________________
ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા • પ૩ કે શું તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મનો સંબંધ તેમજ તેનું બળાબળ, ઘરેડપંથી વિદ્વાન ગણાતા આચાર્યરાજો નથી જાણતા?
જો તેમનું બુમરાણ સાચું હોય તો જવાબ એ છે કે કાં તો તે નથી જાણતા, અને જાણે છે તો એવા અસહિષ્ણુ છે કે તેના આવેશમાં સમતોલપણું ગુમાવી બાહ્ય વ્યવહારના પરિવર્તનને તાત્વિક ધર્મનો નાશ કહેવાની ભૂલ કરી બેસે છે. મને પોતાને તો આવા બુમરાણનું કારણ એ જ લાગે છે કે જ્યારે જીવનમાં તાત્ત્વિક ધર્મ રહેતો જ નથી અને વ્યાવહારિક ધર્મની બંધાયેલી લોકપ્રતિષ્ઠા તેમજ તે પ્રત્યેની લોકભક્તિ ઉપર, કશા પણ ત્યાગ અર્પણ સિવાય, કોઈ પણ જાતની કર્તવ્ય-જવાબદારી સિવાય, સુખી અને એદી જીવન ગાળવાની ટેવ પડી જાય છે ત્યારે એ જીવન અને એ ટેવ બચાવવા ખાતર જ સ્થૂલદર્શી લોકોને છંછેડી મૂકી હોહા કરવાનું તેમને નસીબે જાણ્યેઅજાણ્યે આવી પડે છે. ખોટી બૂમ મારનારને શિખામણ
ઘરેડપંથી ધર્માચાર્યો અને ધર્મપંડિતો એક બાજુ પોતાના ધર્મને ત્રિકાળાબાધિત, શાશ્વત કહી સદાધ્રુવ માને છે અને બીજી બાજુ કોઈ પોતાની માન્યતા વિરુદ્ધના વિચારો પ્રગટ કરે કે તરત જ ધર્મનો નાશ થયાની બૂમ પાડી ઊઠે છે. આ કેવો વદતોવ્યાઘાત ! હું તેવા વિદ્વાનોને કહું છું કે જો તમારો ધર્મ ત્રિકાળાબાધિત છે તો સુખે સોડ તાણી સૂઈ રહો, કોઈના ગમે તેવા પ્રયત્ન છતાં એમાં રંચ માત્ર પણ તમારે મને ફેર પડવાનો છે જ નહિ; અને જો તમારો ધર્મ વિરોધીના વિચારમાત્રથી નાશ પામવા જેટલો આળો કે કોમળ છે તો તમારા હજાર ચોકીપહેરા છતાં તે નાશ પામવાનો જ; કારણ, વિરોધી વિચાર કોઈ ને કોઈ દિશામાંથી થવાના તો ખરા જ. એટલે તમે ધર્મને ત્રિકાળાબાધિત માનો અગર વિનશ્વર માનો, પણ તમારે વાસ્તે તો બધી સ્થિતિમાં હોહા કરવાનો પ્રયત્નમાત્ર નકામો છે.
ધર્મના ધ્યેયની પરીક્ષા પણ ધર્મપરીક્ષા સાથે અનિવાર્ય રીતે સંકળાયેલી છે જ. તેથી હવે એ ઉત્તરાર્ધ ઉપર આવીએ.
દરેક દેશમાં પોતાને આસ્તિક માનનાર–મનાવનાર વર્ગ, ચાર્વાક જેવા કેવળ ઈહલોકવાદી અગર માત્ર પ્રત્યક્ષસુખવાદી લોકોને કહેતો આવ્યો છે કે, “તમે નાસ્તિક છો, કારણ, તમે વર્તમાન જન્મની પેલી પાર કોઈનું અસ્તિત્વ માનતા ન હોવાથી કર્મવાદ અને તેમાંથી ફલિત થતી બધી નૈતિક-ધાર્મિક જવાબદારીઓનો ઇન્કાર કરો છો. તમે માત્ર વર્તમાન જીવનની અને તે પણ પોતાના જ જીવનની સગવડિયા ટૂંકી દૃષ્ટિ ધરાવનાર હોઈ સામાજિક અને આધ્યાત્મિક દીર્ઘદર્શિતાવાળાં જવાબદારીનાં બંધનોની ઉપેક્ષા કરો છો, તેનો ઇન્કાર કરો છો અને તેમ કરી માત્ર પારલૌકિક જ નહિ પણ ઐહિક જીવન સુધ્ધાંની સુવ્યવસ્થાનો ભંગ કરો છો. વાસ્તે તમારે માત્ર આધ્યાત્મિક હિત ખાતર જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org