________________
V
અને જૈનો આદિ તુલનાત્મક લેખો પણ સમાજ અને સંસ્કૃતિના ઊંડા અવલોકનથી અને શાસ્ત્રપૂત ચિંતનથી ઉદ્દભવ્યા છે. આ લેખોમાં ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને સમાજની તાત્ત્વિક અને વ્યાવહારિક મીમાંસા કરવામાં આવી છે. સર્વધર્મ વિષયક અને તટસ્થ તુલનાત્મક અધ્યયન રજૂ થયું છે. તેઓશ્રીની બુદ્ધિ, સ્મૃતિ, વિશાળ વાચન, સંકલનશક્તિ, ભાષા ઉપરનું અસાધારણ પ્રભુત્વ આદિ અનેક અનેક વિશેષતાઓ છતી થાય છે. ધર્મ અને સંસ્કૃતિનું વિશદ, સૂક્ષ્મ અને સમભાવી જ્ઞાન, તટસ્થ ચિંતન, સૂક્ષ્મ વિવેચન આદિ બધું આ લેખોમાંથી સ્પષ્ટરૂપે પ્રગટ થાય છે.
આ ગ્રંથ ભારતીય સંસ્કૃતિ અને ધર્મના અભ્યાસુ તથા જિજ્ઞાસુઓએ અવશ્ય વાંચવા લાયક છે.
- જિતેન્દ્ર બી. શાહ
દર્શન અને ચિંતનની મૂળ આવૃત્તિનું સંપાદકીય નિવેદન પ્રાસંગિક હોવાથી અહીં તેનો સમાવેશ કર્યો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org