________________
ર૭. હરિજનો અને જૈનો
જ્યારથી મુંબઈ ધારાસભામાં હરિજન–મંદિઅવેશનું બિલ ઉપસ્થિત થયું છે ત્યારથી, લાંબા વખત થયાં સૂતેલું જૈનોનું માનસ સવિશેષ જાગ્રત થયું છે. એ માનસના કોઈ એક ખૂણાથી એવો ધ્વનિ, પંડિતાઈ શેઠાઈ અને સાધુશાહી સાથે, ઊઠવા લાગ્યો છે કે હરિજનો તો હિંદુ સમાજનો ભાગ છે અને જૈનો તો હિંદુ સમાજથી જુદા છે; એટલે કે હિંદુ સમાજને લક્ષીને ઘડવામાં આવેલ હરિજન–મંદિપ્રવેશ બિલ જૈન સમાજને લાગુ પડી શકે નહિ. એ જાગ્રત જૈન માનસના બીજે ખૂણેથી વળી એવો નાદ ઊઠ્યો છે કે ભલે જૈન સમાજ હિન્દુ સમાજનો એક ભાગ હોય અને તેથી જૈન સમાજ હિન્દુ ગણાય, તોપણ જૈન ધર્મ એ હિન્દુ ધર્મથી સાવ જુદો છે, અને હરિજન–સંદિપ્રવેશ બિલ હિન્દુ ધર્મમાં સુધારો દાખલ કરવાને લગતું હોવાથી તે જૈન ધર્મને લાગુ પડી શકે નહિ, કેમકે હરિજનો એ હિન્દુ ધર્મના અનુયાયી છે, જેને ધર્મના નહિ. અને જૈન ધર્મ તો મૂળે હિન્દુ ધર્મથી જુદો છે. આ બે વિરોધી સૂરો ઉપરાંત એ જાગ્રત જેન માનસમાંથી બીજા પણ સૂરો ઊડ્યા છે. કોઈ સૂર એવો છે કે તે લાંબા વખતથી ચાલુ એવી જૈન પરંપરા અને પ્રણાલીને આડે ધરી હરિજનોને જૈન મંદિઅવેશથી બાકાત રાખવા એ બિલનો વિરોધ કરે છે. બીજો સૂર વળી જૈન મંદિરો ઉપર જૈન સંપત્તિ અને જૈન માલિકીનો દાવો રજૂ કરી એ બિલ સામે મોરચો રચે છે.
બીજી બાજુ એવા જ જાગ્રત જૈન માનસમાંથી ઉપર સૂચવેલ જુદા જુદા વિરોધી સૂરોને જવાબ આપતો એક નવયુગીન પ્રતિધ્વનિ પણ સ્પષ્ટપણે ઊઠ્યો છે. આ લેખમાં મારો વિચાર બને તેટલા ટૂંકાણમાં, છતાં લંબાણના અતિભય સિવાય, એ બધા પક્ષોની યોગ્યતાઅયોગ્યતા તપાસવાનો તેમજ પોતાનો નિર્ણય સ્પષ્ટપણે રજૂ કરવાનો છે. હવે અનુક્રમે એક એક પક્ષ લઈ વિચાર કરીએ.
પહેલા પક્ષનું એમ કહેવું છે કે જૈન સમાજ હિન્દુ સમાજથી જુદો છે તે એ પક્ષની સંકુચિત દૃષ્ટિ પ્રમાણેની હિન્દુ' શબ્દની વ્યાખ્યા પ્રમાણે તો સાચું છે. એ પક્ષ ‘હિન્દુ શબ્દનો અર્થ માત્ર બ્રાહ્મણધર્માનુયાયી અથવા તો વૈદિક પરંપરાનુયાયી સમાજ એટલે જ સમજે છે. પણ આ પક્ષ ઇતિહાસ અને પરંપરાની દૃષ્ટિએ સાવ ભીંત ભૂલે છે. ઇતિહાસ અને પરંપરાના જ્ઞાનને અભાવે એ પક્ષે પોતાની સગવડ પૂરતી “હિન્દુ શબ્દની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org