________________
યુગ સમાનતાનો છે • ૧૯૧
આ રીતે વિચારીએ તો પુરુષ જોકે ઉપાર્જિત ધન પણ છેવટે સ્ત્રીના હાથમાં સોંપે છે, છતાં ઇચ્છાએ કે અનિચ્છાએ તે તેને પશુ જેવી લાચાર તો કરી જ મૂકે છે. આમ તુલસીદાસના દોહાની નારી એ પુરુષે બનાવેલ પશુનારી છે, અને એવી નારીનું અસ્તિત્વ આજે પણ અનેકરૂપે આપણને જોવા મળે છે. આ સામાજિક વિષમતાની એક બાજુ થઈ.
પરંતુ આની એક બીજી પણ બાજુ છે. તે બાજુ એવી છે કે જેમાં સ્ત્રી પુરુષને પશુ બનાવી મરજી પ્રમાણે ચારે છે અને ફાવે ત્યારે જ એને મનુષ્યરૂપ આપી તેનો ઉપયોગ કરે છે. આ સ્થિતિ કયા પ્રકારના સમાજમાં સંભવે છે એ જાણવાનું કુતૂહલ પણ રોકી શકાતું નથી. એક તો આનો જવાબ એ છે કે જે સમાજમાં સ્ત્રી જ મુખ્યપણે મહેનત અને ઉપાર્જનનું કામ કરતી હોય, પુરુષ મુખ્યપણે સ્ત્રીની કમાણી ઉપર નભતો હોય તે સમાજમાં પુરુષ સ્ત્રીની મરજી પ્રમાણે વર્તી અને પશુ જેવો બની રહે. આવા સમાજો આજે પણ પર્વતીય પ્રદેશોમાં, બ્રહ્મદેશ અને બાલી જેવા ટાપુઓમાં છે. બીજો ઉત્તર તેથી ઊલટો છે. તે એ કે પુરુષપ્રધાન સમાજમાં પણ નારી નરને પશુ બનાવી ચારે છે અને તેનો ઉપયોગ કરે છે. આ બીજો ઉત્તર વાચકને નવાઈ ઉપજાવે ખરો. જો પુરુષ જ અર્થ અને સત્તાનું કેન્દ્ર હોય તો સ્ત્રી અને પશુ કેમ બનાવી શકે ? પરંતુ માનસતત્ત્વની દૃષ્ટિએ જોઈશું તો એમાં કાંઈ નવાઈ જેવું નથી, એ તો આપણા રોજના અનુભવની વાત છે. - પુરુષ કમાતો હોય, સત્તાવાન પણ હોય ત્યારેય એ છેવટે બધું લાવીને ઘરમાં જ મૂકે છે ને સ્ત્રીને ભરોસે જીવે છે. એના વિશ્રામ, વિનોદ અને આનંદનું ધામ એકમાત્ર નારી બની રહે છે. આ વાતાવરણમાં નારીમાનસ એવી રીતે ઘડાય છે કે તે કઈ કઈ રીતે પુરુષને વધારે જીતી અને વશ કરી શકે, તેમજ તેની અને તેની સંપત્તિ ઉપર વણમાગ્યું સ્વામિત્વ ભોગવી શકે. આવી મનોદશા એને તરેહતરેહનાં આકર્ષણો ઊભાં કરવાની કળામાં નિપુણ બનાવે છે. એ કળાથી નારી પુરુષને અનેક જોખમો ખેડવાની પ્રેરણા પણ આપે છે અને પૃથ્વીના બીજા છેડા સુધી વિહાર પણ કરાવે છે. છેવટે એ જ કળાથી તે પાછી પુરુષની નાથ એવી રીતે ખેંચે છે કે તે પાછો ઘરમાં આવી સ્ત્રીને સંતોષવાનું જ કામ કરે છે. આ રીતે અર્થોપાર્જન, સત્તાપ્રાપ્તિ જેવાં બહારનાં ક્ષેત્રોમાં વિચરીને પણ તે પાછો ઘરમાં નારીનું રમકડું પણ બને છે. આ દશા એ જ નારી દ્વારા પુરુષને પશુતુલ્ય ચરાવવાની દશા છે.
નારી એ પણ નરની પેઠે ચેતન છે. એનામાં પણ અનેક અસાધારણ શક્તિઓ છે. જે સમાજમાં એ શક્તિઓને મુક્તપણે કામ કરવાની તક નથી મળતી તે સમાજમાં સ્ત્રીઓની એ શક્તિઓ મરી નથી જતી, પણ માત્ર જુદું અને ક્યારેક વિકૃત સ્વરૂપ બરોબરી લે છે એટલું જ. જો સ્ત્રીશક્તિને સ્વતંત્રપણે કમાણી, સત્તા અને બરોબરીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org