________________
૮૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ
કોઈ ને કોઈ રૂપમાં એ વૃત્તિ પડી હોય છે, તો જ માણસ લગ્ન કરવા કબૂલ થાય છે. ઇચ્છા ન હોય તેની પાસે વડીલોના આગ્રહ, દબાણ, વિનવણી કે સમાજની નિંદાટીકાને સહેવા માટે મનોબળ હોવું જોઈએ. કેવળ બહારના કારણથી લગ્ન કરવાનું હું વાજબી ગણતો નથી.
પ્ર. ૫ :– જ્ઞાતિ, વર્ણ, સમાજ વગેરેનાં સંગઠનો ઇષ્ટ નથી એમ કેટલાક સુધારકોનો મત છે. અને તેથી ૫૨ થવું જોઈએ એમ કહે છે. એ દૃષ્ટિએ રાષ્ટ્રીય સંગઠન ઉચિત ગણાય ? વિશ્વબંધુતા અથવા માનવતાના આદર્શ સાથે આવાં નાનાં સંગઠનોનો મેળ બેસાડી શકાય ખરો ?
ઉ. :– બેસાડી શકાય. એક સંગઠનને જ્યાં સુધી બીજા સાથે વિરોધ ન હોય ત્યાં સુધી વાંધો નથી. વાડો બાંધવો એ કાર્ય કરવા માટેની એક સગવડ છે. વાડો નાનો હોય પણ ચિત્ત નાનું ન હોય તો શી હરકત ? રાષ્ટ્રીય સંગઠન કરતાં જો બીજાં રાષ્ટ્રો પ્રત્યે આક્રમણ, અથડામણ કે તુચ્છતાનો ભાવ હોય તો વિશ્વબંધુત્વના આદર્શને તેથી હાનિ પહોંચે ખરી. એમ ન હોય તો, આપણે આપણી સાથે બીજાનો પણ ઉત્કર્ષ ઇચ્છતાં હોઈએ ત્યાં સુધી, સંગઠન સગવડકારક છે. ચીનમાં તો એક જ કુટુંબમાં વિવિધ ધર્મો પળાય છે, પણ એને કારણે સંઘર્ષ થતો નથી. સંગઠન કયા મુદ્દા પર થયું છે, અને તે આપણા વિકાસમાં બાધક છે કે સાધક તે જોવું જોઈએ. પરસ્પર સહાય, સહકારનો ભાવ હોય ને ચિત્ત મુક્ત હોય ત્યાં સુધી સંગઠન માનવતાની વિરુદ્ધની વસ્તુ નથી.
ગૃહમાધુરી ૧૨, ૧૯૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org