SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પo • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ વિચારથી આપણે નિશ્ચયની પહેલી ભૂમિકા ઉપર આવી પહોંચ્યું કે કોઈ પણ બાહ્ય વ્રત-નિયમ, આચાર-વિચાર કે રીતિરિવાજ એવો નથી કે જે સૌને માટે – સમાજને માટે અગર એક વ્યક્તિને માટે – હંમેશાં ધર્મરૂપ જ અગર અધર્મ રૂપ જ કહી શકાય. એવા વ્યાવહારિક ગણાતા ધર્મોનું ધર્મપણું કે અધર્મપણું એ માત્ર તે તે વ્યવહારઆચરનારની નિષ્ઠા અને પ્રામાણિક સમજ ઉપર અવલંબિત છે. શુભ નિષ્ઠાથી કોઈના પ્રાણ બચાવવા માટે તેના ઉપર થતા શસ્ત્રાઘાતને રોકી પણ શકાય અને એથી પણ વધારે સારી શુભ નિષ્ઠાથી બીજી વખતે એના ઉપર એ જ શસ્ત્ર ચલાવી પણ શકાય. શુભ નિષ્ઠાથી કોઈના ઉપર શસ્ત્ર ચલાવવાની વાત તો જાણીતી જ છે, પણ તેથીયે વધારે અશુભ નિષ્ઠાથી તેને પાળનાર ને પોષનાર પણ હોય છે. સિંહ અને સર્પ જેવાને પાળી તેના સ્વાતંત્ર્યને ભોગે આજીવિકા કરનારને કોણ નથી જાણતું ? પણ એથીયે વધારે અશુભ નિષ્ઠાથી છોકરીઓને પાળી, પોષી તેની પવિત્રતાને ભોગે આજીવિકા કરનાર આજે સંસ્કૃત ગણાતા સમાજમાં પણ સુરક્ષિત છે. આ બધું એક જ સૂચવે છે અને તે એ કે કોઈ પણ વ્યાવહારિક બાહ્ય ક્રિયાકાંડ અગર પ્રથાને, માત્ર એને લોકો આચરે છે એટલા જ કારણે, ધર્મ કહી ન શકાય; અગર એને બીજા લોકો નથી આચરતા કે નથી માનતા અગર તેનો વિરોધ કરે છે, એટલા જ કારણે અધર્મ ન કહી શકાય. શું પરિણામ દૃષ્ટિએ બાહ્ય વ્યવહારને ધર્મ માનવો? કેટલાક દલીલ કરે છે કે ઘણી વાર વતનિયમો, ક્રિયાકાંડો શુભ નિષ્ઠામાંથી ન જન્મ્યા હોય છતાં તે અભ્યાસબળે શુભ નિષ્ઠા જન્માવવામાં કારણ બની શકે છે, એટલે પરિણામની દૃષ્ટિએ બાહ્ય વ્યવહારને ધર્મ માનવો જોઈએ. આનો જવાબ અઘરો નથી. કોઈ પણ બાહ્ય વ્યવહાર એવો નથી કે જે શુભ નિષ્ઠા જ જન્માવે; ઊલટું ઘણી વાર એમ બને છે કે અમુક બાહ્ય વ્યવહારની ધર્મ તરીકે પ્રતિષ્ઠા જામતાં તેને આધારે સ્વાર્થપોષણનું જ કાર્ય મોટે ભાગે સધાવા મંડે છે. તેથી જ, આપણે જોઈએ છીએ કે, શુભ નિષ્ઠાથી સ્થપાયેલી મંદિર-સંસ્થાની ધાર્મિક વહીવટી પેઢીઓ છેવટે આપખુદી અને સત્તા પોષવાનું સાધન બની જાય છે. એટલું જ નહિ, પણ એક વાર ધર્મભીરુ દષ્ટિએ ધાર્મિક ફંડોની પાઈ પાઈનો હિસાબ રાખનાર પણ એ જ નાણાંના લોભમાં, પ્રસંગ આવતાં, ફસાઈ ધાર્મિક કરજ ચૂકવવું ભૂલી જાય છે. શુભ નિષ્ઠાથી સ્વીકારેલ ત્યાગીના વેશની પ્રતિષ્ઠા બંધાતાં અને ત્યાગીનાં બાહ્ય આચરણોનું લોકાકર્ષણ જામતાં તે જ વેશ અને બાહ્ય આચરણને આધારે અશુભ વૃત્તિઓ પોષાવાના દાખલાઓ ડગલે અને પગલે મળે છે. કોઈ વ્યક્તિ બાહ્ય નિયમથી લાભ નથી જ ઉઠાવતી એમ ન કહી શકાય, પણ બાહ્ય નિયમ લાભપ્રદ થાય જ છે એવો પણ એકાંત નથી. તેથી જેમ એકાંતપણે શુદ્ધ નિષ્ઠાને કોઈ પણ બાહ્ય વ્યવહારનું કારણ માની ન શકાય, તમ તન એકાંતપણે બાહ્ય વ્યવહારનું કાર્ય પણ માની ન શકાય. એટલે કારણની દૃષ્ટિએ કે ફળની દૃષ્ટિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy