SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ હરિજનો અને જેનો • ૧૬૯ પશ્ચિમનો સામ્યવાદ હોય કે સમાનતાને ધોરણે રચાયેલ કોંગ્રેસી કાર્યક્રમ હોય, અગર ગાંધીજીની અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિ હોય – તે બધું જો દલિતોનો ઉદ્ધાર કરનાર હોય અને માનવતાના વિકાસમાં પડેલા અવરોધોને દૂર કરી તેના સ્થાનમાં વિકાસની અનુકૂળતાઓ કરી આપનાર હોય તો શું એમાં જેન ધર્મનો પ્રાણ નથી ધબકતો ? શું જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતની સમજણ અને રક્ષાનો આધાર માત્ર કુળજૈનો ઉપર જ હોઈ શકે? શું જૈન ધર્મના સિદ્ધાંતને ઊગવા અને વિકસવા માટે પરંપરાથી ચાલ્યો આવતો જૈન વાડો જ જોઈએ? જો ના, તો પછી વગર મહેનતે, વગર ખર્ચે જૈન ધર્મના સિદ્ધાંતને પુનર્જીવન પામવાની તક ઉપસ્થિત થતી હોય એવે ટાણે જેનોએ હરિજન-મંદિઅવેશ બિલને વધાવી લેવાને બદલે તેનો વિરોધ કરવો એ તો સનાતની વૈદિક વર્ણાશ્રમી સંઘના જમાનાજૂના જૈન ધર્મ અને શ્રમણ ધર્મમાત્રના વિરોધી વલણને ટેકો આપવા બરાબર છે. આ દષ્ટિએ જેઓ વિચાર કરશે તેમને એમ લાગ્યા સિવાય નહિ રહે કે જે કામ જૈન પરંપરાનું હતું અને છે, જે કામ કરવા માટે જેનોએ જ પહેલ કરવી જોઈએ અને સંકટો સહવાં જોઈએ, બ્રાહ્મણવર્ગના વર્ચસ્વને લીધે પરાભવ પામેલ જૈન ધર્મના તેજનો જે ઉદ્ધાર જેનોએ જ કરવો જોઈતો હતો તે બધું કામ મૂળભૂત સિદ્ધાંતની શુદ્ધિના બળે જ આપોઆપ થઈ રહ્યું છે ત્યાં સાથ ન આપતાં વિરોધ કરવો એમાં તો પાછીપાની કરવા જેવું અને કર્તવ્યભ્રષ્ટ થવા જેવું છે. – પ્રસ્થાન, જેઠ, ૨૦૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy