________________
પ૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ નહિ, પણ લૌકિક અને સામાજિક હિત ખાતર પણ નાસ્તિકતામાંથી બચી જવું જોઈએ.’ આ પ્રકારનો આસ્તિક ગણાતા વર્ગનો, માત્ર પ્રત્યક્ષવાદી ચાર્વાક જેવા લોકો પ્રત્યે આક્ષેપ અગર ઉપદેશ છે, એ વાત સૌ કોઈ જાણે છે. આ ઉપરથી કર્મસિદ્ધાન્તવાદી કહો, આત્મવાદી કહો અગર પરલોકવાદી કહો, તેમનો શો સિદ્ધાન્ત છે તે આપોઆપ સ્પષ્ટ થઈ જાય છે. સિદ્ધાન્તવાદીએ વ્યવહારને લંગડો ન કરવો ઘટે
કર્મવાદીનો સિદ્ધાન્ત એવો છે કે જીવન એ માત્ર વર્તમાન જન્મમાં જ પૂરું નથી થતું; એ તો પહેલાં પણ હતું અને આગળ પણ ચાલવાનું. કોઈ પણ સારું કે નરસું, સ્થૂલ કે સૂક્ષ્મ, શારીરિક કે માનસિક એવું પરિણામ જીવનમાં નથી ઉદ્દભવતું કે જેનું બીજ તે વ્યક્તિએ વર્તમાન કે પૂર્વ જન્મમાં વાવ્યું ન હોય.
એવું એક પણ સ્કૂલ કે સૂક્ષ્મ, માનસિક, વાચિક કે કાયિક કર્મ નથી કે જે આ કે પર જન્મમાં પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય વિલય પામે. કર્મવાદીની દષ્ટિ દીર્ઘ એટલા. માટે છે કે તે ત્રણે કાળને સ્પર્શે છે; જ્યારે ચાવકની દૃષ્ટિ દીર્ઘ નથી, કેમકે તે માત્ર વર્તમાનને સ્પર્શે છે. કર્મવાદની આ દીર્ઘ દૃષ્ટિ સાથે તેની વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક કે વિશ્વીય જવાબદારીઓ અને નૈતિક બંધનોમાં, ચાર્વાકની અલ્પ દષ્ટિમાંથી ફલિત થતી જવાબદારીઓ અને નૈતિક બંધનો કરતાં, મોટો ફેર પડી જાય છે. જો આ ફેર બરાબર સમજવામાં આવે અને તેનો અંશ પણ જીવનમાં ઊતરે તો તો કર્મવાદીઓનો ચાર્વાક પ્રત્યે આક્ષેપ સાચો ગણાય અને ચાર્વાકના ધર્મ-ધ્યેય કરતાં કર્મવાદીનું ધર્મધ્યેય ઉન્નત અને ગ્રાહ્ય છે એમ જીવનવ્યવહારથી બતાવી શકાય.
આપણે હવે જોવાનું એ છે કે વ્યવહારમાં કર્મવાદીઓ ચાર્વાકપંથી કરતાં કેટલી ચઢિયાતી રીતે જીવી બતાવે છે, તેઓ ચાર્વાકપંથી કરતાં પોતાના સંસારને કેટલો વધારે સારો અને વધારે ભવ્ય બનાવી કે રચી જાણે છે?
ચર્ચામાં એક પક્ષ બીજાને ગમે તે કહે તો તેને કોઈ રોકી શકતું નથી. ઊતરતા અને ચડિયાતાપણાની કસોટી જીવનમાંથી જ મળી રહે છે. ચાવકપંથી ટૂંકી દૃષ્ટિને લીધે પરલોક ન માને તેથી તેઓ પોતાની આત્મિક જવાબદારી અને સામાજિક જવાબદારીથી ભ્રષ્ટ થઈ માત્ર પોતાના ઐહિક સુખની ટૂંકી લાલસામાં એકબીજા પ્રત્યેની સામાજિક જવાબદારીઓ અદા ન કરે તેથી વ્યવહાર લંગડો બને. એમ બને કે ચાર્વાકર્ષથી પોતાને ફાવે ત્યાં બીજા પાસેથી સગવડ લઈ લે, માબાપનો વારસો પચાવી લે, સુધરાઈખાતાની સગવડો ભોગવવામાં જરાય પાછી પાની ન કરે, સામાજિક કે રાજકીય લાભોને લેશ પણ જતા ન કરે; પણ જ્યારે એ જ માબાપને પોષવાનો સવાલ આવે ત્યારે આંખ આડા કાન કરે, સુધરાઈખાતાનો કોઈ નિયમ પાળવાનું પોતાને શિર આવે ત્યારે ગમે તે બહાને છટકી જાય, સામાજિક કે રાષ્ટ્રીય આપત્તિ વખતે કાંઈ કરવાનું પ્રાપ્ત થતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org