SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિ, ધર્મ અને સમાજ • ૩૯ છે. ભિન્ન દેશ, ભિન્ન રંગ અને ભિન્ન સંસ્કારવાળી માનવપ્રજા સાથે માત્ર મનુષ્ય જ એકતા સાધી અને વિકસાવી શકે છે. આ શક્તિને લીધે જ મનુષ્યનો વર્ગ સમાજ નામને પાત્ર થયો છે. મનુષ્ય જ્યાં હશે ત્યાં કોઈ ને કોઈ સમાજનો અંશ થઈને રહેવાનો. તે જે સમાજનો અંશ થઈને રહેતો હશે તે સમાજ ઉપર તેના સારાનરસા સંસ્કારોની અસર થવાની. એક મનુષ્ય બીડી પીતો હશે તો તે પોતાની આજુબાજુના લોકોમાં બીડીની તલપ જગાડી એ વ્યસનનું વાતાવરણ ઊભું કરશે. અફીણ પીનાર ચીનો પોતાના સમાજમાં તે જ રુચિ કેળવશે. એક માણસ ખરો કેળવાયેલ હશે તો તે પોતાના સમાજમાં કેળવણીનું વાતાવરણ જાણે કે અજાણે ઊભું કરશે જ. એ જ રીતે આખા સમાજમાં કે સમાજના મોટા ભાગમાં જે રીતભાત અને સંસ્કારો રૂઢ થયાં હશે પછી તે ઈષ્ટ હોય કે અનિષ્ટ) તે રીતભાત અને સંસ્કારોથી તે સમાજના ઘટક માણસને મુક્ત રહેવું એ અશક્ય નહિ તો દુ:શક્ય જેવું થઈ પડશે. તાર કે ટિકિટ ઑફિસમાં કામ કરનારા અગર સ્ટેશનના કર્મચારીઓ વચ્ચે એકાદ જણ એવો જઈને રહે કે જે લાંચને ધિક્કારતો હોય, એટલું જ નહિ પણ ગમે તેટલી લાંચની લાલચ છતાં તેનો ભોગ બનવા ઇચ્છતો ન હોય, તો તેવા સાચુકલા માણસને બાકીના લાંચિયા વર્ગ તરફથી ભારે ત્રાસ પડવાનો; કારણ કે, તે લાંચ ન લે એટલે સ્વાભાવિક રીતે જ બીજા લાંચિયાઓનો વિરોધ કરે અને તેમ થતાં બીજો આખો વર્ગ એક સંપ થઈ કાં તો તેને લાંચ લેતો કરે અને કાં તો તેને હેરાન કરવામાં મણા ન રાખે. જો પેલો ભલો આદમી અસાધારણ હિંમત અને બુદ્ધિવાળો ન હોય તો તે બીજું કાંઈ નહિ તો છેવટે બીજાઓ લાંચ લે ત્યારે માત્ર તટસ્થ રહી આંખમિચામણાં કરે અને તે જ રીતે તેવા વર્ગમાં નભી શકે. એ જ ન્યાયે આપણા દેશી આઈ.સી.એસ.ને પણ પરદેશીઓ સાથે ઘણી વાર ઘણું અનિષ્ટ સહન કરવું પડે છે. આમ છતાં આવાં અનિષ્ટોથી સમાજને બચાવવા સમાજના આગેવાનો કે રાજ્યકર્તાઓ કાયદા-કાનૂનો ઘડે છે અગર નીતિનિયમો બાંધે છે. એક વખતે મોટી ઉંમર સુધી કન્યાઓને કુમારી રાખવામાં અમુક અનિષ્ટ જણાવાથી મૃતિશાસ્ત્રમાં નિયમ દાખલ થયો કે આઠ અગર નવ વર્ષની કન્યા ગૌરી હોય તે જ ઉમરે પરણાવી દેવી એ ધર્મ છે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર કન્યાનો પિતા અને કન્યા સમાજમાં નિંદાતાં. એ ભયથી એ નાની ઉંમરના લગ્નની નીતિ ચાલી. વળી એ નીતિમાં જ્યારે બહુ અનિષ્ટ વધી ગયું ત્યારે તે દૂર કરવા સમાજના આગેવાનો અગર રાજ્યકર્તાઓને બીજો નિયમ ઘડવો પડ્યો અને હવે ચૌદ કે સોળ વર્ષથી નાની ઉંમરમાં કન્યાનું લગ્ન કરનાર કાં તો શિક્ષિતો દ્વારા થતી નિંદાથી ડરે છે અને કાં તો રાજ્યના દંડભયથી ડરી નિયમનું પાલન કરે છે. એક કરજદાર માણસ ગમે તેટલી સંકડામણમાં પણ પોતાનું કરજ ચૂકવવા મથે છે – એટલા માટે કે જો તે કરજ ન ચૂકવે તો તેની શાખ જાય અને શાખ જાય Jain Education International For Private & Personal Use Only | WWW.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy