________________
૧૪. પાંચ પ્રશ્નો
પ્ર. ૧.:- ૨૫ વર્ષ પહેલાંના અને આજના સંયુક્ત કુટુંબમાં આપને ફેર દેખાય છે ? આ ફેરફાર ઇષ્ટ છે ? કટુંબસંસ્થાનું ભાવિ આપ કેવું કલ્પો છો ?
ઉ.:- ૨૫ વર્ષ પહેલાં પણ, ગામડાં અને શહેરના કુટુંબજીવનમાં થોડો ફેર હતો. ગામડામાં વાતાવરણ વધારે સંકુચિત હતું. સંયુક્ત કુટુંબ હતું, પણ તે એકબીજા પ્રત્યેના આદર, સન્માન, પ્રેમના દોરે રચાયેલું નહિ. શરમાશરમીથી, પરંપરાગત રૂઢિઓના પ્રભાવથી, આર્થિક અગવડને કારણે લાચાર સ્થિતિમાં તે ટકતું. વિભક્ત થવામાં લોકનિંદાનો ભય હતો. માનસિક વિકાસ જોઈએ તેવો નહિ અને સંસ્કારોની અસરને કારણે છૂટાં થઈ જવાનું મુશ્કેલ લાગતું હતું. પહેલ કોણ કરે એ પણ પ્રશ્ન હતો. શહેરમાં આથી ઓછા પ્રમાણમાં પણ આ જ સ્થિતિ હતી; કારણ કે, ત્યાં જે લોકો આવતાં તે ગામડાંમાંથી જ આવતાં હતાં. કેળવણી, આર્થિક ઉન્નતિ વગેરે કારણોને લીધે શહેરનું આકર્ષણ વધારે હતું. ગામડાંમાં તો લોકો ન છૂટકે જ રહેતાં. ત્યાં પણ સંયુક્ત કુટુંબની પ્રથા જે હતી તે મુખ્યત્વે આર્થિક અગવડને આભારી હતી. નિર્ભયતાનું પ્રમાણ શહેરમાં વધારે હતું. વિસ્તારને કારણે નિંદિત થવાની કે આંગળી ચીંધામણું થવાની શક્યતા ઓછી. જે કાંઈ ચાલતું તે નબળાઈને કારણે થતું, લાચારીને કારણે થતું. આજે સંયુક્ત કુટુંબની પ્રથા તૂટી રહી છે. મોટી ઉંમરે લગ્ન થાય છે. યુવક-યુવતીઓ શિક્ષિત હોય છે, મુક્ત વાતાવરણમાં ઊછર્યા હોય છે. શાળા, કૉલેજ, સાહિત્ય દ્વારા તેમના મુક્તિના અનુભવને પુષ્ટિ મળી હોય છે. એ સ્થિતિમાં તે કોઈના દાબ નીચે રહેવાનું ન ઇચ્છે એ સ્વાભાવિક છે. સંયુક્ત કુટુંબમાં સહુ અરસપરસ સન્માન જાળવે એવું ન બને, એથી સહજ રીતે છૂટાં પડવાની ઈચ્છા થાય છે. આર્થિક સગવડ હોય તો ભાગ્યે જ કોઈ સંયુક્ત કુટુંબમાં રહેવાનું પસંદ કરે છે. ભણતર, આજીવિકા, વૃત્તિની સ્વાધીનતા સાથે સંયુક્ત કુટુંબોનો મેળ બેસતો નથી. વડીલો અણગમતાં છે એટલા માટે નહિ, પણ માનસભેદ હોવાથી એકબીજાને દુભવવાનો ભય નિવારવા માટે પણ જુદાં રહેવાનું ઇચ્છનીય છે. સંયુક્ત કુટુંબમાં મોટે ભાગે ક્લેશકંકાસ થાય છે, દ્વિધા સ્થિતિ થાય છે, એના સંઘર્ષમાં વ્યક્તિનું માન અને તેના ગુણો નાશ પામતાં દેખાય છે. એ પરિસ્થિતિમાં વિભક્તિ કુટુંબ ઇષ્ટ છે, એટલા માટે કે જૂની ને નવી પેઢી વચ્ચે સંધાન
રહી શકતું નથી. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org