________________
૨૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ તો એમ કહી શકાય કે કોઈ શોધક તપમાર્ગને જ અવલંબી યાત્રા શરૂ કરે છે અને કોઈ ને કોઈ પ્રકારનાં તપોનો જ આશ્રય લઈ ત્યાં વિસામો કરે છે અને એમાંથી જ એક કાયમી “તપનો પડાવ સ્થિર થાય છે. બીજો શોધક ધ્યાન અને યોગને માર્ગે પ્રસ્થાન શરૂ કરે છે ને એ જ માર્ગે ક્યાંઈક સ્થિરવાસ કરે છે. ત્રીજો શોધક જ્ઞાનવિજ્ઞાનની નવી નવી દિશાઓને સ્પર્શ કરતો કોઈ એક બિંદુએ જઈ થંભે છે ને ત્યાં જ ડેરી ડાલે છે. કોઈ ઉપાસના, નિષ્ઠા કે ઇષ્ટ તત્ત્વની ભક્તિમાં લીન થતો થતો ભક્તિના અમુક બિંદુએ વિસામો લે છે, ને પછી તે જ તેનું કેન્દ્ર બને છે. જેમ માર્ગની બાબતમાં તેમ વિષયની બાબતમાં પણ બને છે. કોઈ શોધક વિશ્વચેતના કે જીવનના સામાન્ય સ્વરૂપને લક્ષમાં રાખી શોધ કરે છે, તો કોઈ બીજો વિશ્વચેતનાનાં દેખાતાં અને અનુભવાતાં વિવિધ પાસાંઓ અને ભેદીના સ્વરૂપ તેમજ તેના કારણ વિશે શોધ ચલાવે છે. કોઈ એ કારણની શોધમાંથી કર્મતત્ત્વનો વિચાર કરવા, તો કોઈ ઈશ્વરતત્ત્વનો વિચાર કરવા, તો બીજો કોઈ કાળતત્ત્વ કે નિયતિ, સ્વભાવ આદિ તત્ત્વોની શોધ અને વિચારણામાં ગૂંથાઈ જાય છે. આને લીધે ભારતીય આધ્યાત્મિક ચિંતનની દીર્ઘ યાત્રામાં અનેક માર્ગોનાં જુદાં જુદાં પ્રસ્થાન તેમજ નાનાવિધ વિષયોનાં જુદાં જુદાં નિરૂપણો જોવા મળે છે. એક રીતે એમ કહી શકાય કે જેટલું ભારતીય કે વિશ્વ વાડુમય ઉપલબ્ધ છે તે બધું એકંદર આ શોધનો જ પ્રત્યક્ષ પુરાવો છે.
- અપ્રકાશિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org