શબ્દનો અર્થ, ઉત્તરોત્તર તેનો પ્રયોગ અને વ્યવહાર કરનારાઓની માહિતી વધવાની સાથે સાથે, વિસ્તરતો જ ગયો છે. અંગ્રેજી અમલ દરમ્યાન તેનો એક જ નિર્વિવાદ અર્થ માન્ય થયો છે તે એ કે કાશમીરથી કન્યાકુમારી અને સિન્ધથી આસામ સુધીનો બધો ભાગ તે હિન્દ.
પણ હિન્દ કે હિન્દુસ્તાનનો અર્થ ગમે તેટલો જૂનો અને ક્રમે ક્રમે વિસ્તર્યો હોય છતાં એ પ્રશ્ન તો ઊભો જ રહે છે કે હિન્દુ સમાજમાં કોણ કોણ આવે ? શું હિન્દુસ્તાનમાં વસતા બધા જ હિન્દુ સમાજમાં સમાસ પામે છે કે તેમાંથી અમુક જ ? અને જો અમુક જ વર્ગો હિન્દુ સમાજમાં સમાસ પામતા હોય તો તે કયા કયા? આનો ઉત્તર શોધવા બહુ આઘે જવું પડે તેમ નથી. જોકે હિન્દુસ્તાનમાં પરાપૂર્વથી અનેક જાતિઓ અને માનવકુળો આવતાં રહ્યાં છે અને સ્થિર થયાં છે, પણ એ બધાં હિન્દુ સમાજમાં સ્થાન પામ્યાં નથી. આપણે જાણીએ છીએ કે મુસ્લિમો આ દેશમાં વ્યાપારી તરીકે અને ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org