________________
પંડિત સુખલાલજી ટૂિંક પરિચય)
सच्चस्स आणाए उवट्ठिय से मेहावी मारं तरइ સત્યની આજ્ઞા ઉપર ઊભેલો બુદ્ધિમાન મૃત્યુને તરી જાય છે.
- શ્રીઆચારંગ સૂત્ર એશિયાખંડ એટલે ધર્મપ્રવર્તકો, તત્ત્વચિંતકો અને સાધકોની જન્મભૂમિ; એશિયાખંડનું આવું ગૌરવ સ્થાપવામાં ભારતવર્ષે મોટો ફાળો આપ્યો છે.
પુરાણ કાળે ભગવાન રામચંદ્ર અને કર્મયોગી શ્રીકૃષ્ણ, ઇતિહાસકાળે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ અને આધુનિક યુગે મહાત્મા ગાંધી, યોગી શ્રી અરવિંદ અને સંત વિનોબા જેવા પુરુષોત્તમોને જન્મ આપીને યુગે યુગે ભારતવર્ષે, ધર્મચિંતનના ક્ષેત્રે, ગતનું ગુરુપદ સાચવ્યું છે. સમયના આ વિશાળ ફલક ઉપર ભારતવર્ષે કંઈ કેટલા તત્ત્વચિંતકો, શાપ્રણેતાઓ, સાધકો, યોગીઓ અને શાસ્ત્રવેત્તાઓની જગતને ભેટ આપી છે.
પંડિત સુખલાલજી ભારતવર્ષની આવી જ એક ધર્મ-દર્શન-શાસ્ત્રવેત્તા, જીવનસાધક વિદ્યાવિભૂતિ હતી. સતત પુરુષાર્થપરાયણ, સત્યશોધક અને સદા અણનમ એવા આ પંડિતપુરુષે જ્ઞાનમાર્ગે પોતાના અંતરને અજવાળીને સચ્ચરિત્ર દ્વારા જીવનને નિર્મળ અને ઊર્ધ્વગામી બનાવવાનો હંમેશાં પ્રયત્ન કર્યો છે. સમતાભર્યું એમનું શીલ છે. સત્યમૂલક સમન્વયગામી એમની પ્રજ્ઞા છે; ત્યાગ, તિતિક્ષા અને સંયમને વરેલું એમનું જીવન છે.
જન્મ, કુટુંબ અને બાલ્યકાળ સંતો, સતીઓ, શૂરાઓ અને સાહસિકોની ખાણસમી સૌરાષ્ટ્રની ભૂમિ તે જ પંડિતજીની જન્મભૂમિ. ઝાલાવાડ જિલ્લામાં સુરેન્દ્રનગરથી છ માઈલ પર આવેલું નાનું સરખું લીમલી ગામ એ પંડિતજીનું વતન. પંડિતજીનો જન્મ વિ. સં. ૧૯૩૭ના માગશર સુદિ ૫, તા. ૮-૧૨-૧૮૮૦ ના રોજ થયેલો. એમના પિતાનું નામ સંઘજીભાઈ; જ્ઞાતિ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org