________________
૧૯૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ પ્રસંગો ન મળે તો એ શક્તિ ઘરમાં રૂંધાયા છતાં પોતાનું વર્ચસ્વ જુદી રીતે જમાવે છે. તે જમાવટ એટલે પુરુષાર્થ વિનાનાં નખરાં, હાવભાવ, શૃંગાર સજાવટ અને બીજાં નવનવાં આકર્ષણો. આ આકર્ષણોની નાથથી નારી નરને નાથે છે, પોતાની ઇચ્છા પ્રમાણે તેને સંચરાવે કે વિચરાવે છે અને પાછો તેને પોતાની પાસે ખેંચી લે છે.
પુરુષ સ્ત્રીને પશુ બનાવી છે એ હકીકત છે તો સ્ત્રીએ પણ પુરુષને પોતાની કળામય કાબેલિયતથી પશુ બનાવેલ છે એ પણ હકીકત છે અને તે આજના શહેરી, અર્ધશહેરી વિલાસી જીવનમાં જોવા પણ મળે છે.
હવે તો એટલું જ વિચારવાનું રહે છે કે બેમાંથી કોઈ બીજાને પશુ ન બનાવે એની ચાવી શેમાં છે ? એનો ટૂંકો ને ટચ ઉત્તર એટલો જ છે, કે સ્ત્રી અને પુરૂષનાં જીવનક્ષેત્રો અમુક અંશે જુદાં હોવા છતાં તે બંનેની સમાન શક્તિઓને દબાયા વિના કામ કરવાની બધી તકો પૂરી પાડવી. પુરુષની પેઠે સ્ત્રી પણ કમાઈ શકે અને સ્ત્રીની પેઠે પુરુષ પણ કેટલીક ઘરની જવાબદારીઓ સંભાળી શકે. સ્ત્રી કમાય તો એનો આત્મવિશ્વાસ વધે અને પુરુષની અવિવેકી સત્તાનો ભોગ બનવું ન પડે. વળી, સ્ત્રી કમાઈ શકતી હોય તો એને પુરુષોપાર્જિત ધન ઉપર કબજો મેળવવાની દૃષ્ટિએ અનેક કૃત્રિમ આકર્ષણો ઊભાં કરવાં ન પડે. સાથે જ પુરુષનો બોજ પણ હલકો થાય.
- ગૃહમાધુરી, મે ૧૯૫૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org