________________
૧૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ
આચારનાં કલ્પિત જાળાં ધ્યાનમાં આવે છે, અને તેનાં બંધનમાંથી છૂટા થવાને ઉત્સાહ પણ પ્રગટે છે. આ જ અર્થમાં દરેક સંપ્રદાયે જ્ઞાન અને ક્રિયા બંનેને સરખું મહત્ત્વ આપ્યું છે. પણ એ જ્ઞાન એટલે માત્ર શાબ્દિક જ્ઞાન નહિ, અને એ ક્રિયા એટલે માત્ર સમાજગત કે સંપ્રદાયસંગત પ્રણાલી નહિ. એટલે જ્ઞાન એટલે તત્ત્વનું જ્ઞાન, મૂળ વસ્તુનું જ્ઞાન અને એ ક્રિયા એટલે એ જ જ્ઞાનને જીવનમાં એક૨સ કરવાની સાધના. આ જ જીવનનું શિલ્પ છે, એમ મને લાગે છે.
જીવનશિલ્પ એટલે કે વિકાસ
જીવનશિલ્પનો અર્થ વિકાસ થઈ શકે. વિકાસ બે પ્રકારનો છે ઃ શારીરિક અને માનસિક, શારીરિક વિકાસ માત્ર મનુષ્યમાં નહિ, પરંતુ પશુપક્ષીમાં પણ દેખાય છે. ખાનપાન ને સ્થાન સુંદર મળે અને કોઈ ભય ન રહે તો પશુ પણ ખૂબ બળવાન ને પુષ્ટ થાય. મનુષ્ય જ માત્ર ખાનપાન ને સ્થાનની યોગ્યતાથી શારીરિક વિકાસ નથી કરી શકતો. તે સઘળાં પાછળ તે યોગ્ય મનોવ્યાપાર અર્થાત્ બુદ્ધિયોગ ને સંયમ રાખે તો જ તે શારીરિક વિકાસ કરી શકે.
માનસિક વિકાસ માનવમાં જ સંભવિત છે. દેહયોગ વિના તે સંભવિત નથી. છતાં ગમે તેટલું શરીરબળ કેમ ન હોય, પણ સમુચિત રીતથી યોગ્ય દિશામાં મનની ગતિ નથી થતી ત્યાં સુધી પૂરો માનસિક વિકાસ થતો નથી.
એટલે કે, મનુષ્યનો પૂર્ણ શારીરિક ને માનસિક વિકાસ કેવળ વ્યવસ્થિત અને જાગ્રત બુદ્ધિયોગની અપેક્ષા રાખે છે.
આપણે શોધવું જોઈએ કે વિકાસની અસલી જડ શેમાં છે ? મુખ્ય ઉપાય કયો છે કે જે ન હોવાથી બીજું બધું હોય છે તે, ન હોવા બરાબર થાય છે.
આનો જવાબ બહુ સરળ છે અને આપણી આસપાસના જીવનમાંથી જ તે જવાબ મળી શકશે. તમે જોશો કે જવાબદારી એ જ વિકાસનું પ્રધાન બીજ છે. મનનો વિકાસ તેના સત્ત્વઅંશની યોગ્યતા ને પૂર્ણ જાગૃતિ પર છે. આ સત્ત્વ અંશને રસ્ ને તમસ્ અંશરૂપ પ્રમાદ દબાવી દે છે. જ્યાં સુધી જવાબદારી નથી રહેતી ત્યાં સુધી મનની ગતિ કુંઠિત થાય છે અને પ્રમાદનું તત્ત્વ વધી પડે છે, જેને યોગશાસ્ત્રમાં મનની ક્ષિપ્ત ને મૂઢ અવસ્થા કહે છે. જેવી રીતે શરી૨ ૫૨ શક્તિથી અધિક બોજો નાખવાથી સ્નાયુબળ કાર્યસાધક નથી બનતું તે રીતે ક્ષિપ્ત ને મૂઢ અવસ્થાનો બોજો પડવાથી મનની સ્વાભાવિક વિચારશક્તિ નિષ્ક્રિય બને છે. જવાબદારી ન હોવાને લીધે આવતી નિષ્ક્રિયતાથી રજસ્ ને તમસ્ ગુણનો ઉદ્રેક થાય છે. આથી જ સૌથી વધુ જરૂ૨ જવાબદારીની છે.
જવાબદારી અનેક પ્રકારની છે. ક્યારેક ક્યારેક તે મોહમાંથી આવે છે : એક યુવક મોહવશાત્ તેની પ્રેમિકા પ્રત્યે પોતાની જાતને જવાબદાર સમજે છે. ક્યારેક ક્યારેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org