________________
હરિજનો અને જૈનો - ૧૬૩ છે; એટલે જૈન જેમ સમાજની દૃષ્ટિએ હિન્દુ સમાજની એક શાખા છે તેમ ધર્મની દૃષ્ટિએ પણ હિન્દુ ધર્મનો એક અગત્યનો પ્રાચીન ભાગ છે. જેઓ હિન્દુ ધર્મ' શબ્દથી માત્ર વૈદિક ધર્મ એટલો અર્થ સમજે છે તેઓ નથી જાણતા જૈન સમાજ અને જૈન ધર્મનો ઇતિહાસ કે નથી જાણતા હિન્દુ સમાજ કે હિન્દુ ધર્મનો ઇતિહાસ પોતાના સગવડિયા ઉપરછલા જ્ઞાનમાત્રથી જૈન ધર્મને હિન્દુ ધર્મથી જુદો ગણાવવાનું સાહસ કરવું એ તો વિદ્વાનો અને વિદ્યાની હાંસી કરવા જેવું છે, અને ખરી રીતે કહીએ તો પોતાની જ હાંસી કરાવવા જેવું છે.
ભારતના કે વિદેશી સુપ્રસિદ્ધ વિદ્વાનોએ જ્યારે જ્યારે હિન્દુ ફિલસૂફી કે હિન્દુ ધર્મ વિષે લખ્યું છે ત્યારે ત્યારે તેમણે એ ફિલસૂફી અને એ ધર્મમાં વૈદિક, બૌદ્ધ અને જૈન તત્ત્વજ્ઞાન કે ધર્મની બધી જ પરંપરાઓને લઈ વિચાર કર્યો છે. જેઓએ હિન્દુ સાહિત્યનો ઈતિહાસ લખ્યો છે તેમણે પણ એ ઇતિહાસમાં જૈન સાહિત્યને હિન્દુ સાહિત્યની એક શાખા લેખે જ સ્થાન આપ્યું છે. સર રાધાકૃષ્ણનની ઈન્ડિયન ફિલોસોફી કે દાસગુપ્તા આદિની તેવી જ ફિલોસોફીને લઈએ અગર સાક્ષરવર્ય આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવની ‘હિન્દુ ધર્મની બાળપોથી' લઈએ, કે દીવાન નર્મદાશંકર મહેતાનો ‘હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ' લઈએ તો જણાશે કે તેમાં વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ જ જીવતી ભારતીય ધર્મપરંપરાઓને હિન્દુ ધર્મ તરીકે માન્ય રાખવામાં આવી છે, જે બધી રીતે વાજબી છે.
આટલી ચર્ચા બીજા પક્ષનું પોકળપણું જાણવા માટે બસ થવી જોઈએ. આ પ્રમાણે જૈન ધર્મ હિન્દુધર્માન્તર્ગત હોય અને છે જ, તોપણ એ પ્રશ્ન તો ઊભો જ રહે છે કે જો મૂળે હરિજનો જૈન સમાજના અંગ તેમજ જૈન ધર્મના અનુયાયી ન હોય તો, તેમને માટે ઘડાતો કાયદો તેઓ હિન્દુ સમાજના જે ભાગના અંશ હોય અગર હિન્દુ ધર્મની જે શાખાના અનુયાયી ગણાવા યોગ્ય હોય તેટલા જ હિન્દુ સમાજના કે હિન્દુ ધર્મના ભાગને લાગુ પડે તેવો જોઈએ, નહિ કે આખા હિન્દુ સમાજ કે આખા ધર્મને લાગુ પડે તેવો.
જેનો પોતાના સમાજમાં હરિજનોને અત્યાર લગી લેખતા જ નથી આવ્યા કે નથી હરિજનો પોતાને જૈન સમાજના ઘટક તરીકે લેખતા. એ જ રીતે હરિજનોમાં જૈન ધર્મનું એક્કે વિશિષ્ટ લક્ષણ આચરાતું નથી રહ્યું કે નથી હરિજનો જૈન ધર્મ આચર્યાનો દાવો કરતા. હરિજનોમાં ગમે તેટલી નાતજાતનો હોય, પણ તેમાંથી જેઓ ક્રિશ્ચિયન નથી અને જેઓએ ઇસ્લામ નથી સ્વીકાર્યો તે બધા શંકર, રામ, કૃષ્ણ, દુર્ગા, કાળી ઈત્યાદિ અનેક વૈદિક કૈ પૌરાણિક પરંપરાના દેવોમાંથી જ કોઈને અને કોઈને માનેભજે છે અને વૈદિક કે પૌરાણિક ગણાતા હોય એવાં જ તીર્થોને કે પર્વતિથિઓને અગર વ્રત-નિયમોને પાળે છે. હરિજનોમાંથી થઈ ગયેલ જૂના વખતના સંતો કે પાછલા વખતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org