Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમIIM
કુમારપાળ દેસાઈ
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતગશાળી શ્રી કટાર્થે
કુમારપાળ દેસાઈ
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
લેખક કુમારપાળ દેસાઈ
પ્રેરક
૫. પૂ. આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા.
www.kobatirth.org
પ્રકાશક
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા
મુદ્રક
રાકેશ કે. દેસાઈ
ચંદ્રિકા પ્રિન્ટરી, લેસર ડિવીઝન)
મિરઝાપુર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
ફોન. ૨૦૫૭૮
આવૃત્તિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય, કાર્તિક વદ ત્રીજ વિ. સં. ૨૦૪૮, કિંમત ૨૦ રૂ.
આ પુસ્તકના સર્વહક પ્રકાશકને સ્વાધીન છે.
૨
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-: RR :पानी न८ (पंजा-) + ५५१५८, ९ मत 5.५i GricRituR , और नियम 4 यो। Gons सिता से जन जिसने (HI) - R५ | G+ +6 हिम रिस/ 02 मालास सार (m) - min'
Tune 4. 2 सिल है. | ५६१ स्तिमित यो भी बन इतिहास ) अमरनियि ९ गई। जो समय ७२ हाई और ५ सता प्रिय पारिन) गला | vani 4746. ॐाल साईने मेंमंगल म4) पानी परिहा र साहित्य संसार २८ .) | 3r) चा )) १५.) संजीवन) 11 vee के IA/cिe 1947- मला याने ५५ है ५९ ५। जो THE हो यो/A-49-नी। जमिन)-नीमा १८ १४ा, न नपरा से - न4x7 सानले रहेंगे। जिस. 1-01ोट)कोर) - 1 ./ रखा है। जिस RIमा ७.१ १०, सहैममत्रायो अन्तली रहे। इस 41 42 से
मिले 40 ) it मंगल ना?
--8m.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાપ્તિ સ્થાન
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર,
કોબા.
જિ. ગાંધીનગર ફોન નં. ર ૧૩૪ર-૨ ૧૩૪૩
શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૩-બી ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી અમદાવાદ-૩૮૦૦૦૭
કિરણ શાહ શીતલનાથ સોસાયટી છકે માળે, એ-વીંગ શાહપુર બાહાઈ સેટર
અમદાવાદ
શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના અમદાવાદ-૩૮૦૦૦૧.
શ્રી સીમંધર સ્વામી જિનમંદિર પેઢી,
હાઈવે રોડ, મહેસાણા-૩૮૪ ૦૦૨.
શ્રી કલ્યાણ પાશ્વનાથે જૈન મંદિર
૩૫, સી ફેસ, ચોપાટી મુંબઈ-૪00 009.
સુમતિલાલ એચ. હરડે ૪૦/૫, “ઉપેન્દ્ર” બિલ્ડીંગ,
અરોરા સિનેમા પાસે, માટુંગા, મુંબઈ-૪૦૦ ૦૧૯.
ફોન નં. ૪૭૪૭૯૫
મેઘરાજ પુસ્તક ભંડાર ગોડીજી ચાલ, બીજે માળે,
પાયધુની મુંબઈ-૪૦૦ ૦૦૩.
ગીરધરલાલ જે. વોરા ૪૮, સીતારામ પાટકર માર્ગ,
મુંબઈ-૪૦૦ ૦૦૭. ફોન નં ૮૧૧૩૬૮૯
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખકની વાત
પ્રસિદ્ધ ફેંચ ચરિત્ર-લેખક કે મોવએ જીવનચરિત્રની વિભાવના 4012 sedi sei, Biography is the story of evolution of a human soul' અર્થાતુ જીવનચરિત્ર એ તો માનવઆત્માના વિકાસનું વૃત્તાંત છે. પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ના જીવનમાં પણ માનવઆત્માના ભવ્ય વિકાસનું દર્શન થાય છે.
લખનાર ધન્ય બને તેવું પાવન આ જીવન છે. બહુ વિરલ વ્યક્તિઓનું બાહ્યજીવન એવું પુનિત અને પ્રભાવક હોય છે કે જેમાંથી આપોઆપ આંતરજીવનના વિકાસની રેખાઓ ઊપસતી, ફૂટતી અને પ્રગટતી હોય. આ ચરિત્રમાં પૂજ્ય આચાર્યશ્રીના બાહ્ય ધર્મકાર્યની સાથોસાથ એમનો વિરલ આંતરિક વિકાસ પ્રગટ થાય છે.
આવી વિભૂતિનું ચરિત્ર-આલેખન કરવાનું કામ સ્વાભાવિક રીતે જ કપરું ગણાય. વળી મારે માટે તો વિશેષ પડકારભર્યું ગણાય. એક તો પૂજય આચાર્યશ્રી કૈલાસાગરસૂરીશ્વરજીને માત્ર એક જ વખત મળવાનું બન્યું હતું અને તે પણ સાવ અલપ-ઝલપ ! એમના જીવનની ઘણી વાતો સાંભળી હતી. એમની પ્રેરણાથી સર્જાયેલાં દેરાસરોના પ્રત્યક્ષ દર્શન કર્યા હતાં, પરંતુ ગાઢ પરિચયના અભાવે આ ચરિત્ર આલેખવાની આરંભમાં તો મેં આનાડાની દાખવી. પ. પૂ. આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. એ કહ્યું, ‘યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું ચરિત્ર તમારા પિતાશ્રી ‘જયભિખુ'એ લખેલું છે. આ ચરિત્ર તમારી પાસે જ મારે લખાવવું છે.’ અંતે એમના સદ્દભાવપૂર્ણ આદેશને વશ થઈને આ ચરિત્ર લખવાની જવાબદારી શિરે લીધી.
ખરી મુશ્કેલીનો અનુભવ તો ત્યારે થયો કે જ્યારે પૂજ્ય આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા.ને કાળધર્મ પામ્યાને માંડ એક વર્ષ વીત્યું હોવા છતાં એમના જીવન વિશેની શ્રદ્ધેય માહિતી બહુ ઓછી સાંપડતી હતી. એમની પંન્યાસપદવી, ઉપાધ્યાયપદવી વગેરે પદવીઓની તિથિઓમાં પણ દ્વિધા પ્રવર્તતી હતી. આને માટે ઠેર ઠેર તપાસ કરી. જહોન્સનનું ચરિત્ર લખતાં અગાઉ એક તારીખની ખાતરી કરવા માટે બોઝવેલ અડધું લંડન શહેર ફરી વળ્યો હતો. કંઈક આવી સ્થિતિ અહીં થઈ. ઠેર ઠેર આ તિથિની તપાસ કરી. પ્રસંગની તસવીરો અને શ્રીસંધની નિમંત્રણ પત્રિકા જોઈ. નિકટના સાથીઓને મળ્યો. અંતે એમના જીવનની મહત્ત્વની ઘટનાઓ, તેઓશ્રીના ચાતુર્માસ તથા તેઓના દ્વારા થયેલી અંજનશલાકા પ્રતિષ્ઠાની માહિતી મળી.
પ.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાં ખૂટતી માહિતી અથવા તો વધુ શ્રદ્ધેય માહિતી કોઈની પાસે હોય તો જણાવવા વિનંતી છે.
સૌથી મોટી મુશ્કેલી એ હતી કે આ સાવ નિ:સ્પૃહી મહાત્મા હમેશાં પ્રસિધ્ધિથી અળગા રહ્યા હતા. એમને વિશે ભાગ્યે જ કોઈ લેખ મળે. વળી એમણે પોતે પોતાનાં પ્રવચનોનાં કોઈ પુસ્તક પ્રગટ કર્યા નહોતાં કોઇ રોજનીશી લખી નહોતી. એમનો પત્રવ્યવહાર પણ બહુ ઓછો મળ્યો, આથી એમના સમકાલીનોને મળીને બને તેટલાં સ્મરણો એકઠા કર્યા ઇડા મિન ટારબેલે પણ અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકનનું ચરિત્ર લખતાં પહેલાં એમના અનેક સમકાલીનો પાસેથી સ્મરણા ભેગાં કર્યાં હતાં ને!
આપણે ત્યાં ઘણાં ચરિત્રો લખાય છે. સાધુમહારાજના ચરિત્રમાં ક્યાંક માત્ર ધાર્મિક અનુષ્ઠાનોની લાંબી લાંબી વિગતો મળે છે. વાસ્તવમાં રચરિત્ર એ નથી શુષ્ક ઈતિહાસ કે નથી માત્ર માહિતીનો ખડકલો. ચરિત્રનું આલેખન એવું રસપ્રદ રીતે થવું જોઈએ કે ચરિત્રનાયકના આંતર-બાહ્ય વ્યકિતત્વની વાચ કને અનુભૂતિ થાય. ચરિત્રમાં માત્ર “સત્યમ્' નહીં, બલકે “સુંદરમુંના સુમેળ સધાવો જોઈએ. ચરિત્રલેખક તથ્યો. વિગતો કે માહિતીને એક વૈજ્ઞાનિકની માફક ચકાસે છે ખરા. પરંતુ એનું આલેખન તો એક કલાકારની પેટે કરે છે. પરિણામે આ ચરિત્રમાં પણ લાંબા પુર્વ ઇતિહાસ, નીરસ પૂર્વભૂમિકા કે માત્ર ધર્મઅનુષ્ઠાનાની વિગતો આપવાને બદલે માનવઆત્માના વિકાસનો માર્મિક પરિચય મળી રહે તેવો આશય રાખ્યા છે. સમભાવ અને તાટધ્યથી રસપ્રદ ચરિત્રલેખન કરવાનો પ્રયાસ કર્યો છે. ચરિત્રનાયકના ઊર્મિજગત અને વિચારસૃષ્ટિનાં સંવેદનોને આલખીને એમના આંતર જીવનમાં આવેલી ભરતી-ઓટની ઓળખ આપી છે. પરમ પૂજય આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબના જીવનના અનેક પ્રસંગા પરમ પૂજય આચાર્યશ્રી પમસાગરસૂરીશ્વરજી મહારાજ અને એમના મુનિર્વાદ પાસેથી મળ્યા છે. સાચી ગુરુ ભક્તિ અને સાચી ગુરુઅંજલિ આપતા હોય તેમ તેઓએ દિવસોના દિવસો સુધી આન માટે સમય ફાળવ્યો અને જરૂરી માહિતી આપી. પરમ પૂજય આચાર્યશ્રી ભકરસૂરીશ્વરજી મહારાજસાહેબ તથા પરમ પૂજય આચાર્યશ્રી સુબોધસાગરસૂરીશ્વરજી માં ૨ાજસાહેબ પણ ઘણા માર્મિક પ્રસંગા કહ્યા. સમગ્ર ચર નું આલેખન થયા બાદ પરમ પૂજય આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ આખું ચરિત્ર જોઈ ગયા અને એમાં જરૂરી સુધારા-વધારા સુચવીને આ ચરિત્રને પ્રમાણભૂતતાની મહોર મારી. મુનિરાજ શ્રી સંયમસાગરજી મહારાજ – સાહેબ, મુનિરાજ શ્રી શિવસાગરજી મહારાજસાહેબ. મુનિરાજ શ્રી
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અરુણોદયજી મહારાજસાહેબ પાસેથી પાસેથી ઘણી ઉપયોગી માહિતી મળી.
તથા અન્ય સાધુભગવતો
પૂજ્ય આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીના સંસારી જીવન વિશે એમના ભત્રીજા શ્રી રામપ્રકાશજી જૈન પાસેથી મૂલ્યવાન વિગતો મળી. મહેસાણામાં પૂજ્ય આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીને અભ્યાસ કરાવનાર પંડિત શ્રી પુખરાજી અમીચંદજીએ સ્વાસ્થ્યની પ્રતિકૂળતા હોવા છતાં મારી જિજ્ઞાસાના ઉત્તર વિગતે લખીને આપ્યા. સર્વશ્રી સુમતિભાઈ હરડે, રમણલાલ મણિલાલ શાહ (સાણંદવાળા), યુ. એન. મહેતા, હેમતંભાઈ બ્રોકર, ફ્તેહચંદ કેસરીચંદ, શાંતિલાલ મોહનલાલ શાહ, શનાલાલ ટી. શાહ, હિતેન્દ્રભાઈ કે. શાહ, બાબુભાઈ કડીવાળા, રાજેન્દ્રભાઈ શાહ, ચંપકલાલ મણિયાર તથા અન્ય અનેક મહાનુભવોના અમે આભારી છીએ કે જેમણે આ જીવનચરિત્રના આલેખન માટે સામગ્રી અને સુવિધા પૂરી પાડી. ગુરભક્તિથી પ્રેરાઈને શ્રી ગિરધરલાલ વોરાએ આ સુંદર પ્રકાશન માટે જરૂરી આર્થિક સહયોગ આપ્યો, તેઓના પણ અમે આભારી છીએ. પુસ્તકની ભાષાશુદ્ધિ અંગે શ્રી જયન્ત પરમારના સહયોગને સ્મરું છું. આવા ચરિત્રના આલેખનમાં જાણ્યેઅજાણ્યે કંઈ ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમા આપીને ધ્યાન દોરવા વિનંતી
છે.
આ ચરિત્રનું આલેખન થતાં એક પ્રકારના આત્મસંતોષ અને આનંદનો અનુભવ થાય છે. જેમ જેમ આના આલેખનમાં તાદાત્મ્ય અનુભવતો ગયો, તેમ તેમ આત્મામાં અનેરા ઉલ્લાસનો અનુભવ થયો. આવી વિભૂતિનું જીવન શબ્દ રૂપે સાકાર કરવા માટે પરમ પૂજ્ય આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબે મારામાં જે શ્રદ્ધા મૂકી તે માટે તેઓનો હું સદાનો ઋણી છું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચરિત્ર ચારિત્ર્યને ઘડે છે અને એમાં પણ આવું ચરિત્ર તો આત્મઘડતર અને આત્મવિકાસ સાધનારું છે. એ વિભૂતિના જીવનની સમગ્ર મહત્તા તો શબ્દોથી સાકાર કરવી મુશ્કેલ છે, પરંતુ આમાંથી કંઈક ઝલક પણ અધ્યાત્મજિજ્ઞાસુઓને મળી રહેશે તો મારો શ્રમ સાર્થક લેખીશ.
કુમારપાળ દેસાઈ
જ્ઞાનપંચમી
કારતક સુદ પાંચમ, વિ. સં. ૨૦૪૫.
✡
૭
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સેવા-ધર્મની સુવાસ
“આતમજ્ઞાની શમણ કહાવે" એ પરમપૂજય ગચ્છાધિપતિ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબના અધ્યાત્મજીવનને આલેખતા ગ્રંથને એક સંસ્કારી અને ધર્મપરાયણ કુટુંબનો આર્થિક સહયોગ મળ્યો છે તે કઇ રીતે ભૂલી શકાય . આવા ધર્મકાર્યમાં પણ એ વિશાળ કુટુંબની સંસ્કારવાસે સતત
પ્રટતી દેખાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૂના ગ્રંથી પંદર માઇલ દૂર આવેલા મઘરવાડા ગામમાં જીવાના લક્ષ્મીચંદ વોરાનું ભાવનાશીલ કુટુંબ રહેતું હતું. કુટુંબના મોભી જીવણભાઇના હૃદયમાં જિનશાસન પ્રત્યે અગાધ લાગણી હતી. મઘરવાડામાં સાધુજનોનો યો થતા એમનું હૈયુ નાચી ઊઠતું હતું. એમની વૈયાવચ્ચનો બને તેટલો લાભ મેળવવા સદા તત્પર રહેતા. જુનાગઢથી સાધુ-સાધ્વીઓ વિહર કરીને ગલી જાય,ત્યાંથી મઘરવાડા આવે અને એ રસ્તે થઇને માંગરોળ, ચોરવાડ, વેરાવળ કે પ્રભાસપાટો તરફ વિહાર કરતા હતા.
જીવણભાઇ જેટલા ધર્મપરાયણ હતા, એટલા જ એમના પત્ની મણિબહેન માનવતાચાહક હતાં. કોઇ ગરીબને જુએ અને એને મદદ કરવા દોડી જાય. કોઇ ભુખ્યાને જુએ અને એને ભોજન આપવા પહોંચી જાય. એમને વૈદક પણ આવે. મઘરવાડામાં કોઇ બીમાર પડયું હોય, તો મણિબહેનને બોલાવવામાં આવે. કોઇ અડધી રાતે આવે, તો પણ મણિબહેન હોશભેર એને દવા આપે. પોતાની પાસે ધંધારોવજ રાખ. કોઇને કાનમાં પીડા થાય તો દવાનાં ટીપાં આપે. ખામ બીજાની સેવામાં જાત ઘસી નાખવામાં એમને ખૂબ આનંદ આવતો.
કયારેક મોડી રાત્રે મણિબહેનને યાદ આવે કે ગાયને ખડ નાખવાનું રહી ગયું છે તો દીકરાને ઉઠાડ. કહેકે આપણે ખાઇએ તો એને કેમ ભૂખ્યું રાખી કાય ? દીકરાને ઘાસ નાખવા મોકલે, આવી જ રીતે જેના ઘરની આર્થિક સ્થિતિ નબળી હોય. એને અનાજ, ભોજન વગેરેની મદદ કરતા. કેટલાક મણિબહેન પ્રંસ મદદ લેવા આવતા, પણ જો કોઇ શરમસંકોચને કારણે એમના ઘર આવે ન તા પાંતે જાતે જઇને આપી આવતા. રોજ જરૂર કરતાં વધુ રોટલા બનાવતા. દ -શાક પણ વધુ કરે અને પછી દીકરાઓને કહે કે અમુકને ધેર આ ભોજન પી આવો. ભૂખ્યાને ભોજન આપવું-એ સંસ્કારો મણિબહેને સનત પોતાના વ્યવહાર પોતાના બાળકોમાં રેડયાં. એમના ઘરને કયાંય સાંકળ કે તા હોય નહીં. બીજાને આપવામાં જ માને, એને ત્યાં ચોરી થાય કેમ ” એમનું ઘર સાવ ખુલ્લું હોય. એમને કદી ચોરીની ધાસ્તી લાગતી નહીં. રોટલો બનાવે તો પહેલાં કૂતરાની ચાનકી બનાવે. પહેલા કૂતરાને રોટલો આપે પછી જ સહુએ જવાનું
હોય.
८
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવણભાઇ પરિશ્રમભેર ધંધો કરે, ઘોડાપર બેસીને બડોદર જાય. બડોદરમાં એમની કપાસીયાની દુકાન ચાલે. અડધો દિવસ કામ કરે. સાંજે ઘેર પાછા ફરે. પણ દીકરાને કેળવણી આપવામાં કદી પાછી પાની કરે નહિ. દુકાનેથી કોઇ ઉધાર લઇ ગયું હોય. ઉઘરાણી કરવા છતાં રકમ પાછી આવતી ન હોય તો કદી એની સાથે તકરાર કરે નહીં. એને ધમકી આપે નહીં. મનોમન એટલું જ વિચારે કે એની સ્થિતિ સારી નહિ હોય તો જ પૈસા આપતો નહિ હોય. બાકી આમ તો માણસ સારો છે. જીવણભાઇને માનવીના સદ્-અંશમાં ઊંડી શ્રધ્ધા હતી. જીવણભાઇને પાંચ દીકરા. નરોત્તમદાસભાઇ, ગિરધરભાઇ, જેઠાલાલભાઇ, જયંતીભાઇ, અમીચંદભાઇ અને ત્રણ દિકરીઓ સાંકાળીબેન, સમરતબેન, તથા નવલબેન. પોતાના કુટુંબીજનોને હંમેશા કહેતા કે માણસને સાચા અને સારા માનવી બનાવે તેનું નામ જ ધર્મ. આપણે આપણા ધર્મનું પાલન કરવું અને બીજાને મદદ કરવી. તેઓ કહેતા કે જેવું વાવશો તેવું લણશો. સુખી થવા માટે કે સંયુકત કુટુંબ જાળવવા માટે સારી, સાચી અને ઉદાર ભાવના રાખજો. એવામાં વિ.સં. ૧૯૯૧માં આ કુટુંબ પર આફતના ઓળા ઊતરી આવ્યા. મણિબેનનું સર્પદંશથી મૃત્યુ થયું અને આખું કુટુંબ એકાએક છત્રછાયા ગુમાવી બેઠું.
આ સમયે જીવણભાઇના સૌથી મોટા દીકરા નરોત્તમભાઇ મુંબઇમાં વેપાર કરતા હતા. ઇ.સ. ૧૯૧૯ની ૧૯મી એપ્રિલે જન્મેલા ગિરધરભાઈ માતાના અવસાન સમયે મેટ્રિકનો અભ્યાસ કરતા હતા. મઘરવાડામાં તો અભ્યાસની સગવડ ક્યાંથી મળે ? આથી ગિરધરભાઇ જૂનાગઢની બહાદુરખાનજી હાઇસ્કૂલમાં ભણે અને શેઠ દેવકરણ મૂળજી સૌ. વિ. જૈન બોર્ડિંગમાં રહે. અભ્યાસ ચાલતો હતો ત્યાંજ માતાનું આવસાન થયું.
વિ.સં. ૧૯૯૩માં ગિરધરભાઇના સમરતબહેન (સમજુબહેન) સાથે લગ્ન થયા. પછીના વર્ષે મુંબઇ આવ્યા. મુંબઇમાં આવીને નોકરી શરૂ કરી. ધીરે ધીરે પોતાનો વ્યવસાય કરવાનો વિચાર કર્યો. એક સુખદ પળે એમણે બાંધકામના ધંધામાં ઝંપલાવ્યું. એકલે હાયે આખો સાગર તરવા જેવી આ વાત હતી. પાસે મોટી મૂડી નહીં. પાછળ કોઇ મોટું પીઠબળ નહીં. વળી બાંધકામના ધંધાનો કશોય અનુભવ નહીં, છતાં ગિરધરભાઇ રાત-દિવસ એક કરીને મહેનત કરવા લાગ્યા. ધીરે ધીરે નાનાં કામોથી શરૂઆત કરી. આ વ્યવસાયમાં એમનું નામ જાણીતું બન્યું. એમની પ્રમાણિકતા, નમ્રતા અને મહેનતુવૃત્તિ જોઇને બાંધકામના મોટાં મોટાં ‘કોન્ટ્રાક્ટ’ મળવા લાગ્યા. માત્ર મકાનના જ નહિ, પણ મોટી-મોટી મિલોનું બાંધકામ કરવા લાગ્યા. રેમન્ડ વુલન મિલ, ન્યૂ કૈસરે હિંદ મિલ જેવી મિલોનું બાંધકામ કર્યું. ઇ.સ. ૧૯૬૫ સુધી એમણે આ વ્યવસાયમાં ખેડાણ કર્યું અને ઘણી મોટી નામના મેળવી.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઈ. સ. ૧૯૬૧માં લુશાળામાં ઝીંક ઓક્સાઈડની ફેકટરી શરૂ કરી. ૧૯૬૭માં એકસપોર્ટના વ્યવસાયમાં ઝંપલાવ્યું. એમાં પણ ગિરધરભાઈએ આગવી નામના મેળવી. કેન્દ્ર સરકારે એમને એકસપોર્ટની યશસ્વી કામગીરી માટે ત્રણ ઍવોર્ડ એનાયત કર્યા. ગુજરાત સરકારે પણ એમના પર સન્માનની નવાજેશ કરી. ઈ. સ. ૧૯૭૩માં ‘કેજલ્સ' નામની કાપડની વિશાળ દુકાન શરૂ કરી. ૧૯૭૪માં ભારત ક્રાઉન એન્ડ મેટલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાનો કાર્યભાર સંભાળ્યો.
ગિરધરભાઈ વ્યવસાયમાં ડૂબેલા હતા, છતાં પુત્રોની કેળવણી તરફ ખૂબ ધ્યાન આપ્યું. શશીકાંત, દિનેશ, પ્રદીપ, જિતેન્દ્ર, મનોજ અને અશ્વિન જેવા પુત્રો અને પુત્રી મંજુલાને અભ્યાસ કે વ્યવસાયમાં સતત પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડ્યાં. ગિરધરભાઈ એક બાજુ વેપારના જુદાં જુદાં ક્ષેત્રોમાં ખેડાણ કરે, બીજી બાજુ વિશાળ કુટુંબનું ધ્યાન રાખે. પણ આ બધાની સાથોસાથ તેઓ ધર્મપરાયણ જીવન પણ ગાળતા હતા. ઉપાશ્રય બાંધવો હોય તો સહુ ગિરધરભાઈની સલાહ લેવા આવે. તેઓ કહે છે કે પરમ પૂજ્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદનો એમના જીવન પર પ્રબળ પ્રભાવ પડેલો છે અને તેથી જ એ મહાન ગચ્છાધિપત્તિના ચરણકમળમાં સમર્પિત થતું આ શબ્દપુષ્પ પ્રગટ કરવા માટે એમણે સદ્ભાવ દાખવ્યો, તે સર્વથા ઉચિત છે.
મ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
ટ્રસ્ટીગણ
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૩
ર ૬
૩૮ ૪૫
૫૬
૬૬
૭૭
અનુક્રમ ૧ અગમ પિયાલા પીઓ ૨ કષ્ટથી ઈષ્ટની પ્રાપ્તિ ૩ ભાવનાની ખેતી ૪ ગણિમાંથી ગચ્છાધિપતિ ૫ કરૂણાસાગર ૬ સાધુતાનું શિખર ૭ આત્મસાધકની અંતરયાત્રા ૮ લઘુતામાં પ્રભુતા ૯ પીડ પરાઈ જાણે રે ! ૧૦ વાત્સલ્યમૂર્તિ ૧૧ આત્મબળનું ઓજસ ૧ર શરણું એક સાચું ૧૩ મૃત્યુ વિજેતા | જીવન-રેખા | જીવન-પરિચય [] ચાતુર્માસની યાદી [] અંજનશલાકાઓ [C] શિષ્યસમુદાય
૧૦૪ ૧૧૭ ૧૩૨ ૧૪૯ ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૬ ર ૧૬ ૪
૧૧
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘મને જીવવાનો મોહ નથી, મરવાનો ડર નથી, જીવશું તો સોહ સોહ કરશું, મરશું તો મહાવિદેહ જઇશું.’
—૫.પૂ. આ. ગચ્છાધિપતિ આચાર્ય
શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી
✩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SEIS
BS
Loldet
Deserthuren!
This
2 THE
OH HPC hele his head E DECE Sant Mesh
e sops
i s AjTPSP SSIF ESPER FBS sk. 63 H P
SASA THE PICTURE JPEISE TEH T I -PIP F u F1518 Jh1H-This JPERS FEHF liggs pp 3) zjes Hiples Blues Ilja DE JESH (9) $8 op trefie Fojes B3 Bje
BOTH MULLL U24! wense leto wish sose be suresh Bup in shpjes
داخل
ه از
ک
اور عمل کو کرون
૧૩
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીવનની એક કટોકટીભરી ક્ષણે કાશીરામનો આત્મા ભારે ગડમથલ અનુભવતો હતો. જીવનમાં અનેક ક્ષણો આવતી હોય છે, પરંતુ એને ઘડનારી કે એનું પરિવર્તન કરનારી વિરલ ક્ષણ જ હોય છે. એવી ક્ષણે માનવીનું આત્મકુંદન વિચારોની ભઠ્ઠીમાં તવાય છે અને એમાંથી જે બહાર નીકળે છે તે સાચું સોનું હોય છે. વાંચન, ચિંતન અને મનનને પરિણામે યુવાન કાશીરામના ચિત્તમાં તીવ્ર સંઘર્ષ ચાલતો હતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુવાન કાશીરામ એકબાજુથી પોતાની આસપાસના સંસારનો વિચાર કરે છે,તો બીજીબાજુ એનું જીવનધ્યેય આ યુવાનને પોકારી-પડકારીને આહ્વાન
આપે છે.
કાશીરામની નજર એમના પત્ની શાંતાદેવીના સુકોમળ મુખ પર પડે છે. ધર્મપરાયણ પિતા રામકિશનદાસજીના સંસ્કાર યાદ આવે છે. વળી હમણાં જ વ્યવસાયની જવાબદારી સ્વીકારી છે. એકાએક એનું મન પોકારી ઊઠે છે કે તારે આ ગૃહસ્થી નિભાવવાની જ છે. ખબરદાર ! સંસારના આ બરાની બહાર પગ મૂક્યો તો!
પણ ત્યાં જ અંદરનો આતમરામ જાગી ઊઠે છે. એ કહે છે કે શું તારે ભોગવિલાસનું ભૌતિક જીવન ગાળવું છે? આખુંય જીવન ક્ષણિક આનંદ અને વ્યવહારિક ગોઠવણોમાં જ વ્યતીત કરી દેવું છે? બાળપણથી જ આવા આનંદ-ઉલ્લાસમાં કોઇ દિલચશ્પી નહોતી, સંસાર-વ્યવહારમાં કોઇ રસ નહોતો. સાધુ-સંતોના સત્સંગમાં જે મેળવ્યું તે સઘળું એળે જશે? વર્ષોનાં વર્ષો સ્વાધ્યાય કર્યો એનું ફળ શું?
ફળની વાત આવતાં જ એને ભગવાન મહાવીરનું ચેતવણીસૂચક દષ્ટાંત યાદ આવે છે. ભગવાન મહાવીરે રાજગૃહના ચોમાસામાં એક અેષ્ટાંત આપ્યું હતું. એમણે કહ્યું---
“કેટલાક લોકો અતિથિ માટે ઘેટાને પાળે છે, એને ખૂબ લાડ લડાવે છે, સારો ઘાસ-ચારો ખવરાવે છે. એને ચોળા ને જવ ખવરાવી હૃષ્ટપુષ્ટ બનાવે છે. ઘેટો ખાય છે ને મોજ કરે છે. એ ઘેટો મોટી કાયાવાળો અને મોટા પેટવાળો થાય છે. ઘેટો માને છે કે મારા જીવનમાં આનંદ છે, મોજ છે,મસ્ત થઇને ખાવા-પીવાનું છે. જુઓને, બીજા ઘેટાં કેવાં રખડે છે! કેવાં ભૂખે મરે છે! “એવામાં એક દિવસ ઘરધણી મહેમાનને જમાડવા રાતા-માતા ઘેટાને પકડીને બાંધે છે અને એનો વધ કરે છે. એના નાના ટુકડા કરી એની સ્વાદિષ્ટ વાનગી બનાવે છે. ઘેટાને મરતી વખતે અતિથિ આવ્યાનો શોક થાય છે!
‘પણ જરા ઊંડા ઊતરીને વિચાર કરો કે ઘડપણરૂપી અતિથિ કોને નથી આવતો? તો વળી મૃત્યુરૂપી છરી કોને હલાલ નથી કરતી? એ અતિથિ અને છરી આવ્યા પહેલાં જ ચેતે તે જ ખગે ચેત્યો કહેવાય.'
૧૪
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ)
અને આજે કાશીરામ જાગી ગયો હતો. ચેતીને વિચાર કરતો હતો. એકબાજુ વર્તમાન ગૃહસ્થજીવન અને બીજીબાજુ સન્યસ્ત જીવનની અભીપ્સા. ઘરમાં સ્નેહનું વાતાવરણ હતું. કુટુંબમાં સહુને લાગણી હતી. પ્રેમભર્યો એ પરિવાર હતો, તેમ છતાં તીર્થંકર પરમાત્મા નહાવીરસ્વામીનું જીવન યુવાન કાશીરામની નજર આગળથી ખસતું નહોતું. રાજમહેલ, વૈભવ, પત્ની અને પુત્રી - એ બધું જ ભગવાને કેવું પળવારમાં છોડી દીધું! એવામાંઉત્તરાધ્યયન સૂત્ર'ની એક ગાથા કાશીરામના હૃદયને ખળભળાવી મૂકે છે. એમાં કહેવાયું છે કે, “વીતી ગયેલી રાત કદી પાછી આવતી નથી. અધર્મ આચનારની જે રાત્રિઓ વીતી ગઈ છે તે નિષ્ફળ ગઈ સમજવી અને સદ્ધર્મ આચનારની એ રાત્રિઓ સફળ ગઈ માનવી.” * જીવનને કયા પથ પર લઈ જવું? ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં મોક્ષનો માર્ગ બતાવવામાં આવ્યો છે એ તરફ જવું કે પછી એના તરફ પીઠ ફેરવીને સંસારના સુખદુ:ખોમાં ડૂખ્યા રહેવું સુખી સંસાર વચ્ચે રહેલા કાશીરામને કોઈ અનાહત નાદ બેચેન બનાવી રહ્યો હતો. એ કહેતો હતો કે જીવનનું તો એક જ ધ્યેય અને તે કર્મ-આવરણથી રંક અને દીન બનેલા આત્માની દિવ્યજયોતિ પ્રગટાવવી. પરમાત્મ-સ્વરૂપ પામવાનો પ્રયાસ એ જ જીવનની એક માત્ર મંઝિલ. એના પર એક એક ડગ ભરતા જઈએ અને ક્રોધ, માન, મોહ, લોભ, ઈચ્છા આદિ વાસનાઓ પર વિજય મેળવતા જઈએ. કાશીરામ વિચારે છે કે એને જીવનમાં સાચો આનંદ ક્યારે આવે છે? એણે જોયું કે મોટી ડીગ્રી મળવાં છતા એવો આનંદ ન થયો. સુંદર અને સુશીલ નારી મળવાં છતાં એવો આનંદ ન થયો, જેવો આનંદ એને સ્વાધ્યાયથી યો. મનોમન વિચારે છે કે મારે તો જીવનભર વિશ્વશાળાના એક વિદ્યાર્થી બની રહેવું છે અને વિદ્યાના અર્થીને યોગ્ય નમ્રતા ધારણ કરવો છે. એક બાજુ સંસારસુખ છે તો બીજીબાજુ કર્યસંગ્રામ છે. એક તરફ જીવનના ભોગ અને સંસારના સુખ વચ્ચે જીવવાનું છે, બીજી તરફ સંયમસાધનાના કઠિન માર્ગે ચાલીને નિર્મળ આનંદ તરફ પ્રયાણ કરવાનું છે અને યોગી આનંદઘનજીની વાણી એમના અંતરને ડોલાવે છે. “આતમરસકા પ્યાલા, પીએ મતવાલા' જેવી પંક્તિઓ કાશીરામના હૃદયમાં ગુંજવા લાગી.
*
जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तई। अहम्मं कुणमाणस्स, अफला जन्ति राइओ ॥
जा जा वच्चइ रयणी. न सा पडिनियत्तई। धम्मं च कुणमाणस्स, सफला जन्ति राइओ॥
(ઉત્તરા. ૧૪/૨૪-ર ૫)
૧ ૫.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાશીરામની નજર એમનાં યુવાન પત્ની શાંતાદેવી પર પડે છે. હજી લગ્નને માંડ ત્રણ વર્ષ પણ થયાં નથી. પોતાના આ જીવનસાથી અધ્યાત્મસાથી પણ લાગે છે. શાંતાદેવીએ અભ્યાસ તો પાંચ ધોરણ સુધીનો જ કર્યો હતો, પરંતુ ધાર્મિક પુસ્તકોનું એમનું ઊંડું વાંચન હતું. પતિની અઘ્યાત્મજિજ્ઞાસા એમની નજર બહાર નહોતી. કાશીરામે એક દિવસ શાંતાદેવીને પોતાના હૃદયની વાત કરી દીધી. એમણે કહ્યું, “મારે સંયમમાર્ગે સંચરવું છે. અંતરમાં દીક્ષા લેવાનો ભાવ છે. તમે એમાં મને સાથ આપો.”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાંતાદેવી ઉત્તર આપે તે પહેલાં નમ્ર અને સૌમ્ય કાશીરામે કહ્યું, “જો તમને આ વિશ્વાસઘાત જેવું લાગતું હોય તો મને સાથ ન આપશો. પણ જો મારો માર્ગ તમને ઉચિત લાગતો હોય તો મને સંયમના માર્ગે જવાની અનુમતિ આપો.”
કુદરતની લીલા પણ કેવી અકળ છે! કાશીરામ અને શાંતાદેવી લગ્નના બંધનથી જોડાયેલાં હતાં તેમ છતાં એ બંને વચ્ચે ધર્મ અને અધ્યાત્મની એક સમાન ભૂમિકાનો સેતુ સધાયેલો હતો. બંનેને એમના કુટુંબમાંથી ધર્મસંસ્કારો મળ્યો હતા. તેમના હ્રદયમાં યૌવનના નિરંકુશ થનગનાટને બદલે સાત્ત્વિકતાનો સૌમ્ય પ્રભાવ વિલસતો હતો. કુદરતનો કેવો મધુર સંકેત કે કાશીરામને
એમના ઉચ્ચ વિચારોને અનુરુપ એવા જ સહધર્મચારિણી મળ્યાં. શાંતાદેવીએ પોતાના પતિની સંયમમાર્ગે જવાની વાત સાંભળી. પળવાર એમના મનમાં વટોળ જાગી ગયો. પોતાની ઉમર માત્ર વીસ વર્ષની પણ નહોતી અને હવે આખો જીવનપંથ એકલા કઇ રીતે પસાર થશે? પોતાની યુવાનીના દિવસો કેમ વીતશે? ઘડપણનો ભાર કોણ વેઠશે? જન્મારો કઇ રીતે ગાળી શકાશે?
વળી શાંતાદેવીના મનમાં એક શુભ તરંગ જાગ્યો. ઓહ ! કેવી જીવનધન્યતાની છે આ વાત! મોંધેરા માનવજીવનની સાચી મહેક પ્રસરાવવાની કેવી તીવ્ર છે લગની! યૌવનના ઘોડાઓ તો કામ અને અર્થની સપાટ ભૂમિ પર દોડતા હોય છે, પરંતુ અહીં તો જુવાનીના અશ્વો ધર્મ અને મોક્ષના ઉત્તુંગ શિખરો આંબવા ચાહે છે.
પળવાર શાંતાદેવીનું મન વિમાસણમાં પડયું, પણ તરત જ ધર્મસંસ્કારોની જાગૃતિએ શાંતાદેવીને સ્વસ્થ બનાવ્યાં. એમના સુંદર ચહેરા પર કોઇ અપૂર્વ ઉલ્લાસ ફેલાઇ ગયો.
શાંતાદેવીએ પોતાના યુવાન પતિને કહ્યું, “આપનો માર્ગ એ જ સાચા સુખનો માર્ગ છે. આપ જરૂર સંયમમાર્ગ સ્વીકારો. જીવનમાં શકય બનશે તો મારી પણ એ જ માર્ગે જવાની ભાવના છે.”
૧૬
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
યુવાન કાશીરામ વિચારે છે કે ધર્મસંસ્કારનું કેવું પ્રાબલ્ય છે.! મનોમન થાય છે કે મારા કરતાં શાંતાદેવીનો ત્યાગ કેટલો બધો મહાન છે! સ્ત્રી સાચે જ ત્યાગમૂર્તિ છે. એના મૂંગા બલિદાન પર કેટલાય પુરુષોની સિધ્ધિઓ રચાયેલી છે.
કાશીરામ જાણતા હતા કે શાંતાદેવીને માટે આ કામ અતિ મુશ્કેલ હતું. આખીયે જિંદગી એકલવાયા ગાળવી એ રમતવાત નહોતી. વળી હજી લગ્નને માંડ ત્રણ જ વર્ષ થયાં હતાં. કાશીરામ મનોમન શાંતાદેવીની ભાવનાને અભિવંદા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ્યા.
કાશીરામે પોતાના ભાગમાં આવેલું મકાન પત્નીના નામે કરી દીધું. વળી એવો પણ વિચાર કર્યો કે કદાચ શાંતાદેવીને સંયમના માર્ગે જતાં સમય લાગે તો એમને કયાંય હાથ લાંબો ન કરવો પડે તે માટે બેંકમાં એમના નામે લગભગ વીસેક હજાર રૂપિયા પણ જમા કરાવી દીધા તેમ જ સોનુ અને દાગીના
આપ્યાં.
શાંતાદેવીનું વ્યક્તિત્વ કુટુંબને માટે શીળી છાયા જેવું હતું, જેથી કદાચ કુટુંબીજનો એમને દીક્ષાને માર્ગે જતાં વિનંતીપૂર્વક અટકાવે તોપણ એમને કશો વાંધો આવે નહીં એવી ગોઠવણ કરી દીધી.
કાશીરામ વિચારે છે કે કયા જઇને દીક્ષા લઉં? કોની પાસે દીક્ષિત થાઉં ? એમની ઇચ્છા દીક્ષિત થવાની હતી. કોલેજકાળમાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજનો ગ્રંથ ‘અધ્યાત્મસાર’ પચાસેક વખત વાંચ્યો હતો. આ ગ્રંથે જ અધ્યાત્મની ઝંખના અને આત્માની લગની જગાડી હતી.
વિચાર સહજ છે, પણ આચાર કિઠન છે. કાશીરામ માટે ઘર છોડવું એટલે માત્ર ભૌતિક અંતરને જ ઓળંગવાનું નહોતું. સ્થળ છોડવું તો સહેલું હતું, પરંતુ લાગણીના અવરોધો ઓળંગવા એ અઘરું હતું.
ઘર છોડવું કઇ રીતે?મિત્રોની માયા મૂકવી કઇરીતે? વળી પોતાના જવાથી પિતા કોપાયમાન થશે એ નક્કી હતું. એમાંથી ઉગરવું કઇ રીતે? વહાલસોયા કુટુંબીજનોને કહેવા જાય તો જવા દે નહિ, કહ્યા વગર જાય તો કલ્પાંત કરે. આખરે કટોકટીની એક ક્ષણ આવી. કાશીરામનો ગૃહત્યાગ કરવાનો નિર્ણય મક્કમ હતો. જીવનને તો જોઇ લીધું હતું, પણ હવે અધ્યાત્મના ઊંચા શિખરે પ્રયાણ કરવાનો નિર્ધાર કર્યો હતો.
આજ સુધી પ્રગટ સાથે નાતો હતો, પણ અપ્રગટ સાથે સંબંધ બાંધવો હતો. સંસાર છોડવાની સઘળી તૈયારી કરી લીધી હતી. મનોબળ દઢ હતું. નિશ્ચય અડગ હતો અને કાશીરામે ઊંચાં શિખરો પર ઊર્ધારોહણ સાધવા માટે એક ડગલું ભર્યું. ઘરમાંથી નીકળતી વખતે એમણે માતા રામરખીદેવીને કહ્યું,
૧૭
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું જરા શાસ્ત્રીજી પાસે જઇને આવું છું.'
માતાએ સ્વાભાવિક રીતે જ રજા આપી. કાશીરામ વારંવાર જગરાવમાં રહેતા જગન્નાથજી શાસ્ત્રીને ત્યાં ધાર્મિક પુસ્તકો વાંચવા, લેવા કે એનો સ્વાધ્યાય કરવા જતા હતા. સાતમા વર્ષે થયેલી શીતળાની બીમારીને કારણે જગન્નાથજી શાસ્ત્રીએ બન્ને આંખોની રોશની ગુમાવી હતી, પરંતુ એમની પ્રજ્ઞાનાં ચક્ષુ તેજસ્વી હતાં. ધર્મગ્રંથોનો એમનો ગહન અભ્યાસ હતો. જિજ્ઞાસુઓને ખૂબ ભાવથી શીખવતા. કાશીરામ અવારનવાર શાસ્ત્રીજી પાસે જતા. પોતાની શંકાઓનું સમાધાન મેળવતા. જગન્નાથજી ગ્રેજયુએટ થયેલા યુવાનની ધર્મભાવના જોઇને એમને અમુક ગ્રંથો વાંચવાનું સૂચવતા. કોઇક વાર તો આગ્રહ કરીને પોતાની પાસેનો અમુક ગ્રંથ આપતા અને એ વાંચી જવાની તાકીદ કરતા.
કાશીરામે ધરમાં કહ્યું કે તેઓ શાસ્ત્રીજીને ત્યાં જાય છે ત્યારે કોઇને કશી ફિકર ન થઇ, પરંતુ શાસ્ત્રીજીને ત્યાં જવાને બદલે તેઓ જગરાવના રેલવે સ્ટેશન પર પહોંચી ગયા. આ જુવાન વિચારે છે કે ક્યાં હશે એ ગુજરાત ? અને ક્યારે દર્શન થશે કોઇ પ્રતાપી મહાપુરુષના ? પૂજય છોટેલાલજી મહારાજે કહ્યું હતું કે તને દીક્ષા ન આપું. એક તો હું વૃધ્ધ છું અને વળી આનાથી વિવાદ જાગે. ગુજરાતમાં જા, ત્યાં તને કોઈ દીક્ષા આપશે. કાશીરામના ખિસ્સામાં થોડી રકમ હતી. એમણે જગરાવથી લુધિયાણાની ટિકિટ લીધી. લુધિયાણાથી દિલ્હી પહોંચ્યા અને પાટનગર દિલ્હીથી ટ્રેનમાં બેસીને મુંબઇ આવ્યા. મુંબઇના રેલવે સ્ટેશન બોમ્બે સેન્ટ્રલ પર ઊતર્યા. મનમાં એક જ ભાવ કે સાધુપુરુષના દર્શન ક્યાંથી થાય? એક બાજુ દર્શનની તીવ્ર તાલાવેલી, બીજી બાજુ દીક્ષાની ઉત્કટ ભાવના. પણ શરમાળ સ્વભાવના કાશીરામજી સાધુજનોના દર્શન-વંદન કરે. ક્યાંક સંકોચવશ બોલી શકે નહિ અને ક્યારેક એમનું ચિત્ત વિચારે ચડે કે મારે તો સાધુ થઇને સાધના કરવી છે એવી સાધનાની અનુકૂળતા અહીં છે ખરી? બહોળા પિરવારવાળા સાધુ સમુદાયમાં પોતાને સાધનાની ફાવટ આવશે નહીં.
વળી આત્મશ્રેયની ભાવનાથી જગરાવ છોડવું હતું. હવે જગતમાં આત્મશ્રેય સિવાય બીજું કશું વિચારવું નથી. એ કાળે મુંબઇમાં સાધુઓ પણ ઘણા ઓછા હતા, વળી પોતાના ચારિત્રમાં કે અભ્યાસમાં વૃધ્ધિકારક કોઇ વાતાવરણ નજરે ન પડ્યું. મુંબઇથી આબુ ગયા. આબુની નીરવ શાંતિમાં પૂ. શાંતિસૂરિજી મહારાજનો મેળાપ થયો અને ત્રણ દિવસ ત્યાં રહ્યા.
આત્મપંથને અજવાળે એવા સાધુની શોધ તો મનમાં અવિરત ચાલતી હતી. કોઇએ કહ્યું કે પાલીતાણા જાવ. પાલીતાણામાં અનેક સાધુ-સાધ્વી બિરાજમાન છે. ત્યાંથી કોઇ સદ્ગુરુ મળી જશે. જીવનની વાટને અજવાળે એવા કોઇ ગુરુ મળી જશે. શત્રુંજય એ તો શાશ્વતુ તીર્થ. અહીંના સાધુજનોને જોઇને કાશીરામનું હૃદય આનંદિત બની ઊઠયું. એવામાં કોઇએ સલાહ આપી,
૧૮.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પહેલાં જ્ઞાન તો મેળવ પછી સાધુ થજે જ્ઞાન વિનાની સાધુતા ન શોભે.” ગુરુની શોધમાં નીકળેલા કાશીરામ જ્ઞાનની ખોજમાં લાગી ગયા.
;
C
બીજીબાજુ કાશીરામના ઘેર ખળભળાટ મચી ગયો. એના પિતા રામકિશનના ગુસ્સાનો પાર ન રહ્યો. રામકિશનને આખું જગરાવ આદર-સન્માન આપે. એમની સલાહ અને માર્ગદર્શન લેવા સહુ આવે અને પોતાનો દીકરો જ આમ કહ્યા વિના ચાલ્યો જાય એ એમનાથી કઈ રીતે સહન થાય? ગામલોકો રામકિશનને ઘેર એકઠા થવા લાગ્યા. શાંતાદેવીને પતિની ભાવનાની ખબર હતી પણ એમના ગંતવ્યસ્થાનની જાણ નહોતી. પિતા રામકિશન અને મોટાભાઈ બિરચંદ એમને શોધવા નીકળ્યા. આખા જગરાંવમાં ઘૂમી વળ્યા. કાશીરામની ધર્મપરાયણતાનો ખ્યાલ હોવાથી બધાં સ્થાનકો જોયાં. જગન્નાથજી શાસ્ત્રીને ઘેર જઈ આવ્યા. એ પછી બાજુનાં બીજાં ગામોમાં તપાસ કરાવી, પણ ક્યાંય પ્યારા કાશીરામની ભાળ ન મળી. છેક કાંગડાવેલીની પહાડીઓમાં જઈને એક જયોતિષીને પણ મળી આવ્યા. સગાં-વહાલાંઓને પત્ર લખ્યા, પણ ક્યાંય કાશીરામની ભાળ મળી નહિ. કોઈ જયોતિષી એમ કહે કે કાશીરામ ઉત્તર બાજુના એક શહેરમાં ગયા છે. કોઈ એમ કહે કે એ દક્ષિણના કોઈ સ્થળે ગયા છે. રામકિશનજી અને બિરચંદજી ઉત્તર અને દક્ષિણની એ બધી જગાઓએ તપાસ કરી આવે. જયાં કહે ત્યાં દોડી જાય. એવામાં કોઈકે કહ્યું કે કાશીરામજીને તો એમણે લાહોરમાં ફરતા જોયા, તો લાહોરમાં પણ તપાસ કરાવી. ડૂબતો માણસ તરણું પકડે, તેથી એવી પણ શંકા જાગી કે કોઈ સાધુએ ધાર્મિક વૃત્તિના યુવાન કાશીરામને છૂપાવી રાખ્યા હશે. એવાં સ્થળોએ પણ તપાસ કરાવી. બધાને એટલો વિશ્વાસ હતો કે કાશીરામ બીજે કયાંય નહીં, પણ કોઈ ધર્મસ્થાનમાં બેઠા હશે અથવા તો ક્યાંક જઈને કોઈ ધર્મકાર્ય કરતા હશે. એ આત્મહત્યા કરે એવી શંકા નહોતી. પણ એ ક્યાંક જીવતા જ હશે એવી શ્રધ્ધાએ જ એમની શોધ સતત ચાલુ રખાવી.. સાધુ થવાની ઇચ્છાવાળા કાશીરામનો કોઈ પરિચય માગે તો કહે કે પંજાબના જગરાવ ગામનો રહેવાસી છું. ઘરનો સુખી છું. પિતા શ્રીમંત વેપારી છે. અંગ્રેજી ભણેલો ગ્રેજયુએટ છું. ત્રણેક વર્ષ પહેલાં લગ્ન થયાં છે, પણ પત્નીને સમજાવીને દીક્ષા લેવા આવ્યો છું. મારું કુટુંબ સ્થાનકવાસી સંપ્રદાયમાં આગળ પડતું ગણાય છે. કાશીરામની એકેએક વાત વધુ ને વધુ શંકા જન્માવનારી હતી. સત્ય પણ કવચિત વિચિત્ર લાગે છે! પોતાને પંજાબના કહે એટલે તરત જ લોકોના મનમાં થતું કે પંજાબ એ તો ક્રાન્તિનું કેન્દ્ર, નકી આ કોઈ છૂપો ક્રાંતિકારી હોવો જોઈએ. અંગ્રેજ સરકારને થાપ આપીને પંજાબથી ભાગી છૂટયો હોવો
૧૯
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોઇએ. કદાચ એને માથે બ્રિટિશ સરકારનું વોરન્ટ પણ હોય. સાધુ બનીને એની જાતને છૂપાવવા માગતો હશે.! અંગ્રેજ સરકારના પંજામાંથી બચવા માગતો હશે! આવા રાજકીય ગુનેગારને આશ્રય આપીએ તો તો આપણું આવી જ બને. એની સાથે આપણને પણ જેલ અને આકરી સજા થાય!
વળી જગરાવ ગામનું નામ આવતાં તો સહુના કાન ચમકી ઊઠે. લાલ, બાલ ને પાલની ક્રાંતિકારી ત્રિપુટિમાંના એક પ્રસિધ્ધ ક્રાંતિકારી લાલા લજપતરાય આ જ ગામના હતા. એમણે જગરાવમાં ક્રાંતિનો આતશ જગાવ્યો હતો, આથી ગામનું નામ સાંભળીને કાશીરામ છૂપા ક્રાંતિકારી હોવાની માન્યતા દૃઢ થતી. કોઇને એમ પણ થતું કે શ્રીમંત અને સૂટ-બૂટ પહેરેલો આ અંગ્રેજી ભણેલો ગ્રેજયુએટ શા કારણે દીક્ષા લેતો હશે? એમાં કોઇ નવી શંકાનું ઉમેરણ કરતા કે એણે લગ્ન કર્યા છે. કહે છે કે પત્નીની સંમતિ લીધી છે. ભલા, કોઇ લગ્ન કર્યા બાદ ફક્ત ત્રણ વર્ષે કઠિન સાધુતા સ્વીકારે ખરું? કોઇ રૂપવતી નારી હજી ઊગતી જુવાનીમાં જ સંયમમાર્ગે જવાની અનુમતિ આપે ખરી? જયારે
આ તો કહે છે કે એ પત્નીની સંમતિ લઇને આવ્યા છે. જો સંમતિ હોય તો પત્નીને સાથે લાવ્યા કેમ નહિ? દીક્ષા લેવી હતી તો પંજાબમાં ક્યાં ઓછા સાધુ હતા, તે દીક્ષા લેવા છેક ગુજરાતમાં આવ્યા અને તેય સાવ એકલા કોઇ ઝીણી નજરે જોનારને એમ પણ થતું, કે એણે દીક્ષા લેવી હોત તો સ્થાનકવાસી સંપ્રદાયમાં કેમ ન લીધી? શા માટે એ શ્વેતામ્બર જિનેન્દ્ર મૂર્તિપૂજક જૈન સંઘમાં દીક્ષિત થવાનું પસંદ કરે છે?
આમ કાશીરામ વિશે એક નહિ પણ અનેક પ્રશ્નો અને શંકા સહુને થતી. કોઇ એમ પણ કહેતું કે પહેલાં તમારા કુટુંબીજનોને બોલાવો, પછી એમની ઓળખ અને સંમતિ બાદ અમે દીક્ષા આપીએ. કોઇ થોડા ઉદાર બનીને આવી માગણી કરતા નહીં, પણ એટલું તો ચોક્કસ કહેતા કે અહીં તમારા કોઇ પરિચિત હોય તેની ઓળખ આપો. તમારી યોગ્ય ઓળખ મળ્યે અમે જરૂર દીક્ષા આપીશું. પણ ગુજરાતમાં કાશીરામને ઓળખે કોણ?
યુવાન કાશીરામની કઠિનાઇનો પાર ન રહ્યો. એ વિચારે છે કે એક તો ઘેરથી કોઇનેય કહ્યા વિના નીકળી ગયો છું. પિતા કેટલા બધા રોષે ભરાયા હશે? મોટાભાઇ બિરચંદજી કેટલા બધા અકળાયા હશે?
કાશીરામને પગ નીચેથી ધરતી સરકતી લાગી. ઘરમાંથી કોઇનેય કહ્યા વિના દીક્ષાની ભાવનાએ નીકળી ગયા હતા અને કેવી દશા થઇ? હૃદયમાં સંસાર છોડવાની કેટલી બધી તાલાવેલી હતી અને સંસાર છોડયા પછી સંન્યસ્તનો કોઇ માર્ગ જ મળતો નથી. કેટલા બધા ભાવથી ગુજરાત આવ્યો અને ચોતરફથી કેવો અ-ભાવ મળ્યો?
હે પરમાત્મા ! તારે કેટલી કસોટી કરવી છે મારી? સંસારી જીવન તો ત્યજી દીધું. રાગ-દ્વેષનાં બંધનો અળગાં કર્યાં અને છતાં કેવી વિપત્તિનાં બંધનો મારી
ર૦
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામે આવે છે? આવે સમયે તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીરસ્વામીના જીવનના ઉપસર્ગો યાદ આવે છે. રાજકુમાર વર્ધમાનમાંથી યોગી બનેલા મહાવીર પ્રભુએ કેટલું સહન કર્યું! એમની આગળ મારી વિપત્તિ કયાં?. વળી એકાએક વિષાદ ઘેરાઈ આવતાં મનમાં વિચારે છે કે પૂર્વજન્મના પુણ્યના બળે જ મનમાં સાધુતાની ઝંખના જાગી અને શું હું સાધુ નહિ થઈ શકું? મને બધા જ જાકારો આપશે તો હું ક્યાં જઈશ? જેણે ઘર અને કુટુંબ છોડયાં છે, સંસાર છોડયો છે એને સાધુતામાં સ્થાન ન મળે તો એની દશા આકાશ અને ધરતી વચ્ચે લટકતો ત્રિશંકુ જેવી થાય! આખરે કાશીરામ મહેસાણા ગયા. મહેસાણાની પાઠશાળામાં પહોંચ્યા. આ પંજાબી યુવાનને અહીં પણ સૌ શંકાની નજરે જોવા લાગ્યા. મોટાભાગના માનવીઓ અન્ય વ્યક્તિ વિશે શ્રધ્ધાથી નહિ, પણ શંકાથી વિચારવાનો પ્રારંભ કરતા હોય છે. એમાં પણ કાશીરામ જેમ જેમ સાચું બોલતા જાય, તેમ તેમ સામી વ્યક્તિની એમના વિશેની શંકા વધતી જાય. સાચી વાત ક્યારેક ઘણી શંકાપ્રેરક બને છે! મહેસાણાની પાઠશાળામાં જઈને એમણે વિનંતી કરી કે મારે અહીં રહીને અભ્યાસ કરવો છે. સંચાલકોએ એમની વિગતો પૂછી અને હજી બાકી હોય તેમ વળી એક નવી મુશ્કેલી ઊભી થઈ. પાઠશાળાના સંચાલકોએ કહ્યું. “આ પાઠશાળામાં રહીને તમે જરૂર ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરી શકશો, પરંતુ તમારા માટે છાત્રાલયના પ્રવેશ નિષિદ્ધ છે, કારણકે પરિણીત વ્યક્તિને અમારા છાત્ર લયમાં પ્રવેશ આપવામાં આવતો નથી.” કાશીરામનું હૃદય દ્રવી ગયું. ગદગદિત મનથી વિચારવા લાગ્યા કે આ મૂંઝવણોનો કોઈ અંત જ નથી? જયાં જાય ત્યાં કોઈ ને કોઈ સમસ્યા જ સામી મળે છે ! આફતમાં ઉમેરો જ થતો રહે છે! શું પોતાને બધેથી જાકારો જ મળવાનો છે? દીક્ષિત થવા તો ન મળ્યું, પણ શિક્ષિત થવાનુંયે પોતાને માટે મુશ્કેલ છે! મઝધારમાં તો તોફાન હોય, પણ અહીં કિનારેય કિતી અફળાય છે. કાશીરામના મનમાં અનેક વિચારો ધૂમરીઓ લેવા માંડયા વિષાદના બોજથી હૈયું દબાઈ ગયું. આંખમાં આસું આવ્યાં! મહેસાણા ગામમાં પોતાને કોઈ ઓળખે નહિ અને જો છાત્રાલયમાં રહેવા ન મળે તો ઓટલો ક્યાં મેળવવો એ મોટો સવાલ હતો. રોટલાની તો કાશીરામે કદી પરવા કરી ન હતી, પણ ઓટલાએ મૂંઝવણ ઊભી કરી. છેવટે મનોમન પ્રાર્થના કરવા લાગ્યા, હે તીર્થંકર પરમાત્મા! મારી મોક્ષપ્રાપ્તિની તાલાવેલી વિફળ જશે? હું ‘બાહ્મણ' તો બનું છું. પણ શું હું ભિક્ષુક નહિ બની શકું? ‘ઉત્તરાધ્યયન સૂત્ર”
રે ૧
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માં મળતું બાહ્મણનું વર્ણન કાશીરામના ચિત્તમાં ગૂંજવા લાગ્યું
'जहित्ता पुम्चसंजोगं, नाइसंगे य बन्धवे ।।
जो न सज्जइ भोगेसु, तं वयं बूम माहणं ॥ “જે સ્ત્રી-પુરુષ વગેરેના સંબંધોનો, જ્ઞાતિજનો તથા બંધુવર્ગના સંબંધોનો એક વાર ત્યાગ કરીને તથા કામભોગોનો ત્યાગ કરીને ફરી એમાં આસક્ત નથી થતો, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.”
(ઉત્તરા. ૨૫/૨૯) કાશીરામની ઇચ્છા અને ઝંખના તો ભિલું થવાની છે. ‘દશવૈકાલિક સૂત્ર'માં આપેલી ભિક્ષુની ઓળખ કાશીરામના મનમાં તરવરી રહી :
"तं देहवासं असुई असासयं, सया चए निच्चहियट्ठियप्पा । छिंदित्तु जाईमरणस्स बंधणं, उवेइ भिक्खू अपुणागमं गई ।।
(દશવૈ. ૧૦/ર ૧) “પોતાના આત્માનું નિત્ય હિત કરવામાં સ્થિર કરવાવાળો ભિક્ષ, અપવિત્ર અને ક્ષણભંગુર શરીરમાં નિવાસ કરવાનું નિત્ય માટે ત્યાગી દે છે તથા બંધનરૂપ જન્મ-મરણના ફેરાને કાપી નાખીને નિત્ય માટે મોક્ષને પ્રાપ્ત થાય
છે.”
કાશીરામ વિચારે છે કે તેઓ આવા ‘ભિક્ષુ' થઈ શકશે ખરા ? કોણ એમને દીક્ષા આપશે? મનમાં થયું કે આ ગામમાં પણ કોઈ સાધુમહારાજ બિરાજમાન તો હશે ને? આથી કાશીરામે દેરાસરમાં દર્શનાર્થે પ્રવેશતા એક શ્રાવકને પૂછયું, ‘ભાઈ, અહીં કોઈ ઉપાશ્રય છે ખરો ? એમાં કોઈ સાધુમહારાજ બિરાજમાન છે ખરા?" દર્શનાર્થીએ આપેલી માહિતીને આધારે કાશીરામ ઉપાશ્રયમાં પહોંચ્યા અને ત્યાં પૂજય તપસ્વી મુનિશ્રી જિતેન્દ્રસાગરજી મહારાજ બિરાજમાન હતા. એમાંય ખબર પડી કે તેઓ તો યોગનિષ્ઠ આચાર્ય બુધ્ધિસાગરસુરીશ્વરજીના પ્રશિષ્ય અને આચાર્ય કીર્તિસાગરસૂરિજીના શિષ્ય છે, ત્યારે કાશીરામના આનંદનો પાર ન રહ્યો. એમણે પૂજય જિતેન્દ્રસાગરજી મહારાજને વંદન કયાં. ૬૫ વર્ષના જિતેન્દ્રસાગરજીએ આશીર્વાદ આપ્યા અને મોટા અવાજે પૂછ્યું,
ક્યાંથી આવો છો ? શું કરો છો ?" કાશીરામને દહેશત જાગી કે એમનો પરિચય કદાચ ફરી નવું સંકટ ઊભું નહિ કરેને? છતાં એમણે કહ્યું કે પંજાબથી આવું છું. જૈન શ્રાવક છું. પછી તો બંને વચ્ચે નિખાલસ વાતો ચાલી. જિતેન્દ્રસાગરજીએ પૂછયું, અહીં કેમ આવવું થયું?' કાશીરામે કહ્યું, “દીક્ષા લેવાની ભાવનાથી નીકળ્યો છું.'
૨ ૨
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજય જિતેન્દ્રસાગરજીએ કહ્યું, ‘જો તમારે દીક્ષા લેવી હોય તો હું આપીશ.' જિતેન્દ્રસાગરજી ગૃહસ્થ અવસ્થામાં મહેસાણાના ગાયકવાડી રાજના ફોજદાર હતા. મોટી ઉમરે ફોજદારી છોડીને દીક્ષા લીધી. મનમાં એવો વિચાર આવ્યો કે હવે મારાથી અભ્યાસ કરવો શક્ય નથી. પરંતુ તપ તો કરી શકે? પરિણામે ઉગ્ર તપશ્ચર્યા કરે. છઠ્ઠના પારણે છઠ્ઠ કરે. મોટી અવસ્થાને કારણે સ્વભાવ થોડો ગુસ્સાભય અને જલદ થઈ ગયેલો, તેથી કોઈ સાધુ એમની પાસે ટકે નહિ. આસપાસના ગામડાંમાં ફરીને આવે, પણ મોટેભાગે મહેસાણામાં જ રહે. કાશીરામ તો સાધુદર્શનના પવિત્ર ભાવથી ગયા હતા. એમણે વિચાર્યું હતું કે પહેલાં સંતપુરુષના દર્શન કરી લઉં, પછી બીજી બધી વાત. કાશીરામ વિચારે છે કે મારે તો ચારિત્ર્યબળ, અભ્યાસ વગેરેમાં આગળ વધવું છે. આવા એકાકી અને નિ:સ્પૃહ ગુરુ મારા માટે યોગ્ય જ ગણાય. એમને તો સેવા કરવા અને સંયમમાર્ગે ચાલવા ગુરુની જરૂર હતી. ગુરુના પરિચયની શી જરૂર ? પૂજય જિતેન્દ્રસાગરજી મહારાજે દીક્ષા આપવાની સંમતિ આપી. કાશીરામ માટે આ અપાર આનંદનો પ્રસંગ હતો. કાશીરામનો દીક્ષા માટેનો તીવ્ર તલસાટ શું સૂચવે છે? બીજી વ્યકિત, હારીને, થાકીને અને નાસીપાસ થઈને પાછા ફરી જાય ત્યારે કાશીરામે સંયમમાર્ગે ચાલવા માટે જાણે સંગ્રામ ખેલ્યો. એક પછી એક આપત્તિ આવી. કેટલીક નવી મુશ્કેલીઓ ઊભી થઈ તેમ છતાં ધ્યેયની આરત અને આત્મબળનું તેજ એટલે કે સંયમમાર્ગે ગયા વિના રહ્યા નહિ. સાચે જ કોઈ પૂર્વજન્મની સાધના હોય તો જ આવી સ્થિતિમાં દીક્ષામાર્ગ સૂઝે અને એ માર્ગ પર અડોલ અને અડીખમ રહે. સામાન્ય રીતે માણસ દીક્ષિત થયા પછી ધીમે ધીમે સમજ તો હોય છે એવો આપણો અનુભવ છે, પણ કાશીરામ પહેલાં સમજયા અને પછી દીક્ષિત થયા. દરમિયાનમાં મહેસાણામાં રહેલા પૂજય જિતેન્દ્રસાગરજીને અગ્રણી શ્રાવક પ્રભુદાસભાઈએ કહ્યું પણ ખરું કે “આ જુવાનને દીક્ષા આપવાની ઉતાવળ કરશો નહિ. અત્યારે ચળવળમાં ઘણા યુવાનો પાછળ ધરપકડનું વોરન્ટ હોય છે. પંજાબ કે કલકત્તા તરફથી તેઓ કોઈનું ખૂન કરીને નાસી આવે છે, આથી એવો કોઈ ક્રાંતિકારી ન હોય.” પરંતુ પૂજય જિતેન્દ્રસાગરજી દીક્ષા આપવામાં મક્કમ હતા. એમણે કાશીરામ માટે વેશ તૈયાર કરાવ્યો. મહેસાણામાં તો કાશીરામને ખાનગીમાં દીક્ષા અપાય તેવી કોઈ શક્યતા નહોતી. આથી પૂ. જિતેન્દ્રસાગરજી એમને લઈને ખેરવા ગયા. એમનો વિચાર નજીકના ખેરવા ગામમાં કાશીરામને દીક્ષા આપી દેવાનો હતો. નાનું ગામ એટલે વાત ફેલાય નહિ. ખોટી ચર્ચા થાય નહિ. ખેરવા ગામના શ્રાવકો ભેગા થયા. એમણે કાશીરામને ઘણા પ્રશ્નો કર્યા. કોઈએ પૂછયું, “તમે દીક્ષા શા
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે લો છો ?” કોઇએ કાશીરામને પૂછયું કે એમનો અભ્યાસ ક્યાં સુધી છે? તો કોઈએ એમની જૈનદર્શનની જાણકારીની ચકાસણી કરી. કાશીરામે 'તત્વાર્થ સૂત્ર'નો ઊંડો અભ્યાસ કર્યો હતો. આથી ધર્મતત્ત્વને લગતા પ્રશ્નોનો સંતોષકારક જવાબ આપ્યો અને કહ્યું કે પૂરી સમજણ સાથે દીક્ષા લઉ છું કારણકે આ જ માર્ગ જીવનનો સાચો માર્ગ છે અને આનાથી જ વ્યક્તિ મોક્ષમાર્ગ પર ગતિ કરી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્ર' ની એક ગાથા ટાંકીને એમણે કહ્યું.
"नाणस्स सवस्स पगासणाय, अन्नाणमोहस्स विवज्जणाए । रागस्स दोसस्स च संखएणं, एगन्तसोक्खं समवेइ मोक्खं ॥
(ઉત્તરા. ૩ર ૨) “સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાન અને મોતના ત્યાગથી તેમ જ રાગ અને દ્વેષના ક્ષયથી એકાંત સુખકારી મોક્ષપદ પામી શકાય છે.” આવું એકાંત, સુખકારી મોક્ષપદ પામવાની ભાવના છે અને તેથી જ દીક્ષા લેવા નીકળ્યો છું. કાશીરામની બોલવાની છટા, વાત કરવાની રીત અને સૂત્રોનો અભ્યાસ જોઇને શ્રાવકોને લાગ્યું કે આ ચેલો તો તરત વ્યાખનાર આપી શકે તેવો છે, આમ છતાં ખેરવાના શ્રાવકો કાશીરામને દીક્ષા આપવા માટે સંમત ન થયા. દીક્ષા આપે અને કંઈ મુસીબત ઊભી થાય તો બાજુમાં આવેલા મહેસાણા ગામના શ્રાવકો જ એમની હાંસી ઉડાવે. કાશીરામને થયું કે માંડ કિનારે આવેલું વહાણ ડૂબવા લાગ્યું. એમણે ખાતરી આપતાં એમ પણ કહ્યું કે જો પોલીસ આવે અને મને કોઈ કારણસર પકડે તો તમારે મારો બચાવ કરવાનો નથી, તો પછી દીક્ષા આપતા તમને કઈ મુશ્કેલી નડે છે? ખેરવાના શ્રાવકો શંકાશાલ બની ગયા હતા. કાશીરામને સંશયની નજરે જોતા હતા. વળી એ સમયે અમદાવાદ અને મુંબઈમાં બાળદીક્ષા પ્રતિબંધની ચળવળ ચાલતી હતી. કાશીરામ તો યુવાને હતા તેમ છતાં ગામના માણસોને ડર લાગ્યો કે કદાચ આવી દીક્ષામાં પણ અવરોધ આવે. લાંબો સમય વિચાર કર્યા પછી ખેરવાના શ્રાવકોએ કાશીરામને દીક્ષા આપવાની ના પાડી. ફરી નિરાશા ઘેરી વળી. કાશીરામે પૂ. જિતેન્દ્રસાગરજીને કહ્યું, “ગુરુજી, તમારે મને દીક્ષા આપવી છે. મારે દીક્ષા લેવી છે, પછી બીજાનો આધાર શા માટે ? ચાલોને, ગામ બહાર કોઈ ઝાડ નીચે મને દીક્ષા આપી
દેજો.”
પૂ. જિતેન્દ્રસાગરજી કહે, “ભલે, તમારી ભાવના જોઈને હું ખુશ થયો છું. અને તેથી જ કોઈ પણ સંજોગોમાં તને દીક્ષા આપવા પૂર્ણ ભાવનાશીલ છું.” પૂ. જિતેન્દ્રસાગરજી પોતાના શિષ્યને તારંગા તીર્થમાં લઈ ગયા. એક તો આ
ર ૪
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એકાંત સ્થળ, જનસમુદાયની અવરજવર પણ ઘણી ઓછી, વળી ટેકરીની સૌથી નજીકના ટીંબા ગામનું અંતર ચાર કિલોમીટરનું. ગામની વસ્તી પણ ઘણી ઓછી. આથી કાશીરામને અહીં દીક્ષા આપવાનું નક્કી કર્યું, જેથી કોઇ અવરોધ ન આવે. તારંગામાં કાશીરામને દીક્ષા આપવામાં આવી અને એમનું નામ મુનિશ્રી આનંદસાગરજી રાખવામાં આવ્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંજાબના જુવાન કાશીરામની ઇચ્છા આખરે સફળ થઈ. સાહસ કરીને સંસારની વાડકૂદી ગયેલા કાશીરામને અનેક મુશ્કેલીઓ અને પ્રતિકૂળતાઓનો સામનો કર્યા પછી આખરે સાધુતાનો પંથ મળ્યો ખરો! કાશીરામમાંથી આનંદસાગરજી બન્યા અને જીવનની પરમ ધન્યતાનો આનંદ અનુભવવા
લાગ્યા.
મુનિશ્રી આનંદસાગર તો જૈનોના પાંચ મુખ્ય તીર્થોમાંના એક મહાતીર્થ તારંગા તીર્થ સાથે જોડાયેલી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, પરમાર્હત મહારાજા કુમારપાળ અને ગુજરાતના પ્રતાપી મંત્રીઓ વસ્તુપાળ-તેજપાળની અમીટ યશગાથાઓ સાંભળીને ભાવિવભોર થઇ ગયા. ૧૫૦ ફૂટ લાંબા, ૭૬ ફૂટ પહોળા અને ૧૩૦ ફૂટ ઊંચા દેરાસરની એમણે કદી કલ્પના પણ કરી નહોતી. ‘અજિતપ્રાસાદ' ના નામે ઓળખાતા દેરાસરમાં જઇને એમણે દ્વિતીય તીર્થંકર અજિતનાથ ભગવાનના દર્શન કર્યા.
એકબાજુ નિસર્ગની શોભા જુએ અને બીજીબાજુ ધર્મભાવનાએ સર્જેલી અનેરી કળા જુએ. તારંગા તીર્થના દર્શનથી મનને શાંતિ, ચિત્તને એકાગ્રતા અને હૃદયને ભક્તિભાવથી ભરેલી આધ્યાત્મિકતાનો અનુભવ થયો. આ તારણ-ગિરિ એમને ખરેખર તારણ-ગિરિ લાગ્યો, કારણ કે તે ભવ્યાત્માઓનો સંસારસમુદ્રથી તારણહાર અને ખ઼ાહ્ય તથા આંતરશત્રુઓનો નાશ કરનાર તરીકે સર્વત્ર પ્રચલિત છે.
તારંગામાં દીક્ષા ગ્રહણ કર્યા પછી થોડા દિવસ વ્યતીત કર્યા. ત્યારબાદ વિહાર કરીને મહેસાણામાં આવ્યા. એમણે એક જ દિવસમાં ચૌદ માઇલનો વિહાર કર્યો. પહેલી જ વાર ગરમીમાં સતત આટલું ચાલવાનો અનુભવ થયો. પગમાં ફોલ્લા ઊઠી આવ્યા. વળી વાપરવામાં ફક્ત ભાતાનો એક લાડવો અને ગાંઠિયા જ હતા, આમ છતાં એમના મનમાં તો પ્રાપ્તિનો આનંદ હતો. પૂજય આનંદસાગરજીના સાધુજીવનમાં તપ, ત્યાગ અને સ્વાધ્યાયનો આરંભ થયો. એમના હૃદયમાં આનંદનો સાગર ઉછળવા લાગ્યો. અનેક મુશ્કેલીઓ, અવરોધો અને મુસીબતોની ઓટ પછી આવતી ભરતીનો આહ્લાદક અનુભવ થતો હતો.
પણ ભાવિના ભેદ કોણ કળી શક્યું છે? આ ભરતીમાં હજી એક આકરી ઓટ આવવાની બાકી હતી.
ર૫
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કષ્ટથી ઈષ્ટની પ્રાપ્તિ
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગરાવ ગામના મહોલ્લા ચાવલામાં રહેતા ધર્મપરાયણ રામકિશનજીના ઘરમાં ભારે અજંપો અને બેચેની પ્રવર્તતાં હતાં. કાશીરામના શિક્ષણ અને સંસ્કાર માટે સતત સંભાળ રાખનાર એના પિતા રામકિશનજીને એ સમજાતું નહોતું કે પોતાનો દીકરો શા માટે આમ કહ્યા વિના ચાલ્યો ગયો? આવા વિનયી પુત્રને આ શું સૂઝયું હશે? પોતે એના માટે કશી વાતની મણા રાખે તેમ ન હતાં, છતાં શા માટે જાણ કર્યા વિના જતો રહ્યો હશે? રામકિશનજીના મનમાં ભારે ગ્લાનિ અને વિષાદ જાગ્યાં. આવે સમયે ધર્મ એમને સાંત્વના આપી. જે ભવિતવ્યતા છે તે થવાની જ છે. વળી પોતાના ધર્મસંસ્કારોને કારણે કાશીરામે આત્મહત્યા નહીં જ કરી હોય, એવી એમને દઢ શ્રધ્ધા હતી. ધર્મનો કેવો અસીમ ઉપકાર ! સ્થાનકવાસી સમાજના આગેવાન રામકિશનજી સાધુ-મુનિરાજો પાસે જતા. તેઓ રામકિશનને સાંત્વના આપતા અને જીવનમાં વૈર્ય રાખવા સલાહ આપતા. કાશીરામના ગૃહત્યાગ પછી યુવાન શાંતાદેવીએ સાંસારિક સુખની ચાદર છોડીને વૈરાગ્યની કામળી ઓઢી લીધી હતી. એમની મોટીબહેન વિદ્યાવતીના કાશીરામના મોટાભાઈ બિરચંદજી સાથે લગ્ન થયાં હતાં. મોટીબહેનની હૂંફ અને કુટુંબની લાગણીને કારણે શાંતાદેવી સ્વસ્થતાથી જીવનના એક મહાન પરિવર્તનને પાર કરી શક્યાં. હજી દામ્પત્યના પગથારે માંડ થોડાં ડગ ભર્યા હતાં અને વિખૂટા પડવાની વેળા આવી. પતિની ત્યાગભાવનાને શાંતાદેવી બરાબર જાણતા હતાં પણ તેઓ કયાં છે તેની ચિંતા સતત સતાવતી હતી. એમણે વૈરાગ્યનો ભેખ ભલે લીધો, પણ જે રીતે તેઓ સંસારસાગરના કોઈ અદ્રશ્ય તળિયે જતા રહ્યા. તે શાંતાદેવી માટે આકરી તાવણી જેવું હતું. ક્યાં હશે તેઓ? ક્ષેમકુશળ તો હશે ને? એમની વૈરાગ્યની મનોકામના સફળ થઈ હશે કે નહીં ? એમને એમની ભાવનાને અનુરૂપ વાતાવરણ મળ્યું હશે ખરું? પણ આની તો કોઈને ખબર ન હતી. કાશીરામની શોધ મહિનાઓ સુધી અવિરતપણે ચાલી, પણ ક્યાંય એમનો પત્તો ન લાગ્યો. શોધના પ્રયાસો તો ચાલુ રાખ્યા હતા, પણ મળવાની આશા
ઓગળવા માંડી હતી. કાશીરામના ગૃહત્યાગને નવ-નવ મહિનાનો સમય પસાર થઈ ગયો. ઘરમાં એકબાજુ કાશીરામના ગૃહત્યાગને કારણે ખાલીપો લાગતો, બીજીબાજુ એમના ખબરઅંતર વિના છૂપો સંતાપ અને ભારેલો ઉગ ઘર પર સતત ઝળુંબતો રહેતો. રામકિશનદાસજીને જયાંથી થોડી પણ માહિતી મળી. કે દોડી જઈને
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ત્યાં તપાસ કરી, પણ કોઇ સ્થળેથી કાશીરામનો પત્તો લાગ્યો નહિ. કાશીરામ ગુજરાતના મહેસાણા જેવા ગામમાં હોય એવો તો એમને સ્વપ્નેય ખ્યાલ આવે ક્યાંથી?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગરાવ ગામના એક ફોજદાર રાશિનદાસજીના મિત્ર હતા. રામકિશનદાસજી એમની પાસે ગયા અને એમને શોધખોળમાં મદદ કરવા વિનંતી કરી. ફોજદારને કહ્યું, “મહિનાઓ વીતી ગયા છતાં મારા પુત્રનો કોઇ પત્તો નથી. તમે ગમે તેમ કરીને ભાળ મેળવી આપો. તમારી પાસે પોલીસતંત્ર છે. તમે પંજાબ તો શું, આખા દેશમાંથી શોધી કાઢો તેમ છો.”
ફોજદારે કહ્યું, “મારી પાસે સર્ચવોરંટ હોય તો હું ત્રણ દિવસમાં એમનો પત્તો મેળવી આપું.”
“સર્ચવોરંટ માટે મારે શું કરવું પડે?” રામિકશનજીને એક નવી આશા બંધાઇ.
ફોજદારે કહ્યું, “બસ, તમે એટલી ફરિયાદ કરો કે મારો પુત્ર મારા ઘરમાંથી કીમતી દાગીના ચોરીને ગૂપચૂપ નાસી છૂટયો છે. આવી ફિરયાદ પરથી સર્ચવોરટ કાઢીને હું ત્રણ દિવસમાં એનો પત્તો તમને મેળવી આપીશ.” રામકિશનદાસજી, મૌન થઇ ગયા. એમની નજર સામે ધાર્મિક પુસ્તકોનો ભાવપૂર્વક અભ્યાસ કરતો કાશીરામ તરવરી ઉઠ્ઠયો. પિતાની આજ્ઞા ઊઠાવતો ભણેલો-ગણેલો જુવાન દેખાવા લાગ્યો. એના પર ચોરીનું સાવ ખોટું આળ કઇ રીતે મૂકી શકાય?
ફોજદારને થયું કે રામકિશનજી કોઇ ઉપાય વિચારે છે. મૌન તૂટયું. રામકિશનદાસજીએ કહ્યું, “મારા પુત્રને નાહક બદનામ કરીને મારે કશું કરવું નથી.”
એવામાં પીંધરાજ પર્યુષણપર્વ આવ્યાં. આખા ઘરમાં ફરી કાશીરામની યાદ સજીવન થઇ ગઇ. આ પર્વના દિવસોમાં કાશીરામ કેવી સરસ ધર્મ-આરાધના કરતા હતા એની સ્મૃતિ સહુના મનમાં સળવળી ઊઠી. આ પવિત્ર દિવસોમાં કાશીરામના ધાર્મિક અભ્યાસનો લાભ સહુને સાંપડતો. સાંવત્સરિક ક્ષમાપનાનો દિવસ પણ પસાર થઇ ગયો. ઘરમાં સતત સહુને કાશીરામની ખોટ ખટકતી રહી.
એવામાં એક દિવસ નવી આશાનો સૂરજ ઊગ્યો. રામકિશનદાસજીને ઘેર ઉર્દૂ ભાષામાં લખાયેલી એક ટપાલ આવી. સામાન્ય રીતે રામકિશનદાસજીની બધી ટપાલ જગરાંવના બજારમાં કમિટી ગેઇટ નીચે આવેલી એમની અનાજ-કરિયાણાની દુકાન પર. આવતી હતી. આજે ભલા, આવી હશે? રામકિશનદાસજીની માતાએ ટપાલ
ઘેર કેમ ટપાલ
૨૮
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લીધી. એમણે એ ટપાલ વિદ્યાવતીજીને આપી. ઉર્દૂમાં લખાયેલી આ ટપાલ વાંચવી મુશ્કેલ હતી, પરંતુ અક્ષરોના મરોડ જોતાં જ વિદ્યાવતીજીએ ઉમંગભેર પારખી આપ્યું, “ઓહ! આ તો મારા દિયર કાશીરામના અક્ષરો ! એમની જ ટપાલ લાગે છે!''
આખું ઘર એકાએક ખળભળી ઊઠયું. બધા એ ટપાલ જોવા લાગ્યા, પણ ઉર્દૂના જ્ઞાનને અભાવે વાંચે કઇ રીતે? તરત જ કમિટી ગેઇટની દુકાને માણસને મોકલ્યો અને બિરચંદજીને ઉતાવળે ઘેર બોલાવ્યા. એમણે આ પત્ર હાથમાં લીધો. હાથ સહેજ કંપવા લાગ્યા. આંખો ભીની થઇ. હૃદયના ધબકારા વધી ગયા. રામકિશનદાસજીની વૃધ્ધ માતા તો ચોધાર આંસુએ રડવા લાગી. શાંતાદેવીની આંખમાં સ્વસ્થ ઉત્સુકતા નજરે પડતી હતી. બિરચંદજીએ ધ્રૂજતા અવાજે પત્ર વાંચ્યો. એમાં પર્વાધિરાજ પર્યુષણ નિમિત્તે પૂ. આનંદસાગરજીએ પિતાની ક્ષમાપના માગી હતી. પિતાને ન ખમાવે ત્યાં સુધી એમની ક્ષમાપના અધૂરી ગણાય. પત્રમાં લખ્યું હતું કે ગુરુ પાસે મેં દીક્ષા લઇ લીધી છે. મને અહીં કશી તકલીફ કે મુશ્કેલી નથી, તેથી મારી ફિકર કરશો નહિ. ઘરના સર્વેને એમણે ખમાવ્યા હતા.
છેલ્લા નવેક મહિનાથી જે ઘરમાં વિષાદની ઘેરી છાયા છવાઇ ગઇ હતી, ત્યાં આશાનો નવો પ્રકાશ પ્રગટયો. અજંપાભર્યા દિવસો અને બેચેનીભરી રાતમાં જીવતા આ ઘરમાં શાંતિની થોડીક ક્ષણો આવીને સ્થિર ધઇ ગઇ.
આ પત્ર પરની પોસ્ટની છાપ જોઇ. પેથાપુરની છાપ હતી. થોડીવારમાં તો બધા જ સ્વજનો એકઠાં થઇ ગયાં. રામિકશનદાસજીને તત્કાળ ઘેર બોલાવવામાં આવ્યાં એમના હર્ષનો કોઇ પાર ન રહ્યો નહિ. ઓ! મારો પ્યારો કાશીરામ સુખરૂપ છે! પણ મનમાં વળી ઉદ્વેગ જાગ્યો કે એ સાધુ થયો શા માટે? સહુએ નક્કી કર્યું કે બનતી ઉતાવળે પેથાપુર પહોંચવું. ત્યાં જઇને સમજાવીને કાશીરામને પાછા લાવવા. એ જ રાત્રે રામકિશનદાસજી, સસરા કાકુરામજી અને એમના કાકા જયરામદાસજી ગુજરાતના પેથાપુરમાં આવવા નીકળ્યા. જયરામદાસજી જગરાંવમાં મ્યુનિસિપલ હેલ્થ ઇન્સ્પેક્ટર હતા. વળી આ ત્રણેએ જગરાવના કોંગ્રેસ પ્રમુખની અમદાવાદના કોંગ્રેસ પ્રમુખ પત્ની ભલામણચિઠ્ઠી લીધી હતી. કાશીરામને પાછા લાવવા માટે જરૂર પડે તો સ્થાનિક કોંગ્રેસી આગેવાનોનો સહકાર મળી શકે. ત્રણે મહાનુભાવો પહેલી જ વાર પંજાબની બહાર પગ મૂકતા હતા અને છેક ગુજરાતના પેથાપુરમાં પહોંચવાનું હતું. આખરે તેઓ અમદાવાદ આવ્યા. અમદાવાદથી જીપ ભાડે કરીને પેથાપુર ગયા. પેથાપુરમાં જઇને તપાસ કરી, તો ખબર મળી કે કાશીરામનું નામ આનંદસાગરજી છે અને લોકો પાસેથી મુનિ આનંદસાગરજીની જ્ઞાનપિપાસા અને ગુરુભક્તિની વાતો સાંભળી.
૨૯
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમેય પેથાપુરમાં એ વખતે જિનશાસનની ભારે જાહોજલાલી હતી. ગામમાં મોટી સંખ્યામાં જૈનોની વસ્તી હતી. વળી પેથાપુર એટલે પ.પૂ. યોગનિષ્ઠ આચાર્ય બુધ્ધિસાગરસૂરીશ્વરજીની સાધનાભૂમિ. અહીં આચાર્ય બુધ્ધિસાગરસૂરીશ્વરજીએ ઘણા ચાતુર્માસ કર્યા હતા. એ ભૂમિ પર એમના જ સંધાડાના પૂજય તપસ્વી મુનિશ્રી જિતેન્દ્રસાગરજી મહારાજ સાથે મુનિશ્રી આનંદસાગરજી વિચરતા હતા એટલે સહુને એમના તરફ અંતરની લાગણી - હતી. વળી મુનિશ્રી આનંદસાગરજીની ગુરુભક્તિ જોઈને તો સહુ ધન્ય ધન્ય ઉચ્ચારે છે. કેવી અપ્રતિમ ગુરુભક્તિ! કેવો અદ્વિતીય આદર! આ કાળમાં દુષ્કર ગણાય એવો વિનય પૂ. આનંદસાગરજી દાખવતા હતા. ગુરુ પૂ. જિતેન્દ્રસાગરજી વારંવાર ગુસ્સે થતા. કોઈ નિમિત્ત મળે અને એમનો ગુસ્સો ભભૂકી ઊઠતો. બસ પછી તો શબ્દોના ચાબખા પર ચાબખા લગાવ્યું જાય. શિષ્યને વારંવાર અપમાનિત કરે, આથી તો એમની સાથે કોઇ શિષ્ય નહોતો. પણ એમના પુણ્યયોગે પૂ. આનંદસાગરજી જેવા શિષ્ય મળ્યા. ગુરુ ગમે તેટલા ઊંચા અવાજે બોલે,છતાં ‘જી' અને ‘તહત્તિ' કરીને ઊભા રહે. આ કાળમાં એક આશ્ચર્ય ગણાય તેવો વિનય તેમનામાં પ્રગટ થતો હતો. આવો વિનય જોઈને ચંદ્રાચાર્ય અને નવદીક્ષિત ક્ષુલ્લક મુનિની સ્મૃતિ તાજી થઈ જતી. ચંડરુદ્રાચાર્ય સ્વભાવે જ ક્રોધિત હતા. નવદીક્ષિત ક્ષુલ્લક મુનિ પર એમણે 'પૂબ ગુસ્સો કર્યો. માથામાં દડો માર્યો. ઘોર અપમાનભર્યા કટુ વચનો કહ્યા, આમ છતાં ક્ષુલ્લક મુનિ ગુરુની સામે કશું ન બોલે. ક્ષમાપૂર્ણ વિનયયુક્ત વચનો જ બોલે. ભૂતકાળની એ કથા પૂ. તપસ્વી મુનિશ્રી જિતેન્દ્રસાગરજી અને પૂ. મુનિશ્રી આનંદસાગરજીના ગુરુ-શિષ્યના સંબંધમાં ફરી જીવંત બની. ગુરુની એવી સેવા કરે છે કે જેથી એમને ક્રોધ-કષાયનું નિમિત્ત ન મળે. ગુરુની અવસ્થા હોવાથી એમની એકેએક વાતનું ધ્યાન રાખે. કોઈ પૂર્વનું ઋણાનુબંધ હોય 2-1થવા તો ભવાંતરનો સંબંધ હોય તેવું લાગે. પૂ. મુનિશ્રી આનંદસાગરજી વેરે છે કે ગુનો દોષ જોવો નહિ. એનો વિચાર કરીએ તો ગુરુના આશીર્વાદ કદી ફળે નહિ. વળી આવો દોષ જોઈએ તો ખુદ ગુનેગાર બનીએ. વળી એમ થાય છે કે આ ગુરુનો પોતાના પર કેટલો બધો અસીમ ઉપકાર છે! એમના કારણે તો આવું ભવ્ય સંયમજીવન પામ્યો! પેથાપુર ગામના શ્રાવકોમાં બધે પૂ. આનંદસાગરજીની ગુરુભક્તિનાં જ ગુણ ગવાય. કોઈ કહે, “આ નવા સાધુ તો ગ્રેજયુએટ થયેલા છે. છતાં કેટલા બધા નમ્ર છે!” કોઈ એમના જ્ઞાનને તો કોઈ એમની સ્વાધ્યાયશીલતાને વખાણે. ફૂલને ગમે તેટલું ગોપવી રાખો, પણ એની સુવાસ તો પ્રર્યા વિના રહેશે
30
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છું?
નહીં. મુનિશ્રીએ પ્રથમ ચાતુર્માસ પેથાપુર કયોં. આ સમયે પેથાપુરમાં આવેલા યોગનિષ્ઠ આચાર્યશ્રી બુધ્ધિસાગરસૂરીશ્વરજીના ચોતરામાં બેસીને તેઓ કલાકો સુધી ધ્યાન કરતા અને બાકીનો સમય અધ્યયન કરતા. પૂજય મુનિશ્રી આનંદસાગરજી પેથાપુરમાં આવ્યા. યોગનિષ્ઠ આચાર્યશ્રી બુધ્ધિસાગરસૂરીશ્વરજીના સાધકજીવન સાથે જેનું નામ સદાને માટે જડાઈ ગયું છે તેવું આ ગામ. અહી એક નવી જ ઘટના મુનિશ્રી આનંદસાગરજીના ચિત્તપ્રાસાદમાં બની. વાત એવી હતી કે મુનિશ્રી આનંદસાગરજીની જન્મભૂમિ પંજાબ હતી. એ સમયે પંજાબમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ ક્રાંતિનો શંખ ફૂંક્યો હતો. બંધિયાર સમાજજીવનની બેડીઓ તોડવાનો પ્રયાસ કર્યો. ધર્મમાં પેસી ગયેલી વિકૃતિઓ અને દૂષણો પર પ્રહાર કરીને ધર્મચેતના અને પ્રજા-અસ્મિતા જગાડી. તે સમયે પંજાબનું નાનકડું જગરાંવ ગામ પણ આર્યસમાજના રંગે રંગાયેલું હતું. ખર! કાશીરામ જે કોલેજમાં માયા એ કોલેજના અધ્યાપકો આર્યસમાજમાં ૮૪ શ્રધ્ધા ધરાવતા હતા. એમના પ્રવચનમાં પણ ખાયંસમાજની વિચારસરણીની છાંટ આવી જતી. યુવાન કારકીરામના ચિત્ત પર આની ગાઢ અસર થઈ. અને પરિણામે મન મૂર્તિપૂજાનો પ્રબળ વિરોધ જાગ્યો. ઘરના સ-કાર અમૂર્તિપુજક હોવાથી એમની આ ભાવનાને વેગ મળ્યો. આ કાશીરામ મુનિશ્રી આનંદસાગર જી બન્યા. પણ હજી પ્રભુપ્રતિમા પ્રત્યે એટલી લગની જાગી નહોતી. પથાપુરમાં તેઓ રોજ બાવન જિનાલયના મૂળ નાયકજી શ્રી સુવિધિનાથજી પરમાત્માના દર્શન કરવા જતા. પરંતુ મનોમન એવું વિચારતા કે આ પ્રતિમા તો પાપણના છે. મારા નમસ્કાર અને ચૈત્યવંદન આ પથ્થરના પ્રતિમાજીને નહિ. બલકે સિદ્ધશિલા પર બિરાજમાન એવા હે સુવિધિનાથ પરમાત્માનું આપને હું વદન-નમસ્કાર કરું છું. આ સમયે યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું "જૈન સૂત્રમાં મૂર્તિપૂજા"નામનું મૂર્તિપૂજાનો મહિમા બતાવતું એક પુસ્તક એમના હાથમાં આવ્યું. આ પુસ્તકે મુનિશ્રી આનંદસાગરજીની ટિમાં આમૂલ પરિવર્તન કર્યું. “જૈન સૂત્રમાં મૂર્તિપૂજા" નામના આ ગ્રંથમાં આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ દૃષ્ટાંતો સહિત પ્રતિમાપૂજનની પ્રાચીનતા સિદ્ધ કરી બતાવી હતી. આ પુસ્તક વાંચતાં એમના વિચારાં પલટાવા લાગ્યા. એમાં આચાર્યશ્રીએ દર્શાવ્યું હતું કે “પ્રેમ એ મૂર્તિપૂજાનું કારણ છે. જયાં સુધી જગતમાં પ્રેમ છે ત્યાં સુધી મૂર્તિપૂજા છે જ. સાકાર પ્રેમથી જ સાકાર મૂર્તિની પૂજા થાય છે અને નિરાકાર પ્રેમથી નિરાકારની પૂજા થાય છે, પરંતુ
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
NOVE
નિરાકારમાં પણ એની પ્રતિમા હ્રદયમંદિરમાં તો ઊભી હોય છે જ. વળી આવા પ્રેમ વિના સેવા, ભક્તિ, વિનય જેવા ગુણો આવતા નથી.” યોગનિષ્ઠ આચાર્ય બુધ્ધિસાગરસૂરીશ્વરજીએ ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ, બૌધ્ધ ધર્મ અને હિંદુ ધર્મમાં મૂર્તિપૂજાનું મહત્ત્વ દર્શાવીને કહ્યું કે કોઇ ને કોઇ રૂપે પ્રેમ અને પૂજયબુધ્ધિથી મૂર્તિપૂજા કાયમ રહે છે. યોગનિષ્ઠ આચાર્યશ્રી બુધ્ધિસાગરસૂરીશ્વરજીના આ પુસ્તકમાં આર્યસમાજીઓ વિશે કહ્યું છે “આર્યસમાજીઓ સહસ્રશીર્ષાઃ સહસ્રપાવાઃ એ વેદમંત્રને વૈરાટ પ્રભુના મંત્રરૂપે સ્વીકારીને પ્રભુની સાકારતાનો સ્વીકાર કરે છે, તેથી તે પણ એક જાતની સાકાર જગતમાં પ્રભુ જોવાની મૂર્તિપૂજા જ છે. આર્યસમાજીઓ, આર્યસમાજના સ્થાપક શ્રી દયાનંદ સરસ્વતીની છબીને માન આપે છે અને તે છબી દ્વારા સ્વામીજીનું સંસ્મરણ કરે છે તે પણ એક જાતની પ્રેમ દ્વારા મૂર્તિપૂજા જ છે તથા આર્યસમાજીઓ જડ એવા યજ્ઞોની માન્યતા માને છે અને તેના ઉપર પ્રેમ ધારણ કરે છે તે પણ એક પ્રકારની પ્રેમ દ્વારા થતી જડ યજ્ઞ સાકાર મૂર્તિપૂજા જ છે.”
વળી આ જ પુસ્તકમાંથી જૈન શાસ્ત્રોમાં મૂર્તિપૂજાના પ્રાચીન ઉલ્લેખો મળ્યા. સ્થાનકવાસી સમુદાયની માન્યતાઓની પણ આમાં આચાર્યશ્રી બુધ્ધિસાગરસૂરીશ્વરજીએ ચર્ચા કરી છે. ધ્યાન માટે આલંબનરૂપ મૂર્તિનુ મહત્ત્વ દર્શાવ્યું અને એ રીતે મૂર્તિપૂજા વિશે શાસ્ત્રસિધ્ધ જાણકારી મળી. મુનિશ્રી આનંદસાગરના હૃદયમાં ભારે આઘાત થયો. આજ સુધી પોતે અસત્ય અને અંધકારમાં રહ્યા તેથી ખૂબ ગ્લાનિ થઇ. મનમાં પ્રાયશ્ચિત્તનો ભાવ જાગ્યો. એમ થયું કે પોતે અજ્ઞાનમાં મૂર્તિપૂજાનો કેવો આંધળો વિરોધ કર્યો! મુનિશ્રી આનંદસાગરજીને થયું કે પોતે મૂર્તિને પથ્થર કહીને મોટી આશાતના કરી છે તેનું પ્રાયશ્ચિત્ત કરવું જરૂરી છે. આ પશ્ચાત્તાપનો ભાવ એમનામાં જીવનભર રહ્યો. સાથોસાથ શ્રી જિનેન્દ્ર મૂર્તિપૂજા પ્રત્યે અખંડ અને અતૂટ શ્રધ્ધા જાગી. અધ્યાત્મનો નવો પ્રકાશ મળ્યો. એ પછી તેઓ શ્રી સુવિધિનાથ પરમાત્માની પ્રતિમાને સાક્ષાત્ જિનેન્દ્ર પરમાત્મા માનીને જ વંદન અને ચૈત્યવંદન કરતા હતા -
*
કાશીરામના પિતા, કાકા અને સસરા પેથાપુર પહોંચ્યા. ઉપાશ્રયની માહિતી મેળવી. તેઓ ઉપાશ્રયમાં પહોંચ્યા ત્યારે પૂ. મુનિશ્રી આનંદસાગરજી ગોચરી પતાવીને સ્વાધ્યાયમાં તલ્લીન થઇને બેઠા હતા. ઉપાશ્રયની બહારના હૉલમાં બેસીને તેઓ એકાગ્રતાથી અભ્યાસ કરતા હતા, જયારે બાજુના ઓરડામાં એમના ગુરુ મહારાજ વિશ્રામ લેતા હતા. ગુરુ મહારાજની વૃધ્ધ અવસ્થા હતી અને તેમાં પણ સતત તપશ્ચર્યા ચાલતી હતી.
૩ર
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાના ત્રણે વડીલોને સન્મુખ ઊભેલા જોઇને પૂ. મુનિશ્રી આનંદસાગરજી અત્યંત આશ્ચર્ય પામ્યા. રામકિશનદાસજીએ પોતાના પુત્ર સમક્ષ પહેલાં રોષ ઠાલવ્યો. રાત-દિવસ કરેલી ચિંતાની વાત કરી. ઘરમાં કેવો કલ્પાંત થયો, તે કહ્યું. હવે કૃપા કરીને ઘરે પાછા ફરવા જણાવ્યું.
સસરા કાકુરામજીએ કહ્યું કે, ‘એમણે શાંતાદેવીનો પણ વિચાર કરવો જોઇએ.’ કાકા જયરામદાસજીએ કહ્યું કે અમે તને લેવા આવ્યા છીએ. કોઇ પણ સંજોગોમાં તને લીધા વિના અમે પાછા જવાના નથી. જરૂર પડશે તો કોંગ્રેસના આગેવાનોની મદદ લઇશું.
મુનિ આનંદસાગરજીએ કહ્યું, “હવે તો હું દીક્ષિત થયો છું. મારે ઘેર આવવું નથી” એમણે અઠ્ઠમનું પચ્ચખાણ કર્યું. રામકિશનદાસજી પોતાના વિચારમાં દૃઢ અને એટલા જ મક્કમ હતા. એમણે કહ્યું કે, ‘તું અમારી સાથે આવીશ નહિ ત્યાં સુધી અમે બધા અહીં જ અનશન કરીશું.’
વળી ગળગળા અવાજે રામકિશનદાસજીએ વિનંતી કરી કે એકવાર ઘેર આવી જા. પછી હું તને દીક્ષા અપાવીશ. આમ બંને મક્કમ હતા. કોઇ કોઇને મચક આપે નહિ. એક દિવસ પસાર થઇ ગયો. બીજો દિવસ પણ વીતી ગયો. આખરે ગુરુ મહારાજે આવી વિકટ પરિસ્થિતિ જોઇને મુનિશ્રી આંનદસાગરજીને કહ્યું, “હજી તો તમે કાચી દીક્ષા લીધી છે. ભાવ જાગે તો ફરી આવજો. પણ આ બધા અનશન પર બેઠા છે અને એમનો આટલો બધો આગ્રહ છે તો તમે પાછા જાવ.’
પૂજય આનંદસાગરજી મહારાજ મનોમન વિચારવા લાગ્યા કે મારો ધર્મ તો કહે છે કે નાનામાં નાના જીવની ચિંતા કરવી અને મારા નિમિત્તે મારા કુટુંબને કેટલો બધો સંતાપ થયો! સહુને સતાપ આપીને હું સાધુ બનેં એનો અર્થ શો? એમના હૃદયમાં કરુણા જાગી ઊઠી.
વિચાર કરવા લાગ્યા કે તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીરસ્વામીએ દીક્ષા
ગ્રહણ કરતાં પૂર્વે પોતાના મોટાભાઇની રજા લીધી અને પોતે પ્રભુ મહાવીરના અનુયાયી બને અને મોટાભાઇની કે પિતાની વાત ન સ્વીકારે તે કેમ ચાલે? આથી નક્કી કર્યું કે મારું પહેલું કામ મારા ઘરનો સંતાપ દૂર કરવાનું છે. નજીકના લોકોને સંતાપમાં રાખીને કઇ રીતે પોતે બીજે સમતા પ્રગટાવી શકે? વળી વિચાર કર્યો કે અનંતાજીવોની દ્રવ્યદયા કરતાં એક જીવની ભાવદયા અનંતગુણી વિશેષ ઉપકારક હોવાથી પ્રાણાંતે પણ મારાથી દીક્ષાનો ભંગ ન
જ થાય.
કુટુંબીજનોનું કલ્પાંત જોયું જતું નહોતું. પૂજય તપસ્વીજી મહારાજ પણ વિમાસણમાં પડી ગયા, આમ છતાં મુનિશ્રી આનંદસાગરજીનો નિર્ધાર હજી અડગ હતો. હવે કરવું શું? આખરે વચલો માર્ગ શોધવામાં આવ્યો. પિતા
૩૩
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામકિશનદાસજીએ પૂજય મુનિશ્રી જિતેન્દ્રસાગરજી મહારાજને વિનંતી કરી કે ત્રણ મહિના માટે પૂજય મુનિશ્રી આનંદસાગરજીને મારી સાથે મોકલો. ત્રણ મહિના બાદ હું જ આપશ્રીના ચરણોમાં આવીને એમને દીક્ષા અપાવીશ. આવા અભિગ્રહનું પચ્ચખાણ પણ કર્યું. પરિણામે અનિચ્છાએ મુનિશ્રી આનંદસાગરજીએ અત્યંત વેદનાભર્યા હૈયે મુનિવેશ ત્યજીને ગૃહસ્થની વેશભૂષા ધારણ કરી. પૂજય ગુર મહારાજને વંદન-નમસ્કાર કરીને મુનિશ્રી આનંદસાગરજી પાછા ફર્યા. આસો સુદ પૂનમ પછીનો એ સમય હતો. બધા અમદાવાદ સ્ટેશન પર આવ્યા અને પંજાબ તરફ રવાના થયા. કાશીરામના જીવનમાં કેવા કેવા પલટા આવ્યા. સિધ્ધિ માટે ખૂબ પ્રયાસ કર્યો અને જયાં માર્ગ મળ્યો ત્યાં બધી દિશાઓ એકાએક બંધ થઈ ગઈ. જીવન કેવું ચકરાવે ચડ્યું. ઠેર ઠેર ફર્યા. માંડ ગુરુ મળ્યા. કોઈ પૂર્વના ઋણાનુંબંધ સંબંધે પૂજય તપસ્વીજી મહારાજે દીક્ષા આપી. આટલી મહેનત અને પ્રવાસનું આ પરિણામ? દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવ્યા જેવું થયું. ઓહ દેવ! મારું ભાવિ શું હશે? મારી ગતિ શું હશે? શું અધ્યાત્મની ઝંખના અતૃપ્ત રહેશે? સાધુતાની સિધ્ધિ નહી થાય? કાશીરામ આનંદસાગરમાંથી પુનઃ કાશીરામ બની ગયા. સાત મહિનાની દીક્ષા બાદ ફરી ઘેર પાછા ફર્યા, પણ હવે મન પલટાઈ ચૂકયું હતું. દિશા નકકી થઈ ચૂકી હતી. ધ્યેય દીવા જેવું સ્પષ્ટ હતું. જે દિવસે કાશીરામ જગરાંવમાં પહેંચ્યા ત્યારે તેમના કુટુંમ્બીજનોએ જગરાંવમાં આવેલી રૂપચંદજી મહારાજની સમાધિ પાસે ચોખ્ખા ઘીના લાડુ વહેંચ્યા. કાશીરામના દાદા ગંગારામજી બજારની કોઈ ચીજ લાદ: નહિ કે ખાતા પણ નહિ. વળી ઘરમાં હંમેશાં ચોખા ઘીનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખતા. આ સમયે કાશીરામના મનમાં પારાવાર વેદના થતી હતી. પિતાજી એમના પર ખૂબ નારાજ હતા. એમની સાથે બોલવાનું પણ બંધ કર્યું હતું. એમની માતા રામરખીદેવીએ કોઈ ઠપકો આપ્યો નહિ. અંતરના ભાવથી એમણે પોતાના પુત્રને આવકાર આપ્યો. આ સમયે કાશીરામ પર સતત ચોકી પહેરો હતો. તેઓ કયાંય એકલા જઈ શક્તા નહિ. એમની સાથે એમના પર કોઈ ધ્યાન રાખનાર તો હોય જ. એમના સ્વજનોએ ખૂબ આગ્રહ કર્યો કે તમે શ્વેતામ્બર આમ્નાયની દીક્ષા ન લો. તમારે દીક્ષા લેવી હોય તો ભલે લો પરંતુ આપણા સંપ્રદાયમાં લો. રામકિશનજીની ઇચ્છા એવી હતી કે એમનાં પુત્રે દીક્ષા લેવી જ હોય તો
સ્થાનકવાસી સંપ્રદાયના મહારાજ પૂ. ફૂલચંદજી પાસે દીક્ષા લે. એ મહારાજ પ્રત્યે કાશીરામજીને ઊંડો આદર હતો. મહારાજ પણ કાશીરામ તરફ પ્રેમ
३४
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાખતા હતા.
પૂ. ફૂલચંદજી મહારાજે કાશીરામને બોલાવ્યો અને એકાંતમાં સમજાવવાની કોશિશ કરી. કાશીરામે દૃઢતાથી કહ્યું કે જેમ પિતા એક જ હોય તેમ ગુરુ પણ એક જ હોય. જેમણે મારા પર અસીમ ઉપકાર કર્યો, તેમને મૂકીને હું બીજે દીક્ષા લઉ ં તો કેવો અપકારી ગણાઉં? મારા જેવો કૃતઘ્ની બીજો કોણ હોઇ શકે?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાશીરામજી પર સતત દબાણ વધતું હતું. એમને સમજાવવા બધા જુદી જુદી રીતે કોશિશ કરતા હતા. પૂ. ફૂલચંદજી મહારાજે એમને ફરી સમજાવવા કોશિશ કરી, ત્યારે મક્કમ કાશીરામે એકાંતમાં કહ્યું, “હું અહીં તમારી પાસે દીક્ષા લઉં પછી તમે મને ગુજરાતમાં જવા દેશો ખરા? હું ત્યાં જઇને તપાગચ્છમાં દીક્ષા લેવા માગું છું. એમાં તમે સંમતિ આપશો ખરા?” પૂ. ફૂલચંદજી મહારાજે કહ્યું, “એવું તો કઇ રીતે બની શકે? એમાં તો મારું નાક કપાઈ જાય."
કાશીરામે ઘેર આવ્યા પછી મીઠાઇ અને દૂધનો પણ ત્યાગ કર્યો હતો. ફક્ત એક ઘી વિગઇ અને દાળ-શાક લેતા હતા. વળી હમેશાં એકાસણું તો હોય જ. આ સમયે પલંગ પર સૂતા નહિ, કાચું પાણી પીતા નહિ અને આખો દિવસ સામાયિકમાં જ રહેતા.
આમ ઘરમાં હોવા છતાં સંપૂર્ણ સાધક જીવન એમણે શરૂ કર્યું. ભાગ્યે જ કોઇની સાથે વાતચીત કરતા. મોટે ભાગે મૌન રહેતા. ક્યારેક કોઇ ગુસ્સે થઇને એમ પણ કહેતું કે ‘તુ તો મૂર્તિપૂજક થઇને પથ્થરની મૂર્તિ જેવો જડ થઇ ગયો છે. કોઇ વાત જ સમજતો નથી.' કાશીરામ આનો ઉત્તર આપવાને બદલે મૌન જ રહેતા.
રામિકેશનદાસજી કાશીરામને સમજાવવા ખૂબ કોશિશ કરતા, પણ કાશીરામ તો મક્કમ હતા કે મારે દીક્ષા તો તપાગચ્છ મૂર્તિપૂજકમાં જ લેવી છે. રામકિશનદાસજીને માટે ધર્મસંકટ હતું. પોતે સ્થાનકવાસી સંપ્રદાયના આગેવાન હતા. તેઓ કઇ રીતે પુત્રને મૂર્તિપૂજકમાં દીક્ષા કાજે વિદાય આપી શકે? છેવટે વિચાર્યું કે કોઇ નિમિત્તે શોધીને કાશીરામને બહાર મોકલી દેવા અને પછી એમને જે કરવું હોય તે કરે.
કાશીરામનો વિચાર સહુની સંમતિ લઇને જવાનો હતો, પણ મહારાજશ્રીએ સમજાવ્યું કે એ સરળ નથી, કારણ કે ઘરના લોકો એમને હસતે મુખે વિદાય આપે તેવી કોઇ શકયતા નથી. માતા પોતાનો અગાધ પ્રેમ કઇ રીતે હૈયામાં સમાવી શકે? વળી બીજી બાજુ ઘરમાં સહુને રડતા-કકળતા અને વિલાપ કરતા મૂકીને ચાલ્યા જવું એ પણ બરાબર ન ગણાય. આવી કરુણ પરિસ્થિતિને
૩૫
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારણે જ કાશીરામે ત્રણ મહિનાને બદલે થોડો વધુ સમય રહેવાનો વિચાર કર્યો, જેથી સહુના દ્રવિત ચિત્તને શાંતિ મળે. પોણા ચાર મહિના જેટલો સમય વીતી ગયો. હવે કાશીરામ યોગ્ય તકની અને પળની રાહ જોવા લાગ્યા. એવો સુંદર મોકો પણ મળી ગયો.
એક દિવસ કાશીરામનાં માતા રામરખીદેવી એમના પિયરમાં એમના ભાઇને ત્યાં લગ્નનિમિત્તે ગયાં હતાં. શાંતાદેવી એમના પિતા કાકુરામજી પાસે ગયા હતા, આથી ગૃહત્યાગનો ઘણો સુંદર મોકો મળી ગયો. બપોરે કાશીરામે પોતાની કપડાંની બેગ તૈયાર કરી અને જગરાવ સ્ટેશનની બાજુમાં આવેલી ઓળખીતાની દુકાનમાં મૂકી દીધી. અંધારું થયા પછી આવ્યા. દુકાનમાંથી બેગ લીધી અને રાત્રે ગાડીમાં બેસીને જગરાવથી નીકળી ગયા.
સામાન્ય રીતે રાત્રિના બારેક વાગ્યા સુધી કાશીરામ ઉપાશ્રયમાં બેસતા હતા, આથી મધરાત સુધી તો કોઇને શંકા ન ગઇ, પણ પછી કાશીરામ ન આવ્યા તેથી રાકિશનદાસજી ઉપાશ્રયમાં પૂછવા ગયા.
મહરાજશ્રીએ કહ્યું કે કાશીરામ તો આજે અહીં આવ્યો જ નથી. કોઇ મિત્રને ત્યાં ગયા હશે એમ માની રાત્રે વિશેષ તપાસ ન કરી. છેક સવાર સુધી નહિ આવતાં રામિકશનદાસજીએ ફરી બધે તપાસ ચાલુ કરી. મનમાં થયું કે નક્કી એ ગુજરાત ગયો હશે.
કાશીરામ ફરી ગુજરાતમાં આવ્યા. ગુજરાતનો પ્રદેશ જોઇને સૂકી ધરતીને વર્ષાથી જેવો આનંદ થાય તેવો આનંદ કાશીરામના હૃદયમાં થયો. ક્યા પંજાબનું જગરાવ અને કયાં આ ગુજરાત? યોગનિષ્ઠ આચાર્ય બુધ્ધિસાગરસૂરીશ્વરજીનું ગુજરાત વિશેનું કાવ્ય એમના મનમાં ગુંજવા લાગ્યું : હિન્દુ વર્ણો દયા કરે રે, જેનો સૌથી વિશેષ, મંદિરો સહુ ધર્મના રે, પૂર્ણ રસાળ પ્રદેશ, આ કાવ્યની એક પંક્તિ આવી
“ચારિત્ર લાયક ભૂમિની રે, જગમાં ન જડે ન જોડ.”
આ પંક્તિ બોલતાં, કાશીરામનું હૃદય ગદિત થઇ ગયું. ચારિત લેવા માટે પોતે તો પંજાબથી બીજી વાર અહીં આવી રહ્યા છે.
ફરી એક વાર કાશીરામના જીવનમાં આનંદ અને ઉલ્લાસની ભરતી આવી. છેલ્લા કેટલાય સમયથી જેને માટે મથી રહ્યા હતા, ઝઝૂમી રહ્યા હતા, એ વિરલ ભાગ્યવાન ઘડી આવી પહોંચી.
વિ. સં. ૧૯૯૪ના પોષ વદિ ૧૦ના શુભ દિવસે, ૧૯૩૮ની ૨૫મી જાન્યુઆરી ને મંગળવારે ૨૪ વર્ષની ભર યુવાન વયે સરળસ્વભાવી પૂ. આ.
૩૬
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ઋધ્ધિસાગરસૂરીશ્વરજીના વરદ હસ્તે કાશીરામને પુન:દીક્ષા આપવામાં આવી. કાશીરામમાંથી એ દિવસે મુનિ કૈલાસસાગર બન્યા. અમદાવાદમાં કોચરબ આશ્રમ નજીક એક બંગલામાં આ દીક્ષાનો ઉત્સવ થયો. જીવનમાં ફરી ભાગ્યોદય જાગ્યો. હવે પીછેહઠ કરીને સંસારમાં જવાની લેશ પણ તૈયારી નથી. હવે તો સાધુતાના કૈલાસશિખર પર વેગભર્યું આરોહણ કરવાની પ્રબળ ઇચ્છા જ જીવનનો આધાર છે, આથી તરત જ પિતાને પત્ર લખ્યો. હકીકત જણાવી. એમાં સ્પષ્ટ લખ્યું કે હવે મને પાછો લેવા આવશો નહિ. જો આવશો તો હું જીવતો નહીં આવું. મારો મૃતદેહ જ આવશે.
રામકિશનદાસજીના ઘરમાં પત્ર આવ્યો બધાએ વાંચ્યો. પોણા ચાર મહિનાના સમયમાં સહુએ કાશીરામની વૈરાગ્યભાવનાનો પરિચય મેળવ્યો હતો. એની દઢતા અને મક્કમતાનો ખ્યાલ આવી ગયો હતો. વિરલ માનવીઓ જ સંયમના માર્ગે જઈ શકે છે. એ કઠિન પથ પર આટલી ઉત્કટ ધગશથી પ્રયાણ કરનારના હીરને પરિવારે પારખી લીધું. પત્રના પ્રત્યુત્તરમાં પિતા રામકિશનદાસજીએ જણાવ્યું કે તમે આવો કોઈ અઘટિત વિચાર કરશો નહિ. આખોય પરિવાર તમારી ભાવના માટે ધન્યતા અનુભવે છે અને શ્વેતામ્બર મૂર્તિપૂજક દીક્ષા રહેવાની અનુમતિ આપે છે. મુનિ કૈલાસસાગરજીને મન દીક્ષાનો ભારે મહિમા હતો. જીવનસાર્થક્યનો માર્ગ મળી ગયો હોય એટલો આનંદ એમને દીક્ષા મળતાં થયો. તેઓ જાણતા હતા કે ખુદ તીર્થંકર પરમાત્માને પણ દીક્ષા ગ્રહણ કર્યા પછી જ ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું હતું. જૈનના જીવનની સર્વોચ્ચ અભિલાષા એટલે જ દીક્ષા.આથી જ જીવનની ગમે તેટલી આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલો જૈને દિલમાં દીક્ષાની ભાવના સેવતો હોય છે. કાશીરામની વર્ષોની ભાવના અનેક અવરોધો પાર કર્યા પછી સાકાર થઈ. એમની દીક્ષા શાંતિથી પરિપૂર્ણ થઈ. પોતાના જીવનની રોમાંચક, ભાવપૂર્ણ અને કટોકટીભરી આ ઘટના કહેતા પૂ. કૈલાસસાગરજી એમ કહેતા, “કષ્ટથી જ ઈષ્ટની પ્રાપ્તિ થાય છે.' ઘણી મુશ્કેલીઓ અને મૂંઝવણ વેશ્યા પછી એમને દીક્ષા સાંપડી હતી, આથી
ક્યારેક પોતાના સાધુવર્ગને એમ પણ કહેતા : ‘તમે મારા કરતાં વધારે ભાગ્યશાળી છે. તમને સહજમાં દીક્ષા મળી, જયારે મારે તો એક વાર સંસારમાં જવું પડયું હતું.
૩૭
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાની ખેતી
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીતળ છાયા આપતો અને અનેક ઝૂમતી વડવાઇવાળો વિશાળ વડલો જેટલો G5 મહત્ત્વનો છે, એટલું જ મહત્ત્વ એના મૂળને પોતાની ગોદમાં સમાવીને બેઠેલી ધરતીનું છે. આકાશ સાથે વાતો કરતી ગગનચુંબી ઈમારત જેટલી આકર્ષક છે. એટલો જ એનો આધાર એના પાયામાં પડેલા પથ્થરોનો છે માનવીની સંસ્કારિતા એના કુટુંબની પરંપરામાંથી મહોરી ઊઠતી હોય છે. એના દેઢ ધર્મસંસ્કારોના બીજનું સિંચન બાલ્યાવસ્થામાં જ થતું હોય છે. એનામાં ઉચ્ચ ભાવનાઓનો ઉદ્ઘોષ સંભળાય છે, એના મૂળમાં કુટુંબના પ્રેમ અને પ્રેરણા હોય છે. એક ધર્મપરાયણ કુટુંબમાં કાશીરામનો જન્મ થયો હતો. એમના પૂર્વજો હાલ પાકિસ્તાનમાં આવેલા લાહોરમાં વસતા હતા. છેલ્લા એક સૈકાથી એમનું કુટુંબ લુધિયાણા જિલ્લાના જગડાંવમાં રહેતું હતું અને પાટનગર દિલ્હી સુધી વેપારી સંબંધો ધરાવતું હતું. દિલ્હીમાં એમની સોના-ચાંદીની દુકાન હતી. બિરચંદજી એનો કારભાર સંભાળતા. પંજાબના જગરાંવમાં એટલો જ મોટો કારોબાર હતો. રામકિશનદાસજી એ સંભાળતા. કાશીરામના પૂર્વજોની અટક અરોરા હતી. આ કુટુંબના પૂર્વજો મૂળ ક્ષત્રિય હતા. આજના ઘણા જૈનોનો ભૂતકાળ તપાસીએ તો એમના પૂર્વજો મૂળ ક્ષત્રિય હતા. જૈનોના તીર્થકરો પણ મૂળે તો ક્ષત્રિય હતા. ક્ષાત્રતેજમાંથી જ ત્યાગ-તેજ પ્રગટે. કાશીરામના કુટુંબની અટક અરોરા હતી, પરંતુ જગરાંવમાં આવ્યા પછી કાશીરામના દાદા ગંગારામજીને પૂ. કુંદનલાલજી મહારાજનો પરિચય થયો. ગંગારામજી એમની પાસેથી ધર્મબોધ પામ્યા અને વખત જતાં ક્ષત્રિયજાતિના ગંગારામજીએ જૈન ધર્મનું પાલન શરૂ કર્યું. તેઓ ગંગારામ અરોરામાંથી ગંગારામ જૈન બની ગયા. કાશીરામના પિતા રામકિશનજી લુધિયાણા જિલ્લાના જગરાંવ ગામના મહોલ્લા ચાવલામાં રહેતા હતા. આખા જગરાંવમાં રામકિશનજીને માટે સહુને ભારે આદર. ચુસ્ત ધાર્મિક મનોવૃત્તિ ધરાવનારા રામકિશન પાસે માત્ર પોતાની જ જ્ઞાતિના નહિ, પણ આખા ગામના લોકો ધાર્મિક કે સામાજિક પ્રશ્નો અંગે સલાહ લેવા આવતા. ધર્મપરાયણ રામકિશનજી સહુન્ને સ્નેહથી યોગ્ય માર્ગદર્શન આપતા. દુખિયા હોય તો એમને મદદ કરતા. મૂંઝાયેલાને રસ્તો બતાવતા. રામકિશનજી સ્થાનકવાસી સમાજના આગેવાન હતા, આથી એમને ત્યાં સતત ધર્મપ્રવૃત્તિ ચાલતી. સાધુ-મુનિરાજો પધારતા હોય. એમના ચાતુર્માસ અંગે વ્યવસ્થા થતી હોય. રામકિશનજીના ઘરમાં સાંપ્રદાયિક સંકીર્ણતા નહોતી. એમના સૌથી મોટા પુત્ર બિરચંદજીના પત્ની વિદ્યાવતીજી જૈન ધર્મમાં માનતા
૩૯
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હતા, પરંતુ એમને સનાતન હિંદુ ધર્મમાં પણ એટલી જ રુચિ હતી. કાશીરામના દાદા ગંગારામજીને પૂ. કુંદનલાલજી મહારાજ પાસેથી જૈન ધર્મની પ્રેરણા મળી. ગંગારામજીના કુટુંબમાં બાળમરણનું પ્રમાણ ઘણું હતું. બહુ ઓછાં બાળકો જીવિત રહેતાં. આવે સમયે આ કુટુંબ પર પૂ. કુંદનલાલજી મહારાજની અમીદૃષ્ટિ થઇ. એમની કૃપાને પરિણામે જ બાળમરણ બંધ થયાં એવી સહુની માન્યતા હતી. એ પછી કુટુંબનાં સંતાન જીવતાં રહ્યા. ગંગારામજીને પૂ. કુંદનલાલજી મહારાજનો પરિચય હતો તો રામકશનને પૂ. છોટેલાલજી મહારાજનો પરિચય થયો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવા ધાર્મિક વાતાવરણમાં વિ. સં. ૧૯૭૧ના માગશર વદ ૬ ના દિવસે કાશીરામનો જન્મ થયો. રામકિશનદાસજીને બિરચંદ નામનો પુત્ર અને દુર્ગાદેવી નામની પુત્રી હતી. કાશીરામ એમનાં છ સંતાનોમાં ત્રીજું સંતાન હતા. કાશીરામની માતા રામરખીદેવી બાળકને ખૂબ પ્યારથી ઉછેરતી હતી. કાશીરામ પણ માતાની આગળ ભારે લાડ કરે. એમાંય ખાસ કરીને ભોજનની બાતમાંતો હંમેશ જીદ કરે. બાળક કાશીરામને અમુક જ શાક ભાવતું અને તેઓ આગ્રહ રાખતા કે રોજ એ જ શાક બનવું જોઇએ. કાશીરામ બાળપણથી જ ઉદાર હૃદયના હતા. શેરીમાં રહેતા ચિમનલાલ અરોરા એમના ખાસ દોસ્ત હતા. તેઓ નાની વયથી જ હમેશાં બીજાના દુ:ખમાં ભાગ પડાવતા અને મદદ કરતા. બીજાને દુ:ખી જોઇ એમનું હૈયું ભરાઇ આવતું. બાળપણથી જ કાશીરામમાં ધાર્મિક વૃત્તિ હતી. જગરાવની બજારમાં કમિટી ગેઇટની નીચે આવેલી અનાજ-કરિયાણાની દુકાનમાં બેસીને બજારની ધમાલનો આનંદ મેળવવામાં કે આવતાજતા લોકોને જોવામાં બાળક કાશીરામને કયારેય રસ પડયો નહિ. એને બદલે એ તો સ્થાનકમાં જાય. ત્યાં જઇને ધાર્મિક પુસ્તકોનું વાંચન કરે. ઘરમાં પણ આ પ્રકારનાં જ પુસ્તકોનું વાંચન થતું હોવાથી ખૂબ ભાવથી સાંભળતાં. એમાં એમને એટલો જ રસ પડતો. તીર્થંકરોનાં ચિરત્રો કે સાધુ-મહાત્માઓની જીવનકથા એમને ખૂબ ગમતી. ‘પુત્રના લક્ષણ પારણામાંથી' એ કહેવત મુજબ બાળપણથી જ કાશીરામ નોખી માટીના માનવી હતા. જે ઉંમરે બીજાં બાળકો ધીંગામસ્તી કરવા જાય એ ઉંમરે કાશીરામ એકલીન બનીને ધર્મગ્રંથોનું વાંચન કરે. તોફાન કે ટીખળમાં પોતાનો સમય પસાર કરવાને બદલે સાધુ-મહારાજના સત્સંગમાં સમય વીતાવતા હતા. ધર્મના પૂર્વ-સંસ્કારોને કારણે જીવનના આરંભથી જ એ બીજાથી જુદા પડતા હતા.
કાશીરામને ધર્મસંસ્કારનાં બીજ સૌ પ્રથમ સ્થાનકવાસી સંપ્રદાયના પૂ. છોટેલાલજી મહારાજ પાસેથી મળ્યાં. એમના પવિત્ર સાનિધ્યના પુણ્યપ્રતાપે કાશીરામ ચોવિહાર કરવાનું અને સામાયિક કરવાનું શીખ્યા. એમણે
૪૦
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીવનભર નમસ્કાર મહામંત્રની ભવ્ય આરાધના કરી, એની મૂળ પ્રેરણા પૂજય છોટેલાલજી મહારાજ પાસેથી મળી. એ સમયે ધાર્મિક પુસ્તકો પણ
એમની પાસેથી વાંચવા મળ્યાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક વાર કાશીરામનો વિચાર છોટેલાલજી મહારાજ પાસે દીક્ષા લેવાનો હતો, પરંતુ રામકિશનજી ગુસ્સે થશે એવા ભયથી એમણે દીક્ષા લીધી નહિ. આ સમયે છોટેલાલજી મહારાજના શિષ્ય સુશીલ મુનિનો*કાશીરામને પરિચય થયો. સુશીલ મુનિની આ પ્રારંભિક અવસ્થા હતી. કાશીરામ રોજ સવાર-સાંજ એક-એક કલાક સાધુ મહારાજ પાસે બેસતા. વર્ષો પછી કલકત્તામાં એક ચાતુર્માસ નિમિત્તે જયારે બંને ભેગા થયા ત્યારે ખૂબ ભાવથી પ્રસન્નતા વ્યકત કરી.
કાશીરામ નિશાળમાં હતા ત્યારે એક શાંત અને મહેનતુ વિદ્યાર્થી તરીકે જાણીતા હતા. નિશાળના આચાર્યનો એમને હમેશા પ્રેમ મળતો રહ્યો. એમના કુટુંબમાં શારીરિક સ્વાસ્થ્ય અંગે ખૂબ જાગૃતિ રાખવામાં આવતી. ઘરમાં ભાગ્યે જ કોઇ બીમાર પડતું. ઘઉં વર્ણના કાશીરામનો બાંધો ઘણો મજબૂત હતો. જગરાવની રાધા-કિશન હાઇસ્કૂલમાં વિદ્યાભ્યાસમાં તેજસ્વી કાશીરામે મેટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ કરી.
કાશીરામ કોલેજમાં આવ્યા. ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં દાખલ થવા માટે એમણે મોગાની દયાનંદ મથરાદાસ કોલેજ (ડી.એમ. કોલેજ)માં પ્રવેશ મેળવ્યો. અહીં એમણે ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યો. એ પછી લાહોરની સનાતન ધર્મ કોલેજમાં દાખલ થયા. અહીંથી ઈંગ્લીશ, ઈકોનોમિકસ, હિન્દી (ફરજિયાત) સાથે બી. એ. ની ડીગ્રી મેળવી. કૉલેજકાળમાં કાશીરામના ધર્મસંસ્કારો એવા
જ અડગ અને અખંડિત રહ્યા. એમણે યુવાનીમાં ક્યારેય સિનેમા જોયું નહિ. પત્તાં રમવા સહેજે પસંદ નહિ. તેઓ કહેતા કે આ રમત નથી પણ બીમારીનું ઘર છે. એક તો એ કલેશનું કારણ બને અને એમાંય વળી કુટેવ પડે તે જુદી. જીવનમાં એમણે કદી ચા પીધી નહોતી. એમણે કદી લસણ કે ડુંગળીને સ્પર્શ કર્યો નહોતો. જૈન થઇને કટુ વચન ન કહેવાય તેવું તેઓ શીખ્યા હતા અને તેથી જ એમનામાં મનની દૃઢતા અને સ્વભાવની નમ્રતા આવી હતી. એમના કુટુંબનો એવો સિધ્ધાંત હતો કે ‘Respect and be respected.' કાશીરામ આટલા ભણેલા-ગણેલા હોવા છતાં નાનામોટા સહુને આદર આપતા હતા. મુશ્કેલીના સમયે મદદ કરવા દોડી જતા હતા.
નવાઇની વાત તો એ છે કે છેક બાળપણથી એમણે કયારેય દિવસમાં બે વાર ભોજન લીધું નથી. તેઓ સવારે કાચાં શાકજી અને ફળો લેતા. આ * અમેરિકામાં ન્યૂજર્સી પાસે ‘સિધ્ધાચલન’ની સ્થાપના કરનાર
૪૧
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ફળમાં પણ કેળાં અને સંતરા એમનાં પ્રિય ફળ હતાં. માલ્ટા પણ ખૂબ જ ભાવે. નિશાળમાં હતા ત્યાં સુધી મીઠાઇના પણ ભારે શોખીન હતા. એ કાળે પંજાબમાં ચોમેર સ્વામી દાયાનંદની ભાવનાનો શંખ ફૂંકાયો હતો. સમાજજીવન અને ધર્મજીવનના સડા પર આર્યસમાજની નસ્તર-છૂરી ફરવા લાગી હતી. નાનકડા જગરાવમાં પણ આર્યસમાજની પ્રવૃત્તિનો જયધોષ ગુજતો હતો. વળી વીરોના પણ વીર એવા લાલા લજપતરાયની શહીદીનાં ગાન ચોમેર સંભળાતાં હતાં. ઇ.સ. ૧૯૨૮ની ૨૭મી નવેમ્બરે સવારે નરવીર લાલા લજપતરાયનો દેહ અંગ્રેજોના લાઠીનાઘાને કારણે ઢળી ગયો, પરંતુ એમની રાષ્ટ્રભકિત અને એમનાં કાર્યોની સુવાસ જગરાંવમાં જાણીતી હતી. આમ કોલેજકાળમાં કાશીરામના માનસ પર આર્યસમાજના સંસ્કારોએ ઘેરી અસર કરી.
લાહોરની સનાતન ધર્મ કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે કાશીરામ પર રાષ્ટ્રભક્તિનો રંગ પણ લાગ્યો. એ સમયે કૉલેજના અધ્યાપકો પણ રાષ્ટ્રીય વિચારધારા ધરાવતા હતા. આમ કૉલેજકાળ દરમિયાન આર્યસમાજની પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય વિચારધારાનો કાશીરામને પ્રત્યક્ષ સંપર્ક થયો. આ સમયે એક વાર તેઓ પંડિત જવાહરલાલ નહેરુનું પ્રવચન સાંભળવા ગયા હતા. એમના મનને દેશમુકિતના વિચારોએ ઘેરી લીધું હતું. કોલેજકાળમાં કાશીરામને કનૈયાલાલ કપૂર નામના મિત્ર મળ્યા. બંને અંગ્રેજી ભાષા અને સાહિત્યનો અભ્યાસ કરે. સમય જતાં શ્રી કનૈયાલાલ એલ. કપૂર લાહોરની ડી. એ. વી. કૉલેજના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ બન્યા હતા. છેક બાળપણથી જ કાશીરામને વ્યાયામમાંરુચિ હતી. તેઓ માનતા કે રમત એવી રમવી જોઇએ કે જેનાથી શરીરની બરાબર કસોટી થાય. કૉલેજમાં તેઓ ક્રિકેટના કુશળ બેટ્સમેન તરીકે જાણીતા હતા. ક્યાંય કોઇ ક્રિકેટસ્પર્ધા ખેલાવાની હોય તો કાશીરામને પોતાની ટીમમાં સામેલ કરવા માટે હુંસાતુંશી ચાલે. બધા એમને પોતાની ટીમ તરફથી રમવા આગ્રહ કરે. વોલીબોલની રમતમાં પણ એટલા જ પાવરધા.
પુત્ર રામપ્રકાશ
શ્રી ગંગારામજી 1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંગીરામ
રામકિશન : રામરખીદેવી બિરચંદજી દુર્ગાદેવીજી કાશીરામ સરસ્વતીદેવીજી શાંતિદેવીજી વીરાવતી
પત્ની-વિદ્યાવતીજી
(કૈ. સા. મહારાજ)
પત્ની
શાંતાદેવી
૪૨
જયરામદાસ
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કૉલેજકાળ દરમિયાન યુવાન કાશીરામે બ્રહ્મચર્ય વિશે ઊંડુ અધ્યયન કર્યું. બ્રહ્મચર્યના રક્ષણ માટે કેવા પ્રકારનો આહાર જોઇએ એની વિસ્તૃત જાણકારી મેળવી. કોઇ આર્યસમાજીએ ચણા ખાવાનું સૂચન કર્યું. તેઓ બ્રહ્મચર્યને પોષણરૂપ ચણા આદિ લેવા માંડયા, જેથી શરીર ટકી રહે અને ચિત્તમાં વિકૃતિ ન જાગે. સંન્યસ્ત લીધા પછી પણ વિહારમાં કશું ન મળે તો ગામમાંથી ચણા અને ગોળ લાવવાનું કહે. આમ જીવનભર એમણે શુદ્ધ અને સાત્વિક આહારનો આગ્રહ સેવ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૉલેજમાં વેકેશન હોય ત્યારે કાશીરામ ઘેર જતા. ઘેર જાય એટલે દુકાને જવું
પડે. દુકાને આખો દિવસ મહેનત-મજૂરી કરવી પડે. મનમાં વિચારે કે જો આમ ને આમ મજૂરીમાં જ દિવસો પસાર થઇ જશે અને કઇ ધર્મકાર્ય નહીં થાય તો એવા જીવનનો અર્થ શો?
આ વખતે મનમાં વૈરાગ્યનો રંગ જામતો હતો. સાધુ સંતોના સમાગમ અને ધાર્મિક પુસ્તકોના અભ્યાસને કારણે ઊંડે ઊંડે સંસાર તરફ વિરકિત જાગતી હતી. એવામાં ‘ઉત્તરાધ્યયન સૂત્ર' વાંચ્યું. ભગવાન મહાવીરની સનાતન વાણી જાણી. જીવનનો અર્થ સમજવા અને મોક્ષ મેળવવાની તીવ્ર ઝંખના જાગી. ‘પરમાત્મપ્રકાશ’ તથા સ્થાનકવાસી મુનિ તરફથી મળેલાં પુસ્તકો ધેર રાખતા. ગ્રેજયુએટ થયા પછી કાશીરામને સનાતન ધર્મ કૉલેજમાં પ્રાધ્યાપક થવાની ઓફર મળી હતી, પરંતુ એનો એમણે નમ્રપણે અસ્વીકાર કર્યો હતો. કૉલેજ છોડયા પછી કાશીરામ જગરાંવમાં રહે, દુકાને જાય અને દિવસો વીતાવે. વિચાર કરે છે કે આવી જિંદગીનો અર્થ શો ? એમને જીવનની ક્ષણભંગરતા વધુ પ્રત્યક્ષ દેખાઇ આવી અને વૈરાગ્યભાવ વિશેષ તીવ્ર બન્યો. કાશીરામે મનમાં વિચાર કર્યો કે દીક્ષા લઇ લઉં, પણ પિતા રામકિશનજી એક સ્થાનિક આગેવાન હતા. તેઓ દીક્ષાની સંમતિ આપે તેમ લાગતું નહોતું. વળી પિતાનો ડર પણ ખરો અને પોતે સ્વભાવે સંકોચશીલ હતા. માતા-પિતા તરફ અત્યંત પૂજયભાવ રાખતા હતા. આ સંકોચને કારણે જ પોતાના હૃદયમાં જાગેલી સંસાર-ત્યાગની ધર્મભાવનાનો કોઇ સંકેત માતા-પિતાને આપ્યો નહિ, પરંતુ માતા-પિતા પુત્રની વૈરાગ્યવૃત્તિ અને અનાસક્તિ જોઇને એને સાંસારિક સંબંધથી જોડી દેવા ઉત્સુક હતા.
કાશીરામનું મુનિ છોટેલાલ પાસે જવા-આવવાનું ચાલુ જ હતું. તેઓ સવાર-સાંજ એક-એક કલાક મુનિશ્રી પાસે બેસતા. વળી સાથે ઘેર વાંચવા માટે ધાર્મિક પુસ્તકો લઇ આવતા. એ પુસ્તક વાંચીને બીજા દિવસે પાછું આપી દેતા. એક વાર મુનિશ્રીએ સ્વાભાવિક રીતે જ પૂછયું, “કાશીરામ, તું આજે પુસ્તક લઇ જાય છે અને આવતી કાલે તો પાછું આપી
૪૩
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દે છે. મને સમજાતું નથી કે આટલી ઝડપથી આવા ગહન તત્ત્વજ્ઞાન પુસ્તક તું કઇ રીતે વાંચતો હોઇશ?કે પછી ઉપર ઉપરથી જોઇને કે વાંચ્યા વિના જ પુસ્તકો પાછાં આપે છે ?”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનીત કાશીરામે ઉત્તર આપ્યો, “મહારાજ, હું અન્ય કોઇ પણ બાબતમાં એક મિનિટનો સમય બગાડયા વિના માત્ર વાંચન જ કરતો હોઉં છું. આપની પાસેથી જેટલાં પુસ્તકો લઇ ગયો તે બધાં મેં બરાબર વાંચ્યાં છે. આપ એમાંથી મને કંઇ પણ પૂછી શકો છો. એ જ પુસ્તક વાંચ્યાની ખાતરી ગણાય.” મુનિશ્રીએ કાશીરામને એણે વાંચેલા પુસ્તકમાંથી એક પ્રશ્ન પૂછયો. કાશીરામે અત્યંત સરળ ભાષામાં એનો ઉત્તર આપ્યો. મુનિની આખ આનંદથી છલકાઇ Gól!
માતા-પિતાએ કાશીરામનાં લગ્ન ગોઠવ્યાં. પંજાબના ભટીંડા જિલ્લાના રામપુરાફુલ ગામના શ્રી કાકુરામજીની પુત્રી શાંતાદેવી સાથે કાશીરામનાં લગ્ન થયાં. વિદ્યાવતીજી એમનો રિશ્તો લઇને આવ્યાં હતાં. માતાપિતાએ ભારે ધામધૂમથી લગ્ન કરાવ્યાં. કાશીરામના જીવનમાં એક નવી જ પરિસ્થિતિ ઊભી થઇ. એક બાજુ વૈરાગ્યની તીવ્ર ઝંખના અને બીજી બાજુ થર-ગૃહસ્થી સંભાળવાની જવાબદારી. હવે કરવું શું?
યુવાન કાશીરામના જીવનમાં શાંતાદેવીનો પ્રવેશ થયો અને સંસારસાગર પર એમની નૌકા ગતિ કરવા લાગી.
૪૪
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) ગણિમાંથી ગચ્છાધિપતિ
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“હૃદયની ગતિ એક અને ચરણનાં ચાલવા જુદા!” ગુજરાતના કવિવર ન્હાનાલાલની આ પંક્તિમાં માનવહૃદયને ભેદતી વેદનાનો અણસાર મળે છે. માનવીનું હૃદય કોઈ ઉન્નત પથ પર યાત્રા કરવા ચાહતું હોય. પણ સંસારનો વ્યવહાર એ માનવીને ક્યાંક બીજે જ ખેંચી જાય છે. કાશીરામ જુદી જ માટીના માનવી હતા. એમનું જીવનધ્યેય અને આદર્શ જુદાં હતાં. શાંતાદેવી સાથે સંસાર માંડ્યો હતો, પણ મનમાં સહેજે શાતા નહોતી. એમનું ચિત્ત વિચાર કરતું કે શું મારી અધ્યાત્મઝખના છોડીને આ સંસારસાગરના પ્રવાહમાં સામાન્ય માનવીની જેમ તણાવા લાગું? કે પછી એને સામે પૂર તરીને સંસારના વમળના આવતમાંથી બહાર નીકળીને ઊર્ધ્વગતિ સાધું? સો ડૂબતામાંથી એક તરી નીકળે એમ તરી નીકળવું કે પછી સંસારનો સામાન્ય માનવી જીવે છે તેવું મૃત્યુથી વ્યાકુળ એવું સામાન્ય ભૌતિક જીવન જીવી જવું.? સંસારનો સાગર પાર કરવા માટે અપ્રતિમ પુરુષાર્થ જોઈએ. પ્રબળ આત્મબળ વિના વ્યકિત આવા સાગરને પાર કરી શકે નહિ. શું પોતે સંસારસાગરમાં જ આગ્રહો અને દુરાગ્રહોના મગરમચ્છોની વચ્ચે તેમ જ રાગ અને દ્વેષની ભરતી-ઓટ વચ્ચે જ જીવશે કે પછી દીક્ષારૂપ પુરુષાર્થથી સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરીને એને પાર પહોંચશે? કાશીરામ વિચારે છે કે આજસુધી કરેલી અધ્યાત્મની ઉપાસના અને સ્વાધ્યાયનો સંગ છોડીને અવિદ્યાના અરણ્યમાં કે વૃત્તિઓના વનમાં જઈને વસવું છે? ના, ના' અંતરની ઊંડી ગુફાઓમાંથી કાશીરામને કોઈ સાદ કરી રહ્યું છે. એનો આતમરામ કહે છે કે હવે ગમે તે પરિસ્થિતિમાં પાછાં પગલાં ભરવાં નથી. હૃદયનો ઉત્સાહ કહે છે, “કાશીરામ! આગળ વધ! જ્ઞાન મેળવીને જ્ઞાની થા! ભકત બની ભકિત કરી જાણ. મુકિતની સાચી ઝંખના હશે તો મુકિતનાં દ્વાર તારે કાજે ખુલ્લાં થશે.” કાશીરામના ચિત્તમાં ધર્માભ્યાસના સંસ્કારો જાગી ઊઠે છે. ભગવાન મહાવીરની વાણી કાશીરામના હૃદયમાં ગુંજવા લાગે છે
'माणुसत्तं भवे मूल लाभो देवगई भवे। मूलच्छेएणं जीवाणं, नरगतिरिकखत्तणं धूवं॥ મનુષ્યભવ પામવો એ તો મૂળ સંપત્તિને સુરક્ષિત રાખવા જેવું છે. દેવગતિ મેળવવી એ જ લાભ છે, પરંતુ મનુષ્યભવ પછી નરક કે તિર્યંચગતિ પામવી એ તો પોતાની મૂળ પંજી (મનુષ્યત્વ) ખોઈ નાખ્યા જેવું ગણાય.’ કાશીરામને ભગવાન મહાવીરની એક કથા યાદ આવી. ત્રણ વેપારી થોડી રકમ લઈને પરદેશમાં કમાવા ગયા. એકે વેપારમાં ખોટ કરી. નફાની વાત
४६
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો બાજુએ રહી, પણ પોતાની મૂડી પણ ગુમાવી. બીજાએ મૂડી જાળવી રાખી અને ત્રીજાએ મૂડીમાં વધારો કર્યો. ભગવાન મહાવીરે આ દૃષ્ટાંત આપીને કહ્યું કે કેટલાક માણસો એવા હોય છે કે જે મનુષ્યત્વરૂપી મૂળ મૂડી પણ ગુમાવે છે અને દાનવ બની જાય છે. કેટલાક આ જીવનમાં માત્ર એ મૂડી જાળવી રાખે છે, જયારે કેટલાક એ મૂડીને બમણી કરે છે, અર્થાત્ મનુષ્યત્વનો વિકાસ સાધીને ઉચ્ચ ગતિ પામે
વેપારીના દીકરા કાશીરામ વિચારે છે કે આ જીવનમાં કેવો વેપાર કરવો છે? મનુષ્યત્વની મૂડી જાળવી રાખવી છે કે પછી એમાં ઉમેરો કરીને ઉચ્ચ ગતિ પામવી છે? કાશીરામ વિચારે કરે છે ત્યાં એમની નજર સામે બેઠેલાં સ્વસ્થ અને સુશીલ શાંતાદેવી પણ કાશીરામના ઉચ્ચ ભાવોને પારખી ગયાં. સંસારનો સંગ કરે તેવા સાથી મેળવવા સહજ છે, પણ અધ્યાત્મના માર્ગે ઉન્નત જીવનનાં સાથી મળવા દોહ્યલાં છે. કોઈ ખુશનસીબને જ આવી જીવનસંગિની મળે જે માત્ર સહધર્મચારિણી નહિ, પણ ધર્મનો સહયોગ સાધનારી હોય. શાંતાદેવી અત્યંત સૌમ્ય, શાંત અને સ્વરૂપવાન હતાં. એથીય વધુ કુદરતનો સંકેત તો કેવો કે એ એમના વિચારને બધી રીતે અનુકૂળ હતાં. જીવનમાં ક્યાંક નસીબ તપાવે છે, તો ક્યાંક શીળો છાંયડો પણ આપે છે. શાંતાદેવી કાશીરામની ધાર્મિક વૃત્તિને બરાબર જાણતાં હતાં. એમના હૃદયમાં પણ અધ્યાત્મજ્ઞાન માટેની અદમ્ય જિજ્ઞાસા હતી. વ્યવહારકાર્યમાંથી અવકાશ મળે કે તરત કોઈ ધર્મપુસ્તક વાંચવા બેસી જતાં. કાશીરામ સાથેની વાતચીતમાં એમની ધર્મપારાયણતા સતત પ્રગટ થતી, કોઈ વાર મહેલમાં રહેવા છતાં વૈરાગી એવા ભગવાન મહાવીરની વાત કાશીરામ કરે, તો શાંતાદેવી પિતાના વચનને ખાતર રાજસિંહાસન છોડીને વનવાસીનું જીવન જીવતા રામની વાત કરે. બંનેની વાત ભિન્ન હતી, પણ એનો મર્મ સમાન હતો. યુવાન દંપતીના જીવનમાં પ્રણયની હેલી વરસવાને બદલે સંયમની સ્વસ્થતા પ્રગટ થઈ. યૌવનના ધસમસતા ઉછાળને બદલે જીવનદર્શનની નક્કર ઘીટતા પ્રગટ થઈ અને એથી જ કાશીરામની સાધુ થવાની ભાવના જાણી ત્યારે આ દંપતીના જીવનમાં સોનાનો સૂરજ ઊગ્યો. આ સાધુતા પામવા માટે કાશીરામને જીવનમાં અનેક અવરોધો વેઠવા પડયા. એને પાર કર્યા બાદ કાશીરામે પૂજય કૈલાસસાગરજી બન્યા! કાશીરામના ગૃહત્યાગ પછી શાંતાદેવીનું જીવન પણ સંસારમાં હોવા છતાં એક સાધ્વીનું જીવન બની રહ્યું. ઘરમાં સહુ કોઈ એમનો આદર કરતાં. વિદ્યાવતીજી હોય કે રામરખીદેવી હોય, પણ બધાં જ શાંતાદેવીને સાક્ષાત દેવી જ માનતાં.
૪૭
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગરાંવની વૃદ્ધ સ્ત્રીઓ પણ શાંતાદેવીને સન્માનની નજરે જોતી. રોજ ચારેક કલાક શાંતાદેવી સત્સંગ કરે. આ સત્સંગમાં જંગરાંવની તત્ત્વજિજ્ઞાસુ એવી ચાલીસ-પચાસ સ્ત્રીઓ રોજ આવે. શાંતાદેવી આમાં જૈન ધર્મનાં પુસ્તકો વાંચે. અવકાશ મળે ગીતા અને રામાયણનાં પુસ્તકોનું પઠન કરે. બીજીબાજુ કાશીરામમાંથી પૂ. કૈલાસસાગરજી બનેલા સાધુપુરુષે માત્ર એક જ વર્ષમાં ‘લધુવૃત્તિનો અભ્યાસ કર્યો. એ પછી ‘સિધ્ધહેમ' વ્યાકરણ તૈયાર કર્યું. પૂ. કૈલાસસાગરજીએ સાણંદમાં અભ્યાસ શરૂ કયોં. સાણંદના સંધે એમને માટે જ્ઞાની પંડિતની વ્યવસ્થા કરી આપી. સોળ મહિના સુધી સાણંદમાં સતત અભ્યાસ કર્યો. ચોમાસું કરવા અન્યત્ર જાય તોપણ પાછા સાણંદ આવી જાય અને પોતાનો અભ્યાસ અવિરતપણે ચાલુ રાખે. આમ કુલ સાતેક વર્ષ જેટલો સમય એમણે સાણંદમાં અભ્યાસ કર્યો. અમદાવાદ, પેથાપુર, વિજાપુર, મહેસાણા અને સમૌ પણ એમની સ્વાધ્યાયભૂમિ બન્યાં. વળી પંડિત બહારગામથી આવ્યા હોય એટલે માત્ર થોડા સમય સિવાય સતત જ્ઞાનોપાસના જ ચાલુ રહેતી. એક વાર પૂ. કૈલાસસાગરજીએ પોતાના આ સમયની વાત કહેતાં પૂ. જ્ઞાનસાગરજીને કહ્યું હતું, “પંડિતજી પાસે ઓછામાં ઓછા પાંચ કલાક તો અભ્યાસ કરતો. શરૂઆતમાં તો ફક્ત બે વિગઈની છૂટ હતી, છતાં ક્યારેક દૂધ પણ છોડી દેતો. સાડાત્રણ-ચાર વાગે ચોવિહાર વાળતો. છઠ્ઠને પારણે છટ્ટ થાય તો કેવું સારું? હંમેશા ચૌદ ઉપકરણ વાપરતો. મારા ગુરુને પણ મને ભણાવવાની હોંશ હતી. કામકાજ કરવા ન દે. પોતે ગોચરી લઈ આવે. હું પણ પાણી લાવીને-ગાળીને ઘડામાં ભરી લઉ. ઊનું ટાઢું જેવું હોય તેવું બનેને ચાલતું. એકાસણું કરીને પંડિતજીનો પાઠ લેતો. રાત્રે આવૃત્તિ અને મનન કરતો.” આ સાંભળીને પૂ. જ્ઞાનસાગરજીએ પૂ. કૈલાસસાગરજીને પૂછયું, “આપ હમેશાં. કેટલી ગાથા કરી શકતા હતા?” ત્યારે પૂ. કૈલાસસાગરજીએ ઉત્તર આપ્યો, “જયારે ‘પ્રકરણ' વગેરે ગાથા કરતો હતો ત્યારે વિહારમાં એક કલાકમાં દસ ગાથા થતી. વધીને કોઈ કોઈ દિવસે એક દિવસમાં ચાલીસ-પચાસ ગાથા મોઢે થતી હતી. ‘લધુવૃત્તિ પછી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સિદ્ધહેમ” નામના વ્યાકરણના ગ્રંથનો અભ્યાસ કયોં. આ અંગે એક માર્મિક વિગત ૫. જ્ઞાનસાગરજીએ નોધેલી મળે છે. પૂ. જ્ઞાનસાગરજીએ પૂ. કૈલાસસાગરજી પાસેથી એમના જીવનની કેટલીક વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે કૈલાસસાગરજીની કેટલીક વાત એમના શબ્દોમાં જ્ઞાનસાગરજી આ પ્રમાણે નોંધે છે‘હું જયારે સિધ્ધહેમ વ્યાકરણ કરતો હતો ત્યારે પંડિત ગિરજાશંકર કહે કે
-
તેમાં તમને
४८
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમુદાયમાં તમે બીજા છો કે જેણે “સિદ્ધહેમ' કર્યું હોય. પહેલા સાધુ તે પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિજીના શિષ્ય પૂ. અમૃતસાગરજી. તેમણે સિદ્ધહેમ કર્યું હતું. તેઓ જાતે ક્ષત્રિય હતા, પરંતુ ગુરુમહારાજ બુદ્ધિસાગરસૂરિજીની અનન્ય ભક્તિવાળા. ગુરુમહારાજ માટે પ્રાણ આપવા પડે તોપણ વિચાર ન કરે. આવા ભકિતવાળા હતા. તેઓ કાળધર્મ પામ્યા, તે ટાઈમ અને મારા (આચાર્ય શ્રી કેલાસસાગરજી મહારાજના) જન્મસમય વચ્ચે લગભગ નવ માસનો ફેર છે. મારો જન્મ
ક્યાં પંજાબમાં - જગરાંવ ગામમાં ! અને દીક્ષા અને આખું જીવન ગુજરાતમાં અને વિજાપુર-સત્તાવીશ સાથે સારો પારેય. તે અનુસંધાનમાં કોઈ એમ કહેતાં કે તે અમૃતસાગરજી નો આમાં કદાચ તમે નહિ હો ! આ સમુદાયમાં આવવામાં, પૂર્વનો આવા ! એનો જણાનું બંધ કરો એ હોય ! “સત્ય કેવલી ગયું.' પૂજય કેલાસસાગરજી પોતાના સ્વાધ્યાય જો માં પહાયરૂપ થનારા સાણંદના સંઘને પોતાના માતા પિતા સપt માગત. તેઓ સાણંદમાં ખૂબ રહ્યા અને પ. પૂ. આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજે એ સ્મરણને યાદ કરતાં એમ કહ્યું કે સાણંદનાં થાકો એમનો સ્વાધ્યાય નિર્વિક ચાલે તે માટે એમનો ખંડ બંધ કરી દેતા અને માત્ર ગોચરી પૂરતા સમય માટે તેઓ બહાર આવતા. આ રીતે પસાર માં શાસ્ત્રાભ્યાસની એક સુવર્ણ તક પૂજય કૈલાસસાગરજીને મળો. અહીં તો પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો અને ધર્મગ્રંથોનું ગહન અધયયન કર્યું. આ સાણંદના શ્રીસંઘે એમને સંયમમાર્ગની અનુકૂળતા કરી આપી. આથી તેઓ કહેતા, હું સાણંદનો ઉપકાર જીવનપર્યંત નહિ ભૂલી શકું.' લગભગ પ્રતિવર્ષ તેઓ સાણંદમાં આવતા. માત્ર ક્યારેક રાજસ્થાન કે પાલિતાણા જેટલે દૂર હોય તો આવવાનું બનતું નહિ. સાણંદમાં નવો ઉપાશ્રય બંધાવવાનો હતો. સાણંદ સંઘના આગેવાન મુંબઈના સાયનમાં બિરાજમાન પૂજ્ય ઉપાધ્યાયશ્રી કૈલાસસાગરજીને મળવા ગયા. ઉપાધ્યાયશ્રી કૈલાસસાગરજીએ વ્યાખ્યાનમાં કહ્યું, ‘સાણંદના ગૃહસ્થો આવ્યા છે. એમને ઉપાય કરવો છે. એમ ન માનશો કે સંઘના ગૃહસ્થો આવ્યા છે. હકીકતમાં તો મારાં મા-બાપ આવ્યાં છે.' કોઈએ કહ્યું, ‘આપ આટલું બધું કેમ કહો છો ?” ત્યારે પૂ. કૈલાસસાગરજી મહારાજે સાણંદ સંઘે દીક્ષાકાળના આરંભમાં જેટલું ભર્યું હોય તેટલું ભણવાની જે સુંદર અનુકૂળતા કરી આપી હતી. એની વાત કરી. જે ઉપાશ્રય માટે પચાસ હજાર જેટલી રકમ પણ ભેગી કરવી મુશકેલ હતી, એને માટે
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘણી મોટી રકમ એકઠી થઇ ગઇ. સાણંદના દેરાસરની પાછળ લગભગ ત્રણેક લાખના ખર્ચે તૈયાર થયેલો એ મોટો ઉપાશ્રય પૂ. કૈલાસસાગરજીની કૃપાથી માત્ર બાર મહિનામાં જ તૈયાર થઇ ગયો.
આમ એક બાજુ આત્મવિકાસની પ્રક્રિયા ચાલતી હતી તો બીજી બાજુ જ્ઞાનાભ્યાસની પ્રવૃત્તિ ચાલતી હતી. પોતાની અપૂર્વ પ્રતિભાને કારણે અલ્પ સમયમાં જ એમણે આગમિક, દાર્શનક તેમ જ સાહિત્યિક આદિ ગંધોનુ ઊંડાણથી ચિંતન-મનન કર્યું. વિદ્યાપ્રાપ્તિની ધગશ એટલી કે એને માટે માઇલો સુધી જતાં પણ તેઓ અચકાતા નહિ. સાંજ પડયે બારી પાસે ઊભા રહીને પણ વાંચે. અજવાળાનો પૂરેપૂરો ઉપયોગ કરે. સતત વિચાર કરે કે સંધ પોતાને માટે પંડિત રાખે છે, એનો ખર્ચ ઉપાડે છે તો પોતે પણ પૂરેપૂરી મહેનત કરીને સતત ગ્રહણશીલ રહેવું જોઇએ. સાણંદના સંઘનું નામ આવે કે કોઇ કામ આવે, તો કૈલાસસાગરજીને આનંદ-આનંદ થઇ જતો. કૈલાસસાગરજીને યોગનિષ્ઠ આચાર્ય બુધ્ધિસાગરસૂરીશ્વરજીનાં પુસ્તકો માટે અનન્ય ચાહના હતી. એમના બધાં પુસ્તકો એમણે વાંચ્યાં હતાં. એ જ રીતે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, મહાયોગી આનંદથનજી અને ઉપાધ્યાય યશોવિજયજી માટે એમના અંતરમાં અનહદ લાગણી હતી. ઉત્તરાધ્યયન સૂત્ર’, ‘પરમાત્મ પ્રકાશ', યશોવિજયજી મહારાજના ‘અષ્ટક’, હેમચંદ્રાચાર્યનું ‘યોગશાસ્ત્ર’ એ એમના પ્રિય ગ્રંથો હતા. એમની દૃષ્ટિ સારગ્રાહી હતી, એથી ‘સમયસાર' જેવા દિગમ્બર સંપ્રદાયના ગ્રંથમાંથી પણ તેઓ અમુક શ્લોકોનો સ્વાધ્યાય કરતા અને એમાંથી નવનીત તારવીને એના પર આત્માનુકૂળ ચિંતન
કરતા.
પ્રારંભમાં મહેસાણામાં પંડિત પુખરાજજી અમીચંદજી પાસે અભ્યાસ કર્યો. આજે અતિવૃધ્ધ પંડિતજી એમના ગુણોનું સ્મરણ કરવાનું ચૂકતા નથી. તેઓએ ઘણા આચાર્ય ભગવંતોને ભણાવ્યા, પરંતુ આ આચાર્ય ભગવંત પાસે એમને અનોખી નમ્રતા, સ્વાધ્યાયશીલતા અને પરગજુવૃત્તિના દર્શન થયા હતા. પન્યાસ કાંતિવિજયજી મહારાજ અને પૂજય વિજયોદયસૂરીશ્વરજી મહારાજ પાસે આગમસૂત્રોનો સ્વાધ્યાય કર્યો. પૂ. નંદનસૂરિજી મહારાજના શિષ્ય પંડિત શિવાનંદવિજયજી પાસે ન્યાયનો અભ્યાસ કર્યો. પૂ. ધર્મધૂરંધરસૂરિજી અને પૂ. ભદ્રંકરસૂરિજી પાસે પણ તેઓએ અભ્યાસ કર્યો હતો. શ્રી પ્રભુદાસ બેચરદાસ પંડિત પાસે ‘તત્ત્વાર્થ સૂત્ર’નો સ્વાધ્યાય કર્યો . વ્યાકરણ,ન્યાય અને કાવ્યએ ત્રણેમાં નિપુણતા મેળવી. એમની સ્મરણશક્તિ ઘણી તીવ્ર હતી. એક સાથે પચાસ શ્લોક કંઠસ્થ કરી શકતા. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન ઇતિહાસ કે ભૂગોળનું કોઇ પાઠયપુસ્તક વાંચે તો તે વિષય ઉપરાંત તેના લેખક, પ્રકાશક, મુદ્રક અને પ્રકાશનવર્ષ એમ આખેઆખું પુસ્તક કંઠસ્થ થઇ જતું. જેમની પાસે એમણે અભ્યાસ કર્યો હતો એમના તરફ તેઓ અગાધ
૫૦
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર દાખવતા હતા. એમની જ્ઞાનની તાલાવેલીને કારણે સાધુજનો અને પંડિતવર્ગમાં ભારે ચાહના મેળવી હતી. નજીકના ગામમાં કોઈ જ્ઞાની સાધુપુરુષ હોય તો પોતે સવારે જાય. એમની પાસે બેસી જ્ઞાનાભ્યાસ કરે. બપારે પાછા આવે. બધું છોડીને ભણવા દોડી જાય. ધોમધખતા તાપમાં ખરા બપોરે એક માઈલ દૂર વાચના લેવા જાય અને પાછો આવે. આહારપાણી વગેરે શારીરિક બાબતોની ઉપેક્ષા કરીને તેઓએ વિનયપૂર્વક અભ્યાસ ચાલુ રાખ્યો. તેઓની દૃઢ શ્રધ્ધા હતી કે જ્ઞાનના અભાવમાં સંયમની સાધના શક્ય નથી. જ્ઞાની આત્મા જ “સ્વ” અને “પર” કલ્યા સાધી શકે છે. વળી શાસ્ત્રાભ્યાસથી જ શ્રેય-અશ્રેયનું જ્ઞાન થાય છે. અને આવી જ્ઞાની વ્યકિત જ અહિતકર બાબતો છોડીને શ્રેયનું આચરણ કરે છે. માથી પૂ. કૈલાસસાગરજીએ વિચાર્યું કે પોતે સાધુ થયા છે, સાધક થયા છે અને તેથી એમને સાધુતાને સમજવા જ્ઞાનાભ્યાસની ખાસ જરૂર લા પોતાની જવાબદારી પૂર્ણ કરવા કર્તવ્યરૂપે પણ અભ્યાસ જરૂરી છે તેમ મr. આ સમયે ગુરુના કડવા વચનો સાંભળતા, તેમ છતાં એમની રજા લઈને જ રા-વત્ર મળવા જતા. વળી ગુરુ ક્યારેક ગુસ્સે થતા તો એમની આંખમાં આસુ આવી જતાં. એક વાર પૂ. ભદ્રકરસૂરિજીએ પૂછયું કે, તમારા ચહેરા પર વિવાદ અને ગ્લાનિ કેમ છે ?” આ સમયે ૫ કૈલાસસાગરજી એ કહ્યું, ‘મારા નિમિત્તે મારા ગુરુને ગુસ્સે થવું પડે છે તેનું મને અહર્નિશ દુ:ખ છે. મને એમ લાગે છે કે હું કેટલો દુર્ભાગી કે એમને પ્રસન્ન રાખી શકતો નથી.' આમ ગુરુની રજા મળે તો જ પૂ. કૈલાસસાગરજી અન્યત્ર જઈને શાસ્ત્રાભ્યાસ કરી શકતા. વિદ્યાને વાડા હોતા નથી. એમ પોતાનાથી પદવીમાં નાના હોય, પણ વિદ્યાવાન હોય તો એમની પાસે વિદ્યા મેળવવા પહોંચી જતા. પૂ. ઉદયસૂરિજી, પૂ. લાવણ્યસૂરિજી, પૂ. નેમિસૂરિજી, પૂ. નંદનસૂરિજી, પૂ. ભદ્રકરસૂરિજી અને પૂ. અભયસાગરજી જેવા અનેક સાધુજનો પાસેથી એમણે પોતાની અસીમ જ્ઞાનપિપાસાને કંઈક અંશે તૃપ્ત કરી હતી. વળી આ બધાને પોતાના વિદ્યાગુરુ તરીકે હંમેશા આદર આપતા. એમની ગુરુભક્તિ એક જ ઉદાહરણ જોઈએ. પૂ. કૈલાસસાગરજી દીક્ષાના બીજા વર્ષે સાંણદમાં હતા. આ સમયે ભદ્રકરસૂરિજી પાસે એમણે ‘કર્મગ્રંથનો અભ્યાસ શરૂ કર્યો. ગુરુ જિતેન્દ્રસાગરજી રજા આપે તો તેઓ પૂ. ભદ્રસૂરિજી બિરાજમાન હતા એ ઉપાશ્રયે જઈ શકે અને અભ્યાસ કરી શકે. આવી રીતે પંદર મહિના સુધી પૂ. ભદ્રકરસૂરિજી પાસે અભ્યાસ કર્યો, પરંતુ એનું ઋણ કૈલાસસાગરજી જીવનભર યાદ કરતા. વ્યાખ્યાન કરતા હોય તોપણ સંધની
ماند
ه ند
પ ૧
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગળ એમ કહે કે પૂ. ભદ્રકરસૂરિજી મારા વિદ્યાગુરુ છે. આ અંગે પૂ. મકરસૂરિજીએ કહ્યું કે, પછી તો પૂ. કૈલાસસાગરજીનો અભ્યાસ એટલો બધો થયો કે હું એમની પાસે ભણું એવી એમણે યોગ્યતા મેળવી હતી, છતાં જિંદગીભર એ ઋણને એમણે યાદ કર્યું. પૂ. કૈલાસસાગરજીના પુણ્યોદય કે એમને પૂ. ઉદયસૂરિજી પાસે શાસ્ત્રાભ્યાસની તક મળી. એક સમયે અમદાવાદના પાંજરાપોળના ઉપાશ્રયમાં પૂ. ઉદયસૂરિજી મહારાજનો ચાતુર્માસ હતો. કલાસસાગરજીને એમણે અભ્યાસ માટે બપોરના બે વાગ્યાનો સમય આપ્યો હતો. અમદાવાદના ધોમધખતા તાપમાં પૂ. કૈલાસસાગરજી હાજર થઈ જતા. એમની પાત્રતા કોઈને પૂ. ઉદયસાગરજીએ એમને ગહન જ્ઞાન આપ્યું. આચાર્ય ઉદયસૂરિજી મ. સા. આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના : પટ્ટધર હતા. તેઓ ગીતાર્થ, આગમના જ્ઞાતા તથા શિલ્પ અને જયોતિષના મર્મજ્ઞ હતા. વળી એમના જીવનમાં સંયમની નિર્મળ સાધના જોવા મળતી હતી. સાધુજીવનના મૂળ સૂત્રો – છંદ સૂત્રો તે એમની પાસેથી શીખ્યા અને સાધુતાનો ખરો મર્મ પામ્યા. કોઈ વાર પૂ. ઉદયસૂરિ મહારાજને મળવા ગયા હોય તો એમનાં કપડાં લઇને આવે. કાપ કાઢવા બેસે. ક્યારેક તો એમની આગળ કપડાંનો ઢગલો થઈ જાય. તેઓ કહેતા કે ગુરુ મળે તો આવા મળે કે જેમના જ્ઞાન અને ચારિત્રથી જીવન ધન્ય થઈ જાય. તેઓ પૂ. ઉદયસૂરિજી મહારાજને પ્રણામ કરતા ત્યારે પોતાના માથાથી એમના ચરણનો સ્પર્શ કરતા. કોઈ વાર કોઈ સાધુ કે શ્રાવક પૂછે, “મહારાજ, આટલી બધી સેવા કેમ કરો છો?” ત્યારે પૂ. કૈલાસસાગરજી જવાબ આપતા, “તમે પ્રોફેસર પાસે જાવ છો તો કેટલા બધા પૈસા આપવા પડે છે? કેટલો બધો ખર્ચ કરવો પડે છે ? જયારે મને તો આ ગુરુજનોએ કેવું નિ:સ્વાર્થભાવે રાાન આપ્યું છે. એમની જેટલી સેવા કરીએ તેટલી ઓછી. એમના આશીર્વાદ અને સેવાથી જ મારી વિદ્યા ફળે.” જીવનભર પૂ. કૈલાસસાગરજી પોતાના વિદ્યાગુરુઓનું સન્માનપૂર્વક સ્મરણ કરતા હતા. પોતે આચાર્ય થયા, છતાં એમને વંદન કરતા. કોઈ નાનો સાધુ હોય તેમ છતાં એ વિદ્યાવાન હોય તો એમના ચરણમાં બેસવામાં કદી ક્ષોભ અનુભવતા નહિ. તલસ્પર્શી અધ્યયનની સાથે એમની ગુરુઓની સેવા પણ એવી જ હતી. આ ગુરુઓને તેઓ વારંવાર વિનંતી કરતા કે એમની સેવાનો લાભ આપે. આવો હતો ગુરુ પ્રત્યેનો અપૂર્વ સમર્પણભાવ. કોઈ એક શાસ્ત્રની નહિ, પણ અનેક વિષયની જાણકારી મેળવવાની પૂ.
પર
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૈલાસસાગરજીને ધગશ હતી. જૈનદર્શન હોય કે જૈન ભૂગોળ હોય, પણ બધે જ એમની જ્ઞાનપિપાસા વિહાર કરતી. એમના જીવનકાળમાં લગભગ દસેક હજાર જેટલાં પુસ્તકો એમણે વાંચ્યાં હશે. 'સ્વાધ્યાયત મા પ્રમીત્ર' (સ્વાધ્યાયમાં કદી પ્રમાદ કરવો નહિ) એ પૂ. કૈલાસસાગરજી મહારાજનું સૂત્ર હતું. તેઓ રોજ એ જાગૃતિ રાખતા કે બે હજાર શ્લોકપ્રમાણ થવું જોઈએ. જો એટલો સ્વાધ્યાય ન થાય તો બીજે દિવસે નીવી કરે. છ વિગઈનો ત્યાગ કરે. તેઓ કહેતા, “સ્વાધ્યાય એ સાધુજીવનનો પ્રાણ છે.” કૈલાસસાગરજીની એક વિશેષતા એ એમની સ્મરણશક્તિ હતી. એમણે જેટલા પુસ્તકો વાંચ્યાં હોય એ બધાં એમને યાદ રહી જતાં. કોઈ દિવસ ચર્ચા થાય, કોઈ શાસ્ત્રનો આધાર ટાંકવામાં આવે, એ સમયે પૂ. કૈલાસસાગરજી એ પ્રકારનો શાસ્ત્રીય આધાર કે એને પ્રમાણિત કરતું કથન અન્ય પુસ્તકોમાં છે. એનો હવાલો આપતા હતા. એથીય વિશેષ એ પુસ્તકના ક્યા અધ્યાયમાં યા કેટલામાં પ્રકરણમાં છે પણ તે યાદદાસ્તના આધારે કહી દેતા.આવી જ રીતે તેઓ આગમની વાચના આપતા હોય, ત્યારે બીજા આગમોમાં આ વિષય પર લખાયું હોય તો તેનું પણ ઉદ્ધરણ આપતા હતા. કોઈ સિધ્ધાંતનું બીજા આગમમાં વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હોય તો તેઓની સ્મૃતિ એટલી તીવ્ર હતી કે તરત જ કોઈ પણ પુસ્તકો ફેંદ્યા વિના કહી આપતા કે આનું વિશેષ સ્પષ્ટીક છે. અમુક આગમમાં અમુક સ્થાને મળશે. પૂ. કૈલાસસાગરજી ‘હેમવ્યાકરણનો અભ્યાસ કરતા, ત્યારે બીજા બધા અઘરા સૂત્રોની નોધ કરતા હતા. પૂ. કૈલાસસાગરજી આવી કોઈ નોંધ કરે નહિ અને તેમ છતાં બીજે દિવસે એમને બધું જ યાદ હોય.પરમ પૂજય લાવણ્યસૂરિ મહારાજ વ્યાકરણના પ્રકાંડ પંડિત હતા. એમની પાસે કૈલાસસાગરજીએ વ્યાકરણનો અભ્યાસ કર્યો. પૂ. લાવણ્યસૂરિ મહારાજનો ગણધરવાદ પણ ખૂબ પ્રખ્યાત હતો. જૈનદર્શનની એવી માર્મિક દૃષ્ટાંતસહ વાત કરે કે સાંભળનાર સહુના મનમાં એ સિધ્ધાંત બરાબર ઊતરી જતો. વળી ગણધરવાદની તો એવી રજૂઆત કરે કે સાંભળનારને રડાવી દે. તેઓ માલકૌસ રાગમાં પ્રવચન આપતા. પૂ. કૈલાસસાગરજી આ પ્રવચન એકધ્યાને સાંભળતા હતા. બીજા બધા નોટમાં પ્રવચન ઉતારતા હોય, જયારે કૈલાસસાગરજી તો ઉપાશ્રયમાં આવ્યા બાદ મહત્ત્વના શ્લોક નોંધી લે. વ્યાખ્યાનમાં સાંભળેલા શ્લોક એમને બરાબર યાદ રહી જતા. કોઈ બીજા સાધુથી શ્લોક બરાબર ન લખાયો હોય તો એને પોતાની નોધ આપતા હતા. એક બાજુ પૂ. કૈલાસસાગરજીના જ્ઞાનના સીમાડા વિસ્તરતા હતા. તો બીજી બાજુ અધ્યાત્મસાધનાની ગહન દુનિયામાં વધુ ને વધુ ઊંડે ગતિ કરતા હતા.
પ૩
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નનો પ્રકાશ લાંબા સમય સુધી છૂપો રાખી શકાતો નથી, તેમ પ્રારંભની સાંસારિક મુશ્કેલીઓ પછી એમની આધ્યાત્મિકતાનું તેજ વધુ ને વધુ પ્રગટ થવા માંડયું. એમની અપૂર્વ યોગ્યતાને કારણે વિ. સં. ૨00૪ના માગશર વદ ૧૦ના દિવસે પૂનામાં પૂજય આચાર્યશ્રી કીર્તિસાગરસૂરિજી મહારાજના વરદહસ્તે એમને ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું. એ પછી એમના આત્મજ્ઞાનનો પ્રકાશ વધુ ને વધુ ઝળહળતો રહ્યો. સંઘસેવા અને આત્મકલ્યાણ બને સાથોસાથ ચાલવા લાગ્યાં. વિ.સં. ૨૦૦૫ના માગશર સુદ ૧૦ના દિવસે મુંબઈના ગોડીજી જૈન ઉપાશ્રય(પાયધૂની)માં એમને પન્યાસપદ આપવામાં આવ્યું. વિ. સં. ૨૦૧૧ના માગશર સુદ છઠ્ઠના રોજ સાણંદમાં ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું. એ પછીનાં વર્ષોમાં કૈલાસસાગરજીને બધા આચાર્યપદવી માટે આગ્રહ કરતા હતા. આ સમયે તેઓ બધાને કહેતા, “હું આચાર્યપદને યોગ્ય નથી. આચાર્ય તો એમને બનાવવા જોઈએ કે જેઓ કડક થઈને અનુશાસન કરે. મારામાં એવી કોઈ કડકાઈ નથી.” આખરે અતિ આગ્રહને વશ થઈને વિ.સં. ૨૦૨૨ના મહા વદ ૧૧ના દિવસે સાણંદની માનીતી ભૂમિ પર કૈલાસસાગરજીને આચાર્યપદથી વિભૂષિત કરવામાં આવ્યા. તેઓ પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના નામથી સર્વત્ર જાણીતા બન્યા. વિ. સ. ૨૦૧૬માં એમના પર સમુદાયની બધી જવાબદારી આવી પડી અને કૈલાસસાગરજી ગચ્છનાયક બન્યા. મહુડી સંઘને કૈલાસસાગરજી મહારાજના બે લાભ મળ્યા. એક તો વિ. સં. ૨૦૨૧માં એમણે મહુડીમાં ઉપધાન કરાવ્યા, વિ. સં. ૨૦૨૪માં અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ મહુડી સંઘે તેમને ગચ્છાધિપતિની પદવી લેવાની વિનંતી કરી, ત્યારે કૈલાસસાગરજીએ કહ્યું કે આને માટે યોગ્ય તો પૂજય સુબોધસાગરજી મહારાજ છે. આનું કારણ એ હતું કે પૂજય સુબોધસાગરજી મહારાજ આચાર્ય કીર્તિસાગરજીના શિષ્ય હતા. જયારે પોતે તો આચાર્ય કીર્તિસાગરસૂરિજીના શિષ્ય જિતેન્દ્રસાગરસૂરિજીના શિષ્ય હતા. આથી પૂ. કૈલાસસાગરજીએ પૂ. સુબોધસાગરજીને ગચ્છાધિપતિની પદવી લેવા કહ્યું પણ ખરું, “આપ આનો સ્વીકાર કરો, તમારી આજ્ઞા હું માનીશ.”
પૂજય સુબોધસાગરજી મહારાજે વળતો જવાબ આપ્યો કે, “આવું કદી બને નહિ. આને માટે આપ યોગ્ય છો, તેથી આપ આ પદવી ધારણ કરો.” મહુડી સંઘે અતિ આગ્રહ કર્યો, ત્યારે કૈલાસસાગરજીએ કહ્યું કે દસ લાખ રૂપિયા એકત્રિત કરીને તે રૂપિયાથી સરખા ભાગે દેવ, ગુરુ અને સાધર્મિકોની
૫૪
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભકિતનો લાભ લેવાનું સંઘ નક્કી કરે તો હું ગચ્છાધિપતિપદ લેવા વિચાર કરું. પૂ. આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજે કહ્યું કે એમણે આ એક કુતૂહલ ફેંકયું અને અમે ઝીલી લીધું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહુડી સંઘ સંમત થયો અને વિ. સ. ૨૦૩૯ના જેઠ સુદ ૧૧ના દિવસે (૨૧-૬-૧૯૮૩, મંગળવાર) મહુડી તીર્થમાં વિશાળ માનવમહેરામણની વચ્ચે સાગરસમુદાયની ઉચ્ચ પ્રણાલિકા અનુસાર કૈલાસસાગરજી મહારાજને વિધિવત્ ગચ્છાધિપતિપદે વિભૂષિત કરવામાં આવ્યા.
૫૫
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરુણાસાગર
૫૬
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“કરુણા સર્વ પર કરવી,
બૂરાનું પણ ભલું કરવું. ધરો મહાવીરની આજ્ઞા,
હુકમ મારા શિષ્યોને.” * ૧ ના અYિ ? તા રા પ પરની ઊંચાઈ માનવી સ્પર્શી ચૂકયો છે. પરંતુ મરના પુરુષોના ગુણસમૂહની ઊંચાઈને સમગ્રતયા સ્પર્શવી મુશ્કેલ છે. જેમની વાણીમાં મધુરતા હોય, વ્યવહારમાં વિનય હોય, જીવનમાં નિ:સ્પૃહતા હોય, સંસમમાં દઢતા હોય, યોગમાં લીનતા હોય એવી વિભૂતિના જીવનને સર્વાશે પા 'ખવું શક્ય બને ખરું? કાના સાગર પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીના વ્યક્તિત્વની ઊંચાઈ કેસ જેટલી હતી તો ગહનતા અને વિશાળતા મહાસાગર જેટલી હતી. આવા મહાસાગરમાંથી આપણે તો થોડાં પાણીદાર, નવલખાં મોતી જ મેળવી શકીએ. પ્રક્રિશ્ચિથી કેટલાંય જોજન દૂર રહેતી આવી નિઃસ્પૃહ વિભૂતિની જીવનઘટનાઓ મોટેભાગે અજાણી અને અપ્રગટ રહેતી હોય છે. એમની ગહન સાધનાના કઠિન પંથનો જનસમાજમાં ભાગ્યે જ કોઇને પરિચય હોય છે. એમના પ્રત્યક્ષ પરિચયમાં આવનારને આવી વિભૂતિની આછેરી ઝલક મલી હોય છે. પરંતુ શબ્દો પાસે ક્યાં છે સંતને પ્રગટ કરવાનું સામર્થ્ય? શબ્દોથી તો મહાપુ ષોની માત્ર આછી પાતળી રેખા જ દોરી શકાય. આચાર્ય કૈલાસસાગરના વિરાટ વ્યક્તિત્વની થોડી ઘણી ઝાંખી કે ઝલક જ આપણે શબ્દોથી પામી શકીએ. જીવનમાં ત્રણ મૌન મહત્ત્વના છે. પ્રથમ મૌન છે વાણીનું જેના અભાવે જગતમાં મહાભારત સર્જાયુ. બીજું મૌન છે કાનનું. કે જેમાં કાનપરનિંદા સાંભળવા સહેજે રાજી ન હોય. ત્રીજું અને કપરું મૌન છે આંખોનું જે આંખ સદા નમ્રતાથી નમેલી અને વિભૂષિત હોય, વાત્સલ્યથી નીતરતી હોય. પૂજય આચાર્ય કૈલાસસાગરસૂરિજીના પરિચયમાં આવનારને સૌથી પહેલી નજરે એમની આંખોનું મૌન સ્પર્શી જતું. સામાન્ય માનવી વિચારે ચડી જતો કે આવા મોટા ગચ્છાધિપતિ કેટલી બધી નમ્રતા ધારણ કરે છે. તેઓ દેરાસરમાં દર્શન કરતા હોય, કોઈ શ્રાવક સાથે વાર્તાલાપ કરતા હોય, કે પછી વ્યાખ્યાન આપતા હોય કે વિહાર કરતા હોય, પરંતુ એમની દૃષ્ટિ સદાય નીચી જ હોય. આનું કારણ શું હશે? & આચાર્ય બુધ્ધિસાગરસૂરિજી લિખિત ભજનપદ સંગ્રહ' ભાગ-૬
પ૩
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એક તો આનાથી ભૂમિ પરના જીવજંતુઓની જયણા રાખી શકાય. પણ એથીયે વિશેષ તો આ એમની નેત્રસંયમની ઊંચી સાધનાનું પ્રાગટ્ય હતું. તેઓ માનતા હતા કે ટૈષ્ટિનું કામ તો સ્વાધ્યાય, દર્શન અને જયણાનું છે. તેઓ કહેતા, “આ આંખો તો ભગવાનના દર્શન માટે અને જ્ઞાનના પ્રકાશ માટે છે, અત્રતત્ર જોવા માટે નહિ.” કવિચત્ કોઇ શ્રાવક એમ પૂછી બેસે કે આપ સદાય નીચી દૃષ્ટિ શા માટે રાખો છો?'' તો તેઓ કહે, “જોવાના હોય તો તે તીર્થંકર પરમાત્માને. બીજું સંસારમાં જોવાનું છે શું?” આ રીતે એમના દૃષ્ટિસંયમમાંથી જગતવ્યવહારની એમની નિર્લેપતા સતત પ્રગટ થતી હતી. અષ્ટપ્રવચનમાતાનું યથાર્થપણે પાલન કરતા હતા. આપણે સ્થૂલીભદ્રનું જીવન જાણીએ છીએ. શાસ્ત્ર અને ગ્રંથ એમને નેત્રસંયમ અજોડ હોવાનું વર્ણવે છે. આજના સમયમાં એની આછી ઝાંખી થઇ પૂ. કૈલાસસાગરસૂરિજીના જીવનમાંથી. કયારેક કોઇ શ્રાવિકા વાસક્ષેપ નંખાવવા આવે ત્યારે, પૂ. આચાર્યશ્રી વાસક્ષેપ નાખે પણ આંખ તો નીચીજ હોય. એ પછી શ્રાવક વાસક્ષેપ નખાવવા આવે અને એ કહે કે આજે સવારે જ શ્રાવિકા આપના દર્શન-વંદન કરવા આવ્યાં હતાં. આચાર્યશ્રીએ ઊંચી નજરે જોયું હોય તો ખ્યાલ હોય ને? તેઓ નિખાલસતાથી કહેભાઇ, મને એની ખબર નથી” આવો જ અદ્ભુત એમનો વાણીસંયમ હતો. તેઓ પૂર્ણ વિચાર કરીને જ બોલતા. બોલતાં પહેલાં વિચાર કરતા કે હું જે વચનો કહેવા માગું છું એનાથી કોઇને દુ:ખ તો નહિ થાય ને? વળી પોતાનાથી ખોટું ન બોલાઇ જાય કે ખોટા ઉપદેશ ન અપાઇ જાય તેની પૂર્ણ જાગૃતિ રાખતા. તેઓ વારંવાર કહેતા, “આ ભવ જીભનો દુરુપયોગ કરીએ તો પછી જીભ નહિ મળે. કાનનો દુરુપયોગ કરીએ તો પછી કાન નહિ મળે. પરભવમાં આ બધી વસ્તુઓ દુર્લભ બની જશે.” આથી પોતાના સાધુજીવનમાં તેઓ પરિનંદાથી સદાય દૂર રહ્યા. એમના મુખેથી કોઇ ગૃહસ્થ કે સાધુ વિશે કોઇ ટીકા-ટિપ્પણ સાંભળવા ન મળે. કદી કોઇના દોષની વાત પોતે કરે નહિ અને કોઇ કરે તો તરત જ એને અટકાવી દે. કોઇ સાધુ કે ગૃહસ્થ ક્યારેક અસાવધાનીથી એમની આગળ આવી કોઇ ટીકા કરવા જાય તો એને તરત જ રોકીને પૂ. આચાર્ય કૈલાસસાગરસૂરિજી કહે કે, “જીવ છદ્મસ્થ છે. કર્મને આધીન છે. કોઇ વ્યક્તિ ભૂલ કે દોષ કરે,પરંતુ આપણે તો એમાંથી એના સદ્દગુણ જ જોવાના અને ગ્રહણ કરવાના હોય, દુર્ગુણ નહિ.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ. સં. ૨૦૦૪માં મુંબઇના કોટ વિસ્તારમાં પધરાજ પર્યુષણ ઉજવાતાં હતાં. આ સમયે પૂજય પંન્યાસ શ્રી કૈલાસસાગરજી કોટના ઉપાશ્રયમાં બિરાજમાન હતા. શ્રાવકો જાય ત્યારે બહુ ઓછું બોલે. મોટે ભાગે તો ધ્યાનમાં અને જાપમાં હોય. બહાર હોય ત્યારે માત્ર નીચી નજરે વાસક્ષેપ નાખે.
૫૮
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક શ્રાવકને લાગ્યું કે પૂન્યાસજી તો ભારે રીસાળ છે. કોઇની સાથે કશું બોલતા નથી. આ શ્રાવકે અક્રમ કર્યો. એને ખ્યાલ આવ્યો કે આ સાધુ મહાત્મા રીસાળ નથી, પણ સહજ જ ઓછું અને ખપ પૂરતું જ બોલનારા છે. એથીયે વિશેષ પૂ. આ. કૈલાસસાગરસૂરિજીની ભાષાસમિતિ અનોખી હતી. છ વર્ષનો નાનકડો બાળક હોય તો તેની સાથે પણ ‘ભાઇ' કે ‘લાલ' જેવા માનવાચક પ્રત્યયો લગાડીને જ વાત કરતા હોય. બાળકથી માંડીને મોટી ઉંમરના સહુ કોઇને માનાર્થે જ બોલાવે. શ્રાવકને હંમેશાં ‘શ્રાવકજી’ કહેતા તેઓ કહેતા કે આ પઇ તોપરમાત્મા દ્વારા પ્રતિષ્ઠિત છે.માટે સહેજે તોડછાઇ ચાલે નહિ. એ જ રીતે કોઇ સાધ્વી હોય તો એમને પણ ‘સાધ્વીજી મહારાજ' કહેતા. સામી વ્યક્તિને બોલાવવા માટે ‘આપ’ સિવાય બીજો કોઇ શબ્દ વાપરે નહિ. કોઇને પત્ર લખે તો સમાપનમાં પોતાની ‘વંદના' લખતા. એ જ રીતે નાના સાધુને માટે તેઓ ‘શાસનપ્રભાવક' એવો શબ્દ વાપરતા જેથી એનો ઉલ્લાસ જળવાઇ રહે. પહેલા જ દિવસથી એને‘મુનિ ભગવંત કે ‘સાધુ ભગવંત કહીને બોલાવતા.
વહેલી સવારે પોતે ઊઠે ત્યારે નાના સાધુને ભારે પ્રેમથી ઉઠાડતા. આ સમયે તેઓ કહેતા, ‘સાધુ ભગવંતો, સમય થયો, ઊઠો!' એમની આ મધુર વાણી સાંભળતાં જ પ્રત્યેક સાધુ જાગી જતા. એમના સમગ્ર જીવનમાં ક્યાંય વાણીની કટુતા જોવા નહિ મળે. એમનો એવો આગ્રહ રહેતો કે કોઇ શિષ્ટાચારનું પાલન ન કરે, તોપણ આપણે શિષ્ટાચારનું પાલન કરવું. કોઇને મધુર શબ્દોથી કે લાગણીભર્યા વિનયથી બોલાવીએ તો એને અનિચ્છા હશે તોપણ સારા શબ્દો વિનયપૂર્વક બોલવા પડશે.
આચાર્ય કૈલાસસાગરસૂરિજીને વાણીની મૃદુતા સહજસિધ્ધ હતી. લઘુતા અને નમ્રતા એ એમના વ્યક્તિત્વના અભિન્ન અંશ હતા. કોઇ પણ શ્રાવક આવે ત્યારે તેમને તેઓ હંમેશાં ભાગ્યશાળી આનંદમાં? એમ કહેતા હતા. રાતના બાર વાગ્યે કોઇ મૂંઝાયેલો શ્રાવક માર્ગદર્શન માટે આવે તોપણ એ જ લાગણી અને ભાવ જોવા મળે. એ શ્રાવકને તરત જ પૂછે કે, ‘કેમ છો ભાગ્યશાળી ?’ એમની વાણીમાં ક્યાંય તુચ્છકાર નહિ, માત્ર આદર અને વિનય જ નીતરતો હોય.
કયારેક વિહાર ચાલતો હોય ત્યારે કોઇ ગામમાં પ્રવેશ્યા પછી કોઇ સાધુ એમ પૂછે,
“અહીં વાણિયાનાં ઘર કેટલા છે?"
તો આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી તરત જ એ સાધુને પ્રેમથી કહે, “તમારાથી આવું ન બોલાય. એ તમને અન્ન આપે છે, પાણી આપે છે. તમારા સંયમનું પોષણ કરે છે. માતા-પિતા તુલ્ય શ્રાવકને ‘વાણિયા' ન કહેવાય. ભગવાનના
૫૯
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપાસક શ્રાવક હોય, વાણિયો ન હોય. આથી તમારે પૂછવું હોય તો એમ પૂછો કે આ ગામમાં શ્રાવકના ધર કેટલા છે??
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યશ્રી કહેતા કે કદાચ જનસમુદાયની ભાષામાં તુચ્છકારો હોય તો ક્ષમ્ય ગણીને ચલાવી લેવાય, પણ સાધુની વાણીમાં કદી તુચ્છકાર ન હોય. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી એક શિખામણ વારંવાર આપતા અને ભારપૂર્વક કહેતા, “જગતની ભાષામાં નહિ, પણ જગતપતિની ભાષામાં બોલો. જુઓ, સમવસરણમાં ઉચ્ચારાયેલી ભગવાનની વાણીમાં કેટલું અપાર માધુર્ય અને અખૂટ વિવેક પ્રગટેલાં છે, ભગવાનનાં સંબોધનો પણ કેટલાં બધાં નમ્રતાયુક્ત છે! તેઓ 'મોઃ લેવાનુપ્રિય' એમ કહીને જ સંબોધન કરે છે.’ એમના વિધાગુરુ મહેસાણાના પંડિત પુખરાજીએ કહયું, “ સંયમના સાચા ત્યાગી હોવા છતાં તેઓશ્રીની ભાષામાં હમેશાં મધુરતા જ હતી. નાના, મોટા, ત્યાગી અને ગૃહસ્થને પણ તેઓશ્રી ‘જી’ કહીને જ બોલાવતા અને તરત જ કાંઇ કામકાજ હોય તો જણાવવાનું કહેતા."
વ્યક્તિ પોતે વાણીસૈંયમ ધરાવતી હોય, પણ જયારે સામી વ્યક્તિ ગુસ્સે થઇ હોય, અકળાઇ હોય, ભાન ભૂલીને બોલતી હોય ત્યારે વાણીસંયમની સાચી કસોટી થતી હોય છે. એક વાર એમની નજીક બેઠેલા એક નાના સાધુએ કોઇને કંઇક કઠોર શબ્દો કહ્યા. પૂ. આચાર્યશ્રીએ એને ઠપકો આપ્યો નહિ. એવો ઉપદેશ પણ આપ્યો નહિ કે સાધુને આવો આચાર શોભે નિહ,બલ્કે એ સાધુને પ્રેમથી પાસે બોલાવીને એની પાસે ત્રણ વાર બાલાવડાવ્યું | WILL NEVER BE ANGRY' (હું કદી ગુસ્સે થઇશ નહિ) આવી પ્રેમભરી એમની સમજાવવાની અને શિખામણ આપવાની રીત હતી.
સાધુજનોનો સમુદાય બેઠો હોય અને કયારેક કોઇ શ્રાવક ઉત્તેજનામાં બોલી જાય, ત્યારે બીજા સાધુઓ સાહિજક રીતે જ જડબાતોડ જવાબ આપવાનો પ્રયત્ન કરતા. આ સમયે પૂ. આચાર્યશ્રી કહેતા, “તમારા મનને કહી દો કે આ ‘રોગ નંબર’ છે.આપણે ધેર ફોન આવ્યો હોય, માણસ ગમે તેટલું બોલતું હોય, પણ તમે માત્ર એટલું જ કહો કે આ રોંગ નંબર છે,તો તે કેવો ઠંડોગાર થઇ જાય છે !''
આવી ગમ્મતથી પૂ. આચાર્યશ્રી પરિસ્થિતિને સંભાળી લેતા હતા. ગુસ્સે થયેલો શ્રાવક કે ગુસ્સે થવા જતા સાધુ શરમાઇ જતા.
એમના જીવનમાં નખશિખ વિનય હતો. તેઓ કયારેય મળવા આવેલા શ્રાવકને ઊભા થવાનું કહે નહિ. કોઇ મળવા આવ્યું હોય અને વાતચીત પૂરી થઇ ગઇ હોય અને તે આપમેળે ઊભા થાય તો બરાબર છે, પણ પોતે કદી એને ઊભા થવાનું કહે નહિ. આમાં ક્યારેક તો ગોચરીનો સમય વીતી જતો.
G
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગોચરી પડી રહી હોય પણ સામાને ઊભા થવાનું ન કહે, બીજાને આવું કઈ રીતે કહી શકાય? સામાન્ય રીતે તેઓ બાર વાગ્યા પછી વહોરવા આવે અને એકાદ વસ્તુ ગ્રહણ કરે. એ પછી ઉપાશ્રયમાં કોઈ મળવા આવ્યું હોય તો ગોચરી માટે ઊઠે નહિ. નાનું બાળક આવ્યું હોય તોપણ એની સાથે વાત કરે. ઘણી વાર અગિયાર વાગ્યાની ગોચરી છેક દોઢ-બે વાગ્યા સુધી એમ ને એમ પડી હોય. બીજા સાધુઓ અકળાઈ જાય, પણ પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી તો એટલું જ કહે, “હું પછી વાપરીશ. તમે વાપરી લો,” અને અંતે છેક બે વાગ્યે ગોચરી વાપરવાનું બને! વૈશાખ મહિનાની અસહ્ય ગરમી અને અસ્વસ્થ તબિત હોવા છતાં હિંમતનગરમાં પ્રતિષ્ઠા કરાવી. શ્વાસનું દર્દ હોવા છતાં એમણે દર્દન ક શી પરવા કરી નહિ. આ સમયે તેઓ પોતે પ્રવચન આપતા હતા. સતત શ્રમ લઈને વિધિવિધાને કરાવતા હતા. એમના દર્શનાર્થે આવનાર ! પણે સતત ધસારો રહેતો હતો. આવે સમયે અન્ય કોઈ હોય તો કહી દે કે અમુક સમયે જ મળી શકે છે અથવા તો અત્યારે મળી શકાશે નહિ, પરંતુ આ લાગણીભીના આ ચાર્ય તાર સહુને માટે સદાકાળ ખુલ્લાં હતાં. એમણે કયારેય કોઈને અટકાવ્યા નથી નાનો માણસ આવે કે મોટો માણસ આવે - સહુને આજ થી ના લાવે અને પોતાની પાસે બેસાડે. તેઓ હંમેશા એક વાકય કહેતા :.
સાધુનાં કાર સદાય ખુલ્લાં જ હોય, કયારેક કપરી પરિસ્થિતિ સર્જાઈ જતી. દર્શનાર્થીઓનો ધસારો ખાળવો મુશ્કેલ બનતો. પૂ. આચાર્યશ્રીને લાંબા આરામની જરૂર હોય અને ક્ષણનો પણ વિરામ મળે નહિ. આવે વખતે બીજા સાધુઓ અકળાઈ જતા. પૂ. આચાર્યશ્રી એમની અકળામણ પારખીને તરત કહી દેતા, “કોઈ પણ વ્યકિત આવે તો દિલ અને દ્વાર ખુલ્લાં રાખવા જોઈએ. આપણે સાધુઓ તો આધ્યાત્મિક હૉસ્પિટલ ચલાવીએ છીએ. ઉપાશ્રય એ ઇમર્જન્સી વૉર્ડ' કહેવાય, કોઈ ધાયલ થઇને ગમે તે સમયે આવે, પણ આપણું કામ તો એને સંતોષની સારવાર આપવાનું છે, સાંત્વનાથી ઘા રૂઝવવાનું છે. એના ચિત્તને સમાધાનની સ્વસ્થતા આપવાનું છે. ” આમ સારી કે નરસી પરિસ્થિતિ હોય. કફોડી કે કટુતાભરી હાલત હોય, તેમ છતાં પૂ. આચાર્યશ્રીએ કોઈ દિવસ એમની ભાષા-સમિતિમાં દોષ આવવા દીધો નથી. એમના સત્સંગમાં આવનાર સહુને આનો પ્રત્યક્ષ અનુભવ થતો હતો. કોઈ
૬ ૧
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રાવક જીવનની પરિસ્થિતિથી ખૂબ અકળાયેલો હોય, કટુતાને કારણે ગુસ્સે ભરાયો હોય, પરંતુ આચાર્યશ્રી પાસે જતો ત્યારે સાવ બદલાઇ જતો ! આચાર્યશ્રીની આસપાસનું વાતાવરણ એટલું બધું સાત્વિકતાપૂર્ણ અને સરળતાભર્યું રહેતું કે ભલભલાનો ગુસ્સો એમને જોઇને ઓગળી જતો. એમના શબ્દોમાં કયારેય આવેશ કે ઉશ્કેરાટ હોય નહિ. સામી વ્યકિતને નિતાંત સ્વસ્થતાનો અનુભવ થાય. કેટલાક તો એમ કહેતા કે એમની આસપાસ દૈવિક પરમાણુના સમૂહથી વાતાવરણ ભરેલું રહેતું કે જેથી મનની નધી વિટંબણા ભૂલી જતા અને ચિત્તને એક પ્રકારની શાંતિનો અનુભવ થતો. સહુને એમની આસપાસ પ્રેમના એક વર્તુળનો અનુભવ થતે.. એની પરિધિમાં આવ્યા બાદ વ્યક્તિ પોતાનો આક્રોશ ખોઇ બેસતી. પાણહ્રદયનો માનવી પણ પીગળી જતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચાર એક પ્રકારનું મેગ્નેટ છે અને એમની પાસે વિચારોની એટલી શુદ્ધતા હતી કે કેટલાક તો એમની પાસે માત્ર બેસવા જ આવતા, કારણકે ઝંપની સમીપ બેસવાથી વ્યકિતને અવર્ણનીય શાંતિનો અનુભવ થતાં. એમ પણ જરૂર પૂરતું બોલવું. ઝઘડામાં પડવું નિહ. ઇયાં સમિતિ સચવાય તેનું ધ્યાન રાખવું. આ બધું એમના સંપર્કમાં આવનારને સ્પર્શી જતું. શાંત, શુધ્ધ, સંયમમય જીવન પ્રભુભકિતથી અને આરાધનાથી એવું ભર્યું ભર્યું હતું કે તેમાંથી ઉત્પન્ન થતા પ્રકાશ અને સૌમ્યતા જ તેમને જે કહેવાનું હોય તે બાલ્યા વગર પ્રગટ કરી દેતાં હતાં.
પૂ. આ. કૈલાસસાગરસૂરિજીનું જીવન એટલે શ્રાપકો પ્રત્યે અપાર કરુણાભર્યું જીવન. આટલી ઊંચી પદવી હોવા છતાં શ્રાવકને અંતરના ઉમળકાથી બોલાવે. કોઇ શ્રાવકને ત્યાં પૂજન હોય તો આગ્રહની કદાપિ અપેક્ષા ન રાખે, શ્રાવક ઔપચારિક રીતે બોલાવવા ન આવે તોયે સામે ચાલીને આવા ધર્મકાર્યમાં પહોંચી જાય.
એમના જીવનનો એક પ્રસંગ અવિસ્મરણીય છે. અમદાવાદનો ઉનાળાનો ધોમધખતો તાપ હતો. એ દિવસે એમને શ્રમ પણ ઘણો લાગ્યો હતો. દેવકીનંદનના ઉપાશ્રયથી બળબળતા બપોરે એમને સિધ્ધચક્ર પૂજનમાં નારણપુરા જવાનું હતું. પૂ. આચાર્યશ્રી પૂજનમાં જવા ઊભા થયા. આ જોઇને પૂ. જ્ઞાનસાગરજીએ લાગણીભર્યાં અવાજે કહ્યું,
“આવા તડકામાં જશો તો પગ શેકાઇ જશે. રસ્તામાં ઝાડ નથી, છાંયો નથી અને આટલી બધી ગરમી છે.”
પૂ.આચાર્યશ્રીએ માર્મિક ઉત્તર આપ્યો, તડકાનો વિચાર કરીએ તો તડકો લાગે. હું માથે કામળી ઓઢી નવકાર ગણતો ગણતો પહોંચી જઇશ. મને તડકો કોઇ દિવસ નડતો નથી '
૬ ર
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને બળબળતા તાપમાં તેઓ શ્રાવકને ત્યાં સિધ્ધચક્ર પૂજનમાં પહોંચી ગયા. કોઇ શ્રાવક મળવા આવ્યો હોય અને પૂ. આચાર્યશ્રી વિશ્રામ કરતા હોય તો અન્ય સાધુજનો શ્રાવકને થોડી વાર પોતાની પાસે બેસવા કહે, પણ પૂ. આચાર્યશ્રીને જેવો એમનો અવાજ સંભળાય કે તરત જ શ્રાવકને પોતાની પાસે બોલાવી લેતા. આવે વખતે કોઇ શ્રાવક એમ કહે, “મને ક્ષમા કરજો, મેં આપના આરામમાં ખલેલ પાડી.”
પૂજય આચાર્યશ્રી અને ભાવથી કહે, “કોઇ અનિવાર્ય સંજોગોને કારણે જ તમે તમારા વિશ્રામનો સમય છોડીને મને મળવા આવ્યા છો અને હુ વિશ્રામ કરું બરાબર કહેવાય?"
આખો દિવસ અત્યંત વ્યસ્ત જતો. લોકો મળવા આવે. સંઘા સલાહ લેવા આવે. કોઇ મુહૂર્ત કઢાવવા આવે તો કયારેક ગચ્છનું કામ ચાલતું હોય. ખૂબ થાક્યો હોય અને સહેજ વિશ્રામ લેવા જતા હોય ત્યારે જો કોઇ આવી પહોંચે તો સાધના સાધુ કવિચત્ અળાઇ જતા, પરંતુ પૂ. આચાર્યશ્રી સૌમ્ય મુખમુદ્રા સાથે પ્રસન્નતાપૂર્વક કહેતા કે “એમણે તો આપણો પ્રમાદ દૂર કર્યો. કોઇ વાર કોઇ નજીકના શ્રાવક પાસે પોતાનાં પુસ્તકોનું પોટકું મંગાવ્યું હોય. આવે સમયે ઘણી વાર તેઓ પૂછતા કે પોટકું કઇ રીતે લાવ્યા ? રિક્ષામાં લાવ્યા હોય તો પૂછતા કેટલો ખર્ચ થયું? પોતાના નિમિત્તે શ્રાવકોને ખર્ચનો બોજો આર્થિક સંજોગોને કારણે વેઠવો ન પડે તેની ભારે ચીવટ રાખતા. કોઇ ગરીબ શ્રાવક હોય તો કોઇને સદુપદેશ આપીને એને યોગ્ય મદદ મળે તેની ખેવના
રાખતા.
પાછલી અવસ્થામાં અનિચ્છાએ અનિવાર્યપણે ડોળીનો ઉપયોગ કરવો પડતો હતો, ત્યારે હિતેન્દ્રભાઇ શાહ ડોળીની વ્યવસ્થા કરવાનું કાર્ય સંભાળતા. તેઓ ડોળીવાળાને ખાસ તાકીદ કરતા કે પૂ. આચાર્યશ્રી પૂછે કે કેટલી રકમ આપવાની નક્કી કરી છે તો કહેવું નહિ. આનું કારણ એ હતું કે પોતાને નિમિત્તે આટલી રકમ વપરાય તે જાણીને તેઓ ડોળી કરવાની ના પણ પાડે. દર મહિને અમુક શ્રાવકો એમને વંદન કરવાનો નિયમ રાખતા. ક્વચિત્ કોઇ શ્રાવકને કોઇ કારણસર આવતા મોડું થાય તો તેઓ ફિકર કરતા હતા. વળી કોઇ શ્રાવક લાંબા સમયે વંદન કરવા આવે તો તેમને પૂછે કે તમારી ધર્મઆરાધના તો પ્રસન્નતાપૂર્વક શાંતચિત્તે થાય છે ને? તેમાં કોઇ ક્ષતિ નથી આવી ને? પૂ. આચાર્યશ્રી આટલા બધા જાગ્રત હતા. .
પૂજય આચાર્યશ્રી સાધર્મિક ભકિતનો સુંદર ઉપદેશ આપતા અને શ્રાવકો પર એની ઘણી અસર થતી. આગંતુક સાધર્મિકોની ભક્તિનો અચૂક લાભ લેવાનો સ્થાનિક શ્રાવકોને ખાસ ઉપદેશ આપતા. વળી સ્થાનિક શ્રાવકો પણ સાધર્મિક ભકિતનો ઉમંગથી લાભ લેતા. આચાર્યશ્રી પાસે શુભ મુહૂર્ત મેળવવા આવેલા
૬૩
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાધર્મિકો સાધર્મિક ભકિતનો લાભ આપ્યા પછી જ તેઓશ્રી પાસેથી શુભ મુહૂર્ત મેળવી શકતા હતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળપણથી જ પૂ. કૈલાસસાગરજીને નાનાં બાળકો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. પોતાની ગૃહસ્થ અવસ્થામાં પોતાના મોટાભાઇ બિરચંદજીના પુત્ર રામપ્રકાશને રોજ સાઇકલ પર બેસાડીને બાગમાં લઇ જાય. ખૂબ ફેરવે. ભારે આનંદ કરાવે. આથી રામપ્રકાશજી આજે પણ એમ કહે છે કે એમના પિતાશ્રી બિરચંદજી કરતાં વધુ પ્રેમ કાશીરામજીએ આપ્યો હતો.
પોતે મહાન આચાર્ય થયા છતાં નાનાં બાળકો સાથે નાના બાળક જેવા થઇ જતા. બાળકો આગળ એમનો આનંદી સ્વભાવ ખીલી ઊઠતો. એક વાર તેઓ રસ્તા પરથી પસાર થતા હતા. એક નાના છોકરાને આચાર્યશ્રી પર ભારે અનુરાગ હતો. નાના બાળકે એમને વિનંતી કરી કે નજીકમાં જ મારું ઘર છે. આચાર્યશ્રી આપ પધારો તો હું ધન્ય બની જઇશ. તરત જ આચાર્યશ્રીએ કહ્યું, “ચાલ, મને તારા ઘરનો રસ્તો બતાવ.”
બાળકો આવે તો એને નવકાર બોલાવે. એમને માથે પ્રેમથી વાસક્ષેપ નાખ અને પરોપકાર કરવાની તથા માબાપની સેવા કરવાની શીખ આપે. તેઓ જયાં જયાં જતા ત્યાં બાળકોને બે બાબતો ખાસ કહેતા: એક તો માતાપિતાનો આદર કરવો અને બીજું જિનમંદિરમાં દર્શન કરવાં.
બાળકોમાં સંસ્કારસિંચન કરવાની એમની રીત અનોખી હતી. બાળક જવા બનીને એમની સાથે ભળી જતા અને પછી તેઓ પ્રેમથી જે વાત કહેતા ત બાળકો પણ સ્વીકારતાં હતાં. આચાર્યશ્રીનો આનંદી સ્વભાવ બપોરે બાળમુનિઓને ભણાવે ત્યારે જોવા મળતો. ખૂબ આનંદથી ભણાવે. વચ્ચે વચ્ચે રમૂજ પણ કરે. દીક્ષાર્થી બાળકને બહાર મોકલે ત્યારે શ્રાવકને એને બધે ફેરવવાનું કહે. એક વાર એક સજજન આચાર્યશ્રીની ગોચરી લઇને ગુંદી ગયા હતા. અહીંથી કોઈ દીક્ષાર્થી બાળકને ફેદરા ગામમાં જવાનું હતું. આચાર્યશ્રીએ આવેલા સજજનને કહ્યું કે આને સાવ નજીક આવેલા ફેદરા ગામે મૂકી દેજો. એ પછી દીક્ષાર્થી બાળકને મજાક કરતાં કહ્યું.,
‘ચાલ, તારે ફેદરા જવું છે ને? જો,તારે માટે ખાસ ગાડી આવી છે. પૂજય આચાર્યશ્રીના જીવનમાં અંતિમ અંજનશલાકા હતી પાલી (રાજસ્થાન)ની. આ મહામાગલિક પુણ્ય પ્રસંગે નાના સાધુઓએ આચાર્યશ્રીને આગ્રહપૂર્વક નવાં કપડાં પહેરવા કહ્યું. અન્ય સાધુઓની પણ એવી ઇચ્છા હતી કે આચાર્યશ્રી નવાં કપડાં પહેરે તો સારું. નાના સાધુઓએ અમને આ વિનંતી કરી, ત્યારે આચાર્યશ્રીએ હસતાં હસતાં કહ્યું, “તમે તો ઘરડાંને શણગારવાની વાત કરો છો.'
૬ ૪
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદવી કદી આચાર્યશ્રીને પજવી શકી નહિ. નાના હોય કે મોટા, ગરીબ હોય કે અમીર, દુ:ખી હોય કે સુખી સહુના તરફ જીવનભર એમનું અપાર વાત્સલ્ય વહેતું રહ્યું. એમની પાસે ઉચ્ચ સાધુતા હતી, પણ શુષ્કતા નહોતી, સંયમની અનેરી આરાધના હતી, પણ સંસારીઓ માટે લેશ પણ તિરસ્કાર નહોતો. એમના મનમાં સતત એક જ ભાવના રહેતી કે સાધુ હોય કે શ્રાવક હોય, કઈ રીતે એના જીવનને ધર્મબોધ પમાડી શકાય? જીવનની સાધના કૈલાસ જેટલી ઊંચી હતી પણ તેથી કંઈ અસ્પૃશ્ય નહોતી. શ્રીસંધની વચ્ચે રહીને અને સમુદાય સાથે જીવીને એમણે પોતાના હૃદયની અગાધ કરુણાનો પરિચય આપ્યો હતો.
૬ ૫
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુતાનું શિખર
૬૬
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'वदनं प्रसादसदनं; सदयंहृदयं सुधामुचो वाचः।
करणं परोपकारमं येषां केषां न ते वन्याः ॥' ‘પ્રસન્નતાથી ભરેલું મુખ, દયાથી છલકાતું હૃદય, અમૃત ઝરતી મધુર વાણી અને જેના કાર્ય માત્ર પરોપકારનાં હોય, તે કોને વંદનીય ન બને? અર્થાત્ તે સર્વના વંદનીય બને છે.” આચાર્યશ્રીના જીવનને આ સુભાષિત યાર્થથરૂપે પ્રગટ કરે છે. એમના આત્માની નિર્મળતા એમની સૌમ્ય મુખમુદ્રામાં પ્રગટ થતી હતી. એમનાં વ્યવહારમાં દૃષ્ટિસંયમ હતો. એમની વાણીમાં વિવેક હતો. એમના આહારમાં પણ તપ તરફની રુચિ હતી. જે વાપરવા મળે તેમાં રાગ-દ્વેષ ન થાય તેનો ખ્યાલ રાખે. ભાષાસમિતિ. એષણાસમિતિ અને અન્ય સમિતિઓની જાળવણી એવી કે પરમ સાધુતાની શુચિતા દેખાય. *
એમની પ્રત્યેક ક્રિયા સંયમપથના યાત્રીની નિર્દેશક હતી. એમને સાધુપદનો ભારે મહિમા હતો. તેઓ વારંવાર ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ કે ‘દશકાલિક સૂત્ર'નો આધાર ટાંકીને સાધુતાની મહત્તા દર્શાવતા. તેઓ કહેતા કે, “જેમ ગાયો ચરાવવાવાળા ગોવાળ અને ધનની રક્ષા કરવાવાળા કોષાધ્યક્ષ તેના સ્વામી હોતા નથી તેમ સાધુવેશ ધારણ કરવાથી કોઈ સાધુત્વનો અધિકારી બની જતો નથી." આવા ‘
ભિખુસુન્ત' ની ભગવાનની વાણીથી તેઓ સાચા સાધુની મહત્તા દર્શાવતા રહેતા. સાધુ મમત્વરહિત, નિરહંકારી તેમજ અર્ચના, વંદના તથા પૂજનની મનથી કદી ઈચ્છા કરનારો હોય નહિ, તેઓ પોતે સાધુત્વના ગૌરવ અંગે સદા જાગ્રત હતા. પૂજય આચાર્ય ભદ્રકરસૂરિજીએ એમના વ્યક્તિત્વને પ્રગટ કરતાં કહ્યું કે
જીવતત્ત્વ પર એમને ખૂબ કરુણા હતી.. તેઓ માનતા હતા કે જીવ એટલે કીમતીમાં કીમતી પદાર્થ. એના પ્રત્યે અખૂટ વાત્સલ્ય ધરાવતા હતા. વળી સાધુ કે શ્રાવક કોઇના પણ પરિચયમાં આવે તો એમનું લક્ષ એ જ રહેતું કે મારું કર્તવ્ય શું છે? સામી વ્યક્તિ ગમે તે હોય, પણ એમની દૃષ્ટિ તો * સાધુએ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલન વડે ચારિત્રઘડતર કરવાનું હોય છે. આ પાંચ સમિતિ તે: :૧: ઈર્યાસમિતિ-સાધુએ કઈ રીતે ચાલવું, ગમનાગમન કરવું તેના નિયમ. ર: ભાષાસમિતિ-સાધુએ કઈ રીતે બોલવું તેના નિયમ. ૩: એષણાસમિતિ-સાધુએ કઈ રીતે આહાર પાણી મેળવવા તેના નિયમ :૪: આદાનનિક્ષેપસમિતિ-સાધુએ નિત્ય ઉપયોગની વસ્તુઓની પરિમાર્જના કરવા તથા લેવા-મૂકવામાં સાવધાની રાખવી તેના નિયમો :: પારિષ્ઠાપનિકા સમિતિ-સાધુએ નિર્વધભૂમિ પર મળમૂત્ર વગેરે વિસર્જન કરવા
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મારે શું કરવું જોઇએ, એના પર જ રહેતી હતી.
તેઓ વારંવાર કહેતા, “સાધુ ભિખારી નથી, બલ્કે સમ્રાટ છે. એણે શ્રાવક પાસે કશી યાચના કરવી જોઇએ નહિ.” પૂજય આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજે કદી કોઇ શ્રાવક પાસે કશું માંગ્યું નહોતુ. લખવાની એક નાનકડી પેન સુદ્ધાં માગી નહોતી. તેઓ કહેતા કે સાધુએ તો ધર્મકાર્યનો ઉપદેશ આપવાનો હોય. કશું માંગવાનું, મેળવવાનું ન હોય, એ તો ધર્મપ્રવૃત્તિનો ઉપદેશક છે, આથી સ્વયંભૂપણે સામે ચાલીને શ્રાવક આપે તોપણ આવશ્યકતા હોય તો જ સ્વીકારવી. બાકી યાચનાની કોઇ વાત નહિ. પૂ. મા. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજે એમના વ્યક્તિત્વનું વર્ણન કરતાં કહયું, ‘ગમે તે માણસ ઝાડ પાસે જાય, પણ ઝાડ પાસેથી એ શાંતિ લઇને જાય. આપણે પણ વ્યથા લઇને ગયા હોઇએ અને એમની પાસેથી શાંતિ લઇને પાછા ફરીએ. પૂરો ખાખી માણસ. ઇન્ડીપેન ન મળે. ઘડિયાળ ન મળે. કપડાંની એક જોડ સાથે હોય એમનામાં સંપૂર્ણ ત્યાગ જોવા મળે. પોતાના સાધુઓને તેઓ કહેતા, ‘સાધુ તો ત્યાગની મસ્તીથી જીવતો હોય. કંદી પોતાની પાસે પોસ્ટકાર્ડ ન હોય તોપણ ચલાવી લેતાં શીખવું જોઇએ.' કયારેક તેઓ ભારપૂર્વક એમ પણ કહેતા, “પોસ્ટકાર્ડ મળે તો વાપરો, ન હોય તો ચલાવી લો. કયાં આપણી પેઢી ચાલે છે ?’ હંમેશાં સાદા અને જીર્ણ વસ્ત્રો જ વાપરતા. આ અંગે પંડિત શ્રી પુખરાજજી અમીચંદજી એમના અસાધારણ ત્યાગને દર્શાવતાં કહે છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“તેઓશ્રીના હજારો શ્રીમંત ભક્તો હતા અને તેથી જ મહેસાણામાં હાઇ-વે રોડ પર શ્રી સીમંધર સ્વામીના ભવ્ય જીનાલયનું નિર્માણ થયું. અનેક ભક્તજનો કીમતી વસ્ત્રો તેઓશ્રીને અર્પણ કરતાં, પરંતુ તેઓશ્રી તો હમેશાં તદ્દન સાદાં અને જીર્ણ કપડાં જ વાપરતા એક વાર તેઓશ્રીના અંતેવાસી શિષ્ય મને કહેલું કે પંડિતજી,પૂજય આચાર્ય મહારાજ સાહેબને આપ વિનંતી કરો. અમને શરમ આવે છે કે આવાં જીર્ણ ચોલપટ્ટા ને કપડાં ન વાપરે અને કંઇક સારા વાપરે. અમે અનેક વારવિનંતી કરીએ છીએ પણ અમારું એવું સદ્ભાગ્ય ન હોવાથી અમારી વિનંતી સ્વીકારાતી નથી. પણ કદાચ આપની વિનંતી સ્વીકારાય તો ના નહીં.”
હકીકતમાં પૂ. આચાર્યશ્રીને આવી કોઇ દરકાર જ નહોતી. ગમે તેવો શિયાળો હોય, કડકડતી ટાઢ હોય, તોપણ મહદ્અંશે શરીર પર અંતરપટ નાખેલ પાલીની એક કામળી ઓઢે. વૃદ્ધાવસ્થામાં શિષ્યોનો અતિ આગ્રહ હોય તો કવચિત્ ઊનના ધાબળાનો ઉપયોગ કરતા હતા. બીજું કાંઇ ઓઢવાનું નહિ. પોતે અન્ય સાધુઓને બે કે તેથી વધુ કામળી આપે પણ પોતાને માટે તો માત્ર એક જ કામળી. એ જ ઓઢવાની. વળી કોઇની પણ સાથે વાતચીત
૬૮
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે ત્યારે પોતાના વસ્ત્રની પૂરી કાળજી રાખે. પગની માત્ર પાની જ દેખાવી જોઈએ એમ માનતા હતા. આથી કોઈ સાધુ અંગોને બરાબર ઢાંકીને ન બેઠા હોય તો તેમને હળવેથી મીઠો ઠપકો પણ આપતા અને કહેતા કે મહાનુભાવા વસ્ત્રો સંયમની રક્ષા કાજે છે. વસ્ત્રોનો બરાબર ઉપયોગ રાખવો જોઈએ.
કોઈ શ્રાવક મહારાજશ્રીને પોતાના ઘેર પધારવા બે હાથ જોડી, પ્રણામ કરીને વિનંતી કરે. તેમને માટે તો સહુ સરખા. રાય-રકનો કોઈ ભેદ નહીં. તેઓ માત્ર એટલું જ જણાવે કે તમે નવ લાખ નવકાર ગણવાનું સ્વીકારો તો હું તમારે ત્યાં આવી શકું.
પૂજય કૈલાસસાગરસૂરિજીના જીવનમાં નવકાર પ્રત્યે અખૂટ આસ્થા પ્રગટ થાય છે. તેઓ કહેતા કે આ નવકાર માત્ર પરમ મંત્ર કે શાસ્ત્ર છે એટલું જ ન સમજતા, પરંતુ સર્વ મંત્રોમાં અને શાસ્ત્રોમાં શિરોમણિભૂત મહામંત્ર અને મહાશાસ્ત્ર છે. એની ઉપાસનાથી ભૌતિક આપત્તિઓ દૂર થાય છે. વ્યાધિ, જળ, અગ્નિ જેવા ભયનો નાશ થાય છે. ઇષ્ટની પ્રાપ્તિ કરાવતો આ મહામંત્ર અપૂર્વ ચિંતામણિ છે, અપૂર્વ કલ્પવૃક્ષ છે અને પરમ અમૃત સમાન છે. અર્થાત્ મોક્ષનો પરમ હેતુ છે અને તરત જ તેઓ શ્રી મહાનિશીથ શ્રુતસ્કંધનું ઉધ્ધરણ, આપતા
ताव न जायइ चित्तेण, चितिअ पत्थिय वायाए।
काएण समाढत्तं, जाव' न सरिओ नमुक्कारो॥ ‘ચિત્તથી ચિતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી કે જયાં સુધી શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારને સ્મરવામાં નથી આવ્યો.” એક વાર અડપોદરામાં તેઓના ચાતુર્માસ હતા. ગામલોકો એમને ભાવુકતાથી પોતાને ઘેર પધારવાનું કહે અને પૂ. કૈલાસસાગરસૂરિજી એમની સામે નવા લાખ નવકાર ગણવાની શરત મૂકે. એક શ્રાવકે નવ લાખ નવકાર ગણવાનો સંકલ્પ કર્યો અને પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીને પોતાના ઘેર પગલાં કરવા વિનંતી કરી. શ્રાવકનું નિવાસસ્થાન ઘણું દૂર હતું. અતિ શ્રમ લઈને શ્રાવકના ઘેર પગલાં કર્યા અને ઉપાશ્રયે પાછા પધાર્યા. શ્વાસનું દર્દ હતું. આથી શ્વાસ ખૂબ ચડયો હતો. હજી આસન પર બેસે ત્યાં જ એક બીજો શ્રાવક આવી પહોંચ્યો. એણે કહયું મહારાજ મેં પણ નવ લાખ નવકાર ગણવાનો મહાસંકલ્પ કર્યો છે. આપ મારે ત્યાં પગલાં કરો, તો મારા ધન્ય ભાગ્ય.” હજી હમણાં જ ખૂબ પરિશ્રમ વેઢીને પૂ. આ. કૈલાસસાગરસૂરિજી આવ્યા હતા. શ્વાસની તકલીફ તો હેરાન કરતી જ હતી. પણ જયાં ધર્મની ભાવના હોય ત્યાં શ્રમનો શો હિસાબ? ધર્મની પ્રભાવના થાય, ત્યાં પ્રમાદ કેવો? પળનો પણ વિલંબ કર્યા વિના તેઓ તરત જ તૈયાર થયા અને એને ઘેર પગલાં
૬૯
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવા ગયા.'નવકાર પર એમને અનન્ય શ્રદ્ધા હતી. કોઇ શ્રાવક બીમાર હોય અને એમને પત્ર લખે તો જવાબમાં એટલું ખાસ લખતા કે નવકાર મંત્રનો જાપ બરાબર કરજો અને પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની પંક્તિઓ ગાઇ ઊઠતા :
વિ મંત્રમાં સારો, ભાખ્યો શ્રી નવકાર,
કહ્યા ન જાયેરે એહના, જેહ છે બહુ ઉપકાર.
‘નવકાર મંત્ર એ બધા જ મંત્રોમાં સારભૂત છે. એના ઉપકાર એટલા બધા છે કે તેને વાણી વર્ણવી શકે તેમ નથી.'
વહેલી સવારે ઊઠીને સર્વપ્રથમ શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા. એ પછી શિષ્યોને ઊઠાડવા માટે ‘નમો અરિહંતાણ” બોલીને પછી કહેતા, “મુનિ ભગવંતો! ઊઠો. સમય થયો છે. પ્રમાદનો ત્યાગ કરી ઊભા થાઓ.” આ પછી મુનિવર જાગ્રત થયા કે નહીં તેનો પ્રત્યુત્તર મેળવવા પુનઃ ‘નમો અરિહંતાણ’ બોલતા. જાગ્રત થયેલા મુનિવરો ‘મર્ત્યએણ વંદામિ’ કહીને ‘નમો અરિહંતાણ” બોલતા. કોઇ મુનિને પ્રમાદત્યાગ કરવો ન ગમે અને અકળાઇ જાય તોપણ પૂજય આચાર્યશ્રી અકળાયા વિના ‘નમો અરિહંતાણ’ બોલ્યે જતા. પ્રમાદગ્રસ્ત મુનિ આચાર્યશ્રીને ‘મિચ્છામિ દુક્કડમ્' દેતા ત્યારે પૂ. આચાર્યશ્રી પણ સામે મિચ્છામિ દુક્કડમ્' કહેતા.
પૂ. આચાર્યશ્રી બીમાર હોય ત્યારે ડૉકટર તપાસવા આવે અને તેઓશ્રીને પૂછે, ‘આપને કેમ છે?’
એના પ્રત્યુત્તરમાં દર્દની વાત કે બીમારીની વ્યથા કદી કહેતા નહીં માત્ર એક જ જવાબ આપે, ‘નમો અરિહંતાણં.' શરીરમાં વ્યાધિએ ઉગ્ર રૂપ ધારણ કર્યું હોય, સહુ કોઇ ચિતિંત હોય ત્યારે આચાર્યશ્રી સહુને સાંત્વના આપતાં કહે, “શરીર અને કર્મ એનો ધર્મ બજાવે તો આત્માએ આત્માનો ધર્મ બજાવવો જ જોઇએ. આત્મધર્મનો ધ્રુવતારક અને દીવા-દાંડીરૂપ ભગવંતનો મુનિવેશ મને સદા સજાગ રાખે છે. એક દિવસ જેની રાખ અને ધૂળ થવાની જ છે તે દેહની શાને કાજે ચિંતા કરવી ?’' પોતાની સાથેના સાધુઓને તેઓ આ શ્લોક વારંવાર કહેતા'सुचिरंपि तवो तवियं, चिन्न चरण सुय च बहु पढियं । जता न नमुक्कारे रई, तओ तं गय विहल ।।"
લાંબા કાળ સુધી તપ કર્યું હોય, ચારિત્ર પાળ્યું હોય તેમ જ ઘણાં શાસ્ત્રો ભણ્યા હોય, પરંતુ જો નવકાર મંત્ર વિશે પ્રીતિ ન થઇ તો સઘળું નિષ્ફળ થયેલું સમજવું.'
નવકાર મંત્રની મહત્તા દર્શાવતા તેઓ વારવાર કહેતા
एष पंचनमस्कारः, सर्वपापप्रणाशन |
मङ्गलानाँ च सर्वेषाम्, मुख्य भवति मंङ्गलम् ॥'
૭૦
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘પાંચેય પરમેષ્ઠિઓને કરેલો આ નમસ્કાર સર્વ પાપોનો પ્રકર્ષે કરીને નાશ કરનારો છે તથા સર્વ મંગલોમાં સર્વોત્કૃષ્ટ મંગલ સ્વરૂપ છે.’ એક વાર શ્રાવકોએ એમની શ્વાસની વેદનાભરી તકલીફને કારણે અમદાવાદની વાડીલાલ હોસ્પિટલમાં ચિકિત્સા કરાવવાનું નક્કી કર્યું. ડૉકટરે એમનો કાર્ડિયોગ્રામ લીધો. નિદાન કર્યું કે એમનું હાર્ટ ‘એન્લાર્જ’ (પહોળું) થઇ ગયું છે, આથી અતિ શ્રમ કરવો નહિ. ખાસ તો દાદરા ચઢવા નહિ. અનિવાર્યપણે દાદરા ચડવા પડે તેમ હોય તોપણ બે-ત્રણ પગથિયાં ચડયા પછી થોડી વાર ઊભા રહેવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડૉકટરે એમને એકસ-રે કઢાવવાની સૂચના આપી. તેઓ તો દાદરો ચડીને એકસ-રે વિભાગમાં પહોંચી ગયા. પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીનો એકસ-રે લીધો,પણ સાથે ડૉકટરે પૂછ્યું, “અરે! તમે કેવી રીતે અહીં ઉપર
આવ્યા'
પૂ.આ. શ્રી કૈલાસસાગરસૂરિજીએ કહયું, નવકાર ગણતાં ગણતાં ઉપર આવી ગયો.’
તેઓ એક પગથિયું ચડે અને બીજો પગ મૂકે તે પહેલાં એક નવકાર મંત્ર બોલે. તેઓ કહે કે આમ કરવાથી બે ફાયદા થાય. શરીરને વિશ્રામ રહે અને નવકારની આરાધના પણ થાય. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી ચાલતા હોય કે દાદર ચડતા હોય, પણ એમની નવકારની આરાધના સતત ચાલતી હોય. ઊઠતાં-બેસતાં સમય મળે ત્યારે નવકાર મંત્રનું સ્મરણ સતત ચાલુ જ હોય.
પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજે જીવનભર ચુસ્ત રીતે ક્રિયા પાળવાનો આગ્રહ સેવ્યો. ક્રિયાની સહેજે ઉપેક્ષા ન કરે, બલ્કે એને પૂરેપૂરી પાળવા માટે જાગૃત પ્રયાસ કરે. જયાં સુધી શારીરિક શક્તિ હતી ત્યાં સુધી બધી જ ક્રિયા જાતે ઊભા રહીને કરતા હતા. સમેતશિખર જવાનો પ્રસંગ થયો ત્યારે પણ એટલી જ જયણા રાખી. ભિકત નિમિત્તે આવેલી આહારની કોઇ પણ વસ્તુ તેઓ વાપરતા નહિ. સહેજ ક્ષતિ થઇ હોય તો પ્રાયશ્ચિત્ત માગી લેતા. જીવનશુદ્ધિ અને આત્મવિકાસમાં પ્રાયશ્ચિત્તને ઘણું મહત્ત્વ આપતા.
એક વાર પાલીતાણાથી અમદાવાદ આવતા હતા. વચ્ચે પૂ. ઉદયસૂરિજી મહારાજનો મેળાપ થયો. એમની પાસેથી તેઓએ પ્રાયશ્ચિત માગ્યું. સાધનામાં સહેજ પણ ક્ષતિ થાય કે નાનીશી ચૂક થઇ જાય તે ચાલે નહિ. ક્યારેક એમની નજીકની વ્યકિત એવું કંઇક કરે કે જે એમને પસંદ ન હોય તો કોઇને કશુંય કહ્યા વિના પોતે આયંબિલ કરી લે. બીજાની ભૂલ હોય તોપણ તેઓ પોતે એનું પ્રાયશ્ચિત્ત કરતા અને જરૂર પડયે આ બાબત કે એની શાસ્ત્રીયતા
૭૧
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંગે પોતાના કરતાં વધુ ગીતાર્થ હોય તેવા સાધુજનોને પૂછાવતા અને પ્રાયશ્ચિત્ત મંગાવતા.
કોઇક સૈધ્ધાંતિક બાબતમાં પણ સ્પષ્ટતા જોઇતી હોય તો પોતાનાથી વધુ ગીતાર્થ સાધુ-પુરુષોને તેઓ પૂછાવતા હતા. કવિચત્ કોઇએ આચારમર્યાદા બરાબર પાળી ન હોય અને એમને ઠપકો આપવાનો પ્રસંગ ઊભો થતો, તો પણ એમનાં હૃદયમાં તો ક્ષમા અને વાત્સલ્ય જ ઉભરાતાં હોય. વળી પ્રતિક્રમણ અગાઉ એમની પાસે જઇને એને ‘મિચ્છામિ દુકકડમ્' કહી દેતા તેઓ ક્ષમા વિશેનું યોગનિષ્ઠ આચાર્યશ્રી બુધ્ધિસાગરસૂરીશ્વરજીનું આ કાવ્ય ભાવપૂર્વક ગાતા હતા:
“મીઠાં મીઠાં હૃદયઝરણાં, ખામણાં નીર જેવાં, ધૂએ સર્વે હૃદય-મળને, દિવ્ય દૃષ્ટિ ખિલાવે; વાળે માર્ગે સહજ શિવના, દુ:ખના ઓઘ ટાળે, ઊંચા ઊંચા સકલ ગુણની, શીવ્રતા સઘ આવે. સાથે મૈત્રી નયન-મનની, તુચ્છતાં ટાળનારા, વહાલા મારાં પ્રતિદિન વસો દિલનાં આંગણામાં. સંદેશો એ પરમ સુખનો, મુકિતનું બારણું એ, ખામ્ જીવો, સકલ જગના, સર્વ જીવો ખમાવો.”
સંયમની આરાધના એટલી બધી હતી કે એમાં સહેજે ક્લેશ ચાલે નહિ. એમની આત્મશુદ્ધિ પણ એવી કે મનમાં કોઇ શલ્ય રાખે નહિ. તેઓ મુહપત્તીનો ખૂબ ઉપયોગ રાખતા. તેઓ વ્યાખ્યાન કરતા હોય કે કોઇની સાથે વાત કરતા હોય, પણ હંમેશાં મુખવસ્ત્રિકા મુખ પાસે જ રાખતા. કયારેય નકામી ચર્ચા કરતા નહિ. કોઇની મુશ્કેલી સાંભળતા તો એને શાંતિર્મવત્તા' નો મંત્ર આપતા.
પૂજય આ. શ્રી કૈલાસસાગરસૂરિજી દુન્યવી બાબતોથી ઘણા દૂર રહેતા. સામાન્ય રીતે કોઇ સાધુ કયારેક તો છાપું જોતા હોય, પરંતુ પૂજય આ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી છાપું વાંચતા ન હતા. છાપામાં આવેલી જાહેરખબર જોવાની કે છાપામાં લખાણ છપાવવાની સ્પૃહા તો આવી વ્યકિતને અડી શકે ખરી? કોઇ શ્રાવક આવીને એમ કહે કે અમુક ધાર્મિક લેખ જોવા જેવો છે અથવા તો અમુક સ્થળે વિશિષ્ટ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેની વિગત અખબારમાં પ્રગટ થઇ છે ત્યારે પણ એ અખબાર મેળવવાની કે જોવાની કોઇ તાલાવેલી નહિ. કોઇ છાપું લઇને આવે તો એને માત્ર એ વિગતો વાંચી સંભળાવવાનું જ કહે. કેટલું બધું નિ:સ્પૃહપણ ! જેને આત્માના ‘ન્યૂઝ’ સાંભળવાની ફિકર હોય, એને આ જગતના ‘ન્યૂઝ’ જાણીને શું કરવું?
પૂ. આચાર્યશ્રી ઉચ્ચ પદ ધરાવતા હતા, પરંતુ નમ્રતા તો એટલી હતી કે
૭ર
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
તેઓ કદી પાટ પર બેસે નહિ. જમીન પર આસન રાખીને જ બેઠા હોય.
ક્વચિત્ કોઈ પાટ વાપરવાનું કહે તો ઉત્તર આપતા કે બહુશ્રુત પૂજય સાગરજી મહારાજ તેમજ ઉદયસૂરિજી મહારાજ જેવા જ્ઞાની સાધુપુરુષો પણ પાટ વાપરતા નથી, તો પછી હું આવા ઊંચા આસને કઈ રીતે બેસું? એમને થતું કે પાટથી ચડિયાતાપણાનો ભાવ આવે છે, આથી ઉપાશ્રયમાં માત્ર રાત્રે જયણા માટે પાટ વાપરતા હતા આ સિવાય એ હમેશા નીચે આસન પર જ બેઠેલા જોવા મળે. એથીયે વિશેષ શિષ્યો સાથે ગુરુ જેવો ચડિયાતાપણાનો વર્તાવ કરતા નહિ. શિષ્યના આસન પર પણ બેસવામાં કદી ક્ષોભ અનુભવ્યો નહોતો. સાધુતાની ચરમસીમા જેવા આચાર્યશ્રીની દિનચર્ચા વીતરાગ તીર્થકર પરમાત્માના અનુયાયીને શોભે તેવી હતી. એમાં આચારની શુધ્ધિ, વિચારનું તેજ, દોષ પ્રત્યે જાગૃતિ અને આત્મકલ્યાણની અવિરત ઝંખના સતત પ્રગટ થતો. આવો! સાધુતાના આગાર સમા આચાર્યશ્રીની પ્રેરણાદાયી દિનચર્ચા પર નજર કરીએ. સાધુ તો એ કે જે સૂર્યોદય પહેલાં વહેલા ઊઠે. પૂ. આ. કૈલાસસાગરસૂરિજી વહેલી સવારે ત્રણ કે સાડા ત્રણ વાગ્યે ઊઠે. ઊઠીને જાપમાં બેસે. જાપ પૂર્ણ થાય પછી પ્રતિક્રમણ કરે, છ વાગ્યે પડિલેહણ કરે, એ પછી દેરાસરમાં જાય. દેરાસરમાં જાય ત્યારે પ્રભુભક્તિમાં તલ્લીન બની જતા. ભગવાનના દર્શન કરે. પછી એકાંતમાં ચૈત્યવંદન કરે. ગભારામાં કે દેરાસરની ભમતિમાં બેસી જાય. કોઈને ખલેલ ન પડે એવું શાંતિભર્યું સ્થળ શોધી કાઢે અને એવી જગ્યાએ બેસીને ચૈત્યવંદન કરે. તેઓ કહેતા, ભોજન અને ભજન એકાંતમાં જ જોઈએ.” પ્રભુભકિતમાં દોઢથી બે કલાક પસાર થઈ જતા. આચાર્યશ્રીને પ્રભુભકિત કરતાં જોવા એ જીવનનો એક લહાવો હતો. તેઓ પરમાત્મા સાથે તલ્લીન બની જતા. કયારેક એકીટશે પરમાત્માની મૂર્તિને જોઈ રહેતા, તો કયારેક ભાવવિભોર બનીને ચૈત્યવંદન કરતા. પ્રભુભકિત. પૂર્ણ થયા બાદ ઉપાશ્રયમાં પાછા આવીને વ્યાખ્યાન આપતા. આચાર્યશ્રીની વ્યાખ્યાનશૈલી પણ અનોખી હતી. તદન સીધી, સાદી અને સરળ ભાષામાં તેઓ પ્રવચન કરતાં, પણ એમની પાસે લોકમાનસની જબરી પરખ હતી. કુશાગ્ર દૃષ્ટિથી કયા લોકો સમક્ષ કેવી ભાષા પ્રયોજન એની એમને સૂઝ હતી. એ પ્રમાણે જ દૃષ્ટાંતો અને ચિંતન આલેખતા. બાળકો સાથે વાત કરતા હોય તો કથાનુયોગથી એમને આનંદ સાથે સમજાવે. વિદ્વાનો સાથે વાત કરે તો દ્રવ્યાનુયોગથી વાત કરે. પંડિતો સમક્ષ શાસ્ત્રના ગહન તત્વો સ્કૂટ કરી આપે. વ્યાખ્યાનમાં પોતાની વાતને વેધકતાથી દર્શાવવા માટે શાયરી પણ બનાવી દેતા.
૭૩
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યશ્રીને ઉર્દૂ ભાષાનું પણ જ્ઞાન હતું. તેઓ જે પ્રદેશમાં જન્મ્યા હતા તે પ્રદેશમાં રોજિંદા વ્યવહારમાં પંજાબી ભાષા વપરાતી હતી, પરંતુ લખવામાં ઉર્દૂ ભાષાનો ઉપયોગ થતો, આથી તો આચાર્યશ્રીના અક્ષરોના મરોડમાં ઉર્દૂ લિપિની છાયા વર્તાય છે. તેઓ ગુજરાતી, હિન્દી, પ્રાકૃત, સંસ્કૃત, ઉર્દૂ અને અંગ્રેજી-એ બધી ભાષાઓ પર સમાન કાબૂ ધરાવતા હતા. કોલેજમાં એમણે અંગ્રેજી ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આચાર્યશ્રી શીધ્ર કવિ હતા. વ્યાખ્યાનમાં પ્રસંગ અનુસાર પોતે જ કવિતા રચીને સહુને સંભળાવતા. વ્યાખ્યાન કરતી વખતે તેઓ એટલા બધા આત્મલીન બની જતા કે એમના શબ્દો જીભથી બોલતા હોય એમ નહિ,
બલ્ક હૃદયમાંથી સીધેસીધા પ્રગટ થતા હોય તેમ લાગતું. વ્યાખ્યાન પછી પચ્ચખાણ પાળતા. પૂ.આચાર્યશ્રી એ પોતાના જીવનમાં ઘણાં વર્ષો સુધી એકાસણા કર્યા હતા. છેલ્લાં પંદરેક વર્ષથી બિમણા કરતા હતા. કયારેક જ ત્રણ ટંક ભોજન લીધું હશે. ગૃહસ્થ અવસ્થામાં પણ તેઓ એક ટંક ભોજન લેતા. દીક્ષાજીવનના આરંભે તેઓ ગોચરી માટે જતા ત્યારે "ધર્મલાભ' કહીને કોઇના ઘરમાં પ્રવેશે અને એ શ્રાવક પહેલી જ વસ્તુ બોલે તે જ વહોરવાનો તેમનો નિયમ હતો. દસ ઘેર ગોચરી વહોરવા ગયા હોય અને ત્યાં શ્રાવક પહેલાં શાકનું નામ બોલ્યો હોય તો માત્ર શાક જ વહોરે. વર્ષો સુધી તરાણી અને દાબડિયું બનેમાં દાળ, શાક અને ભાત ભેગા વહોરતા હતા. બપોરે ગોચરીમાં બહુ પરિમિત દ્રવ્યો ગ્રહણ કરતા. તેઓ એમના પાત્રમાં જે ગોચરી આવી હોય તે પહેલાં બાળ મુનિવર આદિ શિષ્યોને આપે અને પછી તેઓ લેતા. કયારેક ઉઘરસ હોય તે પહેલાં હળદર આવી હોય, દૂધમાં હળદર નાખે, પણ બાકી વધે તેનું શું કરવું? સામાન્ય રીતે આચાર્ય પોતાના શિષ્યોને હળદર આપી દે તેવું બનતું, પરંતુ સૌજન્યના સાગર પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી કંઈ આવું કરે ખરા? તેઓ પોતે જ વધેલી હળદરને શાકમાં નાખીને કે રોટલી સાથે વાપરી જાય. આસપાસના સાધુઓ હળદર માગે તો હસતાં હસતાં કહે, “ આ તો મારા માટે લાવેલી ચીજ છે. હું બીજાને કઈ રીતે આપું?” આમ કહીને એ પોતે જ વધેલી હળદર ભોજનમાં વાપરી લેતા. આચાર્યશ્રીનાં અંતિમ વર્ષોમાં એમનો એક ચાતુર્માસ પાલીમાં હતો. એમના શિષ્યો એમને માટે ઘી અને ફળો લાવે. શિષ્યોની ભાવના એવી કે આચાર્યશ્રી ઘી અને ફળ લે તો એમના શરીરમાં થોડી શકિત આવે. પરંતુ પૂ. આ. કૈલાસસાગરસૂરિજી કોને કહેવાય? તેઓ આ બધું પહેલાં પોતાના શિષ્યોને આપતા અને પછી પોતે લેવાનો વિચાર કરતા. કોઈ શિષ્ય કહે, “સાહેબજી, અમે તો આપને માટે આ લાવ્યા છીએ અને
७४
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમે તો કશું લેતા નથી.”
આ સમયે આચાર્યશ્રી જવાબ આપતાં, “જુઓ, હવે હું ઘરડો થયો છું. તમે લો અને ખાવ. તમારે હજી ઘણું ભણવાનું છે અને શાસનની ઘણી સેવા કરવાની છે.”
ભોજન પછી એકસો પગલાં ચાલવું એવો આચાર્યશ્ર્વનો નિયમ હતો અને તેથી ગોચરી લીધા પછી બધે ફરે. નાનામાં નાના સાધુથી માંડીને સહુની સુખશાતા પૂછે. એમને કહે કે કોઇ સેવાકાર્ય હોય તો મને લાભ આપો. કોઇ પુસ્તકની જરૂર હોય તો જણાવો. કોઇ ઉપકરણ જોઇતું હોય તો માગો. આમ નાનામાં નાના સાધુ પ્રત્યે એમની ઉદાર ભાવના જોવા મળતી. તેઓ રાતોઽહં સર્વ સાધૂનામ્' એવું વારંવાર બોલતા અને એમના જીવનવ્યવહારમાં પણ આ ભાવના પ્રગટ થતી હતી. માત્ર સંત-મહાત્માઓ પ્રત્યે જ નહિ બલ્કે નાનામાં નાના સાધુ માટે આવા જ ભાવ અને ભિકત રહેતાં.
બપોરે ગોચરી લીધા પછી એકાદ કલાક વિશ્રામ કરે. બે વાગ્યે આગમની વાચના આપે. કોઇ પંડિત દ્વારા નહિ, પણ પોતે જાતે જ બાળસાધુઓને ભણાવે. બપોરના બે થી ચાર સુધી આ વાચના ચાલે. ચાર વાગ્યા પછી પડિલેહણ કરીને શાસનનાં શુભકાર્યો કરતાં. કોઇ દેરાસર માટે આવ્યું હોય, કોઇને પ્રતિષ્ઠા અંગે પૂછવું હોય તો કોઇ વળી મુહૂર્ત કઢાવવા માટે આવે. મહદ્અંશે સાંજે તો ગોચરી કરતા ન હતા. તેઓ બધાના પ્રશ્નોના શાંતિથી ઉકેલ આપતા અને સહુનાં કાર્યો કરતાં. દૈવસિક પ્રતિક્રમણ પછી અધ્યયન અને અધ્યાપનનું પુનરાવર્તન કરતા અને રાત્રે મૌન રાખતા. સાધુઓની આ રાત્રિશાળાનું કારણ એ કે કોઇ પ્રસાદ ન કરે અને ઉલટભેર સ્વાધ્યાય કરતો રહે. લગભગ એક પ્રહર રાત્રિ વ્યતીત થતા “સંથારા પોરિસી સૂત્ર” ભણાવી સંથારો કરે. નિદ્રા ન આવે ત્યાં સુધી નવકાર મંત્રનો જાપ મનમાં ચાલુ રાખે. સંથારો કરતી વખતે માત્ર સંથારો અને ઉત્તર પટ્ટો- એ બે ઉપકરણોનો જ મહદ્દઅંશે ઉપયોગ કરતા. માથા નીચે વીંટ્યા(ઓશીકા જેવુ) ન મૂકે. પાછળના સમયમાં લકવા થયો ત્યારે સહુએ એમને ઓશીકું રાખવા આગ્રહ કર્યો. તેથી પૂ. આચાર્યશ્રીને નાનુંશું વીંટયું માથે મૂકવાનું સ્વીકાર્યું.
રાત્રે હાથ વગેરે ધોવા માટે, સ્થંડિલ જવા માટે પાણીમાં ચૂનો નાખે. આને પરિણામે પાણીમાં જીવો ઉત્પન્ન થાય નહિ. રાત્રે ભૂલી ગયા હોય તો ચૂનાનો ઉપયોગ ન કરે. ડિલ માટે પણ બીજું ઉકાળેલું પાણી આવે ત્યારે વાપરતા. આમ જીવનની નાનામાં નાની ક્રિયામાં જયણાનો ઉપયોગ રાખતા હતા. આચાર્યશ્રીએ જીવનમાં કદી સાબુ વાપર્યો નહિ. પાણી વાપરવાની બાબતમા
૭૫
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ણ ભારે જયણા રાખતા. સ્થડિલથી આવ્યા પછી માત્ર સહેજ પાણી નાખીને પગના તળિયા ઘસી લેતા. આખો પગ કે મોઢું ધોવાની તો સાવ વાત જ નહિ. માત્ર આંખો ખૂબ ધાકી ગઇ હોય તો હથેળીમાં થોડું પાણી લઇને આંખોને અડાડો આવું કઠોર અને સંયમપૂર્ણ જીવન હોવા છતા બોતેર વર્ષની અવસ્થા સુધી એમના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય એવો અનુભવ કોઇને ન થયો. નવકારનું મહાત્મ્ય દર્શાવતાં તેઓ મહાનિશથ સૂત્રનું ઉધ્ધરણ આપતાં. ‘શ્રી મહાનિશીથ સૂત્ર' એ આપણું એક પ્રાચીન આગમ છે. તેમાં કહ્યું છ--- 'नमो अरिहंताणं सत्तपक्खररिमाणं अणं तगमपज्जवत्थ, पसाहगं सव्वमहामतपवरविज्गाण परमबीअमूअं.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમો અરિહંતાણં એ સાત અક્ષરના પરિમાણવાળું, અનંત ગમ, પર્યવ અને અર્થને પ્રકર્ષથી સાધનારું તથા સર્વ મહામંત્રો અને પ્રવર વિદ્યાઓનું પરમ બીજભૂત છે.
પોતાના વિહાર અંગે કોઇને અગાઉથી સમાચાર આપે નહીં. જીવનમાં કદી પોતાના વિહારનો કાર્યક્રમ બનાવ્યો નહીં. જે ગામમાં જવાનું હોય ત્યાં અણધાર્યાજ પહોંચી જાય. પોતે વિહાર કરીને આ સમયે આવશે એવી ભાગ્યે ૪ કોઇને જાણ હોય. પોતાનું સામૈયું કે ભવ્ય સ્વાગત થાય તેની કોઇ ખેવના નહિ. સાધુત્વને સહેજે આંચ ન આવે એની સતત તકેદારી રાખે. તેઓ મોટેભાગે પેન્સિલ જ વાપરતા. બોલપેનનો વ્યાપક પ્રચાર થવાથી પાછળના સમયમાં તેઓ બોલપેન વાપરતા હતા.
જેમણે જીવનમાં તડકો અને છાયડો એક સરખો માન્યો હોય, જેઓ એ સુખ કે દુ:ખમાં સદાય તટસ્થભાવ સેવ્યો હોય-એમને ઉનાળાનો બળબળતો તાપ કે શિયાળાની કડકડતી ઠંડી કશી અસર કરી શકે ખરા? આચાર્યશ્રી કયારેય વાતાવરણથી વિક્ષુબ્ધ થતાં નહિ. એમણે કદીયે એવું કહ્યું નથી કે, ‘આજે બહુ ગરમી છે.,' અથવા તો ‘આજે ઠંડી છે.’ એવી જ રીતે ‘આજે પવન નથી તો બારી પાસે જાઉં છું’ એમ પણ તેઓ કદી બોલ્યા નથી. ઘણો શ્રમ લીધો હોય કે તબિયત બીમાર કે નરમ હોય તોપણ એની કદી કોઇને ફરિયાદ ન કરે. કોઇ શાતા પૂછે તો માત્ર એટલું જ કહે કે સારું છે. સાચા સંયમી સાધુ એ જૈન ધર્મની સૌથી મોટી કીર્તિવંત યશપતાકા છે. જૈન સાધુનો ત્યાગ જગતભરમાં વિરલ અને દોહ્યલો મનાયો છે. એવા ત્યાગ, તપ, ચારિત્ર, 'સંયમ અને સ્વાધ્યાયને જીવનની સાથે સ્વાભાવિકતાથી વણી લેતાં આવા સાધુતાના શિખરને આપણા વંદન હજો.
✡
૭૬
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
www.kobatirth.org
Ceneje p 50%
IMAGE
Ay+Yo+
pisy by (9) આત્મસાધકની અંતરયાત્રા
૭૭
WEB
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Jo
FISH
five pope Supese
}>>
13
* AI>
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યશ્રીના જીવનમાં, આચારમાં અહિંસા, વિચારમાં અનેકાન્ત અને વાણીમાં સ્યાદ્વાદ પ્રગટ થતા હતા. ભગવાન મહાવીરે કહ્યું છે કે, “જે માનવીમાં આવા ગુણો હશે તે જેમ વાયુ ભડભડતી જવાળાઓ વચ્ચેથી પસાર થઈ જાય એ જ રીતે સંસારની સળગતી આગ વચ્ચેથી પસાર થઈને મોક્ષસુખ પામે છે.” આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીના જીવનમાં પૂ. આ. બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજનાં પુસ્તકોના અભ્યાસથી પરિવર્તન આવ્યું હતું. યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ યોગનાં ઉચ્ચ શિખરો સર કર્યા હતાં. જૈન પરંપરાની યોગસાધનાને જીવન સાથે વણી લેવાનો યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજે સમર્થ પ્રયત્ન કર્યો. એવા કર્મયોગી, ધ્યાનયોગી, અને જ્ઞાનયોગી આચાર્યની પરંપરાના પોતે એક સાધુ હતા, તે હકીકત પૂ. આ-કૈલાસસાગરસૂરિજી મહારાજ કદી ભૂલ્યા નહિ. તેમને આત્મધ્યાનની અનેરી લગની હતી. શ્રી સંઘના જુદા જુદા વ્યવહારો ચાલતા હોય, એની વચ્ચે પણ એમની આત્મલીનતા કયાંય લોપાતી નહિ. એકબાજુ આત્મજાગૃતિ અને બીજી બાજુ આત્મલીનતા એમના જીવનમાં તાણા અને વાણાની માફક વણાઈ ગયાં હતાં. તેઓ ઘણી વાર નદીના કિનારે, ખેતરોમાં કે નિર્જને એકાંતમાં ધ્યાન લગાવીને સતત બેસી જતા. જંગલમાં ધ્યાન કરવું એમને વિશેષ પસંદ હતું. કલાકો સુધી આનંદઘનજી મહારાજનાં પદોની સતત રટણા કરનાર આચાર્યશ્રી આત્માની મસ્તીમાં ડૂબેલો રહેતા. મહુડીમાં હોય તો એનાં કોતરોમાં ચાલ્યા જતા અને બે-બે કલાક સુધી આત્મસાધના કરીને પાછા આવતા. કોઈ પણ ગામમાં જાય તો નોકારશી વાપરીને બહાર નીકળી જાય. ગામની બહાર કોઈ વૃક્ષ નીચે કે ઓટલા પર બેસીને ધ્યાન લગાવે.કેટલો સમય વીતી ગયો એની એમને કશી ખબર ન હોય. બીજી બાજુ એમની સાથેના સાધુઓને એની જાણ પણ ન હોય કે તેઓ ક્યાં ગયા છે. આચાર્યશ્રીની મોટામાં મોટી સિધ્ધિ યોગની હતી અને એ યોગ સિધ્ધિની આછી ઝલક બાબુભાઈ કડીવાળાને મળી હતી. વિ.સં. ૨૦૩૭ની આસો સુદ છઠ્ઠનો એ દિવસ હતો. પૂ. કૈલાસસાગરજી મહારાજ એ સમયે અડપોદરામાં બિરાજમાન હતા. આ વખતે બાબુભાઈ એમને મળ્યા અને એમણે પ્રશ્ન કર્યો, “જીવનમાં ક્યારેક ન ઇચ્છીએ તેવો બનાવ બને. એવી ઘટના થાય છે કે જે સમજવી મુશ્કેલ બને, એવે સમયે સમાધાન કઈ રીતે મેળવવું?” પૂ. કૈલાસસાગરજી મહારાજે બાબુભાઈની ડાયરીમાં આ પ્રમાણે એક શ્લોક લખી આપ્યો:
७८
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'जं जस्स जम्मि देसंमि
जेण विहाणेण जम्मि कालंमि नादं जिणेण नियदं ज्म्म वा अहवा मरणं वा
तं तस्स तम्मि देसे तेण विहाणेण तम्मि कालंमि
को वासकइ चालेदूं
इंदो वा अहवा जिणिंदो वा “જે પુરુષને જે જે દેશમાં જે જે વિધિ વડે જે જે કાળમાં દિવસે કે રાત્રે, જિનેશ્વર ભગવંતોએ કેવળજ્ઞાનમાં જે થવાનું જોયું છે. સુખ-દુ:ખ, જન્મ-મરણ, લાભ-અલાભ તે પુરુષને તે તે દેશમાં તે જ વિધિ વડે તે જ કાળમાં થાય છે. ઈન્દ્ર અથવા જિનેશ્વર ભગવંતો પણ ફેરફાર કરવા શક્તિમાન નથી.” શ્લોકનો અર્થ પણ પૂ. કૈલાસસાગરજી મહારાજે લખાવ્યો અને સમજાવ્યું કે જે કાંઈ બને છે તેમાં ભવિતવ્યતા છે. જે જ્ઞાની પુરુષોએ જોયું છે તેમજ બન્યું છે અને બને છે. ભગવાન મહાવીર કે જેમને ત્રણે કાળનું જ્ઞાન હતું તેઓ જાણતા હતા કે જે તેજોવેશ્યાની વિદ્યા તેઓ ગોશાલકને આપી રહ્યા છે એ જ ગોશાલક એ જ વિદ્યાનો એમની સામે ઉપયોગ કરવાનો છે. પૂ. આ. કૈલાસસાગરસૂરિજીના આંતરજીવનને જાણવાથી જ એમની અભુત સૌમ્યતા અને સમતાનું કારણ પ્રાપ્ત થાય છે. ભવિતવ્યતા વિશેની એમની ઊંડી સમજણને કારણે તેઓ વિષમ પરિસ્થિતિમાં પણ સમતા રાખી શકતા હતા. સૌમ્યતા જાળવી શકતા હતા. પૂ. આ. કૈલાસસાગરસૂરિજીએ કેટલાક સૂત્રોની સમજણ આપી. પહેલું સૂત્ર છે'नाहं कर्ता पुद्गलभावानाम् ज्ञाता दृष्टा एव अहं' એટલે કે પુગલનો કર્તા હું નથી. હું તો માત્ર એનો જ્ઞાતા અને દૃષ્ટા જ છું. આથી હું કમાયો કે મેં મેળવ્યું એવું નથી. હું તો માત્ર એનો જ્ઞાતા-દ્રષ્ટા જ છું. એમણે બીજું સૂત્ર આપ્યું'शुद्धात्म द्रव्य मेवा अहं शुद्ध ज्ञान गुणो मम्' હું શુદ્ધ આત્મદ્રવ્ય છું અને શુદ્ધ જ્ઞાન એ મારો ગુણ છે. તેઓ આત્મ અનુભવની દશામાં હતા. પોતાની યોગખુમારી વ્યકત કરતાં તેઓ ગાઈ ઊઠતા
9
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે ઉસ્તાદના ચેલા, ફકીરી વેશમાં ફરતાં નથી દુનિયા તણી પરવા, અલખની ધૂનમાં રહેતાં. જગાવીશું હૃદયગુફા, ધ્રુજાવીશું વિકલ્પોને; જગાવીશું ચિદાત્માને,
નથી લેવું નથી દેવું.” * એક વાર શનાલાલભાઈએ એમ કહ્યું કે અમારા જેવા વ્યવહારમાં પડેલા માનવીઓ આપની પાસે આત્મકલ્યાણની આશાએ આવીએ છીએ, તો આપ કંઈક એવું જ્ઞાન આપો કે જેથી અમને એ માર્ગે ચાલવાનું સૂઝે. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીએ એમને રાત્રે ઉપાશ્રયમાં આવવાનું કહ્યું. રાત્રે એ આવ્યા એટલે પુસ્તક કાઢીને આપ્યું. એમાં કેટલાક શ્લોકો નીચે નિશાન પણ કર્યું હતું. પુસ્તક આપતાં એમ કહ્યું. “જેનાથી મને વૈરાગ્યની પ્રરણા મળી છે તે તમને આપું છું. મન થાય ત્યારે વાંચજો.” આમ નાનામાં નાના શ્રાવકની અધ્યાત્મઝંખનાના તેઓ પ્રેરક બનતા હતા.
આત્મશ્લાઘા કે સ્વપ્રશંસાથી તેઓ કેટલાય જોજન દૂર હતા. એમની પાસે ઉજવણું પ્રતિષ્ઠા વગેરે માટે કોઈ સંધ આવે તો તેઓ માટે પોતે જાણતા હોય તેવા કે આસપાસમાં વિચરતા હોય તેવા સાધુ મહારાજનું નામ આપે. એમની પાસે એ બધી વિધિ કરાવવાની સલાહ આપે. આમ છતાં સંઘ જો એમની પાસે જ એ ધર્મોત્સવ કરાવવાનો આગ્રહ સેવે, તો પહેલાં પોતાના શિષ્યોનાં નામ આપતા. અનિવાર્યપણે, કોઈ ઉપાય ન હોય ત્યારે જ તેઓ પોતે ઉજવણું કે પ્રતિષ્ઠા માટે જતા હતા. એક વાર એક સંઘમાં વિચિત્ર વિવાદ જાગ્યો. સંઘના બંધારણમાં કેટલાક ભાઈઓએ ઉપકારવશ એવું લખવાનું વિચાર્યું કે સંઘના બંધારણમાં કોઈ મતભેદ જાગે તો આચાર્ય ભગવંત કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજનો નિર્ણય માન્ય રાખવો. એકાદ વ્યકિતને એમ લાગ્યું કે આવો સ્પષ્ટ નામોલ્લેખ ન કરીએ તો ? આ વાતે વિવાદનું સ્વરૂપ લીધું. એમાંથી ઉગ્ર ચર્ચા જાગી. એક રવિવારે બપોરે આ અંગે સંઘની સભા બોલાવવામાં આવી. સાણંદમાં બિરાજમાન આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીને આવા કોઇ વિવાદનો ખ્યાલ નહોતો, પણ સભાના દિવસે સવારે એમને કોઈ શ્રાવકે આ ઘટનાની જાણ કરી. * યોગનિષ્ઠ આચાર્ય બુધ્ધિસાગરસૂરીશ્વરજી લિખિત ભજનપદ સંગ્રહ ભાગ-૫'
૮)
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગી એ કે જે પોતાનું નામ ભૂલીને પરમાત્માના નામમાં ડૂબી જાય. પૂ. આ. કૈલાસસાગરસૂરિજીને ભારે દુ:ખ થયું. પોતાને કારણે કોઇને ક્લેશ ન થાય એની સતત જાગૃતિ રાખનાર આચાર્યશ્રીને થયું કે આ તો ભારે અનર્થ
થયો. પોતાને કારણે આવો વિવાદ થયો.
એમણે એક શ્રાવકને ચિઠ્ઠી લખીને ખાસ સાણંદથી મોકલ્યો. એમાં સંઘના પ્રમુખને ઉદેશીને આચાર્યશ્રીએ સ્પષ્ટ લખ્યું હતું કે ‘તમારા બંધારણમાં કયાંય મારો નામોલ્લેખ કરશો નહિ.'
સંઘના પ્રમુખને સભા પહેલાં ચિઠ્ઠી મળી. સભામાં એ જયારે વાંચવામાં આવી ત્યારે વિરોધ કરનારાઓ ઠંડાગાર બની ગયા. એમને પોતાની ભૂલ સમજાઇ. સહુને વસવસો થયો કે આપણે કેવા પામર કે એમના નામને માટે લડીએ છીએ અને તેઓ કેવા મહાન કે જેમને કશીય સ્પૃહા નથી!
વિ. સં. ૨૦૨૦માં મહુડીનો સંઘ આચાર્યશ્રીને મહુડી પધારવા માટે વિનંતી કરવા આવ્યો. એ સમયે પૂ. આ. કૈલાસસાગરસૂરિજી ઉપાધ્યાયપદ ધરાવતા હતા. તેઓ જાણતા હતા કે મહુડીના શ્રાવકોની ઇચ્છા એમને આચાર્ય પદવીથી વિભૂષિત કરવાની છે. આથી ઉપાધ્યાય કૈલાસસાગરજીએ કહ્યું કે તમે આચાર્ય પદવી સ્વીકારવા મને આગ્રહ કે દબાણ ન કરો તો જ આવવા વિચાર કરું.
વિ. સ. ૨૦૩૯માં અમદાવાદમાં ઉપધાન તપની આરાધના ચાલતી હતી. પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી ઉમંગભેર આ આરાધના કરાવતા હતા. તે દિવસોમાં તેમનો સિત્તેરમો જન્મદિવસ આવતો હતો. સંઘના શ્રાવકોમાં આનંદની લહેર ફરી વળી. એક તો આ સંઘ આચાર્યશ્રીની પ્રેરણાના બળે જ રચાયો હતો. એમાં ઉપધાન તપની આરાધના થતી હોય અને એવે સમયે આચાર્યશ્રીનો જન્મદિન આવતો હોય, એ તો મધુર ત્રિવેણી-સંગમ ગણાય. આ દિવસે સંઘે ભગવાનની ભવ્ય આંગી કરાવી અને પછી એક સભા યોજીને આચાર્યશ્રીની પ્રશસ્તિ કરવાનું વિચાર્યું. સંધના શ્રાવકોની સરસ સભા થઈ. સહુના હૃદયમાં આચાર્યશ્રી માટે પ્રેમ ઉભરાતો હતો. લાગણીના ઉછળતા સાગર વચ્ચે પૂ. આ. કૈલાસસાગરસૂરિજી પાટ પર બિરાજયા. એમની બાજુમાં પૂજય જ્ઞાનસાગરજી બેઠા. પૂજય જ્ઞાનસાગરજીએ એમના વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો અને પછી પૂ. કૈલાસસાગરજીના ૭૦મા જન્મદિનની વાત કરી. પોતાની વાતને આગળ વધારતા એમણે આચાર્યશ્રીની પ્રશસ્તિ કરવાની શરૂઆત કરી. આ સાંભળતાં જ આચાર્યશ્રી પાટ ઉપરથી ઊભા થઇને બહાર નીકળી ગયા. બધાએ એમને પાછા આવવા ખૂબ વિનંતી કરી.
આચાર્યશ્રીએ કહ્યું,‘ હું પાટ પર નહિ બેસું. જો તમારે ગુણની આરાધના કરવી હોય તો તીર્થંકર પરમાત્માની કરો. પ્રભુની ભિકત કરો. અમારી નિહ.'
૮૧
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
ભગવાન મહાવીર સ્વામીનાં એ વચનોમાં આચાર્યશ્રીને દંઢ શ્રધ્ધા હતી ભગવાને એમ કહ્યું કે સાધુપુરુષ અર્ચના, રચના, વન્દના, પૂજન, ઋધ્ધિ, સત્કાર અને સન્માનની મનથી પણ કદી ઈચ્છા ન કર. * આશ્ચર્યભરી હકીકત એ છે કે આચાર્યશ્રીએ જીવનમાં કદી પોતાના નામનું છાપેલું લેટરપેડ બનાવ્યું નહોતું. મોટેભાગે તેઓ નોટબુકના કાગળ પર સંદેશો લખતા હતા. પોતાનું કામ તેઓ જાતે જ કરતા હતા. આટલો મોટો શિષ્યસમુદાય હોવા છતાં એમણે જીવનભર જાતે જ પત્ર-વ્યવહાર કર્યો. માત્ર પ્રતિષ્ઠા જેવા મોટા પ્રસંગોએ જ બીજા શ્રાવક પાસે પત્રો લખાવતા. એ સિવાય બધું જ જાતે કરતા. સ્વાવલંબન સાધુને માટે આવશ્યક માનતા હતા. કયાંય પોતાનું નામ કે એડ્રેસ છપાય નહિ તેની કાળજી રાખતા. કોઈ તસવીરકાર એમની તસવીર પાડવા માટે આવે તો મુખ આગળ આડી મુહપત્તી ધરી દેતા. પ્રતિષ્ઠાનો ભવ્ય પ્રસંગ હોય, કે જેમાં ઘણા ફોટોગ્રાફર સતત તસવીર ખેંચતા હોય ત્યારે પણ આચાર્યશ્રીએ કદી તસવીરકારની પરવા કરી નથી. એના તરફ લેશમાત્ર ધ્યાન આપ્યું નથી. મોટેભાગે તો એમનું મુખ નીચું હોય અને વિધિવિધાન કરાવતા હોય. જો મુખ થોડું ઊંચું હોય તો મુખવસ્ત્રિકા આડી હોય. તેમણે પોતાના જીવનકાળમાં કદી કોઈ ઉપાશ્રયમાં પોતાનો ફોટો મુકાવ્યો નથી. એક વાર કોઈ શ્રાવક ઉપાશ્રયમાં તેમનો ફોટો મૂકી દીધો. આચાર્યશ્રીની એના તરફ નજર ગઈ. નમ્ર છતાં દૃઢ અવાજે એમણે કહ્યું : “આ ફોટોગ્રાફ ઉતરાવી લો.” ફોટોગ્રાફ મૂકનાર શ્રાવકને કહ્યું, “તમારે મારો ફોટો મૂકવો હતો તો મને પૂછવું જોઈતું હતું. હવે તમે બાધા લઈ લો કે કોઈ પણ ઉપાશ્રયમાં કદી મારો ફોટો મૂકાવશો નહિ.” અને ખરેખર એમણે એ શ્રાવક પાસે આ પ્રકારની બાધા પણ લેવડાવી. તેઓ વારંવાર કહેતા કે આત્મપ્રસિદ્ધિ અને આત્મપ્રશંસા એ આરાધનામાં વિઘ્નરૂપ બને છે, એટલું જ નહિ પણ એ મહા કાતિલ વિષ
છે.
પૂ. આચાર્યશ્રી પાસે ફાઇલમાં ભાગ્યે જ એમની પ્રશંસાનો કોઈ પત્ર મળે. આવો પ્રશંસાભયો કોઈ પત્ર લખે તો વાંચીને ફાડી નાખતા. કોઈ શિષ્ય એમ કહે, “આવો કાગળ તો રાખવો જોઈએ. આમાં એણે આપની કેટલી બધી પ્રશંસા કરી છે.” આ સમયે આચાર્યશ્રી જવાબ આપતા, “ આ પત્રોમાં તો પ્રશંસા જ હોય, પણ સાધુને માટે પ્રશંસા ઝેર સમાન છે. આ ઝેર રાખીને મારે કરવું શું?”
‘અચ્ચર્ણ રયણ ચેવ, વંદણ પૂર્ણ તહા ઈડૂઢીસકકારસમ્માણ, મણે સા વિ ન પત્નએ.
૮૦
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂ. આચાર્યશ્રી શિહોરમાં હતા ત્યારે પૂ. જ્ઞાનસાગરજીએ એમની પાસે દીક્ષા લીધી. આત્મલીન આચાર્યશ્રીના પૂર્વજીવન વિશે ભાગ્યે જ કોઈની પાસે માહિતી મળતી. પૂ.જ્ઞાનસાગરજી આચાર્યશ્રીને રોજ રાત્રે એમના જીવન વિશે પૂછે. પૂ. આચાર્ય કૈલાસસાગરસૂરિજી એમના જીવનની ઘટનાઓ કહે. વહેલી સવારે ઊઠીને જ્ઞાનસાગરજી આ વિગતો ટપકાવી લે. થોડા દિવસ આમ ચાલ્યું, પણ એક વાર પૂ. આચાર્યશ્રીને ખબર પડી ગઈ કે તેઓ જે વાત પૂ. જ્ઞાનસાગરને કહે છે એ પૂ. જ્ઞાનસાગર એમની નોટબુકમાં નોધી લે છે. પોતાના જીવનની કોઈ આવી નોંધ કરે તે પણ આ નિ:સ્પૃહી મહાત્માને પસંદ નહોતું. આથી એ દિવસ પછી રાત્રે પૂજય જ્ઞાનસાગરજી એમને કંઈ પૂછે તો આચાર્યશ્રી કશું કહે નહિ. પૂ. જ્ઞાનસાગરજી વાત કઢાવવા ઘણી કોશિશ કરે પણ આચાર્યશ્રી કાં તો મૌન ધારણ કરતા અથવા તો વાતને બીજે પાટે વાળી દેતા. કોઈ પણ વર્તમાનપત્ર, સામયિક કે પત્રિકામાં તેઓ પોતાનું નામ આપવાની ના કહેતા. કોઈ સાધુ કે શ્રાવક એમની પાસે લેખ માગવા આવે તો તેઓ એટલો જવાબ આપતા, “હું જે વ્યાખ્યાન આપું છું તે જ લેખ છે. બીજો લેખ લખવાનું શા માટે ?” એક વાર જાણીતા વિદ્વાન શ્રી હીરાલાલજી દુગ્ગડ “મધ્ય એશિયા ઔર પંજાબમે જૈન ધર્મ”નામનું વિગતપ્રચુર પુસ્તક તૈયાર કરતા હતા. પૂ. આ. કૈલાસસાગરસૂરિજી મહારાજ પંજાબના હોવાથી એમની પાસેથી એમના જીવનની વિગતો લેવા આવ્યા. ઘણું પૂછવા છતાં પૂ. આ. કૈલાસસાગરસૂરિજીએ એમાં લખવાનું શું ‘એમ કહીને કશી વિગત આપી નહિ. આખરે હીરાલાલજી દુગ્ગડને બીજા સાધુઓ પાસેથી એ વિગતો જાણીને લખવી પડી. એક વાર પાલીમાં પૂજય વિમલસાગરજી અને બીજા ઘણા સાધુઓએ કહ્યું કે અમારી ઇચ્છા આપની જીવનકથા લખવાની છે. ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે, “મારી તો એવી કોઈ શાસનપ્રભાવના નથી. એને બદલે તમારા ગુરુ મહારાજની (પૂજય પદ્મસાગરજીની) જીવનકથા લખો”. આમ કીર્તિ અને કામના બનેથી તેઓ પર થઈ ગયા હતા. ભગવાન મહાવીરના પંથે વિચરનાર કશાય મમત્વ વિનાનો હોય. પૂ. આચાર્યશ્રીમાં આવો જ ભાવ જોવા મળ્યો હતો. પોતાનો ગમે તેટલો અનુરાગી શ્રાવક હોય, પણ તેઓ કોઈ દિવસ એના વિશે એમ ન કહે કે, આ મારો ભકત છે અથવા તો “આ મારો રાગી છે : સાધુને મારું શું હોય? જયાં એ ખુદ પોતાનો રહ્યો નથી અને પરમાત્માનો સેવક બની ગયો છે, ત્યાં મારું શું?
૮૩
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદી કોઈ સાધુ કોઈને એમ કહે કે “મારી અમુક વસ્તુ લાવો,’ ‘મારી ડાયરી લાવો,” તો તરત જ આચાર્યશ્રી એમને રોકતા અને ટોકતા. તેઓ કહેતા : ડાયરી કે વસ્તુને “મારી' ન કહેવાય. સાધુની આ ભાષા કે વૃત્તિ નથી.” મમત્વભાવ એમણે ઓગાળી નાખ્યો હતો. મહેસાણામાં શ્રી સીમંધરસ્વામીના ભવ્ય દેરાસરની એમની પ્રેરણાથી રચના થઇ. આવા કલ્પનાતીત દેરાસરની કે એની આસપાસની આટલી બધી ધર્મશાળાઓ અને ભોજનાલય હોવા છતાં એમણે કદી ત્યાની ભોજનશાળામાંથી ગોચરી લીધી નથી. આનાથી વિશેષ નિ:સ્પૃહ પ્રભુભકિતનું કયું મોટું ઉદાહરણ હોઈ શકે ? તેઓ કહે, “તીર્થ તો પ્રભુભકિત માટે છે. અહીંનું હું કશુંય વાપરું તો મારી આસકિત વધે.” આમ આ તીર્થને માટે એમણે બધું જ કર્યું પરંતુ પોતાની ગોચરી તો હંમેશાં બહારથી જ લાવતા. આની પાછળ એમની એવી ભાવના હતી કે સાધુએ સંયમની બરાબર કાળજી રાખવી જોઈએ. જો અહીંથી જ ગોચરી કરે તો સાધુ પ્રમાદી બની જાય. જીવન-જાગૃતિની કેવી સૂક્ષ્મ દૃષ્ટિ! વળી શ્રાવકો લાભથી વંચિત રહે. પોતાનું પાણી પણ મહેસાણાની ભોજનશાળાના રસોડામાંથી મંગાવવાને બદલે બહારથી જ મંગાવતા હતા. એ માટે જુદા ઘડા પણ રાખ્યા હતા. આવા ભવ્ય અને મહાન શ્રી સીમંધરસ્વામીના મહાતીર્થ માટે પ્રેરણા આપી, છતાં આચાર્યશ્રી મહેસાણામાં માત્ર એક જ ચાતુર્માસ રહ્યા. આનું કારણ એટલું જ કે તેઓ વિના કારણે આ સંસ્થામાં રહેવા ચાહતા નહોતા. આ એક ચાતુર્માસ એમણે એ માટે ગાળ્યો કે દેરાસર અંગે માર્ગદર્શન માટે પ્રત્યક્ષ જરૂર હતી અને એથીયે વિશેષ જ્ઞાનભંડારનું મોટું કામ પાર પાડવાનું હતું. તેઓ સતત કહેતા કે આપણા ઉપદેશથી આ તીર્થ થયું અને ત્યાં આપણે જ રહીએ તો તે મઠ બની જાય. શાસનમાં અપૂર્વ ચાહના અને ઊંચી પદ-પ્રતિષ્ઠા મેળવી હોવા છતાં અંગત સિદ્ધિ, પ્રસિદ્ધિ કે મમત્વથી તેઓ સદાય દૂર રહ્યા એ જ એમની આત્મલીનતાનો સૌથી મોટો પુરાવો છે. શ્રાવકો એમનો પડયો બોલ ઝીલવા તૈયાર હતા. સંધ એમના વચન પર બધું ન્યોછાવર કરવા તૈયાર હતો. આવું જનહૃદયમાં માન-સન્માન મેળવ્યું હોવા છતાં આચાર્યશ્રીના જીવનમાં તો એ જ નિ:સ્પૃહતા અને અનાસકિત પ્રગટતા હતા. કોઈ પણ પ્રકારની આશા, આકાંક્ષા, એષણા કે અપેક્ષાથી પર હતા. આત્મસાધનાની યાત્રા સતત ચાલુ રહી. એમના જીવનનો એક જ ઉદ્દેશ હતો. એમનો એક જ મહામંત્ર હતો“આત્મશ્રેય માટે હંમેશાં જાગૃત રહો !”
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮) લધુતામાં પ્રભુતા
૮૫
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન હોય પણ ગર્વ ન હોય. સિદ્ધિ હોય પણ અહંકાર ન હોય. સંયમ હોય પણ શુષ્કતા ન હોય. પદવી હોય પણ પદનો અહમ્ ન હોય. આવી વ્યકિત વિભૂતિ બને છે. શાસ્ત્રો કહે છે કે જીવનમાં વિનય પાંચ પ્રકારના હોય છે. આ પાંચ વિનય તે જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઔપચારિકવિનય. આ પાંચેય વિનયની આરાધના જે સાધક કરતો હોય છે તે પોતાના અહંકારનું નિગરણ કરે છે અને પોતાની જાત વિશે લઘુતાભાવ કેળવે છે. પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીનું જીવન એટલે આવી લધુતાની પરાકાષ્ઠા. આ લઘુતા એ જ વ્યાપાકતાની જનની છે અને તેથી તેઓની સહૃદયતાની સુવાસ માત્ર પોતાના સમુદાયના સીમાડાઓમાં પ્રતિબદ્ધ ન રહી, બલ્ક અન્ય સમુદાયોના સાધુઓ અને જૈનેતરો સુધી પહોંચી ગઈ.
મહેસાણાની જૈન પાઠશાળામાં એમને શાસ્ત્રોનું પઠન-પાઠન કરાવનાર પંડિત શ્રી પુખરાજજી તો કહે છે કે એમનામાં લઘુતાનો ગુણ તો “અજબ' હતો. બન્યું એવું કે આચાર્યશ્રીનો ચાતુર્માસ મહેસાણામાં હતો. આ સમયે તેઓ પંન્યાસપદથી વિભૂષિત હતા. પૂ. આ. કૈલાસસાગરસૂરિજીની ઈચ્છા ‘તત્વાર્થ સૂત્ર'ની સિધ્ધિ ર્ષિગણિરચિત ટીકા વાંચવાની હતી. એમને પંડિત પુખરાજજી સમક્ષ આ પ્રસ્તાવ મૂકયો, જેનો પંડિતજીએ સહર્ષ સ્વીકાર કર્યો.
પંન્યાસ પૂ. કૈલાસસાગરસૂરિજીએ કહ્યું કે હું આવતી કાલથી આપની પાસે ભણવા આવીશ. મહેસાણાની શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાનો એવો નિયમ હતો કે પદસ્થ મુનિભગવંતોને એમના ઉપાશ્રયે જઇને પંડિતો તેમ જ શિક્ષકોએ ભણાવવા. જયારે પૂ. પંન્યાસશ્રી કૈલાસસાગરસૂરિજીએ તો પોતે ઉપાશ્રયથી પંડિતજી પાસે પાઠશાળામાં આવશે એમ નિવેદન કર્યું. પંડિતજીએ સંસ્થાના નિયમની વાત કરી. તે સાંભળતા જ પૂ. પંન્યાસશ્રી કૈલાસસાગરસૂરિજીએ કહ્યું, “વિદ્યાગુરુ સામે આવે અને ભણાવે એ કેમ બને? અને એ રીતે મારાથી ભણી પણ કેમ શકાય? માટે હું તો પાઠશાળામાં જ આવીશ.” પંડિતજીએ તેમ જ સંસ્થાના માનદ્મંત્રી ડૉ. મગનભાઈએ પૂ. પંન્યાસશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીને વિનંતી કરી કે આપ પાઠશાળામાં આવશો નહિ. આપના ઉપાશ્રયે પંડિતજી આવશે. વિદ્યા અને ગુરુ તરફ અગાધ આદર ધરાવનાર વિનયશીલ પૂ. પં.શ્રી કૈલાસસાગરસૂરિ આનો સ્વીકાર કરે ખરા? એમણે કહ્યું કે પંડિતજી અહીં આવીને ભણાવે તો હું અભ્યાસ નહિ કરું. પૂ. પં.શ્રી કૈલાસસાગરસૂરિજીની
८६
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્દઢતા જોઈને સંસ્થાને વિચારવું પડ્યું. તેઓ રોજ પાઠશાળામાં આવીને પંડિતજી પાસે બેસીને અભ્યાસ કરતા.
જેમણે વિદ્યા આપી છે તેમના તરફ પૂ. પંન્યાસશ્રી કૈલાસસાગરસૂરિજીને અગાધ આદર હતો. પંડિતજી કોઈ વાર પૂ. પં. શ્રી કૈલાસસાગરસૂરિજી પાસે જઈને વાસક્ષેપ નાખવાની વિનંતી કરતા, ત્યારે સેંકડોની હાજરી વચ્ચે નિખાલસભાવે પૂ. કૈલાસસાગરસૂરિજી કહેતા કે આપ તો મારા વિદ્યાગુરુ છો. આપને વાસક્ષેપ નાખતાં મને સંકોચ થાય છે. મારે તો આપની પાસેથી હજી જ્ઞાનોપાર્જન કરવું છે. આ રીતે પૂ. કૈલાસસાગરસૂરિજી આચાર્ય કે ગચ્છાધિપતિ બન્યા પછી પણ એમના જીવનમાં સતત લઘુતાનો ભાવ વહેતો રહ્યો.
એમની નમ્રતા જ કંઈક અનોખી હતી. તેઓ નાનામાં નાના સાધુને વાણીથી તો આદર આપતા પણ એથીયે વિશેષ ધર્મપ્રવૃત્તિઓમાં પણ એમને મોખરે રાખતા. જેમ પિતાને પોતાનો પુત્ર સવાયો થાય અને એ જેટલા આનંદનો અનુભવ કરે એટલો જ આનંદ સાધુને પોતાનો શિષ્ય સવાયો થાય તેથી થાય છે તેમ કહેતા. ઇંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં જૈન સમાજ, યુરોપ દ્વારા રચાતા જૈન દેરાસર માટે આચાર્યશ્રીએ મૂર્તિ તૈયાર
કરાવી.
આ સમયે ઘણાં પંથમાં ‘સાગર’ શબ્દ હોવાથી ક્યારેય કલેશ ન થાય એ માટે મૂર્તિ પર લેખ કોતરવાનો હતો. આચાર્યશ્રીએ કારીગરને કહ્યું કે એના પર તપાગચ્છીય શ્રીમદ્ભુદ્ધિસાગરસૂરિ પટ્ટપરંપરક આચાર્યશ્રી પદ્મસાગરસૂરિજી મહારાજના ઉપદેશાત્' એવો લેખ કરે. કારીગરે આચાર્યશ્રીની આજ્ઞા મુજબ એવો લેખ તૈયાર કરી દીધો. એક કામ અંગે આ કારીગર પૂજ્ય પદ્મસાગરસૂરિજીને મળવા ગયો. એણે વાતવાતમાં તૈયાર થયેલો લેખ બતાવ્યો. આ જોઈને પૂજ્ય પદ્મસાગરજી તો સ્તબ્ધ બની ગયા. એકબાજુ આચાર્યશ્રીના વિશાળ હૃદય અને પરમ શિષ્યવાત્સલ્યનો એમને અનુભવ થયો તો બીજી બાજુ તેઓ વિચારવા લાગ્યા કે આના જેવું બીજું અનૌચિત્ય કયું કહેવાય ? એમણે તરત જ લેખમાં ફેરફાર કરાવ્યો અને પોતાના નામના સ્થળે આચાર્ય શ્રીમદ્ કૈલાસસાગરસૂરિજી’ એમ લખાવ્યું. આ ઘટના બાદ પૂજ્ય પદ્મસાગરજી મૂર્તિનો એકેએક લેખ જોવાનો આગ્રહ રાખતા થઈ ગયા.
લઘુતાના સાગરસમા આચાર્યશ્રીએ અહંકાર પર વિજય મેળવ્યો હતો. તપના ગુણ સમા સરળતા, લઘુતા અને સમભાવદૃષ્ટિ પામ્યા હતા. આત્મશુદ્ધિ તરફ જેનું લક્ષ હોય અને જેના તારેતાર પરમાત્મા સાથે જોડાયા હોય એને વળી પોતાનું શું ? સંયમશીલ સાધુમાં સહેજે મમત્વ કે અહમ્ આવે એટલે આખી સાધુતા લજવાય. એમની આ લઘુતા એક સાધુ તરીકેના વ્યવહારમાં પણ પ્રગટ થતી હતી. કોઈ અન્ય સાધુ આવે
૮૭
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો તેને તેઓ આદર આપે. કોઈ અન્ય સમુદાયના સાધુમહારાજ હોય તોપણ એની સાધુતાને વંદન કરવાનું ચૂકે નહિ. આચાર્યશ્રીની અપાર ઉદાર ભાવનાને કારણે તેઓ અજાતશત્રુ રહ્યા. પ્રત્યેક સમુદાયના સાધુને એમના પ્રત્યે અગાધ આદર અને ચાહના રહેતી. દરેક સાધુ ભગવંતની સેવાનો લાભ મેળવવા તત્પર રહેતા. આની પાછળ એમના હૃદયમાં રહેલો નમ્રતા, ઉદારતા અને વૈયાવચ્ચનો ગુણ હતો. એમની ઉદારતા તો એવી કે કોઈ સારું પુસ્તક વાંચે તો મોટી સંખ્યામાં એની નકલો મંગાવે. જે કોઈ સાધુ આવે એમને સાદર સમર્પણ કરે. બાકીની વધેલી નકલો જ્ઞાનભંડારમાં મૂકાવે. એક વાર પદ્મસાગરજી મહારાજે ભગવાન મહાવીરસ્વામીની સુખડની કલાત્મક મૂર્તિ આચાર્યશ્રીને આપી. એમણે કહ્યું કે આ મૂર્તિ આપના ધ્યાન માટે જ આપું . કોઈ માગે તો આપી દેશો નહિ. થોડા દિવસ બાદ એક શ્રાવક આચાર્યશ્રીને મળવા આવ્યો. સુખડની કલાત્મક મૂર્તિ જોઈ આનંદવિભોર બની ગયો. એણે જિજ્ઞાસાભેર આચાર્યશ્રીને પૂછયું. ‘મહારાજસાહેબ, આ મૂર્તિ ખરેખર નયનરંજક અને ભાવપ્રેરક છે. કેવી સરસ છે આ મૂર્તિ ! આવી મૂર્તિ ક્યાં મળે છે તે કહેશો ?” પૂ. આચાર્યશ્રીએ શ્રાવકની આતુરતા પારખી લીધી અને એને પોતાની પાસેની એ મૂર્તિ આપી દીધી. થોડા દિવસ વીતી ગયા. પદ્મસાગરજીએ જોયું તો પેલી મૂર્તિ દેખાય નહિ. એમણે આચાર્યશ્રીને પૂછયું પ્રભુ મહાવીરની પેલી મનોરમ મૂર્તિ કયાં ગઈ ?” પૂ. આચાર્યશ્રીએ કહ્યું ‘એ મૂર્તિ તો મેં શ્રાવકને આપી દીધી. તમે મને રાખવાનું કહ્યું હતું પણ મારી પાસે રાખવા કરતાં એની પાસે રહે તેમાં વધુ લાભ છે. ઓછામાં ઓછું શ્રાવકને સાધના તો થશેને ?” મિરામ્બિકા સોસાયટીમાં ઉપધાનતપનો પ્રસંગ હતો. આ સમયે રામસૂરીશ્વરજી (ડહેલાવાળા) મહારાજસાહેબ પધાર્યા હતા. આ પ્રસંગે આચાર્યશ્રી એમની બાજુમાં બેઠા, એટલું જ નહિ પણ પ્રથમ માળ અને મુખ્ય શાલનું માન પણ એમને આપ્યું. અન્યને આગળ કરવાની એમની ભાવના અનન્ય હતી અને એની પાછળ એમના હૃદયની સમણિશીલતા પણ પ્રગટ થતી. એક વાર પૂજય યશોદેવસૂરિજી રાજસ્થાન તરફ જતા હતા. વિહારમાં રસ્તામાં મહેસાણા આવતું હતું. પૂ. આચાર્યશ્રીએ એમને બહુમાનપૂર્વક બોલાવ્યા. એટલું જ નહિ પણ એમની પાસે વિધિ પણ કરાવી. સાણંદમાં સાગરગચ્છ અને વિજયગચ્છ એમ બે ગચ્છનો મોટો પ્રભાવ. બન્ને ગચ્છના જુદા ચાતુમસિ થાય. આચાર્યશ્રીએ આ બંનેને ભેગા કર્યા સાગરગચ્છ અને વિજયગચ્છનો ગોચરીવ્યવહાર જુદો હતો. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી વિજયગચ્છના ભકસૂરિજી પાસે આવ્યા અને
૮૮
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહ્યું કે આજે તો તમારા હાથની ગોચરી માટે વાપરવી છે. અને એમની સાથે ગોચરીમાં બેસી ગયા. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી અને પૂ. ભદ્રંકરસૂરિજીના ગચ્છ જુદા હતા, પણ ગતિ એક હતી. બંનેનો પરસ્પર પ્રત્યેનો મૈત્રીભાવ અને આદર પણ અખૂટ. બંને જણાં ભેગા થાય ત્યાં એક જ ઉપાશ્રયમાં ઊતરવાનું રાખે. વ્યાખ્યાન પણ સાથે જ આપે. પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરિજી કરતાં પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીને વહેલી આચાર્ય પદવી મળી હતી. આમ છતાં પૂ.
આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મળે ત્યારે ખૂબ જ મૈત્રીભાવ અને વિનય દાખવે. આ અંગે પૂ. ભદ્રકરસૂરિજીએ કહ્યું. તેઓ તો ખૂબ જ વિનય કરે. મને શરમ આવે તેટલો વિનય કરે.” આ સમયે પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી અને ભદ્રકરસૂરિજી મહારાજ સાણંદમાં ભેગા થયા હતા. વિ. સં. ૨૦૩માં પૂ. આ. શ્રી ભદ્રકરસૂરિજી મહારાજ પાર્શ્વનાથ ભગવાનના દેરાસરના શતાબ્દી મહોત્સવ નિમિત્તે આવ્યા હતા. સં. ૨૦૪૦ના મહા સુદ ૬ના દિવસે નયપઘસાગરજીની યોજાયેલી દીક્ષા અર્થે પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી સાણંદ આવ્યા હતા. પૂ. કૈલાસસાગરજી મહારાજ પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરિજી મહારાજને આગ્રહપૂર્વક કહે “આપ મારા વિદ્યાગુરુ છો. આપ પાટ પર બેસો.” પૂ. આ. શ્રી ભદ્રકરસૂરિજી કહે છે, “આપ અમારા સૌના વડીલ છો. આપ બેસો તે જ યોગ્ય ગણાય.’ આમ પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી અને પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરિજી મહારાજ એક જ પાટ પર બેસીને વ્યાખ્યાન આપતા એટલું જ નહિ પણ સાણંદના શ્રાવકોને કહેતા કે અમે ભેગા થઈને વ્યાખ્યાન આપીએ છીએ તો તમે સાથે પ્રતિક્રમણ કેમ ન કરો ? અને આ રીતે આચાર્યશ્રીની ભાવનાએ બે ગચ્છને એક સાથે ધર્મઆરાધના કરતા કર્યા નયપદ્મસાગરજીની દીક્ષાનું કાર્ય પૂર્ણ થતાં પૂ. આ. શ્રી. કૈલાસસાગરસૂરિજી વિહાર કરવાના હતા. પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરિજી મહારાજે કહ્યું કે આપ ઉત્સવના દિવસો હોવાથી થોડું વધુ રહી જવ તો? પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી બે દિવસ રહ્યા. પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરિજી મહારાજને એમની નમ્ર પ્રકૃતિની ખબર હતી. મહેસાસામાં અનેક ધર્મકાર્યો કરવાનાં હોવાથી આચાર્યશ્રીને જવાની પણ જરૂર હતી. ધર્મકાર્ય અંગેની પત્રિકા પણ બહાર પડી ગઈ હતી. પણ ઘક્ષિય એટલે કે પૂ. આ. શ્રી. ભદ્રકરસૂરિજી મહારાજ કહે પછી જ જવું. પૂ. આ. શ્રી. ભદ્રંકરસૂરિજી મહારાજ આચાર્યશ્રીનો સ્વભાવ જાણતા હતા. તેથી એમને બોલાવીને કહ્યું હવે આપ પધારો. આપને મહેસાણાના ઘણાં
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામો કરવાનાં છે તે હું જાણું છું.” આમ એમની અનુમતિ મળ્યા પછી જ આચાર્યશ્રીએ વિહાર કર્યો. અન્ય સમુદાયના સાધુઓ પણ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ પ્રત્યે અગાધ આદર સેવતા. એક ખ્યાતનામ આચાર્ય મહારાજ પણ કહેતા કે અમારા તપાગચ્છીય સાધુઓમાં એક પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી એવા છે કે જેમણે ષ્ટિ પર કાબૂ મેળવ્યો છે, જે અમે પણ નથી મેળવી શકતા. મોટા મોટા વિવાદો હોય ત્યાં પણ સહુ આચાર્યશ્રીને એક તટસ્થ વ્યક્તિ તરીકે
સ્વીકારતા હતા. એક વાર ઓઢવ મુકામે પૂજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજે પણ પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીને કહ્યું હતું કે તિથિચર્ચાનો ઝઘડો મિટાવવા માટે તમે એક જ તટસ્થ અને શક્તિમાન છો. એક સમાચારીવાળા અન્ય સમુદાયના વડીલ સાધુ હોય તો તેમને વંદન કરવા જતા. પોતાના શિષ્યોને પણ કહેતા કે બીજા કોઈ મહાત્માઓ મને અગર આપણા કોઈ પણ સાધુને વંદન કરે ત્યા ન કરે, પણ તમને જયાં ત્યાગી પુરુષો દેખાય અને માથું નમાવવાનું મન થાય તો ગમે તે સમુદાયના મહાત્માને તમારે સહર્ષ વંદન કરવાં. સાધુએ તો ગુણો ગ્રહણ કરવાના હોય. શ્રાવક પાસે પણ જો કોઈ ગુણ દેખાય તો તે પણ ગ્રહણ કરવો જોઈએ એવી તેમની ભાવના હતી. ‘દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે, “ગુણોથી સાધુ થવાય. અવગુણોથી અસાધુ થવાય. આથી સાધુ સારા ગુણો ગ્રહણ કરીને નઠારા અવગુણો ત્યજી દે છે.” * આવી સાધુની છબી આચાર્યશ્રીના માનસમંદિરમાં અંકિત થયેલી હતી. જયારે આપવડાઈનો અસ્ત થાય છે ત્યારે વિનયનો ઉદય થાય છે. પોતાનાથી વિશેષ ગુણવાનનો વિનય કરવો તે આપણું કર્તવ્ય છે. સમકક્ષનો વિનય કરવો તે સૌજન્ય છે. અલ્પ ગુણવાનનો વિનય કરવો તે કુલીનતા છે અને સર્વનો વિનય કરવો તે સમષ્ટિ પ્રાપ્ત થયાનું સૂચક છે. આચાર્યશ્રીના હૃદયમાં
આવી સમષ્ટિ : જાત થઈ હતી. ત્યાગ માટેનો અનુપમ અનુરાગ હતો. તેઓ એક વાર એક વડીલ આચાર્યશ્રીને વંદન કરવા ગયા. એમને વંદન કર્યા, પણ એ વડીલ આચાર્યશ્રીના સાધુઓએ પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી વડીલ હોવા છતાં વંદન ન કર્યા. વંદન કરીને પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીએ વિદાય લીધી ત્યારે એમની સાથેના એક સાધુથી રહેવાયું નહિ. એમણે પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીને કહ્યું, ‘આપે તો એ
* गुणेहि साहू अगुणेहिऽसाहू, जिण्हाहि साहू गुण मुज्वऽसाहू
(દશ વે._ ૯-૩/૧૧)
૯૦
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુપુરુષને વડીલ માનીને વંદન કર્યા પણ આપને વડીલ માનીને એમના બીજા સાધુઓએ વંદન ન કર્યા એ કેમ ચાલે?” આચાર્યશ્રીએ એમને પ્રેમથી સમજાવતાં કહ્યું, “જો ભાઈ, આપણે આવું નહિ જોવાનું. આપણે વંદન કરવા ગયા હતા, વંદન કરાવવા નહિ.' આવી વિરલ સાંપ્રદાયિક ઉદારતા આચાર્યશ્રીના જીવનમાં જોવા મળતી હતી. જયારે વ્યક્તિનું દર્શન વિશાળ બને છે ત્યારે નાના-નાના સીમાડાઓ લોપાઈ જાય છે. ગગનમાં ઉડનારને સાગર દેખાય છે, નાનકડા ખાબોચિયાં નહિ. આવી મહાન વ્યક્તિને કદી ક્રોધ કે કામ કંપાવી શકતા નથી. કાશીરામમાંથી પુ. કૈલાસસાગરજી બનેલા આચાર્યશ્રી પોતાના શિષ્યોને કહેતા કે ક્રોધ કરવાથી ભય આવે છે. સામી વ્યક્તિ વેરની વસૂલાત કરશે એવી દહેશત સતાવતી રહે છે અને એનાથી તન અને મન બંનેનું સ્વાથ્ય બગડે છે. વિ.સં. ૨૦૨૨માં સાણંદમાં અંજનશલાકા હતી. એ નિમિત્તે જુદા જુદા પ્રતિમાજીઓની નીચે લેખ તૈયાર કરવામાં આવ્યા હતા. એવામાં ભૂલથી એવું બની ગયું કે એક પ્રતિમાજી નીચે અન્ય વ્યક્તિનો લેખ કોતરાઈ ગયો. એ અમદાવાદના ગૃહસ્થ હતા અને એમણે આ વાંચ્યું ત્યારે એમના ગુસ્સાનો પાર ન રહ્યો. તરત જ પૂ. કૈલાસસાગરજી મહારાજ પાસે આવ્યા અને અત્યંત ઉગ્રપણે બોલવા લાગ્યા. એમણે કહ્યું કે, “આવું થાય જ કેમ? આ હું ચલાવી લેવાનો નથી.' કૈલાસસાગરજી મહારાજ કહે, “આ લેખ લગાડનાર માણસ છે અને માણસથી ભૂલ થઈ પણ જાય. આની પાછળ કારીગરનો કોઈ ઈરાદો નહિ હોય, પણ સરતચૂક થઈ હશે.” અમદાવાદના એ ગૃહસ્થ મમતે ચડ્યા હતા. એ તો એક જ વાત પકડીને બેઠા કે આવું થાય કઈ રીતે? પૂજય કૈલાસસાગરજીએ કહ્યું, ‘તમે કહો તો નવી મૂર્તિ મંગાવીને ભરાવી આપું. પણ શાંત થાવ.” છતાં પેલી વ્યક્તિ હઠાગ્રહ છોડતી ન હતી. દોઢેક કલાક સુધી રકઝક ચાલી. પૂ. કૈલાસસાગરજીએ કહ્યું “કારીગરથી ભૂલ થઈ છે તો તેને ક્ષમા આપો. તમે કહો તેટલા પૈસા આપીને આ જ પ્રકારની મૂર્તિ જયપુરથી મંગાવી દઉં. પછી બીજું કાંઈ?” પેલા ગૃહસ્થ કાંઈ સાંભળવા તૈયાર નહોતા. આખરે પૂજય પદ્મસાગરજી મહારાજે એમને પૂછયું કે તમે કોણ છો? અને કૈલાસસાગરજી વિશે કહ્યું કે તમે એમને આખી રાત ગમે તેટલું કહેશો, તોપણ તેઓ ગુસ્સે નહિ થાય. વળી આ ભૂલ તો સંઘની કહેવાય. એટલે સંઘને દોષ લાગશે. એવામાં સંઘના
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગેવાનો ભેગા થયા. એમણે એ ગૃહસ્થને બરાબર સકંજામાં લીધો. છેવટે એણે પૂ. કૈલાસસાગરજીની માફી માગી. ગૃહસ્થના ગયા પછી પૂજય પદ્મસાગરજીએ પૂછયું, “આ માણસ આટલું બધું બોલતો હતો. આપણો કોઈ દોષ નથી છતાં આટલું ઉકળી-ઉકળીને કહેતો હતો. છતાં તમે એને ચોખેચોખ્ખું કેમ કહી દીધું નહિ?” પૂજય કૈલાસસાગરજીએ કહ્યું “જુઓ, આ તો પુદ્ગલથી પુદ્ગલ ટકરાય છે. પુગલ બોલે છે અને પુગલ સાંભળે છે. આપણાં કોઈ અશુભ કર્મોનો ઉદય થયો હશે એટલે જ આવું બન્યું હશે.” પેલા ગૃહસ્થ ગુસ્સામાં ઘણું ઘણું બોલી ગયા હોવા છતાં પૂ. કૈલાસસાગરજીએ એમને વિશે ટીકાનો એક શબ્દ પણ ન કહ્યો. આવું હતું એમનું ઉપશમ ભાવવાળું ઔદાર્યમય જીવન! તેઓ ઘણી વાર કહેતા, “કાનને સાઉન્ડપ્રૂફ કરો અને દિમાગને એરકન્ડિશન બનાવો. આ દેહનું મકાન તો આત્મારામભાઈએ “લીઝ' પર લીધેલું છે. એ મકાનને એરકન્ડિશનમાં રાખવાને બદલે દિમાગને એરકન્ડિશનમાં રાખો. એનાથી શું થાય તે તમે સારી રીતે જાણો છો. કાન સાઉન્ડપ્રૂફ હશે તો બહાર ગમે તેટલો ઘોઘાટ હશે, પણ મગજમાં એનો કચરો નહિ આવે. મગજમાં ગરમી નહિ ચડે.' મનને એરકન્ડિશન કરવાની વાત પણ તેઓ પોતાના સાધુ-સમુદાયને વારંવાર કહેતા હતા. ક્વચિત્ કોઈ સાધુ ગુસ્સે થાય તો એમને ઠપકો આપવાની એમની આ રીત હતી. “સહન કરવું. ક્ષમા કરવી અને સેવા કરવી” એ એમનો જીવનમંત્ર હતો. તેઓ કોઈની વાત કોઈને કરતા નહિ. સતત અમીષ્ટની જ વર્ષા ચાલતી હોય. કોઈ અપશબ્દ કહે કે દગો આચરે તો પણ એનું ભલું થજો એમ જ કહે. એમની પાસે આરસ પારસ બની હતા.
ક્યારેક કોઈ સાધુ એમ પૂછતા પણ ખરા કે વિના કારણે આપને હાનિ કરનારી વ્યક્તિ પર પણ કેમ ગુસ્સે થતા નથી ? તો એના જવાબમાં પૂ.આ.શ્રી કૈલાસસાગરસૂરિજી કહેતા, “જુઓ, ભલે એ ગમે તેમ બોલે. તેનાથી આપણા કપડાને ડાઘ પડતો નથી. જ્ઞાતા-દેચ્છા ભાવ જેમ જેમ કેળવીએ તેમ તેમ સમભાવ આવે છે. રાગ-દ્વેષ જીતવાનો ઉપાય સાક્ષીભાવથી રહેવું એ જ છે” આમ દાક્ષિણ્ય અને કરુણાથી એમનું હૃદય સભર હતું. કોઈ સાધુ વખતોવખત ભૂલ કરે તો તેના પ્રત્યે ક્વચિત્ પુણ્યપ્રકોપ દાખવતા, પરંતુ એટલી જ જલદીથી એની ભૂલને ક્ષમા આપી દેતા. એમના હૃદયમાં સહુના પ્રતિ અપાર વાત્સલ્ય વહેતું હતું. એમનામાં અજોડ કોટિનો ગુણાનુરાગ હતો.
૯૨
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
ક્વચિત્ સહેજ આકરા થઈને ગૃહસ્થને કંઈ કહેવું પડે તોપણ તરત જ બોલી ઊઠતા કે મારા કહેવાથી દુઃખ લાગ્યું હોય તો “
મિચ્છામિ દુક્કડમ્'. આમ ગાંઠ બંધાય તેવા કષાય થાય નહીં તેની અહર્નિશ જાગૃતિ રાખતા. એક વાર તેઓ વિહાર કરીને કલકત્તા તરફ જતા હતા. રસ્તામાં એક સ્કૂલ આવી. નિશાળના સંચાલકોએ તો સ્કૂલમાં ઊતરવાની પરવાનગી આપી હતી. પરતુ નિશાળના વિદ્યાર્થીઓએ એનો વિરોધ કર્યો. એમણે કહ્યું કે, અમે અમારી સ્કૂલમાં આ જૈન સાધુને ઊતરવા દઈશું નહિ. પૂ. કૈલાસસાગરસૂરિજીએ કહ્યું કે અમે કંઈ રહેવાના નથી. અમારે તો સહુને મળવું છે. થોડી વારમાં નિશાળના બધા છોકરાઓ ભેગા થઈ ગયા. એમણે અંગ્રેજીમાં કેટલીક પ્રેરણાદાયી વાતો કહી. છોકરાઓ તો ખુશખુશાલ થઈ ગયા. તેઓ તો આ સાધુની પાછળ પાછળ ભમવા લાગ્યા. છોકરાઓએ જ વિનંતી કરી કે આપ સહુ અહી જરૂર રહો. જેવો એમનો ક્રોધ પર વિજય હતો એવો જ વિજયે સ્વાદેન્દ્રિય પર હતો. એમણે જીવનભર આહારના સ્વાદની કદી ખેવના કરી નહિ. ગોચરીમાં મીઠું છે કે નહિ એનો એમને કદી ખ્યાલ આવે નહિ. મીઠાઈ ખાવાની તો એમને જીવનભરની બાધા હતી. દેરાસરની પ્રતિષ્ઠા યોજાઈ હોય ત્યારે તો મોટા પાયા પર મીઠાઈ થાય. વળી પ્રતિષ્ઠાના પ્રસંગને કારણે સાધુજનો બહાર ગોચરી માટે જઈ શકે નહિ. આવે સમયે નાના શિષ્યો આચાર્યશ્રીને મીઠાઈ વાપરવા આગ્રહ કરતા. આચાર્યશ્રી એમને લાગણીભેર કહેતા, “મારે અહીં મીઠાઈ વાપરવી નથી. હું તો મહાવિદેહ ક્ષેત્રમાં જઈને દેવાધિદેવ શ્રી સીમંધરસ્વામીને પૂછીશ, “ભગવન! આજીવન આયંબિલ કરવાનો અભિગ્રહ કરું?” ભગવાન જે ફરમાવશે તે કરીશ.” આવી જ રીતે એમણે તળેલા સ્વાદિષ્ટ ફરસાણને કદી સ્પર્શ કર્યો નહિ. ચાના વ્યસન અંગે તેઓ કહેતા, “ચા વ્યસન છે અને તપમાં બાધક છે.” તેઓ ચાને બદલે ઉકાળો પીવાનું કહેતા અને ઉકાળાના ગુણો પણ વર્ણવતા. હસતાં હસતાં એમેય કહેતા કે “આ તો સરસ મજાની દેશી દવા છે.” પૂ. આચાર્યશ્રીએ જીવનમાં કદી બપોરે કોઈ નાસ્તો લીધો નહોતો. ગોચરીમાં મુખવાસ તો ક્યારેય હોય નહિ. તિથિએ આયંબિલ હોય અને ઘણાં વર્ષો સુધી દર સુદિ પાંચમે ઉપવાસ કરતા. શાસનના ઘણાં મોટાં કાર્યો કરવા છતાં ક્યાંય પોતાનું નામ લખ્યું કે લખાવ્યું નહિ. કોઈ અતિ આગ્રહ કરીને એમનો ફોટોગ્રાફ લેવા વિનંતી કરે તો અગિયાર કે એકવીસ આયંબિલ કરીને એનું પ્રાયશ્ચિત્ત પણ કરી લેતા. તેઓ ભાત કે કઢી કદી વાપરતા ન હતા. એક વાર એમણે એવું સાંભળ્યું કે દેરાસરમાં જે ચોખા અને બદામ મૂકવામાં
---
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવે છે તે કેટલાંક લોકો લઈ જઈને બજારમાં વેચે છે. આનાથી એમનું સંવેદનશીલ હૃદય દ્રવી ઊઠયું અને નક્કી કર્યું કે જીવનભર ચોખા કે બદામ લેવાં નહિ. ગોચરી સમયે ક્વચિત્ કોઈ સાધુથી એમ બોલાઈ જાય કે, “આ વસ્તુ બહુ સારી બની છે.” તો એ સાધુને હળવેથી ટોકતા અને કહેતા કે સાધુને માટે આહાર શરીર ટકાવવા માટે છે એથી વિશેષ એનો કોઈ ઉપયોગ નથી. આમ આહાર અંગે એમને કોઈ આસક્તિ નહોતી. એમની સાથેના સાધુઓ પણ ખાસ તકેદારી રાખતા કે અમુક વસ્તુ સારી છે કે ખરાબ એવું બોલાઈ જાય નહિ. જો આવું બોલાઈ જાય તો અચૂક એમનો ઠપકો મળે જ. તેઓ કહેતા કે તીર્થંકર પરમાત્માએ આ અંગે ‘ઉત્તરાધ્યયન સૂત્ર” માં એમ કહ્યું છે કે જિનશાસનના સાધુએ ખાતાં ખાતાં તેણે “આ સારું રંધાયું છે, “આ ઠીક સ્વાદવાળું છે' કે “આ ઠીક રસવાળું છે' એવું ન બોલવું. અનાસક્ત ભાવે મોક્ષના સાધનભૂત દેહને ટકાવવા માટે ભોજન અનિવાર્ય હોવાથી લેવું. સંયમજીવનના પ્રથમ ચાર દાયકાઓ સુધી તો આચાર્યશ્રી હંમેશાં એકાસણાં કરતા. એમણે કાયમને માટે ચાર વિગઈઓનો ત્યાગ કર્યો હતો. માત્ર બે વિગઈઓની છૂટ હતી. તેઓ દહીં અને દૂધ લેતા અને તેમાં પણ ડેરીનું દૂધ વજર્ય હતું. પૂ. કૈલાસસાગરજીએ દીક્ષા લીધી ત્યારે એમના ગુરુમહારાજ છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા હતા. કૈલાસસાગરજીની ઈચ્છા આવી તપશ્ચર્યા કરવાની હતી. એકબાજુ અભ્યાસ ચાલે. વળી પિત્તપ્રકૃતિ પણ ખરી. તેથી આટલી કઠિન તપશ્ચર્યા મુશ્કેલ હતી તેમ છતાં કાયમ આયંબિલ, એકાસણું અને ઉપવાસ તો ચાલતા જ. વળી આહાર પૂરો થાય કે તરત જ ઊઠતાં પહેલાં અભિગ્રહ લઈ લેતા. બે કે ત્રણ વખત પાણી વાપરવાનું રાખતા હતા. છેલ્લે છેલ્લે સ્વાથ્ય બરાબર ન રહેતાં ઔષધો લેવા પડતાં હતાં. શિષ્યવર્ગના અત્યંત આગ્રહને વશ થઈને એમણે દુ:ખી હૃદયે એકાસણાં છોડીનેબિઆસણાં શરૂ કર્યા. આવું થયા પછી પણ તેઓ દિવસના મોટાભાગના સમયમાં અભિગ્રહ પચ્ચખાણ દ્વારા ચારે આહારનો ત્યાગ કરતા. આમ શરીરની પ્રતિકુળતાને લીધે એકાસણાં થતાં નહોતાં, તેમ છતાં એમનો તપનો આદર્શ કેવો મહાન હતો તે આના પરથી પ્રગટ થાય છે. પૂ. આચાર્યશ્રીનું જીવન એટલે જ માનવમાંથી મહામાનવ બનવાની પ્રક્રિયા. જાણે અનેક મધુભરી પાંખડીઓવાળું એ સુવર્ણકમળ ન હોય! આ કમળના જલકમલવતુ’ જીવનમાં વિનયની પરાકાષ્ઠા નજરે પડે છે તો વિદ્યા તરફનો અગાધ આદર જોવા મળે છે. પરમ શિષ્યવાત્સલ્ય વરસતું જોવા મળે છે તો સહુને ભીજવી દેતી અપાર ઉદાર ભાવનાની હેલી અનુભવાય છે. ક્યાંક
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મસ્તફકીરીનો આહ્લેક સંભળાય છે, તો ક્યાંક અનેકાંત દૃષ્ટિમાંથી એકતા પ્રગટે છે. એ નમ્રતા, એ આદર, એ દાક્ષિણ્ય અને એ ક્ષમાશીલતા, એ દિલની દિલાવરી અનોખી છે. એમણે ઝેર પીને અમૃત આપ્યું. એમના ગુણોને જોતાં આપોઆપ એમ કહેવાઇ જાય,
‘એ એકમાં અનેક હતા, અનેકમાં એ એક હતા.'
૯૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીડ પરાઈ જાણે રે!
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાતરાગ પરમાત્માનું શાસન એક વિશ્વવ્યાપી મહાન શાસન છે. એ શાસનમાં છે? સાધુને નિઃસ્પૃહી, નિર્મોહી અને સ્વાશ્રયી દર્શાવવામાં આવ્યો છે. ભગવાન . - મહાવીર કહે છે--
અલોલભિખું ન રસેસુ ગિળે, ઉછું ચરે જીવિય નાભિનંખે, ઈઢિંચ સકારણ - પૂર્ણ ચ,
ચએ ઠિયપ્પા અણિહે જે સ ભિખુ જે સાધુ લોલુપ નથી હોતો, રસલાલચી નથી હોતો, અજ્ઞાત પરિવારો પાસેથી ભિક્ષા માગે છે, જે જીવનની આકાંક્ષા નથી કરતો, જે ઋધ્ધિ, સત્કાર તથા પૂજા-પ્રતિષ્ઠાનો મોહ ત્યાગી ચૂકયો છે, જે સ્થિરાત્મા તથા નિ:સ્પૃહ છે, તે જ સાધુ છે.” પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી જીવનભર નિ:સ્પૃહ રહ્યા. માત્ર વૃત્તિથી જ નહિ, બલ્ક રોજિંદા વ્યવહારમાં પણ અપેક્ષાથી પર રહ્યા. જીવનના છેક અંતિમ સમય સુધી પોતાનું કામ પોતે જાતે જ કર્યું. ગમે તેવી માંદગી હોય, તેમ છતાં કોઈ શિષ્ય કે ગૃહસ્થ પાસે એમણે કદી સેવા કરાવી નથી. લાંબા વિહારનો શ્રમ હોય, આખા દિવસનો થાક હોય, હૃદયની બીમારીની અસર હોય, તેમ છતાં બીજાની પાસે પગ દબાવવાની વાત તો દૂર રહી, પરંતુ પગને સ્પર્શ પણ કરવા ન દે! પાછળના સમયમાં શ્વાસની ઘણી તકલીફ રહેતી. પણ કદી પરાશ્રિત બન્યા નહિ. અંતિમ દિવસોમાં પણ ખૂબ નબળાઈ હોવા છતાં દીવાલને ટેકે ટેકે ઠલે કે માત્રુ જતા. તેઓ આટલા લાંબા દીક્ષાપર્યાયમાં માત્રુની કુંડી ક્વચિત જ કોઈને પારિષ્ઠાપનિકાવિધિ માટે આપતા હતા. બાળપણથી તેઓને વ્યાયામમાં ઊંડો રસ હોવાથી ઘણાં વર્ષો સુધી એમની શારીરિક શકિત ટકી રહી હતી. કોઈ સાધુ ઉપાશ્રયમાં દીવાલોનો ટેકો લઈ અઢેલીને બેસે તો તરત જ આચાર્યશ્રી કહેતા, “જુવાનીમાં ટેકો લો છો, તો બુઢાપામાં સૂવું પડશે.” હૃદય પહોળું થવાથી છેલ્લાં દસેક વર્ષોથી એમને અનેક પ્રકારની તકલીફ થતી હતી. છેલ્લાં વર્ષોમાં વિહારના પ્રસંગે ડોળીનો ઉપયોગ કરવો પડતો હતો, જો કે શ્વાસ ચડી જાય અને અનિવાર્ય બને ત્યારે જ ડોળીમાં બેસતા. ડોળીમાં બેસીને વિહાર કરવાનું એમને પસંદ નહોતું તેથી, અંતરમાં ઊડે ઊડે કોઈ એક સ્થળે સ્થિરવાસ કરવાનું પણ વિચારતા હતા. વળી ડોળીમાં બેસે તો પોતાના કરતાં ડોળીવાળાની વધુ ચિંતા કરતા હતા. થોડે આગળ જાય એટલે ડોળીવાળાને કહેતા કે હવે જરાક થોભી જાવ. તમે થોડો આરામ લઈ લો. આ સમયે પોતે મોડા પહોંચશે અથવા તો તડકો થઈ જશે એની કદી કયારેય ચિંતા કરતા નહિ
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી હિંમતનગરમાં પ્રતિષ્ઠા કરાવીને ડોળીમાં અમદાવાદ આવતા હતા. પ્રાંતિજથી થોડે આગળ સલાલ પાસે આવ્યા હશે અને એકાએક મધમાખીઓનું ઝૂંડ એમને ઘેરી વળ્યું. કોઈએ મધપૂડા પાસે આગ લગાવી હોય કે એના પર પથ્થરનો ઘા કર્યો હોય, પણ ગમે તે કારણે મધમાખીઓ વિફરી હતી. ચારે બાજુ ઊડતી, ડંખ દેતી હતી. આ મધમાખીઓ ડોળીવાળા પર તૂટી પડી. આચાર્યશ્રી એ પોતાની ઊનની કામળી આખા શરીર પર ઓઢી લીધી. એને પરિણામે માત્ર મોં પર જ ચાર-પાંચ મધમાખી કરડી ગઈ. બીજે ક્યાંય ડંખ લાગ્યા નહિ. તરત જ આચાર્યશ્રીને નજીકના ગામમાં લાવવામાં આવ્યા. મધમાખીનો ડંખ કાઢવા માટે તાબડતોબ ડૉકટરોને બોલાવવામાં આવ્યા. ડૉક્ટરો આવ્યા એટલે પૂજય આ. શ્રી કૈલાસસાગરસૂરિજીએ કહ્યું, “મારી ફિકર કરશો નહીં. મને તો બે-ચાર ડંખ જ લાગ્યા છે. પહેલાં આ હોળીવાળાઓની સારવાર કરો. એમના પર તો મધમાખીઓ તૂટી પડી હતી" આમ, ડૉક્ટરો પાસે પોતાને બદલે ડોળીવાળાઓની સારવાર એમણે પહેલા કરાવી. શ્રાવકોને આ વાતની ખબર પડી એટલે કેટલાક શ્રાવકો દોડી આવ્યા. તેઓ પૂ. આચાર્યશ્રી પાસે આવ્યા અને સુખશાતાની પૃચ્છા કરવા લાગ્યા ત્યારે પૂ. આચાર્યશ્રીએ એટલું જ કહ્યું, “મને ખાસ કાંઈ થયું નથી.ખબર પૂછવી હોય તો ડોળીવાળાની પૂછો.'
અમદાવાદથી પણ કેટલાક શ્રા વકો આવી પહોંચ્યા. શ્રાવકોએ ચિંતિત બનીને પૂછ્યું. ત્યારે પ્રસન્ન ચિત્તે આચાર્યશ્રીએ કહ્યું, “જુઓને, આ કાનની પાસે ડંખ લાગ્યા છે એટલે જરૂર આ મધમાખીઓ મને કશુંક કહેવા આવી હોવી જોઇએ.” પૂ. આચાર્યશ્રી માનવીના જેટલી જ પ્રાણીની પણ ચિંતા કરતા. એક સમયે ભાવનગરમાં એમનો ચાતુર્માસ હતો. વિહાર કરતી વખતે ધંધુકાથી આગળ એક કૂતરું છેલ્લા શ્વાસ લેતું તરફડતું હતું. એની આ આખરની ઘડી હતી. તરત જ પૂ. આ. કૈલાસસાગરસૂરિજી અટકી ગયા. એની પાસે જઈને એને નવકાર સંભળાવવા લાગ્યા અને વિચાર્યું કે આનાથી એ જીવની સદ્ગતિ થાય તો સારું
વિ. સં. ૨૦૧૪ની આ વાત છે. પાલીતાણાનો એક સંઘ નીકળ્યો હતો. રાજસ્થાનના સિહોરીના શ્રેષ્ઠિ ધનરાજ ગાંધી અને એમના પરિવાર તરફથી પાલીતાણાનો સંઘ કાઢવામાં આવ્યો હતો. આ સંઘમાં હાથી પણ સાથે હતો. પાલીતાણા પહોંચતા પહેલાં હસ્તગિરિ તીર્થ આવ્યું. સંઘમાં પ્રતિદિન અવનવી મીઠાઇઓ થતી, ત્યારે પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીના મનમાં થયું કે આ
૯૮
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથી શું ખાતો હશે? કેટલાક શ્રાવકો એમનેં ભકિત માટે પૂછવા આવ્યા તો કહ્યું, “જુઓ, આ સંઘયાત્રામાં હાથીએ સાથ આપ્યો છે. એ તો એક પશુ છે છતાં આપણી ભકિતમાં સાથે રહ્યો છે. તો તમે બધા ગજરાજની ભકિત કરો. પરિણામે બે મણ લાડુ બનાવવામાં આવ્યા અને ગજરાજને ભકિતપૂર્વક ખવડાવવામાં આવ્યા! પૂ. આચાર્યશ્રીને બ્રહ્મચર્ય તરફ અગાઘ આદર હતો. આથી એમના મનમાં સતત એક વાત ઘોળાયા કરતી અને કયારેક પોતાના નાના શિષ્યોને હસતાં હસતાં કહેતા પણ ખરા કે મેં કેવું પાપ કર્યું હશે કે જેથી મારી દીક્ષા વિલંબથી થઈ? તમે બધા પુણ્યશાળી છો. તમારી દીક્ષા વહેલી થઈ. કયારેક પૂ. આચાર્યશ્રી પોતાના નાના સાધુઓને એમ પણ કહેતા કે તમે બ્રહ્મચારી છો. હું તો લગ્ન કરીને અહીં આવ્યો. તમારા જેવા બહ્મચારીને વંદન કરું છું જેથી હવે પછી મારી દીક્ષા પણ નાની ઉમરમાંજ થાય. આજીવન બ્રહ્મચારી રહું સમભાવ એ પૂ. આચાર્યશ્રીનો એક મહાન ગુણ હતો. સામાન્યમાં સામાન્ય માણસ જાય તોપણ એને ભાવથી બોલાવે. કોઈ શ્રાવકને અન્ય સાધુ પર વિશેષ અનુરાગ હોય. કોઈ શ્રાવક અન્ય પંથનો કે સંપ્રદાયનો હોય, તેમ છતાં એમની સમદષ્ટિ આગળ બધા જ સરખા હતા. એમના મનમાં સહેજે એવો ખ્યાલ આવતો નહિ કે આ બીજા સાધુ કે સંપ્રદાયનો રાગી છે. એમનો એક જ સિદ્ધાંત હતો કે જેમ અંતરના આશીર્વાદ ફળે છે તે જ રીતે બીજાના અંતરાત્માને દુ:ખ આપનારા દુઃખી થાય છે, આથી સતત જાગ્રત રહીને બીજા એમનાથી દુભાય નહિ તે રીતે વર્તતા હતા. સંયમજીવનની સાચવણ અંગેની એમની જાગૃતિ તો વિરલ હતી. આને કારણે જ તેઓ મુંબઈ શહેરમાં ચાતુર્માસ પસંદ કરતા નહોતા. વધુમાં વધુ એક ચાતુર્માસ રહે. બીજા ચાતુર્માસની તો વાત જ નહિ. તેઓ સાયનમાં એક ચાતુર્માસ રહ્યા. એ પછી મુંબઈમાં ચાતુર્માસ કરવાની ઘણી વિનંતીઓ થઈ. શ્રાવકોએ અતિ આગ્રહ કર્યો, તેમ છતાં તેઓ મુંબઈ ગયા નહિ. પાછળના સમયમાં તો નાનાં નાનાં ગામડાંમાં ચાતુર્માસ કયો. સાણંદ, લોદરા, અડપોદરા જેવાં ગામોમાં ચાતુર્માસ ગાળ્યો. તેઓ કહેતા, “આવા ગામડામાં ચાતુર્માસ કરવાથી માનસિક શાંતિ. મળે અને નિરવરોધ સ્વાધ્યાય ચાલે.' બપોરે પુસ્તક લઈને તેઓ ગામની બહાર નીકળી જાય. કોઈ હરિયાળા ખેતરમાં કે કોઈ ઘેઘૂર વડલાની છાયામાં બેસીને સ્વાધ્યાય કરે, આત્મચિંતન કરે અને પછી ધ્યાન લગાવે. શિયાળો હોય કે ઉનાળો, પણ એમની આ અંતર્મુખતા એવી ને એવી જ રહેતી. કયારેક અવધૂત યોગી આનંદધનનાં પદો ગાઈ ઊઠતા,
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“અવધૂ અનુભવ-કલિકા જાગી,
મતિ મેરી આતમ સુમિરન લાગી.” તો વળી યોગીરાજ આનંદઘનજીનાં પદોની જેમ ઉપાધ્યાય યશોવિજયજીનાં પદો પણ પૂ. આચાર્યશ્રીના કંઠમાં સતત વસતાં હતાં અને કયારેક મસ્તીમાં ડોલતા ડોલતા ગાવા લાગતા----
“હમ મગન ભયે પ્રભુધ્યાનમે ધ્યાનમે પ્રભુધ્યાનમે! બિસર ગઈ દુવિદા તન-મનકી, અચિરાસુત ગુણ-ગાનમે હરિહર બ્રહ્મ પુરન્દર કી રિધ્ધિ, આવત નાહિં કોઈ માનમેં
ચિદાનન્દ કી મૌજ મચી હૈ, સમતા-રસકે પાનમેં ” પૂ. આચાર્યશ્રી મોટા ગચ્છાધિપતિ થયા હોવા છતાં એમની નમ્રતા એવી ને એવી રહી હતી. નારણપુરા વિસ્તારના કેટલાક જૈનો એમને મળવા આવ્યા. આ વિસ્તારમાં મધ્યમ વર્ગના જૈનોની સારી એવી વસ્તી થઈ હતી અને સહુએ સંઘ સ્થાપવાનો વિચાર કર્યો. તેઓ પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજને મળવા ગયા. આવા સમર્થ પૂ. ગચ્છાધિપતિએ એમને એવો હૂફાળો આવકાર આપ્યો કે સહુના હૃદયની ભાવનાઓનાં દ્વાર ખૂલી ગયાં. એટલું જ નહિ પણ આર્થિક મુશ્કેલીના કારણે કોઈ ધર્મકાર્ય અટકતું હોય તો પૂ. આચાર્યશ્રી યોગ્ય ઉપદેશ આપીને સંઘનું કાર્ય પૂર્ણ કરાવી આપતા. વળી ધર્મકાર્યમાં ચીવટ પણ એટલી જ રાખે. જે કોઈએ ધર્મકાર્ય કરવાનું માથે લીધું હોય તે કાર્ય તત્કાળ પૂરું થવું જોઈએ એવી સદાય એમની ભાવના રહેતી. તેઓ એ અંગે સતત ધ્યાન દોર્યા કરતા હતા. આમ એમની પાસે જે કોઈ આવે તે સારા કાર્ય માટે પ્રેરણા લઈને જતા. શ્રાવક આવે તો એમને કહેતા કે સુકૃત કાર્યમાં સદ્વ્યય થાય તો જ પૂર્વપુણ્યાઇથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી સાર્થક થશે. શ્રાવકો પણ કદી એમની વાતને ટાળતા નહિ. એમના કારણે આર્થિક દૃષ્ટિએ મધ્યમ સ્થિતિના ઘણા સંધોને મોટો લાભ થયો. સંઘ પોતે યથાશક્તિ ભંડોળ એકઠું કરે અને બાકીનું ભંડોળ આચાર્યશ્રીના સદુપદેશથી ખૂબ સરળતાથી થઈ જતું. આ રીતે ઘણા. શ્રાવકોએ પ્રભુભક્તિનો લાભ લીધો અને આમાંના ઘણા સુખી થયા. આ જોઈને કયારેક કોઈ આચાર્યશ્રીને પૂછતું “પેલા ભાઇએ ધર્મકાર્યમાં આટલો ખર્ચ કર્યો અને તે તો ખૂબ સુખી થયા.” આ સમયે પૂ. આચાર્યશ્રી નમ્રતાથી કહેતા, “એ તો ભગવંતના પુણ્યનો પ્રભાવ છે. સારા ભાવથી કરેલી ભકિત કદી નિષ્ફળ જતી નથી. રત્નપાત્રમાં (ધર્મસ્થાનો માટે અપાયેલું દાન) જે અપાય છે, તે અનંતગણું ઊગી નીકળે છે. તે કોઈ દિવસ નિષ્ફળ જતું નથી.”
૧૦૦
પર કામ
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
એવું પણ બનતું કે જે શ્રાવકો સામાન્ય રીતે ધર્મકાર્યમાં કોઈ દિવસ પૈસો વાપરતા ન હોય તેમના ભાવ પણ આચાર્યશ્રી પાસે આવતાં આપોઆપ બદલાઈ જતા. તેઓ કહેવા માંડતા કે અમને આદેશ આપો. પ્રભુભકિતનો કોઈ લાભ આપો. સાયનના શ્રી ગિરધરલાલ વોરાનો પણ આવો જ અનુભવ છે. તેઓ કહેતા કે આચાર્યશ્રીના દર્શન થતાં જ વિચારોમાં પરિવર્તન થઈ જતું. એમની પાસે જતાં આત્માને શાંતિ મળતી. એમની પાસેથી જ ગિરધરભાઈના કુટુંબીજનોને પ્રેરણા મળી કે સાયનમાં ઉપાશ્રય હોવો જોઈએ. પૂ. આચાર્યશ્રીએ ઉપદેશ કર્યો કે ઘરદીઠ પુરુષો ૧૦૦૦ રૂપિયા અર્પણ કરે અને બહેનો ૨૫૧ રૂપિયા અર્પણ કરે તો ઉપાશ્રયનું કામ ઝડપથી પૂર્ણ થઈ શકે. શ્રીસંઘે એમના ઉપદેશને માથે ચડાવ્યો અને ઉપાશ્રયની રકમ એકઠી થઈ ગઈ. એ સમયે ગિરધરભાઈને બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનો અનુભવ હતો એટલે ઉપાશ્રયની દેખરેખ રાખવાનું કામ શ્રીસંઘ દ્વારા એમને સોપવામાં આવ્યું. પછી દેરાસરનું કામ પણ માથે લીધું અને આમ મહારાજશ્રીનીમૂકપ્રેરણાના બળે સાયનમાં ઉપાશ્રય અને દેરાસર બને થયાં. આવી જ રીતે વિસં. ૨૦૧૬માં મહુડી સંઘનો વહીવટ આજની કમિટીએ લીધો ત્યારે એની બાર મહિનાની આવક પચાસ હજારની હતી, પરંતુ પૂજય આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજના સઉપદેશથી અને પૂજય આ. શ્રી સુબોધસાગરસૂરિજી મહારાજના સહયોગને કારણે આજે એની આવક લાખોની થઈ ગઈ છે. મહુડીના આરંભકાળની વર્ષો પૂર્વેની આ વાત છે. એક વાર એક શ્રાવક મોટી રકમ આપવાનું વચન આપીને ફરી ગયા. હવે કરવું શું? આટલી રકમ લાવવી ક્યાંથી? બધા ભેગા મળીને પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ પાસે ગયા. એમણે કહ્યું, “બીજના દિવસે જાજમ નાખો અને ગામના સંઘને બોલાવીને ફાળો કરો.” આમ કર્યું અને થોડા જ સમયમાં દસ હજાર રૂપિયા એકત્ર થઈ ગયા. શૂન્યમાંથી સર્જન થયું અને સહુને રાહત થઈ. એમની સંઘભકિત પણ અનેરી હતી. અતિ પરિશ્રમ થયો હોય ત્યારે શ્રાવકો એમને આરામ લેવાનો આગ્રહ કરતા. આ સમયે પૂ. આચાર્યશ્રી એવો ઉત્તર આપતા કે “આત્મા સજાગ છે ત્યાં સુધી સંઘનું કામ કરતો રહું એવી ઈચ્છા છે. એમ કરતાં કાળધર્મ પામીએ તો કેવું સારું!”
જો કોઈ સંઘ આવ્યો હોય તો તેઓ બધું બાજુએ મૂકીને એમની સાથે વાત કરે. તબિયતની અનુકૂળતા ન હોય અથવા તો સમયનો અભાવ હોય તોપણ એમની સાથે બેસે. ગોચરી બાજુએ રહે. બપોરનો વિશ્રામ વિસરાઈ જાય. અને વળી કહેતા કે “સંઘના કામ માટે શરીર ઘસાય, એનાથી વળી રૂડું શું?”
૧૦૧
-
-
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાના ચાતુર્માસ સમયે પોતે જે સંઘમાં હોય, એનાં જ કાયને મહત્ત્વ આપતા. સાતેય ક્ષેત્રોમાં કામ કરવું અને તેની પુષ્ટિ કરવી એવો ભાવ સતત રાખતાં. જિનમૂર્તિ અને જિનમંદિર વિષયક માર્ગદર્શન મેળવવા માટે અનેક લોકો એમની પાસે આવતા. દૂર હોય એ પત્ર પાઠવીને પૂછાવતા. એવી જ રીતે શાસનનું નાનું-મોટું કોઈ પણ કામ હોય તો તેને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવા કટિબધ્ધ રહેતા હતા. તેઓ જાણે શાસન સુભટ બનીને પૂ. યોગનિષ્ઠ આચાર્ય બુધ્ધિસાગરસૂરિજીની પડકારભરી વાણી છટાથી બોલતા---
“પ્રભુ મહાવીરના ધર્મે, ખરી શ્રદ્ધા ધરી પ્રેમે; થશો જાગ્રત સદાચારે, કરી શકશો ઉદય ત્યારે. મર્યા વિણ માળવો ક્યાંથી, સમપ્યથી જીવન સઘળું; તજીને દેહની મમતા, કરી શકશો ઉદય ત્યારે. ત્યજીને લોકસંજ્ઞાને, ત્યજીને મૃત્યુની ભીતિ; પ્રવૃત્તિમાં પડો જયારે કરી શકશો ઉદય ત્યારે. જિનેવર ધર્મસેવામાં ગણો ના દેહ-પ્રાણોને;
થશો ઓ મરજીવા જયારે, કરી શકશો ઉદય ત્યારે.” એમનાં બારણાં સહુને માટે ખુલ્લાં હતાં. નાના બાળકથી માંડીને જ્ઞાની-ધ્યાની આચાર્ય ભગવતો એમને મળવા આવતા. જે રીતે પ્રસન્નતા સચવાય એ રીતે વિહારાદિમાં સંમત થતા. માંદા વૃધ્ધોની સતત ચિંતા સેવતા અને એમની સેવાનો પ્રબંધ કરતા. આ બધાની પાછળ ક્યો ગુણ કામ કરતો હશે? આચાર્ય પૂજય ભદ્રકરસૂરિજી મહારાજે કહ્યું, ‘જીવતત્ત્વ પર અપાર કરુણા.” અને સાચે જ પૂ. આચાર્યશ્રી કોઈ પણ જીવને દુઃખી જોઇને પોતે વ્યાકુળ થઈ જતા. અને તે દૂર કરવા અહર્નિશ પ્રયાસ કરતા. તન, મન અને વચનથી કોઈ પણ પ્રાણીને લેશમાત્ર પીડા નહિ આપતાં આવા ઉત્તમ પુરુષનું દર્શન અનેક પાપકર્મોનો નાશ કરે
ભગવાન મહાવીરે પણ અઢાર સ્થાનમાં પહેલું સ્થાન અહિંસાને આપ્યું છે અને કહ્યું છે કે જાતે હિંસા ન કરવી, બીજા પાસે કરાવવી નહિ અને કોઈ કરતું હોય તો તેને અનુમોદન આપવું નહિ. જ્ઞાની હોવાનો અર્થ જ એટલો કે એ હિંસા ન કરે. હિંસાથી વેર જાગે છે. એની પાછળ ભયાનક દુઃખો આવે છે અને પાપકર્મ બંધાય છે. આથી જ ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે,
'जगनिस्सिएहिं. भूएहिं, तसनामेहिं थावरे हिं च। नो तेसिमारभे दंडं, मणसा वयसा कायसा चेव॥'
(ઉત્તરાધ્યયન સૂત્ર ૮/૧૦).
૧૦૨
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જગતમાં જે કાંઇ ત્રસ્ત અને આશ્રિત જીવો છે તેમના પ્રત્યે મન, વચન અને કાયાથી કોઇ પણ પ્રકારનો સમારંભ નહિ કરવો.
૧૦૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) વાત્સલ્યમૂર્તિ
૧૦૪
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુતા હમેશા સમન્વયની ખપી હોય છે.
સદાચાર, સદ્વિચાર અને સશ્રધ્ધામાં માનનારી હોય છે. પાંડિત્યથી ભરેલી પ્રતિભા કદીક વાદવિવાદમાં કે એકાંત આગ્રહમાં ફસાઈ જાય છે, તપના તેજથી ઝળહળતી સાધુતા કદીક તેજોદ્વેષમાં સરી પડે છે, પરંતુ નરી સરળતાની પૂજક સાધુતા સહુથી પર રહીને સ્વ અને પરનું કલ્યાણ સાધે છે. એ શાસ્ત્રાર્થ કરતી નથી. વાદવિવાદમાં પડતી નથી અને છતાં સર્વત્ર જીત મેળવે છે. એ છટાદાર વાક્ચાતુરીથી સહુનાં મન ડોલાવી દેતી નથી, છતાં એની સૌમ્ય પ્રતિભાનો અનુભવ માનવચિત્તને સીધો સ્પર્શી જતો હોય છે. એ પદ કે પદવી બીજા પર સ્થાપતી નથી અને છતાં મોટા મોટા પદવીધારીઓ કરતાં પણ એ વધુ આદર મેળવી જાય છે. એમના ઉપદેશમાં મોટી-મોટી વાતો હોતી નથી, પરંતુ એમના આચારથી જ માનવતાની મોટાઈનો સહુને પરિચય થતો હોય છે. એ સદા અને સર્વદા ઐક્યમાં માનનારી હોય છે, તેથી એ અજાતશત્રુ બને છે. દુશ્મન પણ એને દિલથી નમે છે. એ ક્લેશ, વિષાદ ને વિખવાદ પસંદ કરતી નથી અને તેથી જ એની આસપાસ એક દિવ્ય વાતાવરણ રચાતું રહે છે. પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી શાસનના મહાન પ્રભાવક સાધુ હતા. આજની સદીના પ્રતાપી અને પ્રભાવશાળી સાધુજનોમાં એમનું નામ અને કામ આગવું તરી આવે છે. અનેક કષ્ટ અને આપત્તિ સર કર્યા પછી એમનું સાધુતાનું સ્વપ્ન સિધ્ધ થયું હતું અને એથી જ એમને સાધુ કે સાધુતા માટે અપાર આદર હતો. “દાસોનું હમ - સર્વસાધૂનામુ”એ એમનું પ્રિય સુત્ર હતું. કોઈ પણ સમુદાયના સાધુ માંદા હોય ત એમની પાસે પહોંચી જતા. એ કોઈ પણ સંધાડાના હોય તો પણ તેમની વૈયાવચ્ચ કરતા. તેઓ કહેતા કે “જે. સાધુ ભગવંતો શાસનની સેવા કરતા હોય તો તેમનું અનુમોદન કરજો.એમાંથી પુણ્યબળ પ્રાપ્ત થશે.ભવાંતરમાં જિનશાસનની પ્રાપ્તિ થશે અને પ્રભુશાસનની અનુમોદના જૌઇને આત્મા નિર્મળ બનશે.” વળી કહેતા કે, “જો આમ નહિ કરો તો ભવાંતરમાં પ્રભુનું શાસન મળવું દુલર્ભ બને તોપણ ના નહિ”. રસ્તામાં વિહાર કરતી વખતે કોઈ સાધુમહાત્મા મળી જાય તો તેઓ પોતે પહેલાં એમને આદરપૂર્વક “મયૂએણ વંદામિ ” કહે. વળી સાધુને જોતાં જ તેઓ ખૂબ નમ્ર અને ગળગળા થઈ જતા અને વિચાર કરતા કે એમની સેવાની તક કયારે મળે?
૧૦૫
-
-
-
-
-
--
-
--
-
-
-
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈ શહેરમાં જુદા જુદા સમુદાયના સાધુજનો બિરાજતા હોય, દરેક જુદા જુદા ઉપાશ્રયમાં હોય, આવે સમયે બીજા સાધુઓ પોતાના વડીલ સાધુને પૂછયા વિના અન્ય કોઈને વંદન ન કરે. જયારે આચાર્યશ્રી ઉદારવૃત્તિ ધરાવતા હતા. તેઓ કહેતા કે આપણે વંદન કરવા જોઈએ. કોઈ એમ કહે કે તેઓ તો આપણને વંદન કરતા નથી તો પછી આપણે શા માટે વંદન કરવા? આ સમયે સૌજન્યમૂર્તિ આચાર્યશ્રી એમની પ્રેમસભર વાણીથી સમજાવતાં, “જુઓ, આતોલાભનું કારણ છે. આમાંથી આપણને એકાંતે નિર્જરા થાય છે. આમ, આપણને એકાંતે લાભ તો મળે જ છે ને?” આચાર્યશ્રીના જીવનમાં વૈયાવચ્ચનો આદર્શ ઉત્કૃષ્ટપણે પ્રગટ થાય છે. એમની વૈયાવચ્ચની ભાવનાને આડે ગચ્છ કે સંપ્રદાયના સીમાડા આવી શકતા નહોતા. પોતે જે ગામમાં આવ્યા હોય ત્યાં બહારથી કોઈ સાધુ પધારે તો કદી એવી રાહ ન જુએ કે ક્યારે એ સાધુ એમને મળવા કે વંદન કરવા આવશે? હું મોટો છું અને તે નાનો છે એવો ગર્વ એમના ચિત્તને કદી સ્પર્શતો નહિ. એમના જીવનમાં ક્યાંય મોટાઈનો ભાર દેખાતો નહિ. પોતે સામે ચાલીને એ સાધુને મળવા જતા. પાલીતાણામાં કનકબેન બૈદ નામના શ્રીમંત શ્રાવિકાના જીવનનો હેતુ જ સાધુ-સાધ્વીઓની ભક્તિ કરવાનો. કોઈ સાધુ-મહાત્મા બીમાર હોય, કોઈ સાધુજનોને ઓપરેશન કરાવવું હોય કે કોઈ સાધુ-મહાત્માને ચારિત્રનાં ઉપકરણોની જરૂર હોય તો એ સહુને કનકબેન ઉપયોગી બને. સાધુ-સાધ્વીની સેવામાં સર્વસ્વ સમર્પણ કરવાની એમની ઝંખના જોવા મળે. વળી આવી સેવા પાછળ હૃદયનો ભાવ હોય, ચિત્તનો આનંદ હોય અને સંપત્તિનો સંતોષ હોય. આવાં અનોખા શ્રાવિકા કનકબેનને આચાર્યશ્રી “કનકમા’ કહેતા અને એમ પણ કહેતા કે, “કનકમા તો સાધુજનોની માતા છે.” આચાર્યશ્રી પોતે પાલીતાણા ગયા હોય તો સામે ચાલીને કનકબેનને વિવેકપૂર્ણ વાણીમાં પૂછે કે સાધુ-સાધ્વીની ભકિતમાં કંઈ સેવાનો લાભ આપવો હોય તો મને કહેજો. કોઈ સાધુજનનું પુણ્યબળ ઓછું હોય અથવા તો શ્રાવકો દ્વારા એમની યોગ્ય સંભાળ લેવાતી ન હોય તો પૂ. આચાર્યશ્રી એમને સહેજે ઓછું આવવા દેતા નહિ. એમની સેવા કરતા જાય અને કહેતા જાય, “સાધુજનની વૈયાવચ્ચ ક્યાંથી મળે? જુઓ, બાહુબલિને કેવું બળ મળ્યું? પૂર્વભવમાં સાધુની સેવા કરી તો એના ફળરૂપે કેટલા બધા શક્તિશાળી બન્યા? અને એ શક્તિનો ઉપયોગ અને એમણે કેવો સંયમની સાધનામાં કર્યો?” પૂ. આચાર્યશ્રી પાલીતાણા જાય ત્યારે ઘણા સાધુઓ એમની પાસે આવે અને કોઈને નિરાશ ન કરે. પૂ. આચાર્યશ્રીના ઉપદેશથી જ ઘણા શ્રાવકોએ વૈયાવચ્ચ માટે ઘણી મોટી રકમ વાપરી હતી. કોઈ સાધુ સંયમ ઉપયોગી
૧૦૬
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગમે તે મૂલ્યવાન વસ્તુની માગણી કરે તો પણ એને નિઃસંકોચ પૂર્ણભાવથી તત્કાળ અર્પણ કરતા. એક વાર એક સાધુજન એમને મળવા આવ્યા. આચાર્યશ્રી પાસે ઓઘોરજોહરણ પડયો હતો. સાધુજન એ જોઈને સ્વાભાવિક રીતે બોલી ઊઠયા કે કેવું સરસ રજોહરણ છે'. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીએ તરત જ એ રજોહરણ એમને અર્પણ કરી દીધો! પૂજય આ. શ્રી લબ્ધિસૂરિજીના સમુદાયના મુ. શ્રી શુભવિજયજી નામના એક સાધુ થઈ ગયા. તેઓ ઉત્તર ગુજરાતના માણસાના વતની હતા. એમની ઉમર સિત્તેર વર્ષની હતી. તેઓ એક દિવસ ભરબપોરે પૂ. આચાર્યશ્રીને મળવા આવ્યા. પૂ. આચાર્યશ્રી બીજે દિવસે તો અમદાવાદથી વિહાર કરીને ખંભાત જવાના હતા. સિત્તેર વર્ષના શુભવિજયજીની આંખો આંસુથી એકાએક છલકાઈ ઊઠી. તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. એમણે કહ્યું, “મારે મોતિયો ઉતરાવવો છે, પણ કોની પાસે જાઉ? મારી સાથે કોઈ સાધુ નથી કે જે મારી સંભાળ રાખે. ટ્રસ્ટીઓ પણ મારું સાંભળતા નથી, કે જે
ઑપરેશનના ખર્ચની યોગ્ય વ્યવસ્થા કરે. હવે હું કરું શું? પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીએ આ વડીલ સાધુજનને સાંત્વના આપી. એમને કહ્યું, “તમે કશી ફિકર કરશો નહિ. બધું બરાબર થઈ જશે. ” પૂ. આચાર્યશ્રી બીજે દિવસે તો ખંભાત તરફ વિહાર કરવાના હતા, પણ એમણે વિહાર મોકૂફ રાખ્યો. એક સાધુની આવી અવસ્થા હોય અને પોતે કઈ રીતે જઈ શકે ? સાધુની વૈયાવચ્ચ કરવાની ધન્ય ઘડી સાંપડી હોય એ કઈ રીતે જતી કરાય? આથી આચાર્યશ્રીએ જાહેર કર્યું કે તેઓ દસ દિવસ બાદ ખંભાત ભણી વિહાર કરશે. બીજે દિવસે પોતે પૂ. મુનિશ્રી શુભવિજયજીને લઈને અમદાવાદના રિલીફરોડ પર આવેલા એક દવાખાનામાં આંખ બતાવવા ગયા. એમનું ઑપેરશન થયું. આચાર્યશ્રીએ પૂરી સંભાળ લીધી. આખો દિવસ પૂ. પદ્મસાગરજી એમની સંભાળ રાખે. રાત્રે પૂ.આ. શ્રી કૈલાસસાગરસૂરિજી પોતે એમની પાસે રહે. આમ ત્રણ દિવસ સુધી સતત એમણે કાળજી રાખી. એટલું જ નહિ પણ એ પછી ચમાં પણ કરાવી આપ્યાં. વળી શુભવિજયજીને ચાતુર્માસમાં અનુકૂળતા રહે તે માટે માણસા સંઘ પર ચિઠ્ઠી પણ લખી આપી. ખરતરગચ્છના હરમુનિજી એકલા સાધુ હતા. એમનું ચારિત્ર અત્યંત નિર્મળ હતું. ૬૫ વર્ષના હીરનિજીને આચાર્યશ્રીએ કહ્યું કે તમારી અવસ્થા થઈ ગઈ છે. તમે એકલા રહો તે બરાબર નથી. પણ હરમુનિને કોણ રાખે?બીજીબાજુ
૧૦૭
--
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યશ્રી કરતાં ખરતરગચ્છના હરમુનિની સમાચારી જુદી હતી. તેઓ અતિ કિયાપાત્ર સાધુ હતા. વિ.સં. ૨૦૨૬ની આ વાત છે કે જયારે હરમુનિની તબિયત ખૂબ બગડી ગઈ હતી. આ સમયે આચાર્યશ્રી ઉસ્માનપુરામાં હતા. હરમુનિજીની પીઠમાં પાટું થયું. એમાં પરું થયું. એને કારણે ખૂબ દુર્ગધ આવે. કોઈ એમની નજીક જવાની હિંમત ન કરે. એ સમયે આચાર્યશ્રીએ જાતે એમની ખૂબ સેવા કરી. પીઠ પરના પાઠામાંથી પરુ સાફ કરતા. પોતે જ એમને પાટો બાંધતા. ઈ.સ. ૧૯૭૪માં અમદાવાદના જૈનનગરમાં પરમપૂજય પંન્યાસશ્રી (હાલ આચાય) પદ્મસાગરજીના પ્રશિષ્ય મુનિ વિનયસાગરજીને એક દિવસ એકાએક મલેરિયાનો સખત તાવ આવ્યો. વળી ઉનાળાની સખત ગરમીના દિવસો હોવાથી એમનાથી તાપ જીરવાતો નહોતો. પેટમાં પણ ભારે પીડા થતી હતી. આ સમયે આચાર્યશ્રીએ કોલન વૉટરના પોતાં એમના માથા પર મૂકયાં. બે કલાક સુધી આ નાના સાધુના પગ દાળ્યા. પોતાના ગચ્છનો હોય કે અન્ય ગચ્છનો હોય અથવા તો નાનામાં નાનો સાધુ હોય, તોપણ બીમાર સાધુની સેવા કરવાનું તેઓ કદી ચૂકતા નહિ. તેઓ કહેતા કે, બીમાર સાધુની સેવા તે મહાવીર પરમાત્માની સેવા છે.” ભગવાન મહાવીરે કહ્યું છે, 'ને ભિલાઈનું પડવM તે મમ્ પરિવMફ / હે ગૌતમ, જે માંદા સાધુની સેવા કરે છે તે મારી સેવા છે.” વળી અન્ય કોઈ સમુદાયના સાધુને ભણવાની ઈચ્છા હોય, પણ પંડિતજીના પગારની અનુકૂળતા ન હોય તો તેઓ પૂ. આચાર્યશ્રીને વિનંતી કરવા આવતા. પૂ. આચાર્યશ્રી કહે કે એમના વેતનનો પ્રબંધ શ્રાવકો દ્વારા થઈ જશે. તમે ચિંતા ન કરશો. કરવો હોય તેટલો અભ્યાસ કરો. પૂ. આ.શ્રી કૈલાસસાગરસૂરિજીનું જીવન જોતાં વિચાર થાય છે કે જેઓ પોતે માત્ર એક જ કામળી રાખતા, તેઓ બીજા સાધુ-સાધ્વીજી મહારાજને જેટલી અપેક્ષા હોય તેટલી કામળીઓ આપવાનું વિરાટ ઔદાર્ય ધરાવતા હતા. પોતાના જીવનમાં ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કરે, કિન્તુ અન્યની વૈયાવચ્ચ કરવામાં કદી પાછા ન પડે. જેના હૃદયમાં સાગર જેવી વિરાટતા અને વિશાળતા હોય, તે જ આવો વ્યાપક સમભાવ અને દ્રષ્ટાંતરૂપ ઔદાર્ય દાખવી શકે. એમના શિષ્યસમુદાય પાસે તો આચાર્યશ્રીના ઔદાર્યના અનુભવોનો કોઈ પાર નથી. વિ.સં. ૨૦૧૪ની આ વાત છે. એક સાધુજનને વર્ષીતપ હોવાથી પૂ. ઉપાધ્યાયશ્રી કૈલાસસાગરજી પાલીતાણા જઈ રહ્યા હતા. એમની સાથે બીજા બે-ત્રણ સાધુઓ પણ હતા. ભાલપ્રદેશમાંથી વિહાર કરીને જતા હતા. આચાર્યશ્રી તો નવકારશી કરે નહિ. એમના બીજા સાધુઓ નવકારશી કરવા
૧૦૮
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગામમાં રોકાયા અને આચાર્યશ્રી આગળ ચાલ્યા. આગળ બોરુ ગામ આવતું હતું. આચાર્યશ્રીએ વિચાર્યું કે સાધુઓને આવતાં મોડું થશે. આવશે ત્યારે તેઓ ખૂબ તૃષાતુર હશે. આચાર્યશ્રી હાથમાં હમેશાં તરપણી રાખતા. તેઓ કહેતા કે “સાધુ પાત્ર વિના શોભે નહિ.” આથી તરાણીમાંથી દોરો કાઢીને ઘડાનું પડિલેહણ કરીને દોરો ઘડામાં નાખીને બે ઘડા શ્રાવકના ઘરેથી ઉકાળેલું પાણી પ્રતિલાજીને ધર્મલાભ કહીને ઉપાશ્રયે લાવીને પાણી ઠાર્યું. એવામાં એમના શિષ્યો આવી પહોંચ્યા. સહુ ભારે તૃષાતુર થયા હતા, તેથી શિષ્યોને આ પાણી અમૃતસમું લાગ્યું. પાણી પીધા પછી એમણે આચાર્યશ્રીને પૂછયુંઆટલું બધું ઠંડુ પાણી અહીં આવ્યું કઈ રીતે?” આચાર્યશ્રીએ કહ્યું, “હું વહેલો આવ્યો હતો. પાણી ઊનું હોય તો તમારી તૃષા ન છીએ, તેથી મેં ઠારીને રાખ્યું હતું આચાર્યશ્રીની વાત સંભાળીને શિષ્યોને પારાવાર વેદના થઈ. એમને ખ્યાલ આવ્યો કે પોતે ગંભીર ભૂલ કરી દીધી. પરિણામે એ પછી વિહારમાં એક સાધુ તો નવકારશી છોડીને પણ એમની સાથે જ રહેતા હતા. પોતાના શિષ્યો પ્રત્યે આવી અપાર વત્સલતા હતી. મનમાં એવો ભાવ કદી જાગતો નહિ કે હું મોટો છું હું ગુરુ છું હું શી રીતે પાણી લાવીને ઠારું? પૂજય પદ્મસાગરજી દક્ષિણ ભારતની સફળ તીર્થયાત્રા કરીને ગુજરાતમાં પાછા ફરતા હતા અને પૂ. આચાર્યશ્રીને શિહોરમાં મળવાના હતા. પૂજય પદ્મસાગરજી સાથે નાના સાધુઓ પણ હતા. આ પ્રસંગે શિહોરના સંઘને બોલાવીને આચાર્યશ્રીએ કહ્યું, “જુઓ, ઘણા નાના સાધુઓ આવે છે. એમની બરાબર ભકિત કરજો.' આચાર્યશ્રીને નાના સાધુઓ પ્રત્યે અપાર પ્રેમ અને વાત્સલ્ય હતાં. દક્ષિણ ભારતની યાત્રા પછી સાત વર્ષ બાદ આચાર્યશ્રીને પૂજય પદ્મસાગરજી મળી રહ્યા હતા. આચાર્યશ્રીએ સવારથી કશું વાપર્યું નહોતું. તેઓ કહેતા: “નાના સાધુઓ આવશે ત્યારે બધાની સાથે વાપરીશ.” એ દિવસે એક બપોરે ચાર વાગ્યે એમણે બધાની સાથે વાપર્યું અને એકાસણું હોવા છતાં આટલો બધો સમય પોતાના શિષ્યોની વત્સલતાભરી રાહ જોઈ. પોતે પાસે બેસીને પોતાના શિષ્યોને વ્યાખ્યાન કરવાનું શીખવતા હતા. પછી વ્યાખ્યાન તૈયાર કરાવતા. એ માટેની બધી સગવડ કરી આપતા. વળી વ્યાખ્યાનના મહત્ત્વના મુદ્દાઓ તેને અગાઉથી લખી આપતા, એટલું જ નહિ પણ પોતાની હાજરીમાં જ શિષ્યને પ્રવચન કરવાનું સોપતા. પોતે અંજન - શલાકા કે પ્રતિષ્ઠામાં સતત હાજરી આપે ખરા, પણ ક્રિયાનો દોર તો પોતાના
૧૦૯
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યોને જ સોપી દીધો હોય. શિષ્ય આગળ વધે તો એમના અંતરને અધિક નહીં, બલ્ક અવર્ણનીય આનંદ થતો. એના ધર્મકાર્યની અનુમોદના કરીને સતત એનો ઉત્સાહ વધારતા. સદાય એક શિખામણ આપતા કે, “તમે શાસનપ્રભાવક બનો. નીડર બનો. પાપ કરશો તો ભય રહેશે. પાપથી મુકત થાવ.” સામાન્ય રીતે દીક્ષા આપ્યા પછી સાધુને ભણવા માટે પંડિત કે શાસ્ત્રીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, પણ આચાર્યશ્રી તો નોખી માટીના માનવી હતા. તેઓ પોતે જ બપોરે આ સાધુઓને પોતાની પાસે બોલાવતા. એમને પ્રતિક્રમણનો અર્થ સમજાવતા. પાપક્ષય, પાપહાનિ, પાપમોચન કે પાપશુદ્ધિ એ પ્રતિક્રમણનો હેતુ છે એમ કહીને એનો વિશેષ અર્થ પણ કહેતા. તેઓ દર્શાવતા કે પ્રમાદને લીધે સ્વ-સ્થાનમાંથી પર-સ્થાનમાં ગયેલો આત્મા પાછો તે જ સ્થાને જવાની ક્રિયા કરે તેને પ્રતિક્રમણ કહેવાય છે. આ પ્રમાદ એટલે ધ્યેયનું વિસ્મરણ, પ્રમાદ એટલે સ્વ-સ્થાનમાંથી પર-સ્થાનમાં જવું તે. પ્રમાદ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સ્વ-સ્થાન છોડીને પૌદગલિક ભાવોમાં પ્રવૃત્તિ. આવી પાપપ્રવૃત્તિ અને પૌદગલિક ભાવોના પર-સ્થાનમાં રહેલા એના મૂળ સ્થાન જ્ઞાન, દર્શન, ચારિત્રમાં લાવનારી ક્રિયા પ્રતિક્રમણ' કહેવાય છે. પ્રતિક્રમણ'નો એક અન્ય અર્થ પણ તેઓ દર્શાવતા અને કહેતા, प्रति प्रति वर्तनं वा, शुभेषु योगेषु मोक्षफलेषु निःशल्यस्य यतेर्यत् तद्वो रोयं प्रतिक्रमणम् ।।' નિ:શલ્ય થયેલા યતિનું મોક્ષફળ આપનાર શુભ યોગોને વિષે પુનઃ પુનઃ પ્રવૃત્ત થવું, તે જ પ્રતિક્રમણ જાણવું. સહેજે ક્ષતિ વિના પ્રતિક્રમણ કઈ રીતે બોલાય તે દર્શાવવા માટે જાતે જ પ્રતિક્રમણ ભણાવતા. આવે સમયે ક્રિયામાં કોઈ ક્ષતિ થાય તો તેઓ કદી ગુસ્સે ન થતા. ઠપકો આપવાને બદલે એવી મીઠાશથી વાત સમજાવે કે જેથી સામી વ્યકિતના મનમાં સહેજે ખટકો ન રહે અને પોતાના દોષનો ખ્યાલ આવે. કટુવચનને પ્રિયવચનમાં પલટાવવાનો એમની પાસે જાદુ હતો, આથી કડવાશ પેદા કરે તેવી વાત પણ તેઓ સાહજિક મીઠાશ અને લાગણીથી કહી શકતા સિદ્ધહેમ વ્યાકરણ ' જેવો કોઈ ગ્રંથ હોય અથવા તો આગમનું કોઈ સૂત્ર હોય. કોઈ એક શ્લોક કે કોઈ એક ગાથા હોય, તોપણ તેઓ એવી સરસ છણાવટ કરીને ભણાવતા કે ગહન બાબતો પણ સરળતાથી સમજાઈ જતી. તેઓ પાઠ આપતા હોય ત્યારે એક અનુપમ દ્રશ્ય જોવા મળતું. આજુબાજું * स्वस्थानात् यत् परस्थानं, प्रमादस्य वशं गतः । तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते।।"
૧ ૧૦
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યસમુદાય બેઠો હોય, પોતે મધ્યમાં બિરાજેલા હોય અને પાઠ આપવામાં પૂરેપૂરા તન્મય થઇ ગયા હોય. સાહિજક રીતે જ એક પછી એક શ્લોકો એમની યાદદાસ્તમાંથી સરતા હોય. આમ, આચાર્યશ્રી એટલે કે જીવત યુનિવર્સિટી. એક જંગમ પાઠશાળા.
સાધુજનો અભ્યાસ કરે એ માટે આચાર્યશ્રીએ અભ્યાસક્રમ ઘડ્યો હતો. છ ધોરણ સુધી ભણેલા સાધુને માટે સાત વર્ષના ધાર્મિક અભ્યાસનું એમણે આયોજન કર્યું હતું.
શિષ્ય પ્રત્યેના અગાધ વાત્સલ્યનું ઉદાહરણ તો આચાર્યશ્રીની ગણિ પૂ. જ્ઞાનસાગરજી મહારાજની સેવાને કહી શકાય. પૂજ્ય જ્ઞાનસાગરજી મહારાજ ગળાના કેન્સરની બીમારીથી ધેરાયેલા હતા. આ સમયે પાલીમાં પ્રતિષ્ઠાનું કામ ચાલતું હતું. શિષ્યની આવી અવસ્થા હોય ત્યારે આચાર્યશ્રીનું કરુણાભર્યું હૃદય સહેજે વિલંબ કઇ રીતે સહી શકે ? એમણે એવુ વિચાર્યું નહિ પ્રતિષ્ઠાનું કામ જલદી આટોપીને પહોંચી જાઉ.
પોતાના શિષ્ય જ્ઞાનસાગરજીનું ચિત્ત સમાધિમાં રહે, તે માટે તત્કાળ એમની પાસે આવી પહોંચ્યા. તેઓ જ્ઞાનસાગરજી પાસે બે-બે કલાક સુધી કરુણામૂર્તિ પાર્શ્વનાથ ભગવાનનું ધ્યાન કરતા હતા. પોતાના હાથમાં વાસક્ષેપ લઇને આચાર્યશ્રી ‘ઉવસગ્ગહરમ્' સ્ત્રોત ગણીને જ્ઞાનસાગરજીના ગળા પર વાસક્ષેપ નાખતા. આમાં એમનું શિષ્ય તરફનું અગાધ વાત્સલ્ય પ્રગટ થતું હતું. શિષ્યોના સ્વાધ્યાય અંગે પણ આચાર્યશ્રી હમેશાં જાગરૂક રહેતા. તેઓ પુસ્તક વાંચતા વાંચતાં એના મહત્વના મુદ્દા નીચે લીટી કરતા જાય. એમનો હેતુ એટલો કે, મને આખું પુસ્તક વાંચવાનો ભલે શ્રમ પો, પણ મારા શિષ્યોને તો એનું નવનીત મળે. વળી આ લીટી કરેલાં (અન્ડરલાઇન કરેલા) વાકયોની નોટ શિષ્યો પાસે તૈયાર કરાવે. તેઓ બે-ત્રણ શિષ્યોને એ કામ સોપી દેતા. આની પાછળ એમની દીર્ઘદૃષ્ટિ રહેલી હતી. આવું કામ હોય એટલે કોઇ વ્યર્થ કામમાં પરોવાય નિહ. પ્રમાદ સેવે નહિ. વળી આ રીતે લખવાથી આપોઆપ જ્ઞાનોપાર્જન થાય અને એના અક્ષરો સુધરે. આમ સાધુ આખો દિવસ સ્વાધ્યાય અને લેખન પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે.વળી એક પુસ્તકની નોંધ કરવાનું કામ પૂરું થાય ત્યાં બીજું પુસ્તક તૈયાર જ હોય. આમ સાધુ ક્ષણનો પણ પ્રમાદ કરે એ એમને પસંદ નહોતું
તેઓ કહેતા કે પંડિત કોને કહેવાય ? અભ્યાસ કરે તે પંડિત નહિ, પણ સમયનું મૂલ્ય સમજે તે પંડિત. શાસ્ત્રમાં પણ કહ્યું છે: લાં નાનેહિ પંડિતા
‘ક્ષણને સમજે તે પંડિત' તેઓ પોતાના શિષ્યોને વારંવાર આ વાકય કહેતા અને પ્રત્યેક ક્ષણને ધર્મઆરાધનામાં પલટાવવાની જિકર કરતા. વળી એમ પણ કહેતા કે મારો કોઇ ઉપાશ્રય નથી. મિલકત નથી. અરે,
૧૧૧
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘડિયાળ પણ નથી. પરંતુ મારી પાસે વારસામાં આપવા લાયક એક વસ્તુ છે અને તે જુદા જુદા પુસ્તકમાંથી તારણરૂપે તૈયાર કરેલી આ નોટ્સ કે ડાયરી મારા દરેક શિષ્યોને હું મારો આ વારસો વહેંચી આપીશ. આવી ડાયરી પર એ નામ લખે અને તે શિષ્યને ડાયરી આપી દેતા. નાનામાં નાનો સાધુ હોય, તોપણ એને હૈયાના આદરથી ડાયરી અર્પણ કરતા. જેમકે રાજસ્થાનના બારમેડ જિલ્લાના પાદરુ ગામમાં વિ. સં. ૨૦૪૧માં જેમની દીક્ષા થઈ એવા પક્વોદયસાગરને ડાયરી આપતી વખતે એમણે લખ્યું હતું, “મુનિરાજ શ્રી પદ્માદયસાગરજી મહારાજને ભેટ.' પૂજય પાસાગરજી મહારાજને આવી ડાયરી આપી અને આપતી વખતે એમણે લખ્યું, "મહાન શાસનપ્રભાવક પદ્મસાગરસૂરિજી મહારાજને અર્પણ.” પોતાના શિષ્યો પ્રતિ કેટલો બધો અગાધ આદર ! માનવપ્રકૃત્તિની ઓળખ અને કસોટી આપ્તજનો સાથેના વ્યવહારમાં થાય છે. વ્યકિત સમર્થ હોય, પરંતુ એના નિકટના સ્વજનો કે પરિચારકો સાથેનો એનો વ્યવહાર તોછડો, હીન કે ગુસ્સાભયો હોય. મહાન ચિંતક કાર્લાઇલ વિશિષ્ટ પ્રકારનો વિચારક હતો છતાં તેનું તેની પત્ની તરફનું વર્તન સદૈવ તોછડું અને અપમાનજનક હતું. ગુરનું શિષ્ય પ્રત્યેનું વર્તન એ જ એમના સ્વભાવની ખરી પારાશીશી છે. પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી પોતાના નાનામાં નાના શિષ્યની ઘણી મોટી કિંમત આંકતા હતા. મોટાઈ છોડીને એમણે મહાનતા મેળવી હતી ગુરુ તરીકે ઉચ્ચાસને બેસીને કઠોર આચરણ કરાવવાને બદલે પારાવાર અહોભાવ આપીને શિષ્યોની ચેતનાને હેતથી જગાડવા પ્રયાસ કરતા હતા. શાસ્ત્રજ્ઞાનનો આડંબર કરવાને બદલે શિષ્યો પર જ્ઞાનની અવિરત ધારા વરસાવી સ્વાધ્યાયની રુચિ પોષતા હતા. પૂ. આ.શ્રી. કૈલાસસાગરસૂરિજીએ પોતે ગુરુવચનના ચાબખા ખાધા હતા, પરંતુ શિષ્યોને તો સદા સર્વદા અમીસાગરમાં ભીજવતા રહ્યા. વળી નવાઈની વાત એ કે બીજાની પદવી લખવાનું બરાબર ધ્યાન આપનાર પૂ. આ. શ્રી. કૈલાસસાગરસૂરિજી ખુદ પોતાના નામમાં કયારેય “આચાર્ય' કે ‘સૂરિ’ એવું લખતા નહિ. માત્ર લખાણની નીચે કૈલાસસાગર’ એવો એક શબ્દ લખતા. પોતાના શિષ્યો પર એમને અપાર વાત્સલ્ય હતું. પૂ. પદ્મસાગરજી મહારાજને કયારેક તેઓ પદ્મસરોવર કહેતા. નાનામાં નાના સાધુને પણ 'જી'થી સંબોધતા. આ ‘જીના ઉચ્ચારણમાં કોઈ ઔપચારિકતા નહોતી, પણ જન્મજાત સ્વાભાવિક નમ્રતા અને સર્વજનવ્યાપી આદર હતો. પૂ. આચાર્યશ્રી સ્વાધ્યાયની અનુપમ મહત્તા કરતા હતા. ઉત્તમ શાસ્ત્રોનો પદ્ધતિસર અભ્યાસ કરવા માટે તેઓ ખાસ ભાર મૂકતા હતા. મોક્ષનો માર્ગ જાણ્યા વિના મોક્ષમાર્ગમાં ચાલી શકાતું નથી, તેથી ઉત્તમ શાસ્ત્રોના અધ્યયન
૧૧ ર
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વારા મોક્ષનો માર્ગ જાણવો જોઇએ.
પૂ.આચાર્યશ્રી વારંવાર સ્વાધ્યાયના અનેક લાભ કહેતા. સ્વાધ્યાયથી સંશય હટે, બુદ્ધિ ખીલે, ભકિત જાગે, કુયુકિત છૂટે, સત્યા-સત્યનો વિવેક જાગે અને અબાધિતપણે તત્ત્વનો નિર્ણય થઇ શકે. આત્મશક્તિ વધે. ચારિત્રની નિર્મળતા જાગે.
વળી આચાર્યશ્રી કહેતા કે સ્વાધ્યાયથી બે મહાન ગુણલાભ થાય. એનાથી તેજસ્વિતા આવે અને અનાસકિત જાગે. તેઓ શિષ્યોપનિષદ'માં યોગનિષ્ઠ
આચાર્ય બુદ્ધિસાગરસૂરિજીએ લખેલાં આ વચનો વારંવાર પોતાના શિષ્યોને
યાદ કરાવતા હતા:
“સિદ્ધાંતના સ્વાધ્યાય અને શ્રવણ-મનનથી ચાર ગતિના જન્મ અને મરણ આદિનાં દુ:ખો સત્વરે નાશ પામે છે. ભવભીરુ શિષ્યોએ નિયમિત સ્વચારિત્રપાલક બનીને યોગ્યતાએ સિદ્ધાંતનું શ્રવણ-મનનથી જ વાંચન કરવું જોઇએ.”(પૃ. ૯૭)
સાધુઓના સ્વાધ્યાય માટે એટલી બધી ચીવટ રાખે કે તેઓ અન્ય સ્થળે હોય તો કયા ધર્મગ્રંથોનો અભ્યાસ કરે છે તેની સતત પૃચ્છા કરાવતા. એમાં જરૂર લાગે તો માર્ગદર્શન આપતા. પોતે પત્ર લખે તેમાં પણ પોતાની સાથેના સાધુઓ અત્યારે ક્યા ગ્રંથનો સ્વાધ્યાય કરે છે તે લખતા. કોઇ સાધુ વિહાર કરીને આવે તો એને પહેલું જ પૂછે કે હાલમાં શેનો અભ્યાસ ચાલી રહ્યો છે? નાની વયના સાધુઓને તો તેઓ સતત સ્વાધ્યાયની પ્રેરણા આપતા અને એમને વખતોવખત કહેતા કે, આ જ તમારી પૂંજી છે.
""
કોઇ એવો ગર્વ લે કે મે મારા જીવનમાં આટલી અંજનશલાકાઓ અને પ્રતિષ્ઠાઓ કરાવી. આચાર્યશ્રીએ અનેક અંજનશલાકાઓ અને પ્રતિષ્ઠાઓ કરાવી હોવા છતાં એમની એ જ નિઃસ્પૃહતા હતી. એકવાર શનાલાલ ટી. શાહ નામના મુંબઇના શ્રાવકે આચાર્યશ્રીને પૂછ્યું, “આપના હાથે કેટલી પ્રતિષ્ઠા અને અંજનશલાકા થઇ હશે?”
આચાર્યશ્રીએ નિખાલસતાથી કહ્યું, “જુઓ ભાઇ, મેં એનો આંકડો માંડ્યો નથી કે કદી સરવાળો કર્યો નથી. આ બધું મેં કર્યું છે એવું મિથ્યાભિમાન લઇને ફરીએ તો એ વાત ખોટી છે.”
આવી આચાર્યશ્રીની નિ:સ્પૃહવૃત્તિ હતી.
વાણીમાં સંયમ, વૃત્તિમાં નિઃસ્પૃહ અને જીવનનાં વાદિવવાદનાં ઝેર પચાવી જાણનાર આચાર્યશ્રી જીવનની કટોકટીની પળોમાં પણ કયારેય મિજાજ ગુમાવી બેઠા ન હતા.
લીંબોદરાના દેરાસરની પ્રતિષ્ઠા પ્રસંગે દ્વાર-ઉદ્ઘાટનની વિધિ પૂર્ણ કરીને આચાર્યશ્રીએ વિહાર કર્યો. નજીકના અલ્લુવા ગામમાં બપોરે વિહાર કરીને
૧૧૩
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહોંચવાના હતા. ત્યાં થોડો વિશ્રામ લઈને આગળ જવાના હતા. આ ગામમાં મુખ્યત્વે દિગંબરોની વસ્તી હતી. એમના એક ઉપાશ્રયમાં શ્રી કૈલાસસાગરજી મહારાજને ઊતરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બધું પહેલેથી નકકી હતું તેમ છતાં, કોણ જાણે કેમ એ ઉપાશ્રયનો વ્યવસ્થાપક ઉપાશ્રયને તાળું મારીને કયાંક જતો રહ્યો. પૂજય કૈલાસસાગરજી ત્યાં પહોંચ્યા. જોયું તો ઉપાશ્રયને તાળું. સહેજે ફિકર કર્યા વિના એમણે કહ્યું કે ગામની બહાર કોઈ મકાન હશે તો ત્યાં પણ ઉતારો કરી શકાશે. ગામ બહાર આવેલી શાળાની એક ઓસરીમાં તેઓ વિશ્રામ માટે બેઠા. ગરમીના દિવસો હતા. લુથી ભડભડતો પવન વાતો હતો. જગ્યા ગામ બહાર હતી. આવી જગ્યાએ આચાર્યશ્રીને બેસવું પડયું. લીંબોદરામાં કામ પતાવીને શ્રાવકો નીકળ્યા. અલુવા આવ્યા. જોયું તો ઉપાશ્રયને તાળું હતું. એવામાં જાણ થઈ કે આચાર્યશ્રી તો ઓસરીમાં બેઠા છે. શ્રાવકો તરત ત્યાં ગયા. પોતાના ધર્મગુરુની આવી સ્થિતિ જોઈને એમનું હૈયું કકળી ઊઠ્યું. શ્રાવકોએ માફી માંગતા કહ્યું “અરે, આપશ્રીને કેટલી બધી તકલીફ પડી ? આપણે ઉપાશ્રયમાં વ્યવસ્થા કરી હતી, પણ વ્યવસ્થાપકે દગો કર્યો.' પૂ. આચાર્યશ્રી કહે, “અરે, જુઓ ! કેવી ખુલ્લી જગ્યા છે ! કેવો પવન આવે
છે?”
શ્રાવકો બોલી ઊઠ્યા, “ સાહેબજી, આ પવન નથી. આ તો ગરમ ગરમ લું છે. આટલી બધી ગરમીમાં આપ ઓસરીમાં બેઠા છો ?” પૂ. આચાર્યશ્રી કહે, “ગરમી ગરમીનું કામ કરે. એમાં આપણે શું ? ” શ્રાવકો મનોમન આચાર્યશ્રીને વંદી રહ્યા. તેમને થયું કે આચાર્યશ્રીને ખુલ્લા તડકામાં બેસાડીએ તોપણ તે આવું જ કહે. સંયમજીવનની સાચી સાધનાનો સહુને પ્રત્યક્ષ પરિચય થયો. આચાર્યશ્રી સમન્વયવાદી હતા. આથી સહુ કોઈને એમના નિર્ણયમાં અખૂટ શ્રદ્ધા રહેતી. મુંબઈના ગોરેગાંવના જવાહરનગરના શ્રાવકોમાં એક સવાલ ઊભો થયો. એમણે ઘર દેરાસરને સ્થાને શિલ્પ પદ્ધતિથી દેરાસરનું નિર્માણ કરવાનું નકકી કર્યું. આ તીર્થકર ધર્મનાથજીની પ્રતિમાજીને કારણે શ્રાવકો ઘણા સુખી થયા હતા, તેથી પ્રતિમાજીનું ઉત્થાપન કરવું કે નહિ એવો સવાલ ઊભો થયો. તે અંગે મતભેદ જાગ્યા. એક સભા મળી. પાંચસો જેટલા શ્રાવકો આવ્યા. ઘણી ચર્ચા થઈ, પણ અંતે સહુએ નકકી કર્યું કે આપણે આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજને પૂછવું અને એમના આદેશ પ્રમાણે કરવું. સંઘના સભ્યો પૂ. આચાર્યશ્રી પાસે ગયા અને પ્રતિમાજીના ઉત્થાપન અંગેની દ્વિધા પ્રગટ કરી. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીએ કહ્યું કે જે શુભ મુહૂર્ત
૧૧૪
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
مدرن (
પ્રતિષ્ઠા થઈ છે અને જેમને હાથે થઈ છે તેનાથી વધુ શુભ સમયે પુણ્યશાળી આત્માને હાથે તમારા દેરાસરની પ્રતિષ્ઠા થશે. સંઘની ખૂબ જ આબાદી અને ઉન્નતિ થશે માટે આવું શુભ કાર્ય સત્વરે શ્રીસંઘને કરવા મારા તમને આશીર્વાદ છે. આચાર્યશ્રીના આશીર્વાદથી સંઘના અગ્રણીઓએ સંઘને વાત કરી અને સહુએ તેમનો આદેશ ભાવપૂર્વક સ્વીકાર્યો. પૂ. યોગનિષ્ઠ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના વખતથી આ ગચ્છમાં એક એવી પ્રણાલિકા ચાલતી હતી કે સ્ત્રીને ચિઠ્ઠી કે પત્ર લખવા નહિ. એટલું જ નહિ પણ વ્યાખ્યાન સિવાય બહેનોએ આવવાનું નહિ. માત્ર બહારગામથી આવેલા મહેમાનોને જ દર્શનની છૂટ હતી અને તે પણ દૂરથી વંદન કરીને ચાલ્યા જવાનું. એક વાર એક નાના મહારાજનાં બહેન બપોરે મહારાજશ્રીને મળવા આવ્યાં. બપોરે ઉપાશ્રયમાં આવવાની તો સાવ બંધી જ રહેતી હતી. આથી આ બહેનને જોતાં જ કૈલાસસાગરજીનો પ્રચંડ અવાજ ગાજી ઊડ્યો, “ખબરદાર ! કદી આ રીતે બપોરે આવવાનું નહિ. ચાલો, નીચે ઊતરી જાવ.” ચાતુમસના પ્રારંભ સમયે પાટ પરથી વ્યાખ્યાનની શરૂઆતમાં જ કહી દેતા કે વ્યાખ્યાન સિવાય સાધ્વીજીઓએ કે સ્ત્રીઓએ આવવું નહિ કવચિત્ અનિવાર્ય હોય અને આવવું પડે તેમ હોય તો સાથે કોઈને લીધા સિવાય આવવું નહિ. એક સાધુને ધાર્મિક શિક્ષક પાસે ભણવા મૂક્યા હતા. તેઓ આચારમયદિાથી વિરુદ્ધ સ્ત્રીપરિચય કેળવતા હોય એવી આચાર્યશ્રીને જાણ થઈ. આમાં ધાર્મિક શિક્ષક સહાયભૂત થતા હતા એની ખબર પડી. ક્યારેય વાણીથી પણ કોઈને ઈજા ન થાય તેનું ધ્યાન રાખનારા આચાર્યશ્રીનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો. એમણે સાધુને સખત શબ્દોમાં ઠપકો આપ્યો. એથીયે વિશેષ શિક્ષકને પણ ઉપાલંભ આપતાં કહ્યું. હું શું શિક્ષા આપે છે ? મેં આ સાધુને તમારા પર વિશ્વાસ રાખીને સોપ્યા હતા. મારે ત્યાં આવી સહેજે શિથિલતા નહીં ચાલે.” આવી જ રીતે એક વાર આચાર્યશ્રી મહુડી હતા ત્યારે પોતાની જાતને “ભગવાન” કહેવડાવતી એક વ્યક્તિ પોતાના અનુયાયીઓના જૂથ સાથે મળવા આવી. પૂ. આ. શ્રી કૈલાસસાગરજીએ જાણ્યું કે તેઓ પોતાને ભગવાન તરીકે ઓળખાવે છે ત્યારે એમણે ગુસ્સે થઈને કહ્યું. તમે તમારી જાતને ભગવાન માનો છો ! ભગવાન કોણ બની શકે એની તમને ખબર છે ? ભગવાન કોને કહેવાય એનો કશો ખ્યાલ છે ખરો ? ક્યારેય ઘોર જંગલમાં જઈને વર્ષોની સાધના કરી છે ખરી ? ભગવાનના જીવનમાં તપ-ત્યાગ કેવાં હોય તેની તમને જાણ છે ખરી ?
૧૧૫
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવામાં સીમંધરસ્વામીની વાત નીકળી. પેલી વ્યકિતએ પોતાનામાં સીમંધરસ્વામીનું દૈવત હોવાનું કહ્યું. પૂ. આચાર્યશ્રીએ પહેલાં એમની વાત સાંભળી અને પછી એમના પંજાબી સ્વભાવ પ્રમાણે એમણે કહ્યું, “ક્યાં સીમંધરસ્વામીની જગ્યા અને ક્યાં તમે? પહેલાં તો બધો ત્યાગ કરીને જંગલમાં જઈ સાધના કરો, કષ્ટ સહન કરો, તપ કરો. પછી ભગવાન થવાની વાત કરો.” આ પ્રસંગે હાજર રહેલા શ્રાવકોએ કદી આચાર્યશ્રીનું આવું રુદ્ર સ્વરૂપે જોયું નહોતું. આચાર્યશ્રીને ધર્મ પ્રત્યે, ભગવાન પ્રત્યે અને સીમંધરસ્વામી પ્રત્યે અગાધ પ્રીતિ હતી. એને વિશે કોઈ પાખંડ, બનાવટ કે દંભ સાંખી શકતા નહોતા, આચારશુધ્ધિનો એમનો આગ્રહ એમના જીવનમાં સતત જીવંત હતો. આચારની નાનામાં નાની ક્ષતિની શુધ્ધિ માટે પણ અતિ મક્કમ રહેતા હતા. આચારશુદ્ધિ માટે અંશમાત્ર શેહ શરમ રાખ્યા વિના ભલભલા માંધાતાને પણ સ્પષ્ટ સંભળાવી દેતા હતા. તેની પાછળ પૂજયશ્રીની ધર્મ પ્રત્યેની અચલ શ્રધ્ધા, આચારશુધ્ધિની ઝંખના અને એ આત્મા પ્રત્યે અપાર વાત્સલ્યનો વિસ્તાર જ કારણેભૂત હતાં.
૧૧૬
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન હોયે ની સુ ખીણ ની રફોન લાવનું લવ ડી ને ! છ
, શા છે તેની સાથેનો
) ના
| શ્રદ્ધા છે.
૫. સામ ૫.૦ 9 ખાય
લ
આવે તે માટે છે તેમ
સી / વાગોર રજી કરી શ કે છે . તું ને ને ? (ખાર ના માટે એ પ તો હવે તેને તેડી, એ જ . વિ bit
જ પ્રહની ઈમ છે. . . કાશી )
વાણી ,
(૧૧) આત્મબળનું ઓજસ
૧ ૧ ૭
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્ય આંખો જેને “ચમત્કાર' માને છે, તે હકીકતમાં તો આત્માની અપ્રતિમ તાકાતમાંથી આપોઆપ સર્જાતી સહજ પ્રક્રિયા જ હોય છે. ચારિત્રબળમાંથી જે પ્રગટે તેને આપણે વચનસિધ્ધિ કહીએ છીએ. આત્મબળમાંથી જે સર્જાય એને આપણે ચમત્કાર ગણીએ છીએ. પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ ચમત્કારમાં માનતા નહોતા, પરંતુ આવા સંયમી આત્માઓ કે આવા મહાપુરુષો પોતાના પવિત્ર અંત:કરણ અને ઉચ્ચ ચાાિને વશ વર્તીને જે કાંઈ કરે છે તે ચમત્કાર બને છે. પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીના પરિચયમાં આવનાર સહુ કોઈ આવી કોઈને કોઈ ઘટનાની વાત કહેશે. હકીકતમાં ચારિત્રવાન વ્યકિતનો શબ્દ કદી વિફળ જતો નથી. __ लौकिकानां हि साधुनाम वागनुवर्तुते ।
ऋषीणां पुनराद्यानां वाचनर्थोडनुधावति ॥ સામાન્ય પુરુષોની વાણી અર્થને અનુસરતી હોય છે, જયારે પરમ ઋષિવરોની વાણી પ્રમાણે અર્થ અનુસરે છે. ' કયારેક એવું બનતું કે ટ્રેનનો સમય થવા આવ્યો હોય, શ્રાવકો સ્વભાવ મુજબ રઘવાટ કરતા હોય, ત્યારે પૂ. કૈલાસસાગરજી કહે, “બહુ ચિંતા ન કરો. તમને ટ્રેન મળી જશે.” અને પછી નીકળવામાં મોડું થાય. વાહન મળવામાં વિલંબ થાય. ગાડીના સમયથી વીસેક મિનિટ મોડા હાંફળા-ફાંફળા સ્ટેશન પર પહોંચે ત્યારે જાણ થાય કે ટ્રેન અડધો કલાક મોડી છે! કોઈ અગિયાર રૂપિયા ધર્મકાર્યમાં ખર્ચી શકે તેમ ન હોય અને પૂ. આચાર્યશ્રી કહેતા કે અગિયાર લાખ વાપરો. ત્યારે સહુને આશ્ચર્ય થતું. પણ એ વ્યકિતના જીવનમાં પરિવર્તન આવતું અને એટલી રકમ ધર્મકાર્યમાં વાપરવાનો લાભ પણ પામતી. પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે કહ્યું કે તેઓ સહજ બોલી જતા અને સારું થઈ જતું. આવી રીતે તેઓશ્રીના પ્રભાવે વ્યકિતનો વળગાડ પણ દૂર થયો હતો. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી સમ ગામમાં હતા. નિયમ મુજબ રોજ બપોરે પુસ્તક અને પાણી લઈને ગામ બહાર કોઈ શાંત જગ્યાએ બેસીને સ્વાધ્યાયધ્યાન કરતા હતા. સમો ગામની બહાર આવેલા એક ખેતરમાં રોજ જાય. ત્યાં શાંત સ્થળે બેસીને સ્વાધ્યાય કરે, સ્વચિંતન કરે અને પછી આત્મધ્યાન કરે. ખેતરનો માલિક સાવ કામ વિનાનો હતો, કારણ કે ખેતરમાં વર્ષોથી કશું ઊગતું જ નહોતું. પણ આ મહાપુરુષનાં પગલાં પડયાં પછી એના આનંદનો પાર ન રહ્યો.. એ વર્ષે ખેતરમાં એટલું બધું ધાન પાકયું કે એને શ્રધ્ધા બેસી ગઈ કે આવા મહાપુરુષોનાં પગલાંથી જ મારી ધરતી મહોરી ઊઠી. ઉજજડ ભૂમિ હરિયાળી બની ગઈ
1
૧ ૧૮
-
C]
-
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાણંદ તરફ પૂજય આ. શ્રી કૈલાસસાગરસૂરિજીને પ્રશસ્તભાવ હતો. આ ક્ષેત્રમાં રહીને તેઓ શાસ્ત્રાભ્યાસ કરીને તૈયાર થયા હતા, તેથી સાણંદનો ઉપકાર તેઓ અવારનવાર પ્રગટ કરતા હતા. એક વાર સાણંદના સંઘના આગેવાન અને વિશિષ્ટ વ્યકિત કેશવલાલ મહેતા એમની પાસે આવ્યા. તેઓ ચોધાર આંસુએ રડવા માંડયા. સિત્તેર વર્ષના કેશવલાલભાઈને માથે હિમાલય તૂટી પડયો હતો. એમના એકના એક પુત્ર રસિકલાલભાઈને લગ્ન બાદ થોડા દિવસોમાં ચિત્તભ્રમ થઈ ગયો હતો. પુત્રના ઉપચાર કરવામાં કેશવલાલભાઈએ પાછું વળીને જોયું નહિ. કોઈ ઉપચાર કારગત નીવડયા નહિ, ત્યારે આખરે મહારાજશ્રી પાસે આવીને આજીજીભરી વિનંતી કરતાં કહયું, “ગુરુદેવ ! આ ઉમરે એકના એક દીકરાની આવી દુર્દશા મારાથી જોવાતી નથી. આપ કંઈક કરો, નહિ તો આની હૈયાવરાળમાં જ હું ચાલ્યો જઇશ.” પૂ. કૈલાસસાગરજી મહારાજે એમને સાંત્વન આપ્યું. કહયું કે, જીવનમાં આપત્તિ તો આવે, પણ જેમ રાત્રિ પછી દિવસ હોય છે એ જ રીતે આપત્તિ હંમેશા રહેતી નથી. સુખના દિવસો પણ આવે છે. એમણે કહયું કે, “આ વાસક્ષેપ આપું છું તે કાલે સવારે એને નાખજો અને મહિના સુધી નવ
સ્મરણનો પાઠ કરજો. ” યોગાનુયોગ એવું બન્યું કે બીજા દિવસે સવારે કેશવલાલભાઈએ નવકારમંત્ર ગણીને વાસક્ષેપ નાખ્યો અને રસિકભાઈની બીમારી અદૃશ્ય થઈ ગઈ. એ જમાનામાં પચાસ હજારનો ખર્ચ કરવા છતાં ન મટેલું દર્દ એકાએક અ શ્ય થઈ ગયું. આ રસિકભાઈએ પણ સાણંદ સંઘની પ્રવૃત્તિમાં મહત્ત્વનો ફાળો આપ્યો. તેઓ કૈલાસસાગરજી માટે જીવનભર અગાધ આદર રાખતા અને કહેતા કે “હું જીવું છું તે એમનો ઉપકારથી.” મહારાજસાહેબ કડીમાં હતા તે સમયનો આ પ્રસંગ છે. એક દુખિયારી સ્ત્રીએ એમને વિનંતિ કરી કે મારા બાળકના માથામાં પાણી ભરાઈ ગયું છે અને માથું રબરની જેમ ફૂલી ગયું છે. ગરીબ હોવા છતાં, ઘર નીચોવીને શકિત પ્રમાણે બધા ઈલાજ કરી ચૂકી છું. દર પંદર દિવસે દીકરાને લઈને સારવાર કરાવવા અમદાવાદ જાઉં છું. આ બાળક આજે ચાર વર્ષનું થયું છે, પણ એની બીમારી ગઈ નથી.” પૂ.કૈલાસસાગરજી મહારાજ ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની પ્રતિષ્ઠા માટે તેમ જ નીતિસાગરની દીક્ષા માટે કડીમાં પધાર્યા હતા અને એમની સમક્ષ પેલા છોકરાની માતાએ આજીજીભરી વિનંતી કરી અને કહ્યું, “સાહેબજી, હવે તો એક જ ઈચ્છા રહી છે. બાળક બચે તેવી કોઈ આશા નથી. માત્ર આપ પધારો અને બાળકને આશીર્વાદ આપો એટલું જ હવે બાકી છે.”
૧૧૯
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પૂ. કૈલાસસાગરજીએ હસતાં-હસતાં કહ્યું, “જો એ છોકરો બચી જાય અને એની પ્રસન્નતા હોય તો એને દીક્ષા આપતા રોકશો નહિ ને ?”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાએ કહ્યું, “મારા જેવી અભાગણના આવા ભાગ્ય કયાંથી ? ગુરુ મહારાજ! આપ જલદી પધારો. એ છોકરો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે. કદાચ મોડા ન પડીએ.”
यू- કૈલાસસાગરજી એ બાળકને આશીર્વાદ આપવા ગયા અને કુદરતી બન્યું એવું કે એ બાળકની તબિયત સુધરવા લાગી. મોટો થતાં એને આપોઆપ દીક્ષાનો ભાવ જાગ્યો. પૂ. કૈલાસસાગરજીએ એને શાસ્ત્રાભ્યાસમાં બરાબર તૈયાર કર્યો, પણ દીક્ષા પોતાને બદલે પૂ. પદ્મસાગરસૂરિજી પાસે પાદરું (રાજસ્થાન) માં વિ.સ.૨૦૪૦માં લેવડાવી અને સહુને કહ્યું કે એના ભવિષ્યનો ખ્યાલ રાખીને હું એને પૂ. પદ્મસાગરજી પાસે દીક્ષા લેવડાવું છું.
આચર્યશ્રી જે કોઇ ધર્મપ્રવૃત્તિ કરતા તે ઉત્સાહભેર કરતા. કોઇ પણ ધર્મકાર્ય લીધું હોય તો એને સાંગોપાંગ પાર પાડવાની એમનામાં નૈસર્ગિક શકિત હતી. વિ. સ. ૨૦૨૪માં મહુડીમાં ઉપધાન તપની આરાધના રાખી હતી. આ સમયે દોઢેક લાખ જેટલી રકમ ખૂટતી હતી. આગેવાનોની મૂંઝવણ હતી કે આટલી બધી રકમ કઇ રીતે ભેગી થશે? તોટો પડશે, તેનું શું કરીશું? બધા પૂ. આ. શ્રી. કૈલાસસાગરસૂરિજી પાસે ગયા અને આચાર્યશ્રીને પૂછ્યું કે આપ કંઇક માર્ગદર્શન આપો. પૂ. આચાર્યશ્રીએ કહ્યું કે તમે ચિંતા ન કરો. બધું થઇ રહેશે. આમ છતાં શ્રાવકો ચિંતિત હતા. એમને એમ થતું કે આટલી મોટી રકમ ભેગી કરવી નાની સૂની વાત નથી. પણ હકીકતમાં એ સમયે પંચકલ્યાણક પૂજામાં જ આટલી રકમ ભેગી થઇ ગઇ. આમ પૂ. કૈલાસસાગરજીમાં એવી શક્તિ હતી કે જે પ્રસંગ લે તે નિષ્ફળ જતો નહિ. આર્થિક સગવડના અભાવે કશું અટકતું નહિ. એમની ભાવનાનું બળ જ એટલું કે તેઓ જે ધારે તે સિધ્ધ થતું.
ન
આ જ મહુડીમાં પ્રતિષ્ઠા સમયે ધાર્યા કરતાં ખૂબ મોટી સંખ્યામાં અઢારે આલમના ભાવિકજનો એકત્રિત થયા. બધાને થયું કે હવે રસોઇ ખૂટી પડશે. એમણે એક કપડું લઇને રસોઇ પર ઢાંકયું અને કહ્યું કે આ કપડું રહેવા દેજો. તમારે આમાંથી જેટલી રસોઇ કાઢવી હોય તેટલી કાઢજો. બન્યું પણ એવું કે બધા નિરાંતે જમી રહે એટલી રસોઇ તો થઇ અને થોડીક વધી પણ ખરી.
આવી જ રીતે લીંબોદરામાં દેરાસરની એકસો વર્ષની ઉજવણી પ્રસંગે પધારવાની વિનંતી કરવા માટે કેટલાક શ્રાવકો આચાર્યશ્રીની પાસે અડપોદરા ગયા.લીંબોદરા ગામ પર આચાર્યશ્રીનો મોટો ઉપકાર હતો અને તેથી જ સહુને તેઓ પધારે તેવો આગ્રહ રાખ્યો. સાંજે આઠ વાગ્યે શ્રાવકો અડપોદરા પહોંચ્યા,
૧૨૦
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
G.5
ત્યારે પૂ. આ. શ્રી કૈલાસસાગસૂરિજી પ્રતિક્રમણ કરતા હતા. પ્રતિક્રમણ પૂરું થાય ત્યાં સુધી શ્રાવકો બહાર બેઠા. જેવા અંદર પ્રવેશ્યા કે તરત જ પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીએ શનાભાઈને જોઈને કહ્યું, “કેમ, લીંબોદરામાં કોઈ ધાર્મિક પ્રસંગ યોજયો લાગે છે? હું જરૂર આવીશ.” બધા શ્રાવકો વિચારમાં પડી ગયા. હજી આપણે કશું કહ્યું પણ નથી અને આપણા મનનો ભાવ કઈ રીતે પૂજય કૈલાસસાગરજી કળી ગયા હશે?બધાનાં મસ્તક આ મહાપુરુષના ચરણે ઝૂકી ગયા. લીંબોદરા ગામનાં દેરાસરનાં એકસો વર્ષ પૂરાં થતાં હોવાને નિમિત્તે ધુમાડાબંધ ગામ જમાડયું. ગામના જૈનો જ નહિ, પણ જૈનેતરો પણ આમાં આગ્રહભેર સામેલ કરવામાં આવ્યા. બધાની એકસાથે રસોઈ કરવામાં આવી. એવામાં જનસમૂહ ઘણો વધી ગયો. આટલી રસોઈ તો ખૂટી પડશે એવી દહેશત જાગી. શ્રી પોપટલાલ રવચંદ અને શ્રી શનાભાઈ શાહ જેવા આગેવાનોએ આચાર્યશ્રી આગળ પોતાની ચિંતા પ્રગટ કરી. આચાર્યશ્રીએ કહ્યું કે જે રસોઈ તૈયાર કરી હોય તેના પર આ ચાદર પાથરજો અને આ વાસક્ષેપ નાખજો. પણ સહેજે ચિંતા ન કરશો. બન્યું પણ એવું જ કે રસોઈ ખૂટી નહિ. કૈલાસસાગરજી માણસા અને અગાસમાં હતા ત્યારે પણ આવી ઘટના બની હતી. શું આ ચમત્કાર હશે? ખુદ પૂ. કૈલાસસાગરજી આવા ચમત્કારમાં માનતા નહોતા, તો આ થતું હશે કઈ રીતે? આચાર્યશ્રી ભદ્રકરસૂરીશ્વરજી મહારાજે કહ્યું, “આવી વ્યકિતના ઉદ્ગાર જ દુ:ખના ઘાતક બને છે, પાપના નાશક બને છે, મુશ્કેલીના નિવારક બને છે. એમનામાં અપાર વાત્સલ્ય હતું અને એને પરિણામે એવા આત્મામાંથી નીકળેલા શબ્દો સ્વાભાવિકપણે જ સાચા
પડે.”
ઈ.સ. ૧૯૪૮ની આ વાત છે. મે-જૂન મહિનામાં કૈલાસસાગરજીએ પોતાના ભત્રીજા રામપ્રકાશજીને એક પત્ર લખ્યો હતો. એ પત્રમાં લખ્યું હતું કે તમે દાદાજીની ખૂબ સેવા કરજો. આ સેવાનો લાભ લાંબો સમય મળવાનો નથી. હકીકતમાં તે સમયે તો રામકિશનદાસજી ઘણા તંદુરસ્ત હતા. ઓકટોબર મહિનાના આરંભે બીમારી આવી અને ૧૯૪૮ની ૨૦મી ઓકટોબર દશેરાનો દિવસ એ એમનો અંતિમ દિવસ બન્યો. રામપ્રકાશજી કહે છે, “પૂ. કૈલાસસાગરજીને પોતાના પિતાના મૃત્યુનો જાણે સંકેત મળી ગયો ન હોય! આવો જ બનાવ રતિલાલ કામદાર નામના તંત્રવિધીના અભ્યાસીના જીવનમાં મળે છે. રતિલાલ કામદાર સ્થાનકવાસી જૈન હતા, તેમ છતાં એમને પૂ. કૈલાસસાગરજી સાથે ગાઢ પરિચયમાં આવવાની તક મળી હતી. તેઓને હંમેશાં કહેતા કે તમારી સિધ્ધિઓનો લોકકલ્યાણમાં જ ઉપયોગ કરજો. એક
૧ ૨ ૧
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાર મહારાજશ્રી અમદાવાદમાં હતા. રતિભાઇ એમના દર્શને આવ્યા. ફરી બીજે દિવસે પણ દર્શન-વંદન માટે આવ્યા. એ દિવસે રતિભાઈએ કહ્યું કે “આવતી કાલે રાત્રે અહીંથી નીકળીને મુંબઇ જવાનો છું.
કોણ જાણે કેમ, પણ મહારાજશ્રીએ કહ્યું, “રતિભાઇ, કાલે નહિ, આજે જ
જાવ.”
રિતભાઇને ગુરુવાણીમાં અપાર શ્રધ્ધા હતી. મહારાજસાહેબને મળ્યા બાદ અમદાવાદથી મુંબઇની ટ્રેનની ટિકિટ મળે છે કે નહિ તેની તપાસ કરી. ટ્રેનની ટિકિટ પણ મળી ગઇ અને રતિભાઇ બીજે દિવસે સવારે મુંબઇ પહોંચી ગયા. મુંબઇ પહોંચ્યા બાદ સાંજે સોફા પર બેઠા હતા. ધરા લોકો સાથે વાતચીત કરતા હતા અને વાત કરતા જ એકાએક ઢળી પડયા. એમના મિત્રો વિચારવા લાગ્યા કે શું મહારાજશ્રીને આવો કોઇ સંકેત મળી ગયો હશે કે એમના હ્રયમાંથી આપોઆપ આવી વાણી સરી પડી હશે?
આવી જ એક ઘટના મહારાજશ્રીનાં અંતિમ વર્ષોમાં મળે છે. ૧૯૮૫નું એ વર્ષ હતું. આ વર્ષે પોતાના ગૃહસ્થઅવસ્થાના ભત્રીજા રામપ્રકાશજીનો પુત્ર મહેશ મળવા આવ્યો. મહેશને હંમેશાં કહેતાં કે નવકાર મંત્રનું રટણ કરતો રહેજે. એક વાર આચાર્યશ્રી કૈલાસસાગરજી બેઠા હતા. મહેશ પણ બેઠો હતો. બાજુમાં પૂ. અરુણોદયસાગરજી બેઠા હતા. પૂ. અરુણોદયસાગરજી અને મહેશ બાળપણમાં સાથે રહ્યા હતા. દીક્ષા પહેલાની એમની દોસ્તી હતી. વાતવાતમાં પૂ. કૈલાસસાગરજીએ મહેશને કહ્યું, ‘આ ૧૯૮૫ના વર્ષમાં તારે બે પૈડાંવાળા (ટુ વ્હીલર) પર સવારી કરવી નહિ. વિમાનમાં, બસમાં કે મોટરમાં જજે, પણ ટુ વ્હીલરમાં જતો નહિ.'
મહેશને આચાર્યશ્રીમાં અખૂટ શ્રધ્ધા હતી. એણે મોટર-સાઇકલ ‘લૉક' કરીને મૂકી દીધી. નજીકમાં જ ચાર્ટર બસ જતી. આ બસ લકઝરી જેવી હતી, જેમાં’ માત્ર નકકી કરેલી વ્યકિતઓની બેઠક અનામત રહેતી. કોઇને ઊભા રાખવામાં આવતા નહિ. એ ચાર્ટર બસમા રોજ નોકરીએ જાય અને પાછો આવે. એવામાં દિલ્હીમાં તોફાનો થયાં. ચાર્ટર બસનો ડ્રાયવર શીખ હતો એથી એ આવ્યો નહિ. બસના સ્ટેન્ડ પર ઊભેલો મહેશ ઘેર પાછો આવ્યો અને વિચાર કરવા લાગ્યો કે ત્રણ પૈડાંવાળી રિક્ષામાં જાઉં. એની મમ્મીને પણ કહ્યું કે હું રિક્ષામાં જાઉં છું. એવામાં મહેશનો મિત્ર વિજય સેહગલ નીકળ્યો,
એ એની જ કંપનીમાં એન્જિનિઅર હતો. એણે મહેશને કહ્યું, ‘આજે બસ નથી તો મારી મોટર-સાઇકલ પર આવી જા.' મહેશના મનમાં થોડી દ્વિધા થઇ, વિજયે ફરી આગ્રહ કર્યો. કહ્યું કે મોડું થઇ ગયુ છે. ચાલ, જલ્દી પહોંચી જઇએ.
બંને ઓફિસમાં પહોંચ્યા. પોતાનું કામ કર્યું.સવારે ચાર્ટર બસ નહોતી આવી,
૧૨૨
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એટલે સાંજે પણ મળવાની શકયતા નહોતી. આથી મહેશ ચાલીને જવાનો વિચાર કરતો હતો, પણ એના મિત્ર વિજયે કહ્યું કે ઘણે દૂર ગયા પછી તને બસ મળશે, એને બદલે મારી મોટર સાઇકલ પર આવી જા. મહેશની ઓફિસેથી એનું ઘર ૧૪ કિલોમીટર દૂર હતું. ૧૩ કિલોમીટર જેટલું અંતર પસાર થયું. એક કિલોમીટરનું અંતર બાકી હશે, ત્યાં એક ટ્રક આવી અને ટ્રકે ઓવરટેક કરવા જતાં મોટરસાઇકલ પાડી દીધી.
મહેશ બેભાન બનીને રસ્તા પર ઢળી પડયો. એના માથામાંથી પુષ્કળ લોહી વહેતું હતું. વિજય સહેગલનું ખભાનું હાડકું તૂટી ગયું, પણ એ સદ્ભાગ્યે ભાનમાં હતો. એણે પોતાના ખમીશ અને રૂમાલથી મહેશના માથામાંથી નીકળતું લોહી રોક્યું. કોઇએ એને હોસ્પિટલમાં પહોંચાડયો. ધીરેધીરે એ ભાનમાં આવ્યો. પણ હજી ભયમુકત થયો નહોતો.
એને વિશિષ્ટ સારવાર મળે તે માટે અકસ્માતથી થયેલી ઈજાની સારવારના નિષ્ણાત (એકસીડન્ટ સ્પેશ્યાલીસ્ટ) ડૉકટરને બોલાવવામાં આવ્યા, બસો કેસમાંથી અડધો ટકો પણ ન બચે એવી ગંભીર ઇજા મહેશને થઇ હતી.
ભાનમાં આવેલા મહેશને દૃઢ શ્રધ્ધા હતી કે એને કશું નહિ થાય. એના ગળામાં પૂ. કૈલાસસાગરજીની મુદ્રાવાળું તાવીજ પડયું હતું. બે-ત્રણ દિવસ બાદ મહેશને રજા મળી, પણ એને માનસિક શ્રમ લેવાની ડોકટરે ના પાડી હતી. વીસ-એકવીસ દિવસ પછી એ ઓફિસમાં પોતાની નોકરી પર આવ્યો.
મહેશ જયારે ભાનમાં આવ્યો ત્યારે એ તદૈન નિર્ભય હતો. એણે કહ્યું કે એના પર તો ગુરુ મહારાજના આશીર્વાદ છે. આજે પણ એ મહેશ નોકરી કરવા જાય તે અગાઉ પાંચેક મિનિટ આચાર્યશ્રીની છબી સમક્ષ ઊભો રહે છે. મનોમન આશીર્વાદની પ્રાર્થના કરે છે અને પછી જ નોકરી કરવા જાય છે.
જ
આચાર્યશ્રીની પ્રતિભાના સ્પર્શે અનેક વ્યક્તિઓના જીવનમાં ધાર્મિકતા અને સાત્ત્વિકતાએ પ્રવેશ કર્યો છે. એ બધામાંથી એક દૃષ્ટાંતરૂપ સુમતિભાઇ હરડેની વાત જોઇએ.
વિ. સ. ૨૦૧૭માં પૂ. કૈલાસસાગરજી સમેતશિખરની પ્રતિષ્ઠા કરાવીને મુંબઇ આવ્યા, ત્યારે સુમતિભાઇને પહેલીવાર એમનો પરિચય થયો. વિ. સં. ૨૦૧૭નો પૂ. કૈલાસસાગરજીનો ચાતુર્માસ માટુંગામાં હતો. સુમિતભાઇ કાપડનો વેપાર કરે. તમાકુના પાનની ભારે આદત. રાતના બાર વાગે પણ પાન વિના ન ચાલે.
એકવાર પૂ. કૈલાસસાગરજી મહારાજનું વ્યાખ્યાન સાંભળવા ગયા. ત્યાં તેમની સાદી, સરળ અને હૃદયસોસરી ઊતરી જાય તેવી વાણી સુમતિભાઇના હૃદયને સ્પર્શી ગઇ. વ્યાખ્યાનમાં ભારેખમ અલંકારો નહિ. અઘરી વાતો નહિ.
૧૨૩
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજશ્રીના વ્યાખ્યાનનું એક જ વાક્ય સુમતિભાઈનું જીવનપરિવર્તન કરી ગયું. પૂજય કૈલાસસાગરજી મહારાજે કહ્યું,
“પેટ ભરાય એટલું આજીવિકાનું સાધન હોય તો પટારો ભરી મનુષ્યજીવન વેડફી નાંખવું નહિ.”
આ વાક્ય સુમતિભાઈના અંત:કરણને ચોટ લગાવી ગયું. પછી એમણે પૂ. કૈલાસસાગરજી મહારાજ પાસે મળવાનો સમય માગ્યો. રાત્રે મળવા ગયા. પછી તો રોજ સંત-સમાગમ ચાલે અને સુમતિભાઈના હૃદયમાં નવી નવી ભાવનાઓ જાગે. ધીરે ધીરે તેઓ એક નિર્ણય પર આવ્યા. હવે મનુષ્યજીવન વેડફી નાંખવું નથી. મૂળજી જેઠા માર્કેટમાં એમનો ચાલું ધંધો સમેટી લીધો. ઘણાએ કહ્યું કે “છોકરાઓ નાનાં છે. હજી એમને ભણાવવા-પરણાવવા પડશે. વળી ધંધો ચાલુ હશે તો તરત દુકાનેય લાગી જશે. નહિ તો મુશ્કેલીનો પાર નહિ રહે. આજીવિકા ચલાવશો કઈ રીતે?”
સુમતિભાઈને ધર્મનો રંગ લાગી ગયો હતો. એમણે કહ્યું, “જુઓ, આજે તમે છોકરાંઓને ધંધો આપીને જાવ, મૂડી આપીને જાવ, પણ એમના કર્મમાં કશું નહિ હોય તો કંઈ નહિ થાય. કર્મમાં હશે તો મળશે.”.
આમ સુમતિભાઈએ ધંધો બંધ કયો. પૂજય કૈલાસસાગરજીએ કહ્યું કે સુમતિભાઈ, આંબેલની ઓળી કરો. પણ આંબેલની ઓળી થાય કઈ રીતે? તમાકુના પાન વિના તો સહેજે ન ચાલે. એકવાર મહારાજશ્રીના ઉપદેશથી ચોવીસ કલાક પાન છોડયું હતું તો હવે આંબેલની ઓળીમાં છોડી દો. આંબેલની ઓળી પૂરી થઈ. પછી ફરી પૂ. કૈલાસસાગરજીએ કહ્યું કે “હવે પાન છોડયું છે તો છોડી જ જાણો.”
એક વખત એવો હતો કે સુમતિભાઈને રાતના બાર વાગ્યા સુધી પાન જોઈએ. દિવસની દસેક કપ ચા જોઈએ એને બદલે એમણે પ00 બેલ કર્યા. ત્રણ ઉપધાન કર્યા. છેલ્લાં વીસ વર્ષથી કાયમ આંબેલ પછી બેસણું કરે છે.
આવું પરિવર્તન મુંબઈના શનાલાલ શાહના જીવનમાં જોવા મળે છે. તેઓ આચાર્ય રજનીશની વિચારસરણીમાં રસ ધરાવતા હતા અને એમની ત્રણ શિબિરોમાં ભાગ લીધો હતો. શનાભાઈ જાણતા હતા કે શરીર અને આત્મા જુદા છે, પરંતુ જયારે એમના મોટાભાઈ ગુજરી ગયા ત્યારે શનાભાઈના દિલને કારી ઘા લાગ્યો. શરીરની નશ્વરતા અને આત્માની શાશ્વતતાની જાણકારી હોવા છતાં એમના મનને કોઈ સમાધાન થતું નહોતું.
૧૯૬૪માં મહુડીમાં શનાભાઈને પૂજય કૈલાસસાગરજીનો મેળાપ થયો. એવામાં પૂજય કૈલાસસાગરજીના સ્વાથ્ય અંગે વાત નીકળી અને એમણે કહ્યું
૧ ૨ ૪
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે ડૉકટર એમ કહે છે કે મારું હૃદય પહોળું થઇ ગયું છે.
શનાભાઇએ પૂછયું, “પણ આપને એનાથી કોઇ તકલીફ છે ખરી? પૂજય કૈલાસસાગરજીએ કહ્યું, ‘શરીરને વ્યાધિ છે એ સાચું, પણ એનાથી મારી આત્મિક શાંતિમાં કોઇ ફરક પડયો નથી. હું અપૂર્વ શાંતિ અનુભવું છું.’
આ સમયે . શનાભાઇને દેહ અને આત્માનો ભેદ સમજાયો. એમણે પોતાના વડીલ બંધુના દુ:ખદ અવસાનની ગળગળા અવાજે વાત કરી. એ સાંભળીને પૂ. કૈલાસસાગરજીએ કહ્યું, ‘આ ભિન્નતા જાણીએ પછી બાહ્ય વિઘ્ન આવે તો પણ આત્માને કોઇ ધક્કો લાગતો નથી. તમારા વડીલ બંધુના અવસાનથી તમને ભારે આઘાત લાગ્યો, પણ જે કાળે જે સમયે જે જયાં બનવાનું જ છે તે થશે જ. ખુદ ભગવાન મહાવીર જેવાને ઉપસર્ગ સહન કરવા પડયાં છે. આવા ઉપસર્ગ સમયે દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે અમે તમારી સહાયમાં ઊભા રહીએ. કોઇ અજ્ઞાની હેરાન ન કરે એ માટે અમે આપની ચોકી કરીએ. ત્યારે ભગવાનને ના પાડી. જો ભગવાનને કર્મની નિર્જરા કરવી પડે તો પછી આપણે કોણ ?'
પૂ. કૈલાસસાગરજીની સરળ વાણી શનાભાઇને સ્પર્શી ગઇ અને એ પછી એમણે ગુરુસ્વરૂપે જ આચાર્યશ્રીને જોયા.
વિ. સં. ૨૦૨૫ની સાયનની પ્રતિષ્ઠા પહેલાં ફતેહચંદજી કેસરીચંદજી રોજ પૂજા-સેવા-દર્શન કરે. પર્યુષણના વ્યાખ્યાન સાંભળે, પરંતુ કૈલાસસાગરજી મહારાજના સમાગમમાં આવ્યા પછી એમણે એક વર્ષીતપ કર્યુ. એમના પત્ની ચંદ્રાવતીબહેને બે વર્ષીતપ કર્યાં. બંને વર્ષોથી ઉકાળેલું પાણી પીવે છે અને એમના પત્નીએ તો રાત્રિભોજનનો ત્યાગ પણ કર્યો છે.
શ્રી ફતેહચંદભાઇ આચાર્યશ્રીના નજીકના સંપર્કમાં આવ્યા અને એમને પણ આચાર્યશ્રીની પ્રભાવક શક્તિનો પરિચય થયો. એના કેટલાક માર્મિક પ્રસંગો જોઇએ.
એકવાર ફતેહચદજીના પત્નીના પેટમાં સખત દુ:ખાવો થયો. ડૉક્ટરે કહ્યું કે એમને ઓપરેશન કરાવવું પડશે. દુ:ખાવો કેમે સહન થાય નહિ. આથી ડૉક્ટર ફતેહચંદજીના પત્ની ચંદ્રાવતીબહેનને ઘેનમાં જ રાખતાં. પૂ. કૈલાસસાગરજી પાલીતાણામાં બિરાજમાન હતા. એમણે ત્યાંથી વાસક્ષેપ મોકલાવ્યો. ચંદ્રાવતીજીને વાસક્ષેપ નાંખ્યો અને ત્રણ દિવસમાં સારું થઇ ગયું.
સાયનની વિ. સં. ૨૦૨૫ની પ્રતિષ્ઠા વખતે ફિયાટ ગાડી પર મૂકીને મગનું તપેલું લાવવામાં આવતું હતું. આ તપેલું મોટરની બોનેટ પર પડયું.
૧૨૫
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિશ્ચિયન ડ્રાયવર તો મૂંઝાઈ ગયો. એને હતું કે મોટરના કેવા હાલહવાલ થશે, પણ હકીકતમાં મોટરને કશું જ ન થયું. એક ગોબો પણ ન પડ્યો! ક્રિશ્ચિયન ડ્રાયવરે પૂછયું કે આમ કેમ? એણે તો જિંદગીમાં આવું કદી જોયું જ નહોતું. ફતેહચંદજીએ કહ્યું કે આ તો ધર્મનો પ્રતાપ છે!
સાયનની પ્રતિષ્ઠા વખતે માણસો વધી ગયા. આટલા બધા માણસોને મીઠાઈ કઈ રીતે પૂરી પડશે? રસોઈ કરી હતી ૧૫,000 માણસની પણ જમનારા એક-બે હજાર નહિ પણ પૂરા ૨૨ હજારથી વધુ હતા. પૂજય કૈલાસસાગરજી રસોડામાં પધાર્યા, કહ્યું કે દીવો કરો અને મીઠાઈને કપડું ઢાંકી રાખો. બન્યું એવું કે પંદર હજારની રસોઈમાં ૨ ૨ હજાર માણસો નિરાંતે જમ્યા!
વિ. સં. ૨૦૨ પની જેઠ સુદ ૬ના દિવસે સાયનમાં પ્રતિષ્ઠા હતી. કૈલાસસાગરજી મહારાજે સાયનની જૈન સોસાયટીમાં રહેતા ફતેહચંદ કેસરીચંદને ભગવાનના માતા પિતા થવા માટે અને અંજનશલાકા માટે પ્રેરણા આપી. તેર દિવસ ભવ્ય ઉજવણી કરવામાં આવી. નવાઈની વાત એ છે કે જયાં સુધી પ્રતિષ્ઠા હતી ત્યાં સુધી આ વિસ્તારમાં કોઈ ડૉકટરને ત્યાં દવા લેવા ગયું નહિ. આવો પ્રતિષ્ઠાનો પ્રભાવ હતો!
પ્રતિષ્ઠા વખતે ફતેહચંદજી પાસે જે કંઈ મૂડી હતી, તે વાપરી નાખી. આમ છતાં પૂ. કૈલાસસાગરજીએ પહેલી માળ પહેરવાનું કહ્યું. એમને કહ્યું હતું કે બરાબર ટેકો આપજો. ફતેહચંદજી ચાહીને મોડા ગયા. મહારાજસાહેબનું વ્યાખ્યાન ચાલતું હતું. એમણે ફતેહચંદજીને આગળ બોલાવ્યા. ફતેહચંદજીએ કહ્યું કે, હું ઘી બોલું અને કાલે કાંઈ થાય તો?” મહારાજસાહેબે કહ્યું કે, “તમને દેવાદાર નહિ થવા દઈએ.” હકીકતમાં બનતું પણ એવું કે ફતેહચંદજી જેટલો ખર્ચ કરે, તેનાથી બમણી એને પ્રાપ્તિ થતી. એમણે કળશ પર સોનું ચઢાવ્યું. બાર મહિનામાં એટલું જ પ્રાપ્ત થયું.
અમદાવાદની મિરામ્બિકા સોસાયટીના શ્રાવકો ઓરણ ગામમાંથી ઘરદેરાસર લાવ્યા હતા. સુમતિનાથ ભગવાનની મનોરમ પ્રતિમાજી હતી, પરનું ચાર-ચાર વર્ષથી જમીનના અભાવે કશું થતું નહોતું. સહુએ એ ઘર દેરાસર પાછું આપી આવવાનો વિચાર કર્યો.
તેર વર્ષ પહેલાંની આ વાત છે. વિ. સં. ૨૦૩૨નું વર્ષ હતું. પૂ. કૈલાસસાગરજી મહારાજ અહીં પધાર્યા હતા. તેઓ રાજેન્દ્ર શાહને ત્યાં હતા. રાત્રે બે થી ચાર દરમિયાન ધ્યાન કરવાના હોવાથી શ્રાવકને પણ નહિ
૧ર૬
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
EAS
પ્રવેશવા તાકીદ કરી હતી અને સવારે ચાર વાગે ઊઠીને તેઓ એકાએક બહાર ચાલી નીકળ્યા. એમની સાથે રાજેન્દ્રભાઇ શાહ હતા. તેમણે એક જમીન પર વાસક્ષેપ નાખ્યો અને કહ્યું કે આ જમીન પર દેરાસર બનાવો. બન્યું એવું કે જમીનના માલિક નટવરભાઇ જીવાભાઇ પટેલ સામે ચાલીને મળવા આવ્યા અને પરિણામે ચાર વર્ષથી જે કામ ખોરંભે પડયું હતું અને સહુ કોઇ નાસીપાસ થઇ ગયા હતા તે મહારાજશ્રીની પ્રેરણાથી સફળ થયું.
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મિરામ્બિકા દેરાસરની શિલારોપણ-વિધિના પ્રસંગનું આયોજન થયું હતું. પાણી આવે ત્યાં સુધી ખનન કરવાનું હતું. આગલા દિવસે રાત્રે કોન્ટ્રાક્ટરે ૨૦ ફૂટ ઊંડે ખોદ્યું હતું, પણ પાણી આવ્યું ન હતું. એણે આવીને કહ્યું કે શિલારોપણ-વિધિ કાલે થઇ શકશે નહિ. પૂ. કૈલાસસાગરજી કહે કે, “કાલે શિલારોપણ-વિધિ થવી જોઇએ. તમે આખી રાત મહેનત કરો. જરૂર પાણી સુધી પહોંચી જશો.”
એટલા જ મજૂરો હોવા છતાં અને કશીય વિશેષ મદદ વિના ખોદકામ ચાલુ રાખ્યું. સવારે ૪૨ ફૂટ જેટલું ઊંડું ખોદાઇ ગયું અને પાણી આવ્યું. એક રાતમાં ૪૨ ફૂટ ઊંડે સુધી ખોદાઇ જાય તે ચમત્કાર જ કહેવાય!
કાળના પ્રવાહમાં પણ ન ભૂંસાય કે ભુલાય એવી એક ઘટના વિ. સં. ૨૦૨૯માં બની. અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં આવેલી વીતરાગ સોસાયટીના ઉપાશ્રયમાં પૂજય પ્રવર્તક મુનિશ્રી ઇન્દ્રસાગર મહારાજ કાળધર્મ પામ્યા. આ કારણે આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીને વીતરાગ સોસાયટીમાં પધારવાનું બન્યું. પછીના દિવસે વહેલી સવારે તેઓ દેવકીનંદન સોસાયટીના ઉપાશ્રયે પાછા જવાના હતા.
આ દિવસોમાં વરસાદે માઝા મૂકી હતી. સતત મૂશળધાર વરસાદ ચાલુ રહ્યો અને બીજી બાજુ નજીકમાં આવેલી સાબરમતીમાં પૂર વધતું રહ્યું. હવે કરવું શું? આચાર્યશ્રી કૈલાસસાગરજીનો ચાતુર્માસ દેવકીનંદન ઉપાશ્રયમાં હતો. સંવત્સરીનો પુણ્ય દિવસ આવ્યો. પણ ભાદરવા સુદ ચોથના આ દિવસે મૂશળધાર વરસાદ ચાલુ રહ્યો. શ્રાવકો વિચારમાં પડયા. કરવું શું? વરસાદ ચાલુ હોય અને આચાર્યશ્રી આવે એ તો અશક્ય હતું. આટલી મોટી ઘોર વિરાધના આ સૌમ્યમૂર્તિ આચાર્યશ્રી કરે જ નહીં.
ક્ષમાપનાનો દિવસ આવ્યો. વીતરાગ સોસાયટીના ઉપાશ્રયમાં જ પૂજય કૈલાસસાગરસૂરિજીએ સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યું. વરસાદ ચાલુ હતો. પૂર વધતાં જતાં હતાં. નજીકની ગિરનાર સોસાયટી આખી તણાઇ ગઇ હતી. આજુબાજુના વિસ્તારોમાં પૂરનાં પાણી ધસી રહ્યાં હતાં.
૧૨૭
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાતના નવ વાગ્યા. ચારે બાજુ પાણી વધતું જતું હતું. ઠેર ઠેર પૂરમાં સપડાયેલાઓના કરુણ અવાજો સંભળાતા હતા. પોલીસ મોટરમાં ફરીને ચેતવણી આપતી હતી. લોકોને પોતાનાં મકાન ખાલી કરી સુરક્ષિત સ્થળે જવા માઈક દ્વારા કહેતી હતી. શ્રાવક ઉપાશ્રયમાં ધસી આવ્યા. પૂજ્ય આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીને વિનંતી કરી. શ્રાવકોએ કહ્યું પૂરનાં પાણી વધી રહ્યાં છે. નજીકની આખી સોસાયટી પૂરનાં પાણીમાં ઘસડાઈ ગઈ છે. બીજી સોસાયટીઓનાં મકાનોમાં પૂરનું પાણી ફરી વળ્યું છે. કોઈના મકાનનો એક માળ ડૂબી ગયો છે, તો કોઈનું આખું મકાન ડૂબી ગયું છે. કોઈ જીવ બચાવવા ભાગી છૂટ્યા છે તો કોઈ મકાનની અગાસી પર ચડી મદદ માટે બૂમો લગાવે છે. પોલીસે પણ આ સ્થાન ખાલી કરવાની ચેતવણી આપી દીધી છે. હવે આપ ચાલો.' - આચાર્યશ્રી કૈલાસસાગરજીએ સ્વસ્થતાથી કહ્યું “જુઓ, દેવાધિદેવ સીમંધરસ્વામીના જ્ઞાનમાં જે સમયે જે સ્થળે જે થવાનું હશે તેને વિશ્વની કોઈ શક્તિ મિથ્યા કરી શકશે નહીં. પછી આટલી બધી ફિકર શાને ?”
શ્રાવકોએ ફરી કરગરતાંમાં કહ્યું, “અમે આપને મૂકીને જવાના નથી. આપ નહીં આવો તો અમે પણ નહીં જઈએ. પરંતુ અમને અહીં રહેવામાં સહુના જાનનું જોખમ લાગે છે.’ આચાર્યશ્રીએ કહ્યું “જુઓ, આજે સાંવત્સરિક પ્રતિક્રમણ કરતાં મેં જીવમાત્રને ખમાવ્યા છે. હવે વરસતા વરસાદમાં હું બહાર જાઉં તો કેટલા બધા જીવોની વિરાધના થશે. આ મને સહેજે મંજૂર નથી. આ ઉપાશ્રયનું એક પગથિયું પણ હું નીચે ઊતરવા માંગતો નથી.’ શ્રાવકોએ જોયું કે આચાર્યશ્રી એમના નિર્ણયમાં મક્કમ હતા. પૂરનો ભય એમને લેશ માત્ર ચલિત કરી શકે તેમ નહોતો. જીવનભર સંયમધર્મનું પાલન કરનાર કસોટીની પળે તો સહેજે ચૂકે નહીં. આચાર્યશ્રી કૈલાસસાગરજી મહારાજ એ ભયંકર કાળરાત્રિએ ઉપાશ્રયમાં રહ્યા. સંયમધર્મની જે પ્રતિજ્ઞા દેવાધિદેવ સમક્ષ લીધી હતી, એને અંશ માત્ર પણ અતિચાર લાગે નહીં તેની જાગૃતિ રાખી. ઉપાશ્રયમાં પૂરના પાણી ધસવા લાગ્યો અને વધવા લાગ્યાં. છ થી સાત ફૂટ પાણી ભરાઈ ગયું. સાથે રહેલા શ્રાવકોના જીવ અધ્ધર થઈ ગયા, પરંતુ સંસારી અને સાધુની સ્થિતિ અને ગતિમાં ભેદ હોય છે. આચાર્યશ્રી તો ઉપાશ્રયના માળિયા પર ચડી ગયા અને પ્રસન્નતાપૂર્વક કાઉસગ્ન ધ્યાનમાં રહ્યા હતા. ચારે બાજુ મહાસાગરની માફક હિલોળા લેતું પાણી, નજીકમાં જ ચિંતાગ્રસ્ત શ્રાવકો અને છતાં આચાર્યશ્રીની આત્મિક શાંતિમાં ક્યાંય ચિંતાની એક રેખા પણ નજરે પડે નહીં
૧૨૮
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવકોએ આ કાળરાત્રિ માંડ માંડ પસાર કરી. પ્રભાત થયું છતાં ચારે બાજુ પાણીનો મહાસાગર, જલશાયી થયેલાં મકાનો અને સપડાયેલા લોકોની ચીસો સિવાય કશું સંભળાતું નહોતું. એવામાં ખબર આવી કે નજીકની ગિરનાર સોસાયટીના બત્રીસે બત્રીસ બંગલા પાણીના પૂરમાં તણાઇ ગયા. સોસાયટીની જગ્યાએ વિફરેલી વાઘણ જેવી સાબરમતીન જળ હિલોળા લેતા હતાં. વીતરાગ સોસાયટીના આ ઉપાશ્રયમાં પણ પૂરનાં પાણી ધસમસતાં આવતાં હતાં. સાતેક ફૂટ જેટલું પાણી હતું, છતાં કોઈ એવો પ્રભાવ કામ કરતો હતો કે આ ઉપાશ્રયની એક કાંકરી પણ ખરી નહીં.
હજી પૂર વધવાની પાકી શક્યતા હતી. અમદાવાદના જૈન અગ્રણીઓ પૂજય આચાર્યશ્રી અંગે ભારે ચિંતા સેવી રહ્યા હતા. શ્રેષ્ઠીવર્ય કસ્તૂરભાઈ લાલભાઇં, જીવાભાઈ પ્રતાપશી, કાન્તિલાલ ઘીયા જેવા રાજનગરના પ્રતિષ્ઠિત શ્રાવકો આચાર્યશ્રીને સ્થળાંતર માટે વિનંતી કરતા હતા. હેલિકોપ્ટરની સહાયથી અન્ય સ્થળે જવા કહેતા હતા.
આચાર્યશ્રીએ કહ્યું, “મારા આયુષ્યનો અંત અહીં જ થવાનો હોય તો નિરતિચાર રીતે સંયમધર્મની આરાધનાપૂર્વક કાળધર્મ પામવા દેજો. પરંતુ વાહનાદિનો ઉપયોગ કરવાની અપવાદ રૂપે પણ છૂટ જાણી નથી. જે સમયે જે સ્થળે જે થવાનું હશે તેમ જ થશે.” આચાર્યશ્રીના દ્રઢ આત્મવિશ્વાસને જોઈને સહુ દંગ થઈ ગયા. ચિંતાગ્રસ્ત શ્રાવકોને સંયમ ધર્મના પ્રભાવનો ખ્યાલ આવ્યો. શ્રાવકોને મોતની ચિંતા હતી, ત્યારે આચાર્યશ્રી તો જીવન અને મૃત્યુને આંબી ગયા હતા.
ધીરે ધીરે પૂરના પાણી ઓસરવા લાગ્યાં. દસેક વાગ્યે પાણી ઊતરી ગયું. વરસાદ અટકી ગયો. આચાર્યશ્રી ત્યાંથી વિહાર કરીને દેવકીનંદન આવ્યા.
આચાર્યશ્રીના જીવનમાં સતત આવી જાગૃતિ જોવા મળતી. કવચિતુ. સ્વાથ્યને કારણે વૈદ્ય ડૉકટર આદિ પાસે સારવાર લેવી પડતી. આમાં નાનામાં નાનો અતિચાર લાગે તો પણ આચાર્યશ્રીનો આત્મા કકળી ઊઠતો. એટલું જ નહીં પણ બીજે દિવસે આયંબિલ આદિથી પ્રાયશ્ચિત્ત કરી લેતા.
ધરણીધર સોસાયટીમાં રહેતા શાંતિભાઈ એમનું ઓપરેશન કરાવવા અમેરિકા ગયા. હૃદયનું ઓપરેશન ઘણું ગંભીર હતું. ડૉકટરોને પણ બહુ આશા નહોતી. જતા અગાઉ તેઓ મહારાજશ્રીના આશીર્વાદ લેવા આવ્યા. ત્યારે એમણે વાસક્ષેપ નાખીને કહ્યું. “તમને કાંઈ નહીં થાય. બસ, નવકાર ગણજો.”
૧૨૯
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધરણીધરમાં પ્રતિષ્ઠાનું મુહૂર્ત માગવામાં આવ્યું. એમણે કહ્યું કે શાંતિભાઇ અમેરિકાથી આવશે પછી આપીશ. હકીકતમાં શાંતિભાઇ અમેરિકામાં અત્યંત જોખમી ઓપરેશન કરાવવા ગયા હતા. શાંતિભાઇ ઓપરેશન કરાવીને હેમખેમ પાછા આવ્યા. આવી જ ઘટના શ્રી યુ. એન. મહેતા (ટોરન્ટ લેબોરેટરીઝ)ના જીવનમાં બની હતી. તેઓને કોર્ડોમા નામનો કેન્સરનો વ્યાધિ થયો હતો. આના ઉપચાર માટે અમેરિકા જતા હતા. ડૉકટરોએ કહ્યું કે આવા દર્દીનું આયુષ્ય બહુ ટૂંકું હોય છે. વધુમાં વધુ છએક માસ. તેઓ પૂજય આચાર્યશ્રી કૈલાસસાગરજી મહારાજના આશીર્વાદ લેવા ગયા, ત્યારે આચાર્યશ્રીએ કહ્યું, “કશો ભય રાખશો નહિ. નવકારનું સતત સ્મરણ કરજો. તમારે તો સંધ કાઢવાનો છે.”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને હકીકતમાં બન્યું પણ એવું કે શ્રી યુ. એન. મહેતા વિદેશની સારવાર લઇને પાછા આવ્યા અને સંઘ કાઢયો.
પૂજય પદ્મસાગરજી મહારાજ દક્ષિણ ભારતની ધર્મયાત્રાએ જતા હતા. પહેલી જ વાર અજાણી ભૂમિ પર તેઓ પ્રવાસ કરી રહ્યા હતા. વળી ત્યાં કોઇ વિશેષ પરિચય પણ નહોતો.
ગુરુદેવના આશીર્વાદ લેવા માટે મહેસાણા ગયા. આ સમયે આચાર્યશ્રી કૈલાસસાગરજીએ કહ્યું કે, “તમે જિનશાસનની સુંદર પ્રભાવના કરશો. તમારો શિષ્યપરિવાર પણ વધશે. એક ડઝન શિષ્યોને લઇને આવશો અને તમારા હાથે ઘણાં જિનમંદિરોની અંજનશલાકા અને પ્રતિષ્ઠા થશે.”
પૂજય પદ્મસાગરજીએ નતમસ્તકે ગુરુના આશીર્વાદ સ્વીકાર્યા. એમને કલ્પના પણ નહોતી કે આટલું બધું થશે, પરંતુ દક્ષિણ ભારતની યાત્રામાં પૂજય પદ્મસાગરજી દ્વારા અપૂર્વ ધર્મભાવના થઇ. અનેક શિષ્યો થયા. જિનશાસનની પ્રભાવના થઇ.
ગુરુદેવના અંતરના આશીર્વાદ એવા હતા કે તેઓ ગુજરાત છોડે તે પહેલાં જ પૂ. પદ્મસાગરજીની પ્રેરણાથી ત્રણ પ્રતિષ્ઠા થઈ. શ્રેષ્ઠીવર્ય શેઠ શ્રી કસ્તૂરભાઇ લાલભાઇએ અમદાવાદમાં અતુલની પ્રતિષ્ઠા એમને હાથે કરાવવાની વિનંતી કરી. બીજી પ્રતિષ્ઠા સૂરત નજીકના તડકેશ્વરમાં થઇ ને ત્રીજી પ્રતિષ્ઠા મુંબઇના વાલકેશ્વરમાં થઇ. આમ એક વર્ષમાં ત્રણ તો પ્રતિષ્ઠા થઇ અને તે પછી પૂજય પદ્મસાગરજી મહારાજનો દક્ષિણનો પ્રવાસ અત્યંત ધર્મપ્રભાવના કરનારો બન્યો.
આ બધી ઘટનાઓ શું સૂચવે છે? આને ચમત્કાર ન કહી શકાય. આચાર્યશ્રીએ પોતે જીવનભર આવા ચમત્કારોનો વિરોધ કર્યો છે. આને આત્મબળનું તેજ કહેવાય. ચારિત્રશીલ પ્રભુપરાયણ આત્મામાંથી જે કંઇ
૧૩૦
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાભાવિક રીતે પ્રગટ થાય છે એ જગતની રચનામાં અને વ્યવહારની પરિસ્થતિમાં ઘણું પરિવર્તન સર્જે છે. આચાર્યશ્રીના જીવનમાંથી આવા અનેક પ્રસંગો સાંપડે છે. અહીં તો માત્ર આત્મબળનાં ઓસનો પરિચય સાંપડે તેટલા પ્રમાણભૂત પ્રસંગો જ આલેખ્યા છે.
૧૩૧
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) શરણું એક સાચું
૧ ૩૨
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાન વિભૂતિની વિશેષતા એ છે કે એમને જયારે પોતાની ભૂલ સમજાય છે ત્યારે માત્ર પશ્ચાત્તાપ કરીને અટકી જતા નથી, પરંતુ બીજાઓ આવી ભૂલ ન કરે તે માટે સક્રિય પ્રયત્ન પણ કરે છે. પોતાના જાગરણનો સહુને લાભ મળે, તેમ વાંછે છે.
પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ તો બીજાની ભૂલ હોય અને પોતે પ્રાયશ્ચિત્ત કરનાર માનવી હતા, જયારે પોતાની ભૂલ અંગે તો તે કેટલો બધો વિચાર કરતા હશે! આથી એમના સાધુજીવનમાં સતત પ્રતિમાજી ભરાવવાની ચાહના દેખાય છે. શક્ય હોય તેટલા પ્રતિમાજીની અંજનશલાકા કરાવવી તેમ જ પ્રતિષ્ઠા કરાવવી, એ અંગે એમનામાં અપાર ઉત્સાહ પ્રગટ્યો હતો. બાર મહિને એક લાખ પ્રતિમાજી ભરાવવાની તેઓ ભાવના રાખતા હતા.
આમ કરીને તેઓ કહેતા કે પોતે ભૂતકાળમાં ભગવંત પ્રતિમાજીની આશાતના કરી છે, તેના દોષમાંથી મુક્ત થવા માટે તેઓએ જયાં જયાં દેરાસરોના જીર્ણોધ્ધાર ચાલતા હોય ત્યાં સુખી-સંપન્ન શ્રાવકોને ઉપદેશ આપીને શ્રાવકો દ્વારા મોટી રકમોનો લાભ લેવડાવતા. છેક અંતિમકાળે પણ તેઓ મેવાડનાં દેરાસરનો જીણોધ્ધાર થાય તેની ભાવના ધરાવતા હતા. આ અંગે તેઓ કહેતા કે ભવાંતરમાં પણ આ પરમાત્મા પ્રત્યે એ પથ્થર છે એવો અંશમાત્ર પણ વિકલ્પ ન આવે તે માટે પ્રતિમાજી ભરાવું છું
તીર્થાધિરાજ શત્રુંજય પ્રત્યે એમને અખૂટ શ્રધ્ધા હતી. એક દિવસ પ. પૂ. આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીએ પૂછયું કે શત્રુંજય મહાતીર્થમાં વગર માંગ્યે ઘણી આવક થાય છે તો તેને બદલે બીજા સ્થળે જયાં જરૂર છે ત્યાં અપાવવા ઉપદેશ આપો તો કેવું? ઘણી વાર તો કોઈને જાણ ન થાય તે રીતે કેટલીયે રકમ તેઓ શત્રુંજય તીર્થાધિરાજને અર્પણ કરવાનો સદુપદેશ કરતા.
આ અંગે પૂ. આચાર્યશ્રીએ કહ્યું કે પોતાના દીક્ષાકાળના આરંભમાં તીર્થાધિરાજ શત્રુંજપ પર ગયા હતા. પરંતુ એ સમયે એમને મૂર્તિપૂજામાં વિશ્વાસ નહોતો. એક વખત આને પથ્થર કહેનારા પોતે કેટલી બધી અશાતના કરી? જે મહાતીર્થ પર સિધ્ધસેન દિવાકર અને કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ જ્ઞાની ભગવંતો સંઘ લઈને આવ્યા, એવા મહાન તીર્થ પ્રત્યે પોતે કેવી દૈષ્ટિ દાખવી? આનો શોક અને પશ્ચાત્તાપ એમના જીવનમાં સતત રહ્યો. એ પછી તો આ તીર્થની યાત્રાએ જતાં એમનું હૈયું નાચી ઊઠતું હતું. શ્રી સિધ્ધાચલજીનું ચૈત્યવંદન લાગણીથી ગદ્ગદિત અવાજે ગાઈ ઊઠતા હતા,
“શ્રી શત્રુંજય સિધ્ધ-ક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે, ભાવ ધરીને જે ચડે, તેને ભવ પાર ઉતારે (૧) અંનત સિધ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય,
૧૩૩
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વ નવાણું રિખવદેવ, જયાં ઠવિઆ પ્રભુ પાય (૨) સૂરજ કુંડ સોહામણો, કવડ જક્ષ અભિરામ, નાભિ-રાયા-કુલ-મંડણો, જિનવર કરૂં પ્રણામ (૩)
તેઓશ્રી વિચારે છે કે આ કેવું ભવ્ય તીર્થ કે જયાં પ્રથમ તીર્થકર અને માનવસંસ્કૃતિના આદિ-સ્થાપક ભગવાન ઋષભદેવ પૂર્વ નવ્વાણું વાર સમોસર્યા હતા! ચોવીસ તીર્થકરોમાંથી શ્રી નેમિનાથ ભગવાન સિવાયના ત્રેવીસ તીર્થકરોએ સકલ તીર્થમાં રાજા સમા શત્રુંજય પરથી વિશ્વને જૈન ધર્મનો સંદેશ આપ્યો.
જેના દર્શન માત્રથી આત્મા મોક્ષે જવાની યોગ્યતા પ્રાપ્ત કરે એવું આ ભવ્ય તીર્થ જોતાં એમનો આત્મા પુલકિત થઈ ઊઠયો! આંખમાં આંસુ સાથે પોતે કરેલા અપરાધનું પ્રાયશ્ચિત્ત કર્યું. તીર્થંકર પરમાત્માને વિનંતી કરી. પોતાને હાથે થયેલા દોષનું વિસર્જન થાય અને આત્મશુધ્ધિનો ઉજાળનારો પંથ મળે. તીર્થાધિરાજ શત્રુંજયની ભારે ભાવવિભોર બનીને પૂજા કરતા હતા.
પોતાના જીવનમાં પૂ. આ. શ્રી. કૈલાસસાગરસૂરિજી મહારાજે લગભગ નવેક હજાર જેટલી પ્રતિમાજીઓની અંજનશલાકા કરાવી હશે. જે કોઈ ગામમાં કે શહેરમાં જેટલી પ્રતિમાજીની જરૂરિયાત હોય તે પ્રમાણમાં પ્રતિમાજી ભરાવવાનો ઉપદેશ આપતા અને શ્રાવકો તેટલા પ્રતિમાજી ભરાવીને તેઓશ્રીના શુભહસ્તે અંજનવિધિ કરાવીને સબહુમાને અર્પણ કરતા. આટલી બધી પ્રતિમાઓની અંજનશલાકા કરાવી, છતાં આજે એકેય પ્રતિમાજી ઉપલબ્ધ નથી. કોઈ ને કોઈ દેરાસરમાં એમની ક્રિયાપૂર્વક પ્રતિષ્ઠા થઈ છે.
લોકોમાં એક એવી ધારણા હતી કે એમના હાથે અંજનશલાકા પામેલી પ્રતિમા આવે તો ગામમાં સુખ, શાંતિ અને આબાદી વધે. ધર્મની ખૂબ પ્રભાવના થાય. વળી કુદરતી રીતે બન્યું પણ એવું કે જયાં જયાં એમના હાથે અંજનશલાકા પામેલા પ્રતિમાજી ગયા, ત્યાં ત્યાં શ્રાવકોની સુખ, શાંતિ અને આબાદીમાં ઘણો વધારો થયો.
આનો એક જ દાખલો જોઈએ તો મિરામ્બિકા રોડ પર આવેલા સુમતિનાથજી જિન દેરાસરની એમણે પ્રતિષ્ઠા કરાવી હતી. આ સમયે ૩૦૦ પ્રતિમાજીની અંજનશલાકા કરી હતી. પોતે જાતે વેદિકામાં આસન જમાવીને બેસતા. ભાવથી મૂર્તિ જુએ, નામ જુએ અને લખે. અંજનશલાકા વખતે પ્રતિમાજીને ભાવપૂર્વક નિહાળતા પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીને જોવા એ એક અનેરો લહાવો હતો. મિરામ્બિકા વિસ્તારમાં મધ્યમ વર્ગના લોકો વસે છે, પરંતુ અહીંના રહીશોએ કહ્યું કે એમના આશીર્વાદથી અમે ઘણા સુખી થયા છીએ.
૧૩૪
નું
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
t
મધ્યમ વર્ગના શ્રાવકોની સોસાયટી હોવાથી મિરામ્બિકાના દેરાસરની પ્રતિષ્ઠા માટે પૂરતું ફંડ નહોતું. આ સમયે મહેસાણાના સીમંધરસ્વામીની પેઢીએ એક લાખ રૂપિયા જિનમંદિર નિર્માણમાં અર્પણ કર્યા. પરંતુ આચાર્યશ્રીના પ્રભાવને કારણે મિરામ્બિકા દેરાસરની પ્રતિષ્ઠાના ત્રીજા દિવસે સારી એવી રકમ ભેગી થઇ અને એકને બદલે દોઢ લાખ રૂપિયા શ્રી સીમંધરસ્વામી જિનમંદિરમાં પાછા મોકલી આપ્યા.
પૂ. આચાર્યશ્રીને સીમંધરસ્વામી તીર્થંકર પરમાત્મા પ્રત્યે દૃઢ અને અપાર શ્રધ્ધા હતી. આ તીર્થંકરદેવ અત્યારે પણ આ લોકમાં વિદ્યમાન છે. તેઓ તીર્થંકરદેવરૂપે ઠેર ઠેર વિચરણ કરીને આજે ધર્મતીર્થની પ્રભાવના કરતા રહીને જગતના જીવો પર મહાન ઉપકાર કરે છે. આ કારણે તો પ્રાતઃ કાળે જૈનસંઘ તેઓનું સ્મરણ કરીને પોતાના જીવનને કૃતાર્થ કરે છે. આવા તીર્થંકર પરમાત્મા આપણી બુધ્ધિને નિર્મળ બનાવીને તેને આત્મસાધના માટે ચાલવાની શક્તિ આપે તેવી ભાવના પ્રત્યેક સાધુ અને શ્રાવકના હૃદયમાં હોય છે. યોગનિષ્ઠ આચાર્યશ્રી બુધ્ધિસાગરસૂરિજીએ આ ભાવનાને સાકાર કરતાં લખ્યું છે,
“શ્રી સીમંધર સ્વામીનું,
શરણું એક સાચું; પ્રેમીમાં પ્રેમી પ્રભુ, તવ વિણ સહુ કાચું. શ્રી સીમંધર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં મહાન ગ્રંથો રચનાર આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિને પ્રાકૃત ભાષાના હેમચંદ્રાચાર્યનું બિરુદ આપવામાં આવ્યું હતું. આવા પૂ. આ. જ્ઞાનવિમલસૂરિજી શ્રી સીમંધરસ્વામી પરમાત્માને વિનંતી કરતાં કહે છે-
“સુણ સીમંધર સાહિબા જી! શરણાગત પ્રતિપાળ, સમર્થ જગ જન તારવા જી, કર મ્હારી સંભાળ, કૃપાનિધિ ! સુણ મોરી અરદાસ, હું ભવે ભવે તુમચો દાસ.
કૃપાનિધિ. કૃપાનિધિ. પૂરો અમારી આશ— કૃપાનિધિ.
હારો છે વિશ્વાસ
—
For Private And Personal Use Only
આવા સીમંધરસ્વામીનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું છે. તેમની કાયા ૫૦૦ ધનુષ્ય જેટલી વિશાળ છે. ૮૩ લાખ પૂર્વ સુધી રાજપાટ ભોગવીને એમણે સંસારનો ત્યાગ કર્યો. દીક્ષા લીધા પછી એક હજાર વર્ષ સુધી સાધના અને
૧૩૫
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
MOJ
આJ
તપશ્ચર્યા દ્વારા ઘાતી કર્મોનો નાશ કર્યો અને તેઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એમનો દીક્ષાપર્યાય એક લાખ પૂર્વનો છે. એમાંથી એક હજાર વર્ષ બાદ કરતાં, બાકીનાં વર્ષો સુધી તેઓ ધરતી પર જિનેશ્વરદેવ તરીકે વિચરતા રહીને ધર્મતીર્થની પ્રભાવના કરશે. આવા સીમંધરસ્વામી પ્રત્યે પૂ. આચાર્ય બુધ્ધિસાગરસૂરિજી જેટલી જ ભાવના પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીને હતી. પૂ. યોગનિષ્ઠ આચાર્ય બુધ્ધિસાગરજીની “કરુણાવતને વિનતી' કાવ્યમાં જે ભાવના જોવા મળે છે તે જ પૂ. આ શ્રી કૈલાસસાગરસૂરિજીના હૃદયમાં અહર્નિશ ગુંજતી હતી. આમાં યોગનિષ્ઠ આચાર્ય બુધ્ધિસાગરસૂરિજી સીમંધરસ્વામી પરમાત્માને ઉદ્દેશીને કહે છે–
“સીમંધર જિનરાજ! કૃપાળુ તારજો, જન્મ-જરાના દુ:ખથી, પ્રભુજી! ઉગારજો; વિદ્યમાન પ્રભુ વાત હૃદયની જાણતા, સાચા સ્વામી સુખકર વિનતિ માનતા. કાળ અનાદિ મોહવશે બહુ દુ:ખ લહ્યાં, ચાર ગતિનાં દુ:ખ વિચિત્ર બહુ સહ્યાં; મોહ વશે ધામધૂમમાં ધર્મપણું રહ્યું, શુધ્ધ સ્વરૂપ સ્યાદ્વાદ તત્ત્વથી સહ્યું. ગાડરિયા પ્રવાહમાં દૃષ્ટિરાગે રહ્યો, બાહ્ય ક્રિયારુચિ ધામધૂમમાં હું પડ્યો લોકોત્તર જિનધર્મ પરખીને નવિ લહ્યો ગુરુગમ જ્ઞાન વિના હું ભવોભવ આથડ્યો. ૩ પ્રભુ! તુમ શાસન પુણ્યથી પામી મેં જાણીયું, મિથ્યા દર્શન જોર કુમતિનું વ્યાપીયું, પરનું સત્ય સ્વરૂપ જિનેશ્વર-ધર્મનું રહેશે જોર હવે કેમ આઠે કર્મનું? તુજ કરુણા એક શરણ સેવકને જાણશો, જાણી બાળક હારો કરુણા આણશો, હારે શરણું એક જિનેશ્વર જગધણી, તારો કરુણાવંત! મહેશ્વર! દિનમણિ! બુધ્ધિસાગર બાળ તુમારો કરગરે, સાચા-સ્વામિ-પસાથે સેવક સુખવરે ઉપાદાનની શુધ્ધિ પ્રભુતા જાગશે,
જીત-નગારૂં અનુભવજ્ઞાને વાગશે.” પૂ. આચાર્યશ્રી વારંવાર કહેતા કે મારે દેવલોકમાં જવું નથી. મારે તો
૧૩૬
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીમંધરસ્વામી પાસે જવું છે. એમની પાસે જઇને દીક્ષા લેવી છે. તેઓ કહેતા કે મારા ગુરુ કહેશે કે તારે જીવનપર્યંત આયંબિલ કરવાનું છે તો કરીશ. આમ કહીને હસતાં-હસતાં બાળક જેવી સરળતાથી એમ પણ કહેતા કે, ‘પચ્ચખાણમાં કદી પોલ નહિ ચલાવું.
પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીનો ચાતુર્માસ મહેસાણામાં હતો ત્યારે એક રાત્રે એમની તબિયત બગડી. ઘણી ઊલટીઓ થઇ. લોહીનું દબાણ ઘણું નીચું થઇ ગયું. એ સમય દરમિયાન પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજને એક વિલક્ષણ અનુભવ થયો, એમને એવો ભાસ થયો કે તેઓ પોતે મહાવિદેહ ક્ષેત્રમાં ગયા છે, જેમની અહર્નિશ આરાધના કરી એવા સીમંધરસ્વામી એમને ત્યાં મળ્યા અને કહ્યું કે તારો મોક્ષ અહીં થવાનો છે.
આવા વિરલ સ્વપ્નથી પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીના હૃદયમાં આનંદની ભરતી ઊઠી આવી. આખું અંતર ઉત્સાહથી ઊભરાઇ ગયું. ભાવનાથી છલકાઇ ઊઠયું. એમણે વિચાર કર્યો કે આ કેવું અપૂર્વ સ્વપ્ન કહેવાય!
આચાર્યશ્રી પોતાની સાધનામાં ઊંડા ઊતરી ગયા. સીમંધરસ્વામીનું ચિંતન કરવા લાગ્યા. એમણે વિચાર કર્યો કે બીજાં તો ઘણાં તીર્થ છે, પણ સીમંધરસ્વામીનું કોઇ તીર્થ નથી. આથી સીમંધરસ્વામીનું તીર્થ થાય એવી મનમાં ઉત્કટ ભાવના જાગી. આચાર્યશ્રીએ આ તીર્થ કરવાનું નક્કી કર્યું. તે સ્થળ તો મહેસાણા ગામથી બે કિલોમીટર દૂર હતું. એની આજુબાજુ બાવળિયાની ગીચ ઝાડી હતી. આટલે બધે દૂર કઇ રીતે દેરાસર થઇ શકે? વળી આવી જગ્યાએ દેરાસરની જાળવણી કરવી પણ કઠિન હતી. પરમાત્માની પૂજા કરવા કોણ આવશે એવો પણ કોઇએ સવાલ કર્યો.
આચાર્યશ્રીએ કહ્યું કે, “મારે તો અહીં જ દેરાસર કરવું છે. રાજય ધોરીમાર્ગ પર આવેલા આ દેરાસરની દૂર દૂર આકાશમાં ઊંચે લહેરાતી ધજાને જોઇને સહુને જિજ્ઞાસા થવી જોઇએ કે આ ધજા ક્યા દેવમંદિર પર લહેરાતી હશે? એનું ઊંચું શિખર જોઇને એના હૈયામાં દૂરથી જ દર્શન કરવાની પુણ્યભાવના જાગવી જોઇએ. આચાર્યશ્રીએ કહ્યું કે ધોરીમાર્ગ પરથી આવતાં જતાં લોકો અહીં વિશ્રામ લે, પ્રભુભક્તિ કરે, માટે દેરાસર તો અહીં જ કરવું
છે.
શ્રાવકોમાં પણ દેરાસર અંગે જાતજાતની ચિંતા જોવા મળતી હતી, પણ આચાર્યશ્રીમાં અપાર શ્રધ્ધા હતી. આચાર્યશ્રીએ કહ્યું, “તમે કશી ચિંતા ન કરો. બધું આનંદમંગળ થશે.”.
ન
ઓછાબોલા આચાર્યશ્રીના આટલાં વાક્યો સૂઝવાળા શ્રાવકોને પૂરતાં થઇ રહ્યા. એમણે શિલ્પશાસ્ત્રમાં “કૈલાસપ્રાસાદ” કહેવામાં આવે છે તેવા મંદિરની
૧૩૭
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોજના કરી. કૈલાસ પર્વતના જેવું ઉન્નત અને વિશાળ દેવમંદિર એવો આનો ભાવ છે.
આચાર્યશ્રી મહેસાણાથી અમદાવાદમાં આવ્યા. દસ લાખના ખર્ચથી તૈયાર થનારા વિશાળ અને ભવ્ય દેરાસરનું આયોજન કર્યું. આચાર્યશ્રીએ કોઈ કામ પોતાને માથે રાખીને કર્યું નથી. તેઓ તો માત્ર પ્રેરણા આપતા. આનું કારણ એ કે સંસ્થાના કામમાં ઘણું સહન કરવું પડે. સાધુની આરાધનામાં પણ અંતરાય ઊભો થાય અને તેથી તેઓ માત્ર પ્રેરણા આપીને અટકી જતા, પણ પ્રેરણાના પ્રતાપે કામ સાકાર થતું. એમણે. રમણભાઈ શાહ, ચંપકભાઈ હરડે તથા નિવૃત્તિ ભોગવતા સુમતિભાઈ આદિને મહેસાણાની જવાબદારી સોપી. એમના એક શિષ્યરત્ન તે શ્રી કલ્યાણસાગરસૂરિજી મહારાજને પણ સીમંધરસ્વામી પર અન્નય શ્રધ્ધા હતી. તેઓના અંતરમાં પણ આવી જ ભાવનાનો પ્રતિઘોષ થયો. એમાં પૂ. પદ્મસાગરજી મહારાજની ઉત્કટ ભાવના અને અદમ્ય તમન્ના પણ સહયોગી બની.
આ ત્રિપુટીના પ્રયત્નોને પરિણામે મહેસાણાનું વિશાળ જિનમંદિર તૈયાર થયું. શ્રી સીમંધરસ્વામી તીર્થકરની પ્રશમરસ વરસાવતી ૧૪૫ ઈંચ જેટલી ઊંચી અને લગભગ ૨૩ ટન વજનની પ્રતિમાજી તૈયાર કરવામાં આવી. આટલી ભવ્ય મૂર્તિ માટે વિશાળ પથ્થર મેળવવાનો જે મહાપ્રયાસ કરવો પડ્યો એનો પણ આગવો ઈતિહાસ છે. - પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજની ભાવના એવી હતી કે ઓછામાં ઓછી ૧ર૧ ઈચની સીમંધરસ્વામીની પ્રતિમા તૈયાર કરવી. આને માટે આટલો મોટો અખંડ પથ્થર મળે કઈ રીતે? એમણે જયપુરના કારીગરોને બોલાવ્યા. કારીગરોએ કહ્યું કે ડાયનેમાઇટથી પથ્થર કાઢવો પડે. એ કેટલો મોટો નીકળે તે વિશે કશું નકકી ન કહેવાય. - પૂ. કૈલાસસાગરસૂરિજી કહે કે મારે તો ૧૨૧ ઈચની પ્રતિમા કરવી છે અને તેને માટે અખંડ પથ્થર જોઈએ છે. જયપુરના કારીગરોએ કહ્યું કે અમે પથ્થરના કદ અંગે કોઈ બાંહેધરી આપીએ નહિ. એક ભાઈએ કહ્યું કે હું ૧૨૧ ઈચની પ્રતિમા થાય તેવો પથ્થર આપીશ. દોઢેક વર્ષ રાહ જોઈ પણ એ પથ્થર મેળવી શક્યા નહિ. એક વાર જયપુરથી તાર આવ્યો કે પથ્થર મળ્યો છે. તમે અહીં આવો. સુમતિભાઈ તથા આર. ડી. શાહ જયપુર ગયા અને કહ્યું કે પથ્થર બતાવ એટલે રકમ આપી દઈએ. પેલા કારીગરે કહ્યું કે એ પથ્થર તો મકરાણામાં છે. તમે પૈસા આપોહું સોદો કરી લઈશ. તમે આવશો તો વધુ ભાવ લેશે.
કારીગરની વાત કોઈએ મંજૂર રાખી નહિ. પથ્થરમાં તડ પડી હોય તો
૧૩૮
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું? જોયા વિના તો પૈસા ન અપાય. પેલો મકરાણા લઈ ગયો, પણ એવો પથ્થર મળ્યો નહિ. આ સમયે પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી સુરત હતા. એમને આ વાત કરી. એમણે કહ્યું કે જાહેરાત થઈ ગઈ છે. આવો પથ્થર કોઈ પણ હિસાબે મેળવવો જ પડે.
કૈલાસસાગરસૂરિજીએ કહ્યું, “હું મુહૂર્ત કાઢી આપું છું. આ મુહૂર્ત જજો. એ વખતે એ જે કિંમત કહે તેમાં થોડા રૂપિયા વધારીને આપજો. એને કસશો નહીં, બલ્ક એની પ્રફુલ્લતા જોજો.”
આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીએ મુહૂર્ત કાઢી આપ્યું. ફરી સુમતિભાઈ હરડે અને એમના સાથીઓ મકરાણા ગયા. બધા કોન્ટ્રાક્ટરોને ભેગા કર્યા. પરંતુ સહુએ કહ્યું કે આટલો મોટો પથ્થર કાઢવો શક્ય જ નથી. ચારે બાજુ નિરાશા ઘેરાઈ વળી.
એવામાં રાતના બાર વાગ્યે એક મુસલમાન કોન્ટ્રાક્ટર આવ્યો. બીજા કરતાં એણે એક જુદી યોજના બતાવી. એણે કહ્યું કે માત્ર સુરંગો ફોડવાથી આટલો વિશાળ પથ્થર મળવો શક્ય નથી. એને માટે બીજો ઉપાય કરવો પડે. જેટલા માપનો પથ્થર જોઈતો હોય તે માપને નજરમાં રાખીને ચારે બાજુ ઝરી (કાણા) પાડવામાં આવે અને પછી એને નીચેના તળથી છૂટો પાડવા માટે સુરંગનો ઉપયોગ થઈ શકે. જોકે આમાંય એણે એવી દહેશત બતાવી કે સુરંગને કારણે કદાચ પથ્થરમાં તિરાડ પણ પડે. આમ છતાં એણે આ ચાતુર્યપૂર્ણ સાહસ કરવાનું માથે લીધું. એણે કહ્યું કે તમારા ભગવાન અને મારા ખુદા મદદ કરશે તો આ કામ જરૂર પાર પડશે.
પૂજય આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબની સૂચના મુજબ તેની સાથે કરાર કર્યો. કોન્ટ્રાક્ટરે એનું કામ શરૂ કર્યું. ૩૮ ફૂટ લાંબા પથ્થર પર ઝરી (કાણા) પાડવાનું કામ ઘણો સમય લે તેવું હતું. વળી એમાં સફળતા મળે કે નિષ્ફળતા તે પણ સવાલ હતો. ઘણા સમય સુધી આ કામ ચાલ્યું અને હવે કસોટીનો તબક્કો શરૂ થયો. ચારે બાજુ ઝરી પાડી પથ્થર તોડયો તો ખરો, પરંતુ હવે એને તળિયેથી છૂટો પાડવા સુરંગ ફોડવાની હતી. કોન્ટ્રાકટરે સુમતિભાઈને આ કામ જોવા માટે મકરાણા આવવા જાણ કરી. આચાર્યશ્રી કૈલાસસાગરજીના આશીર્વાદ લઈને સુમતિભાઈ આવ્યા. તેમણે એક ભાઈ પાસેથી પંચતીર્થની મૂર્તિ અને સિધ્ધચક્રજી મેળવ્યા અને એને ત્યાં આચાર્યશ્રીની સૂચના મુજબ સ્નાત્ર ભણાવ્યું. દેવોને આહ્વાન કરવાની વિધિ આચાર્યશ્રીએ સમજાવી હતી તે પ્રમાણે કરી. પથ્થર પર ચારે બાજુ નમણનો છંટકાવ કર્યો અને સુરંગ મારવાનું કામ શરૂ કર્યું. - પથ્થરની ત્રણ બાજુ સુરંગો મારવામાં આવી. મુસલમાન કોન્ટ્રાકટરને લાગ્યું કે વિશાળ પથ્થરને ત્રણ બાજુથી છૂટો પાડવામાં એને ફતેહ મળી છે.
૧૩૯
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એનો વિશ્વાસ વધ્યો. એને થયું કે ચોથી બાજુ સુરંગ ફોડીશ તો વાંધો નહીં આવે. સુરંગ ફૂટી અને પેલો મુસલમાન કોન્ટ્રાકટર ભાવાવેશમાં નાચી ઊઠયો. આખી જિંદગી મોટા મોટા પથ્થરો કાઢવાનું કામ કર્યું પણ કયારેય આટલો વિશાળ પથ્થર જિંદગીમાં કાઢયો ન હતો. આ પથ્થર જોવા માટે આખું ગામ હેલે ચડયું. બધા મનોમન પરમાત્માનો આભાર માનવા માંડયા.
આ ખાણ મકરાણાથી છ માઈલ દૂર હતી. ખાણ પાસે બોરવડ ગામ હતું. પથ્થરનું વજન ઓછું કરવા કારીગરોએ અંદર જ ઘડવો શરૂ કર્યો. છ ઈચના ચડાવા રાખીને મૂર્તિના આકારનો પથ્થર ઘડી દીધો. એક મહિનાની મહેનત પછી ધકકો કરીને પથ્થર ઉપર લાવ્યા. ત્રીસ ટનના આ પથ્થરને લઈ જવો કઈ રીતે ? આનું કારણ એ હતું કે આસપાસ બધે રેતી જ રેતી હતી. પગ ઊડે સુધી ખુંપી જાય તેટલી રેતી હતી .આવી રેતીમાંથી પથ્થરને લઈ જવો કઈ રીતે? પથ્થર લઈને ટ્રક દ્વારા બહાર નીકળવું મુશ્કેલ હતું. એમાં પૈડું ફસાય તો અંદરનું વજન બહાર ગબડી પડે ! ટ્રાન્સપોર્ટવાળા પાસે ગયા તો એણે ટ્રક આપવાની ચોખી ના પાડી. ક્રેઈનવાળા પાસે ગયા તો એમણે ક્રેઈન આપવાની ના પાડી. દરેકને ભય હતો કે આવા રેતાળ રસ્તે જવું જ મુશ્કેલ. ખાલી ટ્રકના પૈડાં ખૂંપી જાય, ત્યાં વજનદાર પથ્થર સાથેની ટ્રકની તો શી દશા થાય ?
આખરે માણેકલાલ સવાણીને વાત કરી. એમને આચાર્યશ્રી પર અતૂટ શ્રધ્ધા હતી. એમણે કહ્યું કે ગમે તે સંજોગોમાં પણ હું આ કાર્ય પાર પાડીશ. તમામ જરૂરી સાધનોથી સજજ એવું મોટું ટ્રેઇલર એમણે મોકલ્યું. ટ્રેઇલર પર પથ્થર ચડાવ્યો. ટ્રેઇલર ચાલ્યું પણ ખરું પરંતુ અડધો માઈલ પસાર થયો હશે કે ટ્રેઈલરનાં પૈડાં રેતીમાં ફસાઈ ગયા.
ટ્રેઇલરમાંથી પથ્થરને બહાર કાઢી રસ્તો પસાર કરી શકે તેમ હતું પણ પછી પથ્થરનું કરવું શું? એક બીજો ઉપાય કર્યો. ચાર આની જાડી લોખંડની પ્લેટ મેળવીને રેતી પર મૂકી. અને પછી તેના પર ટ્રેઇલર ચલાવ્યું તો પણ નિષ્ફળ. જાડા સ્લીપરો મૂકી પ્રયત્ન કર્યો તો તેમાં પણ સફળતા મળી નહીં. છેવટે એક નવો ઉપાય અજમાવ્યો. રેતી પર ઘાસ પાથરવામાં આવ્યું અને ઘાસ પર ટ્રેઇલર દોડતાં સફળતા મળી. આખરે ઘાસ નાખીને સાડા ચાર માઈલનો રેતીભર્યો રસ્તો ટ્રેઈલરે પસાર કર્યો.
વિશાળ પથ્થર સાથે રેતાળ રસ્તો પસાર કરતાં છ દિવસનો સમય લાગ્યો. હજી કસોટી બાંકી હોય તેમ એક બીજી મુશ્કેલી ઊભી થઈ. મકરાણા ગામનો રસ્તો દસ ફૂટનો હતો અને ટ્રેઇલર તથા તેના પરના પથ્થરનું માપ અગિયાર ફૂટનું હતી. હવે એ રસ્તેથી કઈ રીતે પસાર થવું ? એક જ શકયતા હતી કે નજીકના મકાનની થોડી પછીતનો ભાગ તોડવામાં આવે તો જ પથ્થર સાથે ટ્રેઈલર પસાર થાય તેમ હતું. આની રજા તો કોણ આપે ? આ માટે મકરાણા
૧૪)
--
-
-
-
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્યુનિસિપાલિટીના ચેરમેનને સહુ મળવા ગયા. એમને ખાતરી આપી કે અમે મકાનનો જે ભાગ તોડીશું તે નવેસરથી બાંધી આપીશું. આવી ખાતરી અને જામીન પછી મકાનની પછીત તથા કમ્પાઉન્ડની દીવાલ થોડી તોડવામાં આવી. ટ્રેઇલર એ રસ્તેથી પસાર થયું. લગભગ છ દિવસને અંતે આ કામ શાસનદેવની અનહદ કૃપાને કારણે પાર પડયું.
આ દિવસોમાં મહેસાણામાં અપૂર્વ ઉત્સાહ પ્રવર્તતો હતો. સહુ તીર્થંકર પરમાત્માને પ્રાર્થના કરતા હતા. ક્યાંક નમસ્કાર મંત્રની ધૂન ચાલતી હતી. પોળે પોળે આબિલ થતાં હતાં.
આ કપરી કામગીરી બજાવતી વખતે સુમતિભાઇ સ્વસ્થ હતા, કારણકે એશ્રધ્ધાળુ હતા. તેઓમાનતા કે પૂજય કૈલાસસાગરજી વચનસિધ્ધ સાધુ છે. ભલે આપત્તિઓ આવે, કસોટીઓ થાય, થોડો સમય કામ મુશ્કેલ લાગે, પણ અંતે તો ઉપાય મળવાનો જ. કામ તો પાર પડવાનું જ, અને પડયું પણ!
૧૬૭ ફૂટ ૫ ઈંચ લાંબું, ૯૭ ફૂટ અને ૧ ઈંચ પહોળું અને ૧૦૭ ફૂટ અને ૧ ઈંચ ઊંચું જિનાલય તૈયાર થયું. એના ધ્વજદંડ સાથે એની ઊંચાઇ ૧૨૫ ફૂટ અને ૧ ઈંચ જેટલી થાય છે. આ પરથી આ જિનપ્રાસાદની વિશાળતા અને ભવ્યતાનો ખ્યાલ આવે છે.
આ જિનાલયની કોણ પૂજા કરશે એવો એક સમયે પ્રશ્ન હતો, પરંતુ વિશાળ જિનમંદિર તૈયાર થતાં આજુબાજુ અનેક ધર્મશાળાઓ અને સોસાયટીઓ થઇ ગઇ અને આજે તો એ ભવ્ય સીમંધરસ્વામી તીર્થમાં પૂજા કરનારાઓની ભીડ જામે છે. આ જિનાલય માત્ર ત્રણ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં તૈયાર થઇ ગયું. એનો ભૂમિ-ખનન-વિધિ વિ. સં. ૨૦૨૫માં વૈશાખ સુદી બીજ અને શુક્રવારના શુભ દિવસે કરવામાં આવ્યો. એ જ વર્ષે વૈશાખ સુદી સાતમ અને ગુરુવારે જિનાલયનો શિલા-સ્થાપનવિધિ કરાયો. વિ. સં. ૨૦૨૭ના ફાગણ સુદ આઠમના શુભ ચોઘડિયે મૂળનાયક સીમંધરસ્વામીની વિરાટ પ્રતિમા માટે મેળેવેલા આરસના વિશાળ શિલાખંડને વિધિપૂર્વક ગર્ભગૃહમાં પધરાવવામાં આવ્યો. વિ. સં. ૨૦૨૮ના બીજા વૈશાખ સુદ છઠ્ઠ, ગુરુવારે પ્રાત:કાળે મંગળ મુહૂર્ત જિનબિંબોનો પ્રાણપ્રતિષ્ઠાવિધિ કરવામાં આવ્યો.
માઘ મહિનાની કડકડતી ઠંડીના દિવસો હતા. આચાર્યશ્રી આ સખત ઠંડીમાં કડીથી મહેસાણા તરફ આવી રહ્યા હતા. પ્રેશરનું દર્દ એમને પરેશાન કરતું હતું. વારંવાર લો-પ્રેશર થઇ જતું હતું. એવામાં એકાએક એમના હાથ પર લકવાની અસર થઇ. મહેસાણાના દેરાસરની ઘણી કામગીરી બાકી હતી. એમણે કોઇને કશું કહ્યુ નહિ ! માત્ર સીમંધરસ્વામીને પ્રાર્થના કરી, “હે પ્રભુ! હજી ઘણું કામ બાકી છે. મને સ્વસ્થ કરી દેજો.”
પરમાત્માને આવી વિનંતી કરીને એમણે હાથ પર માલિશ કરવાનું શરૂ કર્યું.
૧૪૧
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધીરે ધીરે લકવાની અસર દૂર થઈ. તેઓ સાજા થઈ ગયા.
એ પછી એક ડૉકટર એમને તપાસવા આવ્યા. તપાસતાં માલુમ પડયું કે તેમનો હાથ લકવાગ્રસ્ત બન્યો હોય તેમ લાગતું હતું. ડૉકટરે પૂછ્યું, “શું તમને લકવા થયો હતો ખરો ? કંઈ દવા કરી હતી ? ” પૂ. આચાર્યશ્રીએ કહ્યું, “થોડા દિવસ પહેલાં જ દવા કરી હતી”,
ડૉકટરે વધુ વિગત માંગતા પૂછયું, “દવામાં શું શું લેતા હતા? કઈ કંપનીની ટેબલેટ્સ ઉપયોગમાં લીધી હતી ?”
પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીના વિશાળ મુખ પર સ્મિત ચમકી ઊઠયું એમણે કહ્યું, “મારી પાસે તો પ્રભુના નામની દવા છે, પછી બીજી દવાની જરૂર શી? ".
પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીના શરીરને રોગો ઘેરી વળ્યા હતા, પરંતુ આત્મબળને આધારે જીવનારા આવી પરવા કરે ખરા ? એવામાં શ્રી સીમંધરસ્વામીતીર્થની પ્રતિષ્ઠાનો પ્રસંગ આવ્યો. એ સમયે સાધક આચાર્યશ્રીએ નકકી કર્યું હતું કે રાત્રે સૂઈને પડખાં બદલવાં એમાં પણ હિંસા થાય છે. આખી રાત એક જ પડખે સૂવાનું નકકી કર્યું. ઓઢવા-પાથરવા માટે તો માત્ર એક કામળી રાખે. ઓશીકાની તો વાત જ શી ? એક હાથ માથા નીચે રાખીને સંથારી જાય. આ સમયે એમને જમીનમાંથી ઠંડી લાગી ગઈ. જમણો હાથે કામ કરતો અટકી ગયો. ડૉકટરે કહ્યું કે લોહીનું પૂરું પરિભ્રમણ થતું નથી. લકવાની અસર થઈ ગઈ છે. પ્રતિષ્ઠાના દિવસો આવ્યા. આચાર્યશ્રીને થતું કે સ્વહસ્તે અંજનશલાકા કરી શકું તો મારું કેટલું ભાગ્ય પણ અંજનશલાકા કરી શકાશે ખરી ? વિકલાંગ હોય કે દેહમાં કાંઈ ખોડખાંપણ હોય તો અંજનશલાકા થઈ શકે નહીં. જો જમણા હાથની આવી સ્થિતિ હશે તો અંજનશલાકા શકય નથી.
એ સમયે મહેસાણાની શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના શિક્ષક પુખરાજજી અમીચંદજી કોઠારી આચાર્યશ્રીને મળવા આવ્યા.
આચાર્યશ્રીએ એમની પાસે અભ્યાસ કર્યો હતો એટલે પુખરાજજીને પોતાના વિદ્યાગુરુ માનતા હતા. આ સમયે પુખરાજજીએ આચાર્યશ્રીને લકવાની અસર હોવાથી શાતા પૂછી, ત્યારે એમણે કહ્યું
“મૃત્યુ તો કોઈક દિવસ આવવાનું છે એને માટે હું તૈયાર છું. પરંતુ સીમંઘરસ્વામીની પ્રતિમાજીને અંજનશલાકા અને પ્રતિષ્ઠાનો તારક પુણ્યપ્રસંગ નિર્વિઘ્ન સાનંદ સંપન્ન થાય એટલે સંતોષ.”
આમ સીમંધરસ્વામી પ્રત્યેની એમની ભકિત સતત પ્રગટ થતી હતી. બીજા વૈશાખ સુદ છઠના દિવસે સીમંધરસ્વામીની ભવ્ય પ્રતિમાજીનો મહા
૧૪૨
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
મંગલકારી અંજન-પ્રતિષ્ઠા વિધિ કરવાનો હતો, પણ પોતાના જમણા અંગે પક્ષાઘાતની અસર હતી. એ હાથથી પેન્સિલ પકડવા જાય તો પકડમાં ન આવે. અંગોપાંગમાં સહેજ ખોડખાંપણ હોય તેનાથી અંજન-પ્રતિષ્ઠા વિધિ ન થઈ શકે. આવી પરિસ્થિતિમાં પૂજય આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીએ પ્રતિક્રમણ કર્યા બાદ દેવાધિદેવ શ્રી સીમંઘરસ્વામી પરમાત્માને મનોમન પ્રાર્થના કરીને પૂછયું કે મારે કરવું શું? ભારે તન્મયતાપૂર્વક એ પ્રાર્થના અને પૃચ્છા હતી. પૂ આચાર્યશ્રીને અર્ધજાગૃત અને અધનિદ્રા જેવી તંદ્રાવસ્થામાં ભર્યા સમવસરણમાં બિરાજમાન શ્રી સીમંધરસ્વામીના સાક્ષાત્ દર્શન થયા. એમણે વિનંતી કરી, “હે ભગવન્! પક્ષાઘાતની અસર ટળે તો જ મારાથી આ વિધિ થઈ શકે. મેં મારી જાત માટે જીવનમાં કોઈ પ્રાર્થના કરી નથી, પણ આ ધાર્મિક પ્રસંગ નિર્વિબે પૂર્ણ થાય એટલા પૂરતી જ મારી આ પ્રાર્થના છે.” તે જ ક્ષણે દેવાધિદેવના મહાપ્રભાવથી આચાર્યશ્રી પક્ષાઘાતની અસરથી સર્વથા મુકત થયા.
આ પ્રાર્થના દસેક મિનિટ ચાલી હશે. પક્ષાઘાત અને અંજનપ્રતિષ્ઠા વિધિની વચમાં ત્રણેક મહિનાનો ગાળો હતો. એશી ટકા અસર ઓછી થઈ ગઈ હતી. પરંતુ બાકીની અસર પણ પ્રાર્થના કરતાં પરમાત્માના મહાપ્રભાવે ટળી ગઈ. તદ્દન સ્વસ્થ અને પક્ષાઘાતની અસરથી સાવ મુકત એવા આચાર્યશ્રીએ અંજનપ્રતિષ્ઠા વિધિ કરી. દેવાધિદેવ સીમંઘરસ્વામીની અનહદ કરુણાની વાત કરતાં તેઓ લાગણીવિભોર બની જતા અને બોલી ઊઠતા, “ઓહ, પરમાત્માની કેવી અસીમ કરુણા !”'.
મહેસાણામાં આ ભવ્ય મહોત્સવની ઉજવણી*ખૂબ હર્ષ અને ઉલ્લાસપૂર્વક થઈ. આવી ઉજવણી પાછળ પણ અમીટ ધર્મશ્રધ્ધાનાં કેવાં ચિહ્નો પડેલાં હોય છે તે આમાં દેખાય છે.
પૂ. આચાર્યશ્રીએ પછી વાડજથી છેક સરખેજ સુધી ધર્મની ચિરસ્મરણીય ભવ્ય પ્રભાવના કરી, આર્થિક સ્થિતિએ મધ્યમ વર્ગના શ્રાવકોના આ વિસ્તારમાં એમણે અનેરી ધર્મજાગૃતિ આણી. શૂન્યમાંથી સૃષ્ટિ ઊભી કરી. વિજયનગર, અંકુર સોસાયટી, મિરામ્બિકા સોસાયટી, નારણપુરા, દેવકીનંદન, આંબાવાડી, નવપદ સોસાયટી, ધરણીધર અને એક વાસણા પાસેના ગોદાવરી ફલેટ સુધી જિનાલયોનું નિર્માણ અને અંજનપ્રતિષ્ઠાઓ તેઓશ્રીના ઉપકારની જ ફલશ્રુતિ છે. આ વિસ્તારમાં મધ્યમ આર્થિક સ્થિતિ ધરાવતા શ્રાવકો હોવા છતાં યાદગાર પ્રતિષ્ઠા-મહોત્સવો યોજયા. આચાર્યશ્રીના વરદ હસ્તે ત્રેવીસ અંજનશલાકાઓ, જિનમંદિરની પ્રતિષ્ઠાઓ અને અનેક જિનમંદિરના જીર્ણોધ્ધારો થયા. ઉપધાન તપની સોળ આરાધનાઓ અને પાંચેક છરી પાળતા સંઘો જેવા શાસનપ્રભાવનાનાં અગણિત કાર્યો કર્યા
૧૪૩
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમને હાથે અનેક જિનમૂર્તિઓની અંજનશલાકા થઈ. આની પાછળ એમની અજોડ પુણ્યાઈનું બળ હતું.
એમણે કેટલાં જિનમંદિરો બનાવ્યાં, કેટલાં જિનમંદિરો કે ઉપાશ્રયો બનાવવાની પ્રેરણા આપી કે કેટલાં ઉપધાન તપ કરાવ્યાં, એના આંકડા પરથી આપણે આ સાધક વિભૂતિનું સાચું માપ કાઢી શકીએ નહિ. કિનારે ચાલવાથી સામાન્ય હકીકતો હાથ લાગે છે. સાગરની સપાટીને ભેદીને એની ભીતરમાં રહેલાં મોતીની માફક એમના વ્યકિતત્વના મહાન ગુણો જ એમનો સાચો પરિચય છે. એમનું શુધ્ધ, સંયમમય જીવન જ સહુને માટે દીવાદાંડીરૂપ હતું.
એમની દેવદ્રવ્યની ચીવટ અનોખી હતી. આચાર્યશ્રી બુધ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજનો “શુધ્ધ ઉપયોગ” ગ્રંથનું અનેક વાર અધ્યયન કર્યું હતું. મહેસાણાના સીમંઘરસ્વામી મહાતીર્થમાં હોય ત્યારે તીર્થ સંચાલિત ભોજનાલયની ગોચરી વાપરતા ન હતા. દેરાસરમાં ચઢાવેલા ચોખા જાયે અજાણ્ય ખરીદીને શ્રાવકથી લવાઈ ગયા હોય અને ગોચરીમાં આવી જાય તો તે વાપરવાથી બુધ્ધિ દોષિત બને. અધ્યવસાય મંદ બને. આવી સમજ અને સાવધાનીને કારણે જ ચોખા ન વાપરવાનો એમણે અભિગ્રહ કર્યો હતો. આ જ કારણે એમણે બદામ અને પાછળથી ફળનો ત્યાગ કર્યો. કોઈ પંડિત, કોઈ ડોળીવાળા કે કોઈ માણસને પગાર અપાવવો હોય તો તે રકમ કદી પેઢીમાંથી અપાવે નહિ. કોઈ વસ્તુ પેઢીમાં પોતાને નામે નોંધાય તે એમને સહેજે પસંદ નહોતું. આથી એક પણ પૈસાનો ખોટો ખર્ચ થાય તેના તેઓ વિરોધી હતા. કોઈ શ્રાવક પંડિતના પગાર માટે રકમ આપી જાય. પંડિતજી તે રાત્રિએ ન આવે તો સૂર્યાસ્ત પછી તે રકમ દેવદ્રવ્ય ખાતે અર્પણ કરાવી દેતા હતા.
પોતાને કારણે કોઈ રકમ એક રાત્રિ પુરતી પણ રહે તો તેમાં પરિગ્રહનો દોષ જોતા હતા. પોતાના નિમિત્તથી એક પૈસો પણ એક રાત રાખવામાં માનતા નહિ, આથી આવી રકમ તેઓ દેવદ્રવ્યમાં આપી દેતા જે જીણોધ્ધારમાં વપરાતી. આવી રીતે અંદાજે એક લાખ પચાસેક હજાર રૂપિયાથી અધિક પગારની રકમ દેવદ્રવ્યમાં અપાવી દીધી હશે. દેવદ્રવ્ય પ્રત્યે એમને અખંડ શ્રધ્ધા હતી. દેવદ્રવ્યનું કયાંય નુકશાન ન થાય એની સતત તકેદારી રાખતા હતા. એની શુધ્ધિ માટેનો એમનો આગ્રહ પણ વિરલ હતો. જાણે અજાણ્યે પણ દેવદ્રવ્યનો ઉપયોગ કે હાનિ થઈ હોય તે ભીતિથી શ્રાવકોને ઉપદેશ કરીને પાંચ લાખથી વધુ રકમ દેવદ્રવ્ય અને જીણોધ્ધારમાં અપાવી હતી. દેવદ્રવ્યની શુધ્ધિ અને રક્ષાનો એટલો બધો આગ્રહ કે કોઈ પણ ગામ - નગરના જિન મંદિરના પૂજારી પાસે કશી સેવા ન કરાવે.
૧૪૪
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
)
દેવદ્રવ્યના દુર્બયને તેઓ શ્રી સંધ પ્રત્યેનો વિશ્વાસઘાત ગણતા હતા. જે ભાવનાથી રકમ આપી હોય તેનો એ ભાવના મુજબ યોગ્ય ઉપયોગ થવો જોઈએ. તેઓ વારંવાર કહેતા કે માણસ પોતાના દ્રવ્ય રક્ષણની જેટલી કાળજી રાખે છે તેથી પણ અધિક કાળજી તેણે દેવદ્રવ્યની રક્ષા-શુધ્ધિ બાબતમાં રાખવી જોઇએ. એક વાર મારવાડના બે ભાઈઓ વચ્ચે વિવાદ જાગ્યો. એમણે સામસામે કેસ કર્યા. કોઈકે કહ્યું કે આચાર્યશ્રી પાસે જાવ અને સમાધાન મેળવો.
આમાં જે ભાઈ દેરાસરનો વહીવટ કરતા હતા, તેઓ દેરાસરની સંપત્તિ પોતાને માટે વાપરતા હતા. દેરાસરને પૈસે રેલવેના પ્રથમ વર્ગમાં મુસાફરી કરતા હતા. આચાર્યશ્રીને આની જાણ થઈ.
એમણે શ્રાવકને મહાપાપથી બચવા માટે હિતબુધ્ધિથી સખત શબ્દોમાં ઠપકો આપતાં કહ્યું, “આ મહાપાપ બંધ કરો. દેવદ્રવ્યનો જેટલો દુર્વ્યય કર્યો હોય તેનું વ્યાજનું વ્યાજ ગણીને જે રકમ થાય તે મૂળ રકમ સહિત શ્રી સંઘને અર્પણ કરી દો અને “
મિચ્છામિ દુકકડ” દઈને આત્મશુધ્ધિ કરો. આમ નહીં કરો તો તમારા ઘેરથી ગોચરી વહોરવી પૂજય સાધુ-સાધ્વીજીને ન કહ્યું, ભૂલેચૂકે કોઈ મુનિવર વહોરી આવે તો તે તેમના માટે કાતિલ વિષ સમાન છે. આવી ગોચરી વાપરનારની બુધ્ધિ ભ્રષ્ટ થાય. લોકો પ્રભુ પ્રત્યેના અતૂટ ભક્તિભાવથી પૈસા આપે છે. તમારા ભાડા માટે નથી આપતા'. કયાંય પણ એવો ખ્યાલ આવે કે આ વ્યકિત દેવદ્રવ્યનો અંગત રીતે ઉપયોગ કરે છે, તો તેને ત્યાં આચાર્યશ્રી ગોચરી લેવા જવાનો સર્વથા નિષેધ કરતા હતા. વળી સંધ કે દેરાસરના વહીવટમાં અમુક સુખી-સંપન્ન પાપભીરુ વ્યકિતઓને જ નાણાંકીયતંત્ર સોપતા હતા. આ સમયે તેઓ ભારપૂર્વક ઉપદેશ આપતા કે ધાર્મિક દ્રવ્યનો વહીવટ કરનારે ભૂલેચૂકે પણ ધર્મદ્રવ્યની હાનિ ન થાય તે અંગે પણ ખૂબ સજાગ રહેવું જોઇએ.
કોઈ માણસ કે પંડિતને એક મહિના માટે રાખ્યો હોય અને કોઈ શ્રાવક એનો એક મહિનાનો પગાર આપીને જાય, પણ જો એ માણસ પંદર દિવસમાં છૂટો થઈ જાય તો બાકીના પંદર દિવસની રકમ દેવદ્રવ્યમાં અપાવી દેતા હતા. આ સમયે તેઓ કહેતા કે, “જે નિમિત્તે રકમ આવી હોય તેનો તે નિમિત્તે ઉપયોગ ન થાય તો પરમાત્માનું ખાતું ખુલ્લું છે.”
પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજના સદ્ઘપદેશથી અનેક નૂતન જિનમંદિરોનો ઈતિહાસ રચાયો. પૂ. આચાર્યશ્રીના આત્માની નિર્મળતા પ્રગટાવતી સૌમ્ય મુખમુદ્રા. પ્રત્યેક ક્રિયામાં સંયમનું પ્રાગટય, વિરલ ઉદારતા અને પરમ વાત્સલ્યભાવ આજે પણ અનેક ભાવિકોના હૃદયમંદિરમાં જીવંત પ્રતિમારૂપે બિરાજમાન છે.
૧૪૫
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાના સંયમજીવનનાં ૪૭ વર્ષ દરમિયાન પૂ. આચાર્યશ્રીએ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર વગેરે રાજયોમાં વિહાર કર્યો. તેઓ ઠેર ઠેર મહામિથ્યાત્વાદિના કારણે શ્રી સંઘમાં વ્યાપેલા અંધકારને દૂર કરવા સતત અને સચોટ પ્રયાસ કરતા. એમની સચોટ અમૃતવાણીથી કેટલાંય કાળમીંઢ હૃદયો પીગળી જઈને તેમનું પરિવર્તન થયું. તેઓ દારૂ, જુગાર, માંસાહાર જેવાં વ્યસનોમાંથી મુકત રહેવા સચોટ ઉપદેશ આપતા. એમની આસપાસ એવું સાત્વિક વાતાવરણ પ્રગટેલું રહેતું કે ગમે તેવો કુટિલ માનવી પણ એમની સૌમ્યતાથી પરાજિત થતો.
એમણે અનેક મહાનગરોમાં ચાતુર્માસ કર્યા. વિજાપુર, પેથાપુર, સાણંદ, મુંબઈ, પૂના, કલકત્તા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, સાદડી, રાણી, પાલી, પાલીતાણા જેવાં નગરોમ ચાતુર્માસ કયાં. જયારે લોદરા, અડપોદરા જેવાં નાનાં ગામોનાં ચાતુર્માસ એમના સાધનાજીવનમાં ઘણું મહત્ત્વ ધરાવે છે. વિહાર દરમિયાન ઘણા સાધુ-સંતોનો પરિચય થયો. એમની સીધી, સરળ જ્ઞાનપૂર્ણ અને સંસારીજનોને કલ્યાણમાર્ગે દોરતી અમીઝરતી વાણીમાં પરમાત્માના અચિંત્ય મહાપ્રભાવે એવી શકિત પ્રગટી હતી કે કુટિલખલ-કામી માનવીના જીવનનું પરિવર્તન થઈ જતું. એમપો અનેક જિનાલયો, ધર્મશાળાઓ, ઉપાશ્રયો અને જ્ઞાનશાળાઓના નિર્માણની પ્રેરણા આપી હતી.
એમના શિષ્યસમુદાયમાં ગુરુ તરીકે ભારે ચાહના મેળવી. પોતાના પ્રત્યેક શિષ્યનો ઉધ્ધાર કેમ થાય એ જ એમનું લક્ષ હતું. વળી મારી પાસે જ દીક્ષા લે એવો આગ્રહ કદી સેવતા નહિ. જેમણે કરગરીને દીક્ષાઓ માગી એમને જ દીક્ષા આપી છે. વિ. સં. ૧૯૯૬માં પૂ. સૂર્યસાગરજી એમના પ્રથમ શિષ્ય બન્યા. આ. પૂ. સૂર્યસાગરજી મહારાજે ૭૦ ઓળી, ૬ માસખમણ અને નવકાર મંત્રના જાપથી ૬૮ ઉપવાસ કર્યા હતા. એ પછી વિ. સં. ૨૦૦૧માં પૂ. શ્રી ભદ્રસાગરજી, વિ. સં. ૨૦૦૨માં પૂ. શ્રી ઈન્દ્રસાગરજી, વિ. સં. ૨૦૦૫માં પૂ. શ્રી કલ્યાણસાગરજી, વિ. સં. ૨૦૦૬માં પૂ. શ્રી કંચનસાગરજી, વિ. સં. ૨૦૨૩માં પૂ. શ્રી જ્ઞાનસાગરજી, વિ. સં. ૨૦૨૮માં પૂ. શ્રી નીતિસાગરજી અને વિ. સં. ૨૦૩૫માં પૂ. શ્રી સંયમસાગરજી એટલા શિષ્યો થયા. પંન્યાસ શ્રી સૂર્યસાગરજી અને પ્રવર્તકશ્રી ઇન્દ્રસાગરજી આચાર્યશ્રીની હયાતીમાં કાળધર્મ પામ્યા. પૂ. શ્રી ભદ્રસાગરજી તથા પૂ. શ્રી કલ્યાણસાગરજીને આચાર્યપદથી વિભૂષિત કર્યા તથા પૂ. શ્રી જ્ઞાનસાગરજીને ગણિપદ પ્રાપ્ત થયું.
આચાર્ય મહારાજે પોતાના પરિવારમાં આ. કલ્યાણસાગરસૂરિજીને, આ. પદ્મસાગરસુરિજીને અને આ. ભદ્રબાહુસાગરસૂરિજીને આચાર્યપદ આપ્યું. આ ત્રણેયને ભિન્ન ભિન્ન કાર્યક્ષેત્ર આપ્યાં. આચાર્ય કલ્યાણસાગરસૂરીશ્વરજી
૧૪૬
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનમંદિર, શિલ્પકળા અને મુહૂર્તશાસ્ત્ર વગેરેમાં ઊંડો અભ્યાસ ધરાવે છે. ગુરુ ભગવંતના આશીર્વાદથી એમને શાસ્ત્રોની ઊંડી જાણકારી પ્રાપ્ત થઈ છે. મહેસાણાના ભવ્ય એવા શ્રી સીમંધરસ્વામી તીર્થની રચનામાં તેઓ આચાર્યશ્રીની અંતરભાવના પુષ્ટ કરવામાં નિમિત્ત બન્યા. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી અને કલ્યાણસાગરજી બન્ને સીમંધરસ્વામી પરમાત્માના ખાસ ઉપાસક. આચાર્ય કલ્યાણસાગરસૂરિજીને કોઈ સુયોગ્ય સ્થાને આ તીર્થંકર પરમાત્માનું ભવ્ય જિનમંદિર નિર્માણ થાય એવી પ્રબળ શુભ ભાવના એમના અંતરમાં જાગી ઊઠી અને એ જ શુભ ભાવના મહેસાણાના વિશાળ શ્રી સીમંધરસ્વામીના તીર્થધામની સ્થાપનાનું બીજ બની ગઇ. એ સમયે પ. પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીએ અવસર જોઇને એ કામ હાથ ધર્યું. અમદાવાદમાં મહેસાણાના એ તીર્થનું આયોજન થયું. વળી ઉસ્માનપુરા સંઘમાં વહન થયેલ ઉપધાનતપ ની માળ પરિધાનની દેવદ્રવ્યની ઉપજમાંથી સારી એવી રકમ મળી. એ પછી મુંબઈ અને ત્યારબાદ દરેક સંઘોએ જિનમંદિરના દેવદ્રવ્યમાંથી આ ભવ્ય જિનમંદિર નિર્માણમાં સારો એવો ફાળો આપ્યો.
આ જિનાલયોની રચના પાછળ એની સંખ્યા વધારી પ્રસિધ્ધિ મેળવવાનો કોઈ મોહ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીને કે આચાર્ય શ્રી કલ્યાણસાગરજીને નહોતો. એમની તો એટલી જ ઝંખના હતી કે સાધુ-સંતોની વધુ ને વધુ સેવા થાય. ધર્માનુરાગી શ્રાવકોમાં પ્રભુભકિતનો મહિમા વધે. યાત્રિકો દેવમંદિરના સાંનિધ્યમાં સહકુટુંબ રહીને તપશ્ચર્યા કરે. વૃધ્ધો અને અશકતો ઉત્તરકાળમાં આનંદથી પરમાત્માની અતૂટ ભકિત કરીને સદ્ગતિને વરે. આથી જ એમણે શંખેશ્વર, તારંગાજી, મહુડી, શેરીસા, પાનસર, ભોયણી જેવાં ગુજરાતનાં તીર્થો અને રાજસ્થાનનાં અનેક તીર્થોની યાત્રા કરનાર યાત્રિકોને માટે મધ્યનું અને અનુકૂળ ગામ મહેસાણા પસંદ કર્યું અને એમાંય ધોરીમાર્ગ પર દેરાસરની રચના કરીને અનેક લોકોને ઉપકારક આ તીર્થસ્થાન બન્યું.
પોતે સ્થાનકવાસી અવસ્થામાં અજ્ઞાનપણામાં મંદિર-મૂર્તિનો વિરોધ કર્યો હતો. તે ભૂલમાંથી મુકત થવા માટે આથી બીજો કયો વધુ સારો માર્ગ હોઈ. શકે ? જિનમંદિર અને જિનમૂર્તિઓથી લોકોને માયામાંથી મુકત કરવા પ્રયાસ કયાં. વળી એમનું પુણ્ય એવું કે બધા કરતાં વિશેષ સફળ થયા. આચાર્યશ્રી ભદ્રકરસૂરીશ્વરજી મહારાજે એમના વ્યકિતત્વની વિશેષતા દર્શાવતાં કહ્યું કે, “ એમને જોઈને જ સામી વ્યકિતને ભકિત કરવાનું મન થઈ જતું. સામી વ્યકિત જ પ્રસન્નતાથી માગણી કરે કે આચાર્યશ્રી અમને કંઈક લાભ આપો”. વાત્સલ્યમૂર્તિ પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીને એક વાત ભારે ખટકતી હતી. તેઓને તિથિના વિભાગોની બાબતમાં સંઘમાં એકતા કરવી હતી.
૧૪૭
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તમાં માનનારો જૈનધર્મ આટલો ભેદ પણ ન મીટાવી શકે ? આથી વિ.સં. ૨૦૪૧ના કારતક મહિનામાં દેવકીનંદનમાં પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી અને આચાર્યશ્રી ભદ્રકરસૂરિજી મહારાજ મળ્યા. એક પક્ષમાં પૂ.આ. કૈલાસસાગરસૂરિજી હતા અને બીજા પક્ષમાં માનનારાઓમાં પૂ. આ. શ્રીભકરસૂરિજી હતા. એમણે વિચાર્યું કે આપણે એક નિર્ણય કરી જાહેરમાં મૂકીએ. બંને વચ્ચે સંઘપ્રીતિ અને સ્નેહભાવ પુષ્કળ હતો. બંનેએ નકકી કરીને એક મુસદ્દો તૈયાર કર્યો. પણ પછી લાગણી અને પ્રેમની એક સ્પર્ધા થઈ. પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીને પહેલી સહી કરવાનું પૂ આ શ્રી ભદ્રકરસૂરિજીએ કહ્યું, જયારે પૂ. આ. શ્રી ભદ્રકરસૂરિજીએ કહ્યું કે, “આપ આચાર્ય છો. આપની પદવી મોટી છે. આપ પહેલી સહી કરો.” "
પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીએ કહ્યું કે આપ તો મારા વડીલ છો. મારા વિદ્યાગુરુ છો. પહેલાં આપની સહી જોઈએ.
આમ પહેલી સહી કોની હોય એ અંગે મીઠો વિવાદ થયો. ત્યારબાદ વિહાર કરવાનું બન્યું અને એ પછી બને જુદા પડયા બાદ મળવાનું બન્યું નહિ. થોડા જ દિવસમાં પૂ. આ. શ્રી. કૈલાસસાગરસૂરિજી કાળધર્મ પામ્યા. એક ઉત્તમ ભાવના અધૂરી જ આટોપાઈ ગઈ !
સંઘની એક તા માટે પૂ. આ. શ્રી કૈલાસાગરસૂરિજી મહારાજમાં ભારે હિંમત હતી અને એને માટે ગમે તે ભોગ આપવા તેઓ તૈયાર હતા. પૂ. આચાર્યશ્રી ભદ્રકરસૂરિજીએ કહ્યું કે એમને વિશ્વાસ હતો કે આપણે બંને જો નકકી કરીશું તો આખો સંઘ જરૂર માનશે.
આ ઘટનાનું વર્ણન કર્યા પછી વ્યથિત હૃદયે પૂ. આચાર્યશ્રી ભદ્રકરસૂરિજીએ કહ્યું કે, “આવા ઉદાર વિચાર ધરાવનારા આત્માના દર્શન થવા દુર્લભ છે.”
૧૪૮
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
球场
www.kobatirth.org
(૧૩) મૃત્યુવિજેતા
૧૪૯
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજી અનેરા આત્મસાધક હતા. એમનું લક્ષ સદાય આત્મા તરફ જ રહેતું. જેની નજર આત્મા પર હોય, જેને રટણા કે ચિંતન આત્માનું ચાલતું હોય, એને આ દેહની શી પરવા હોય ? એમની આગળ શારીરિક પીડા ગૌણ બની જતી. સામાન્ય દર્દની તો એમણે કદી પરવા જ કરી નથી. ભારે શારીરિક વેદના થતી હોય, ત્યારે પણ એમના ઉદ્ગારો શરીર અંગેના નહિ પણ આત્માને લગતા જ હોય.
ગમે તેવું દર્દ હોય, ગમે તેટલો તાવ હોય, પણ કયારેય એમના મુખમાંથી ઊંહકારો નીકળતો નહિ. તેઓ કહેતા કે મારી તો ત્રણ દવા છે: એક ત્રિફળા, બીજી સુદર્શન ઘનવટી અને ત્રીજું એરંડિયુ. કયારેક ત્રણ-ત્રણ દિવસથી તાવ આવતો હોય છતાં સાધુજીવનની બધી જ ક્રિયાઓ ચાલતી હોય. જાતે જ પ્રતિક્રમણ કરે. સાથેના સાધુને પણ ખ્યાલ આવવા ન દે કે એમને ખૂબ તાવ છે કે છાતીમાં સખત દુઃખાવો છે. પાલીમાં એમનો ચાતુર્માસ હતો ત્યારે એમને લૉ બ્લડ પ્રેશરની તકલીફ ઊભી થઈ. છાતીમાં પીડા થવા લાગી. કોઇનેય કહ્યા વગર એક જૈન ડૉકટરને ત્યાં પહોંચી ગયા. એમણે કહ્યું કે મને બ્લડ પ્રેશર છે કે નહિ એની જરા તપાસ કરવાની છે. પોતાની સાથે વિશાળ શિષ્યસમુદાય હોવા છતાં કોઈનેય કષ્ટ ન આપવાની કેટલી બધી જાગૃતિ !
આ ચાતુર્માસ સમયે આચાર્યશ્રી પાસે બેત્રણ જયોતિષવિદ્ આવી ચડયા. એમણે પૂ. આચાર્યશ્રીને કહ્યું કે, “સાહેબ, અમારે આપની કુંડળી જોવી છે.”
આ સમયે પૂ. આચાર્યશ્રીએ એટલું જ કહ્યું, “મારે બીજું કશું જોવું નથી. માત્ર અંતિમ સમયમાં સમાધિ રહેશે કે નહિ તે જુઓ.”
પૂ. આચાર્યશ્રી પોતે પણ જયોતિષમાં પારંગત હતા. એમના કાળધર્મના પાંચ વર્ષ અગાઉ એક એવી વાત વહેતી થઈ કે કારતક સુદ પૂનમે અશુભ બનવાનું છે. કેટલીક વાતો પગે ચાલતી નથી, પણ પવન વેગે ઊડતી હોય છે. આમ આ વાત સર્વત્ર ફેલાઈ ગઈ. કોઈએ કહ્યું કે એક ભાઈને આચાર્યશ્રી બુધ્ધિસાગરસૂરિજીનો સાક્ષાત્કાર થયો અને યોગનિષ્ઠ આચાર્યશ્રીએ આવો સંકેત કર્યો. કારતક સુદ પૂનમના દિવસે પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી મહેસાણામાં બિરાજમાન હતા. કેટલાક શ્રાવકો એમની પાસે દોડી ગયા અને કહ્યું, “આચાર્યશ્રી, તમારા વિના તો અમે નિરાધાર થઇ જઇશું.”
આચાર્યશ્રી તો તદન સ્વસ્થ હતા. જાણે જીવન કે મરણની તો કંઈ પરવા જ ન હોય.
શ્રાવકોએ વિનંતી કરી કે, “આપ તો ભીંતની પાછળનું પણ જોઈ શકો છો. અમને ખરેખર સાચું કહો.”
૧૫૦
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આચાર્યશ્રીએ કહ્યું “ હું ચોવીસે કલાક મૃત્યુનું સ્વાગત કરવા તૈયાર છું. મેં મારી જિંદગીમાં શકય પ્રયત્ને પાપને પ્રવેશવા ન દેવાની તકેદારી રાખી છે. મને મૃત્યુ આવે તો પણ કોઇ જાતનો અફસોસ નથી.”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આટલું કહીને એમણે શ્રાવકોને સાંત્વના આપતાં કહ્યું, “મેં બધું જોઇ લીધું છે. મને એવું લાગતું નથી.
17
આમ, મૃત્યુનો એમને લેશ પણ ભય નહોતો. કોઇ ડૉકટરને લઇને આવે તો કહેતા કે મારા પેટી બિસ્તરા તૈયાર જ રાખ્યા છે. એ ગમે ત્યારે બોલાવે, હું તૈયાર જ છું. તેઓ કહેતા
“મુસાફર સૌ પ્રાણીઓ છે, દેહવસ્ત્રો છોડતા,
એ અવર તનુના વાસી થઇને વેષ લેતા નવા નવા; જગ રડવું કોને, શોક કોનો, ક્ષણિકતા સહુ દેહની ! એ નિત્યચેતન તે મરે નહિ, કર્મથી દેહો વરે”.
કયારેક દર્દ વધી જાય અને સાધુ તથા શ્રાવકો દવા લેવાનો આગ્રહ કરે ત્યારે પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી પ્રસન્ન વદને કહેતા, “ચોયની પાંચમ થવાની નથી, તો પછી આટલી ચિંતા શા માટે ?"
પ. પૂ. આ. શ્રી. કૈલાસસાગરસૂરિજી પાલીમાં ચાતુર્માસ હતા ત્યારે કયારેક વાતવાતમાં નાના મુનિવરોને કહેતા કે પ્રાયઃ બીજું ચાતુર્માસ પણ સાથે કરવા ભાવના છે. નાના મુનિઓ કહેતા, “ત્રીજું ચાતુર્માસ સાથે નહિ ?” ત્યારે આશ્ચર્યથી મૌન રહેતા.
..
પાલીમાં એમણે બે-ત્રણ વાર વાતવાતમાં એમ પણ કહ્યું, “ હવે મારા શરીરનો બહુ વિશ્વાસ નથી.
આટલું બોલીને તેઓ અટકી જતા. આગળ કશું બોલતા નહીં. એમના શિષ્યોએ એમને વારંવાર પૂછયું કે, આપ આવું કેમ બોલો છો ? ત્યારે કહેતા કે “હવે શરીરનો બહુ સાથ નહીં રહે. મારે મારી તૈયારીમાં સમય આપવો છે. આરાધના કરવી છે. બહારની પ્રવૃત્તિ ઘટાડી નાખવી છે.”'
અને હકીકતમાં એમણે બાહ્ય પ્રવૃત્તિઓ ઘટાડવા માંડી. દરેક બાબતમાંથી રસ ઓછો કરી દીધો. અગાઉ પૂ. આચાર્ય દુર્લભસાગરસૂરિજી સાથે મનદુ:ખ થયું હતું. એમને પણ ક્ષમાપનાનો પત્ર લખવાની વાત આગલી રાત્રે કરી હતી. જેની જેની સાથે સંબંધ હતો, એ બધાને ક્ષમાપનાના પત્રો લખવાની વાત કરી હતી. જાણે મૃત્યુના મહોત્સવનો મૃત્યુંજય મહામાનવે દુદુભિનાદન કર્યો હોય ! જાણે માયા સંકેલી લીધી હોય એવો સહુને અનુઘ્ધ થતો હતો. પૂ. આચાર્યશ્રીએ પાલીથી વિહાર કર્યો. રાણકપુરથી પૂજય પદ્મસાગરજીથી જુદા પડયા. પણ એ પછી પૂ. આચાર્યશ્રીના જે પત્રો પૂ. આ. પદ્મસાગરજી પર તેમાં સ્પષ્ટ નહિ પણ પ્રચન્તરૂપે વિદાયસંદેશ વાંચી શકાતો હતો.
આવતા,
૧૫૧
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્લડપ્રેશર, વાયુ અને શ્વાસની બીમારી ઘેરી વળી હતી. પૂ. આચાર્યશ્રી કોઈનેય પોતાની શારીરિક વેદનાનો ખ્યાલ આવવા દેતા નહિ. શકય હોય ત્યાં સુધી જીવસેવા અને જિનસેવાનું કામ અખંડ રીતે ચાલુ રાખતા હતા. ખૂબ અશકિત હોવા છતાં હિંમતનગરમાં પ્રતિષ્ઠા પણ કરાવી આપી. આ સમયે આચાર્યશ્રીના દર્શને આવેલા મુંબઈના શનાભાઈ શાહને પૂ. આચાર્યશ્રીએ કહ્યું હતું કે, “પાપકાર્ય તો નથી કરવું, પણ હવે પુણ્ય પણ નથી કરવું, પુણ્ય કર્યાથી શુભકર્મનો બંધ તો થાય જ છે. શુભ-અશુભ કર્મનો છેદ ઊડતો નથી. બને સદેહે ભોગવવા પડે છે અને તે ભોગવવા માટે જન્મ લેવો પડે છે. હવે જન્મ લેવાની ઇચ્છા નથી અને તે માટે પુણ્યથી શુભકર્મનો બંધ થાય તેવું કરવું નથી.”
પૂ. આચાર્યશ્રી અમદાવાદમાં શાંતિનગરના ઉપાશ્રયે આવ્યા. એમને લઈને આવેલા ડોળીવાળાઓ તારંગાના હતા. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીએ ડોળીવાળાઓને કહ્યું,
“મારે હવે ડોળીની જરૂર નથી અને જરૂર પડવાની પણ નથી”. ડોળીવાળા આચાર્યશ્રીની વાણી સમજી શકયા નહિ. એમને થયું કે નકકી એમનાથી કોઈ ભૂલ થઈ ગઈ લાગે છે. નહિ તો આચાર્યશ્રી આવું કેમ કહે ? ડોળીવાળાએ કહ્યું કે, “અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરો.
પૂ. આચાર્યશ્રી કહે, “ના, એવું કશું નથી, પણ હવે મારે બેસવું નથી. તમતમારે આનંદ કરો”. આચાર્યશ્રીને કયાંય સહેજ પણ દુ:ખાવો થતો તો કાઉસગ્ન કરવા બેસી જતા હતા અને કહેતા, “ હું પ્રભુને પ્રાર્થના કરું છું કે મારા પ્રાણ કાઉસગ્નમાં જ જાય". બેંગ્લોરથી પૂ. આ. પદ્મસાગરસૂરિજી મહારાજનો પત્ર આવ્યો. ત્યારે આચાર્યશ્રીએ જવાબ આપ્યો કે, “ તમે ચિંતા કરશો નહિ. દેરાસરમાં જાઉં છું ત્યારે હૃદયમાં થોડી પીડા થાય છે. શ્વાસ વધી જાય છે. પણ તરત જ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે મારી તો પૂર્ણ તૈયારી છે. માત્ર મરણ એવું આપજે કે હું ધ્યાનસ્થ હોઉ અને મૃત્યુ થાય”.
એમના અંતેવાસી શમમૂર્તિ ગણિ શ્રી જ્ઞાનસાગરજી મહારાજને તેઓ છેલ્લે વારંવાર કહેતા, “ આ વર્ષે જ મારે જવાનું છે. અને હું પૂર્ણ તૈયારી કરીને બેઠો છું.” મહાભય એવા મરણના ભયને આચાર્યશ્રીએ જીતી લીધો હતો.
વિ. સં. ૨૦૪૧નો જેઠ સુદ એકમનો દિવસ હતો. પૂ. આચાર્યશ્રી અંકુરના ઉપાશ્રયમાં હતા. બેસતો મહિનો હોવાથી વાસક્ષેપ નખાવવા માટે શ્રાવકોની
૧૫ રે
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીડ જામી હતી. પૂ. આચાર્યશ્રીને દમનો વ્યાધિ ઉપડયો હતો. શ્વાસ 9:03 ધમણની માફક ચાલતો હતો. માંગલિક બોલતાં બોલતાં પણ હાંફી જતા હતા. પાણી ગળાથી નીચે ઉતારવામાં પણ ઘણી વાર લાગતી હતી. આવે સમયે બીજા સાધુ કહેતા કે અમે શ્રાવકોને વાસક્ષેપ નાખીએ ત્યારે પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી એ સાધુઓને કહેતા,
છેલ્લે છેલ્લે નાખી લેવા દો. જુઓને, એ બધા કેટલી બધી આશા સાથે આવ્યા છે ! "
આ દિવસે ઘણા સાધુ ભગવંતો પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીની સુખશાતા પૂછવા આવતા. સાધુઓની વૈયાવચ્ચ કરવાની એમની ઉચ્ચ ભાવના જે જીવનમાં પ્રગટ થતી રહી હતી તે અંતિમ સમયે પણ જોવા મળી. જે કોઈ સાધુ સુખશાતા પૂછવા આવે એમને પ્રસન્નતાથી કહેતા, “આજે અહીં વાપરીને જાઓ. મને તમારી સેવાનો લાભ આપો.” કેવી અપૂર્વ લઘુતા!
એકમની રાત્રે અંકુરના ઉપાશ્રયમાં શાંતિનગરના શ્રાવકો એમને મળવા આવ્યા. શમમૂર્તિ ગણિ જ્ઞાનસાગરજી બીમાર હોવાથી પૂ. આચાર્યશ્રી એમની સાથે રહેતા હતા. એ રાત્રે શાંતિનગરના શ્રાવકોએ પૂછયું “સાહેબજી, કાંઈ સેવાકાર્ય હોય તો કહો.” પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીએ કહ્યું, “મારે કંઈ સેવાની જરૂર નથી, પણ જ્ઞાનસાગરજીની સેવા જરૂર કરજો " કોઈ શ્રાવક એમના સ્વાસ્થ અંગે પૂછે તો એક જ જવાબ મળતો. “મને જીવવાનો મોહ નથી અને મને મરવાનો ડર નથી. જીવશું તો સોહમ્ સોહમ્ કરશું, મરશું તો મહાવિદેહ જઇશું."
આ શબ્દોની પાછળ રહેલો ગૂઢાર્થ કોણ પામી શકે ? મહાપુરુષનો ગૂઢ સંકેતોનો પાર પામી શકવાવાળા આપણે કોણ ?
પૂ. આચાર્યશ્રીએ પોતાની અંગત ડાયરીમાં આ નોંધ કરી હતી. એમણે ત્રણ તારીખ નોધી હતી. પહેલી તારીખ ૨૨મી મે હતી અને પછી બીજા બે દિવસો લખ્યા હતા. ડાયરીના આ પાના પર એમની જન્મ તારીખ હતી અને પછી એમની જન્મકુંડળી હતી. આ ત્રણ તારીખની નોંધ બાદ “આરાધના દિવસ” એમ લખ્યું હતું. આનો અર્થ કે ર રમી મે એ પોતાનો અંતિમ આરાધના દિવસ છે એની આચાર્યશ્રીના પૂરેપૂરી જાણ હતી. જેઠ સુદ એકમની રાતે પૂ. આચાર્યશ્રી માત્ર જવા માટે ઊઠયા ત્યારે એમને શ્વાસની ઘણી તકલીફ હતી. જીવનભર સ્વાવલંબનથી રહેનારા પૂ. આચાર્યશ્રી કોઈનીય સેવા લીધા વિના ઊભા થયા. ચાલવામાં મુશ્કેલી પડતી હતી, છતા ભીંતનો ટેકો લઈને તેઓ માત્રુ ગયા. આ સમયે પૂ. સંયમસાગરજીએ એમને
૧૫૩
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પૂછ્યું. “આપને તકલીફ વધી ગઈ લાગે છે. ડૉક્ટરને બોલાવીશું ?”
પૂ. આચાર્યશ્રીએ કહ્યું, મને હવે શરીરનો કોઈ મોહ નથી. મૃત્યુનો કોઈ ડર નથી મારી દવા મારી પાસે જ છે. ડૉક્ટરને બોલાવવાની કોઈ જરૂર નથી.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજે દિવસે વહેલી સવારે સાધુઓ સાથે પ્રતિક્રમણ કરવા બેઠા. સાધુઓને જે આવશ્યક ક્રિયાઓ કરવાની હોય છે તે અંગે આચાર્યશ્રી સતત જાગૃતિ રખાવતા. એમણે ચોલપટ્ટો બદલ્યો. કપડાં બદલ્યાં. પોતે જાતે ચાલીને હાથ શુદ્ધ કરવા માટે અંદર ગયા. પાણીથી હસ્તશુદ્ધિ કરીને સ્થાપનાજીનું પ્રતિલેખન કરવા માટે કાયોત્સર્ગ કર્યો. જ્ઞાનસાગરજીના સ્થાપનાચાર્યનું પડિલેહણ કરવા માટે ઇરિયાવહિયં’કરીને ગપ્પાાં યોસામિ (આત્માને વોસરાવું છું) એમ બોલ્યા. તીર્થંકરનું સ્મરણ કરતો લોગ્સસ શરૂ કર્યો અને હજી અડધી મિનિટ થઈ ત્યાં જ બરાબર ૫-૪૭ મિનિટે કાર્યોત્સર્ગ અવસ્થામાં જ લોગસ્સનું ધ્યાન કરતાં દેહાત્સર્ગ કરીને વિદાય લઈ લીધી.
એમની બાજુમાં જ ગણિ જ્ઞાનસાગરજી બિરાજમાન હતા. આચાર્યશ્રીનો હાથ ખેંચાતો હોય તેમ એમને લાગ્યું. એમણે પૂછ્યું, સાહેબજી, શું થાય છે ?” પણ કોઈ જવાબ મળ્યો નહિ, તરત જ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા, પણ એનો કશો અર્થ રહ્યો નહિ.
એક મહાન આત્માની કેવી ભવ્ય ભાવપૂર્ણ વિદાય ! જીવનમાં જે પવિત્ર ધાર્મિક ભાવનાઓનો આહલેક જગાડ્યો, એ જ ઉચ્ચ ભાવનાને સાકાર કરતું મૃત્યુ મળ્યું. જે ચતુર્વિશતિ સ્તવમાં સમાહિવર મુત્તમંદિંતુ’ જેવા મંગલ શબ્દો દ્વારા સમાધિમૃત્યુની પ્રાર્થના હોય, એ જ ચતુર્વિતિ સ્તવના કાયોત્સર્ગમાં સમાધિમૃત્યુ પ્રાપ્ત થાય એટલે એ કેવી વિરલ ઘટના કહેવાય !! મહાન પુરુષોને સમાધિમૃત્યુ કેટલું બધું સરળ હોય છે ! મૃત્યુ એ જીવનનો સરવાળો છે પૂ. આચાર્યશ્રીના ભવ્ય જીવનનો કેવો ભવ્ય અંત ? એમણે ઈરિયાવહિયંમાં પ્રાણી માત્ર તરફ મિચ્છામી દુક્કડમ્ માગ્યું અને પાપં ચોસમિ દ્વારા તીર્થંકરના સ્મરણ તરફ ગતિ કરી.
પૂ. આચાર્યશ્રીએ વનભર કોઈની સેવા લીધી નહિ. કોઈના સાથ કે સહારાની યાચના કરી નહિ. જીવનમાં કોઈ પણ પ્રકારનો કલેશ કે કષાય નહિ. માગવા છતાં ન મળે એવું આ મૂલ્યવાન મૃત્યુ હતું. આવા ભવ્ય મૃત્યુને ઈને અંતિમ સમયે એમની સાથે રહેલા ગણિ જ્ઞાનસાગરજીએ એટલું જ કહ્યું “તેઓ મૃત્યુને જીતી ગયા.
૧૫૪
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગઇ
સામાન્ય માનવીને મૃત્યુ મારી નાખે છે. આચાર્યશ્રી આગળ મૃત્યુ મરી ગયું. એમની જીવનભરની ઝંખના પૂર્ણ થઈ. આ અંગે પૂજય પદ્મસાગરજી મહારાજે આચાર્યશ્રીની ગુણાનુવાદની સભામાં કહ્યું, "दुनिया मौत की शिकार होती है, इस व्यकितने मौत का शिकार किया ।"
આખુંય વાતાવરણ શોકના ઘનઘોર વાદળોથી ઘેરાઈ ગયું. માત્ર જૈનો નહિ, પણ જૈનેતરોય રડી પડયા. બધાના ચહેરા પર દુ:ખ અને શોકની ઉદાસીનતા જોવા મળી હતી. જાણે પોતાના પરિવારનું કોઇ નજીકનું સ્વજન ચાલ્યું ગયું ન હોય! અમીર હોય કે ગરીબ, શ્રાવક હોય કે શ્રાવિકા, જૈન હોય કે જૈનેતરબધાની આંખમાં આંસુ હતાં. મંદિરના પૂજારી હોય કે ડોળીવાળા હોય, પણ બધા એમના કાળધર્મને કારણે ડૂસકાં ભરતા હતા.
પૂ. આચાર્યશ્રી તો સહુના હતા. મુંબઈમાં શિરાઝભાઈ નામના આચાર્યશ્રીના એક પરિચિત રહેતા હતા. આચાર્યશ્રી પાસેથી ધર્મભાવના અને ઉપદેશ મળ્યા હતા. શિરાઝભાઈને જયારે કાળધર્મના સમાચાર મળ્યા, ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા. એમણે લખ્યું કે પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી તો ઈશ્વરના સંદેશવાહક હતા. એમના જવાથી મને એટલો આઘાત લાગ્યો છે કે જેને માટે મને શબ્દો નથી જડતા. આથી એક શાયરીમાં મારા દિલના બોજને પ્રગટ કરતાં લખું છું, * કરી સારી ન હો વાન, સમુંદર દો યાદી ,
फिर भी लिखा नही जा सकता, सदमा उसकी जुदाई का । ૧૯૮પની ૨૩મી મે સવારે સાડા આઠ વાગ્યે અંકુર સોસાયટીના ઉપાશ્રયથી એમના સ્મશાનયાત્રા નીકળી. પાલખીમાં બિરાજેલા એમના શરીરમાં અંતિમ દર્શન માટે દોઢેક લાખ માણસો એકત્રિત થયા હતા.
જય જય નંદા, જય જય ભદ્રાના ગગનભેદી અવાજ સાથે પૂ. આચાર્યશ્રીની જયારે પાલખી ઉપાડવામાં આવી ત્યારે હૃદયભેદક દશ્યો સર્જાયાં. શિષ્યગણ મૂક રુદન કરતું હતું. શ્રાવકોના ચહેરા પર આંસુ હતાં. શ્રાવિકાઓ દર્શન માટે આતુર હતી. વાતાવરણમાં ‘જય જય નંદા, જય જય ભદ્રા'ની ઘોષણાઓ ગાજી ઊઠી. એમના પ્રત્યેની ભકિત અને ભાવના અજોડ હતી. આદરના પ્રતીક સમું સુખડ કયાંથી લાવીશું, એવો અગ્રણીઓના મનમાં પ્રશ્ન હતો, પણ જોતજોતામાં તો પાંચ કવીન્ટલ સુખડ ભેગું થઈ ગયું. આજ સુધી કદી ન થઈ હોય તેટલી મોટી ઉછામણી થઈ. કોઈ પણ પૂ. આચાર્ય ભગવંતના અંતિમ સમયે આટલી મોટી ઉછામણી થયાનું ભાગ્યે જ કોઈને યાદ છે. ચૌદેક લાખ રૂપિયાની ઉછામણી થઈ અને અમદાવાદથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબાનો અઢાર કિલોમીટર લાંબો રસ્તો શોકાતુર જનસમુદાયથી ઉભરાતો હતો. વૈશાખના ધોમધખતા તાપમાં બધા ખુલ્લા પગે ઝડપભેર જઈ રહ્યા હતા.
૧૫૫
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Type
૧૫૬
les
Acharya Shri Kailassagarsuri Gyanmandir
This vint fo
The ins er spesies Pie sikisa
Ins
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતના મુખ્ય પ્રધાને એમને એક સાચા સંત તરીકે અંજલિ આપી. લોકસભા અને ધારાસભાના સભ્યો પણ એમને શ્રધ્ધાંજલિ આપવા આવ્યા હતા. એ દિવસોમાં અમદાવાદમાં સતત તોફાનો અને રમખાણો થતાં હતાં પરંતુ ૨ રમી અને ૨૩મી મે એ રમખાણગ્રસ્ત અમદાવાદમાં નીરવ શાંતિ હતી. કયાંય કોઈ ગોળીબાર નહિ. કોઈ લૂંટફાટ નહિ.
મહાપુરુષોના જીવંત દેહનો પ્રભાવ તો સહુએ જોયો હતો, પરંતુ એમના કાળધર્મ સમયે પણ લોકોને એમના શાંત અને સૌમ્ય પ્રભાવનો પરિચય થયો.
આચાર્યશ્રીની આ અંતિમયાત્રા વિજયયાત્રા બની રહી. જૈન દર્શન જન્મ અને મૃત્યુના ચક્રમાંથી નીકળીને કદી જન્મવું ન પડે એવી સ્થિતિને ઝંખે છે. ફરી વાર ન જન્મવું પડે એવું ભવ્ય આ મૃત્યુ હતું. આવા મૃત્યુની સિધ્ધિ એ જ સાધુતાનું અંતિમ સોપાન હતું.
આચાર્યશ્રીના અંતિમ સંસ્કાર વખતે પચાસ હજારથી પણ વધુ માનવમેદની ભેગી થઈ હતી. દરેક સંધે પાલખી લીધી. વર્ષીદાન કર્યા. અનુકંપાન કાર્ય કર્યા. જૈનશાસનના ઇતિહાસના મહાન યુગદ્રષ્ટા, અપૂર્વ પુણ્યનિધિ. મહાપ્રતાપી આચાર્યશ્રીના પાર્થિવ દેહને અશ્રુભરી વિદાય આપી.
એક ઝળહળતો આત્મપ્રકાશ જગત ઉપરથી વિદાય પામ્યો. એ અમૃતસમી વાણી, એ આંખોમાં નીતરતી કરુણા, એ ચહેરા પરનું સ્મિત હવે જોવા મળે નહિ એનો વસવસો સહુને હતો જુદા મત, ગચ્છ, કે સંપ્રદાયવાળાને પણ પ્રેમની કડીએ જોડનારા વાત્સલ્યમૂર્તિએ વિદાય લીધી.જેમના પદે પદે નિઃસ્પૃહતા પ્રગટ થતી હતી એવા સત્યશોધક પૂ. આચાર્યશ્રીની સહુને ખોટ પડી. એકબાજુ ધર્મપ્રસારની અવિરત ધગશ હતી, તો બીજી બાજુ જીવનમાં આનંદઘનની મસ્તી હતી. સાધુતાની ચરમસીમા અને સંયમજીવનની પરાકાષ્ઠા આપણા વચ્ચેથી ચાલી ગઈ.
આવા મહાન વ્યકિતત્વનું અવતરણ વષો પછી થતું હોય છે. આપણે એની ગુણગાથા ગાઈએ અને નતમસ્તકે વંદના કરીને એટલું જ કહીશું
कैलाससागरं रि, कैलास इव निश्चलम्, गणाधीशं गणाधीशं, सादरं प्रणिदध्महे.
૧૫૭
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરમ પૂજય ગચ્છાધિપતિ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીની
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનરેખા
[સાચે જ વિભૂતિઓની વાત વિરલ હોય છે. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજનું સાધુજીવન અનેક વ્યક્તિઓની નજર સમક્ષ પસાર થયું, પરંતુ સાચો સાધુ પોતાના નામ-સ્મરણમાં નહિ, પણ નામવિસ્મરણમાં માને. તેનો અનુભવ પરમપૂજય આચાર્યશ્રીની મહત્ત્વની ઘટનાઓની સાલ અને તિથિ મેળવવામાં થયો. પરમપૂજય જ્ઞાનસાગરજી મ.ની ડાયરી, પૂજય આચાર્યશ્રી કલ્યાણસાગરજી તથા પૂજય આચાર્યશ્રી પદ્મસાગરજી મ. પાસેથી મળેલી વિગતો, પૂજય મુનિશ્રી સંયમસાગરજીએ આપેલી માહિતી તેમજ શ્રી રમણલાલ મણિલાલે (સાણંદવાળા) જુદી જુદી તસવીરો તથા સંસ્થાના ઠરાવો પરથી તારવેલી માહિતીના આધારે આ વિગતો તૈયાર કરી છે. આને માટે ખૂબ તપાસ કરી છે, પરંતુ આમાં કોઇને વિશેષ માહિતી મળે જરૂરથી જણાવે.]
તો
લેખકને
૧૫૮
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન-પરિચય
૧. સાંસારિક નામ : કાશીરામ ર. જન્મતિથિ : વિ. સં. ૧૯૭૧ ૩. જન્મ સ્થળ : જગરાવ (પંજાબ) ૪. દાદાનું નામ : ગંગારામજી ૫. પિતાનું નામ : રામકિશનદાસજી ૬. માતાનું નામ : રામરખીદેવી ૭. પત્નીનું નામ : શાંતાદેવી ૮. ભાઈનું નામ : બિરચંદજી ૯. બહેનોનાં નામ : દુર્ગાદેવીજી, સરસ્વતીદેવીજી, શાંતિદેવીજી,
વીરાંવતીજી. ૧૦. દીક્ષાદાતા : મહાતપસ્વી મુનિશ્રી જિતેન્દ્રસાગરજી ૧૧. દીક્ષાગુરુ : મહાતપસ્વી મુનિશ્રી જિતેન્દ્રસાગરજી ૧૨. દીક્ષાતિથિ : વિ. સં. ૧૯૯૪, પોષ વદ ૧૦, ૧૩. દીક્ષાસ્થાન : અમદાવાદ ૧૪. દીક્ષાનામ ; મુનિશ્રી કૈલાસસાગરજી ૧૫. ગણિવર્યપદ તિથિ : વિ. સં. ૨૦૦૪, માગશર વદ ૧૦, પૂના ૧૬. પંન્યાસપદ તિથિ : વિ.સં. ૨૦૦૫, માગશર સુદ ૧૦, મુંબઈ ૧૭. ઉપાધ્યાયપદ તિથિ : વિ.સં. ૨૦૧૧, માગશર સુદ ૬, સાણંદ ૧૮. આચાર્યપદ તિથિ : વિ.સં. ૨૦૨ ૨, મહા વદ ૧૧, સાણંદ, ૧૯. ગચ્છાધિપતિપદ તિથિ : વિ.સં. ૨૦૩૯, જેઠ સુદ ૧૧, મહુડી ૨૦. કાળધર્મ તિથિ : વિ. સં. ૨૦૪૧ જેઠ સુદ ૨, અમદાવાદ
૧ ૫૯
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ક્રમ
:૧
:૨:
:3:
:8:
:૫:
:૬
:9:
::
આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીનાં ચાતુર્માસ
ચાતુર્માસનું સ્થળ
અમદાવાદ
:6:
:૧૦:
: ૧૧:
:૧૨:
:૧૩:
:૧૪:
:૧૫:
:૧૬:
: ૧૭:
:૧૮:
:૧૯:
:૨૦:
:૨૧:
:૨૨:
:૨૩:
:૨૪:
:૨૫:
વિ.સં.
૧૯૯૪
૧૯૯૫
૧૯૯૬
૧૯૯૭
૧૯૯૮
૧૯૯૯
૨૦૦૦
૨૦૦૧
૨૦૦૨
૨૦૦૩
૨૦૦૪
૨૦૦૫
૨૦૦૬
૨૦૦૭
૨૦૦૮
૨૦૦૯
૨૦૧૦
૨૦૧૧
૨૦૧૨
૨૦૧૩
www.kobatirth.org
૨૦૧૪
૨૦૧૫
૨૦૧૬
૨૦૧૭
૨૦૧૮
સાણંદ
સમે
પેથાપુર
સાણંદ
*
મહેસાણા
મહેસાણા
સર્મ (ગુરુ જિતેન્દ્રસાગરજીની સાથે,જયાં પૂજય તપસ્વીજી જિતેન્દ્રસાગરજી મ. નો કાળધર્મ થયો.)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગોડીજી, મુંબઇ (પ. પૂ. કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
સાથે)
પૂના
કોટ, મુંબઇ
ડભોઇ
મહેસાણા
સાણંદ
ઊંઝા
આંબલીપોળ, અમદાવાદ
સાણંદ
સાદડી (મારવાડ)
રાણી સ્ટેશન (મારવાડ)
જૈન સોસાયટી, અમદાવાદ
રાજકોટ
ભાવનગર
કલકત્તા
માટુંગા, મુંબઇ
સાયન, મુંબઇ
* સાણંદની સંસ્થાના પ્રોસીડીંગમાં આ વર્ષે સાણંદમાં ચાતુર્માસ કર્યાનો
ઉલ્લેખ છે.
૧૬૦
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૬ : : ૨૭: : ૨૮: : ૨૯: : ૩૦: :૩૧ : :૩ર : : ૩૩: :૩૪: :૩૫ : : ૩૬ : :૩૭: : ૩૮: : ૩૯ : : ૪૦: : ૪૧ : : ૪ર : : ૪૩: :૪૪: :૪૫ : : ૪૬ : : ૪૭:
૨૦૧૯ ૨૦૨૦ ૨૦૨૧ ૨૦૨૨ ૨૦૨૩ ૨૦૨૪ ૨૦૨૫ ૨૦૨ ૨૦૨૭ ૨૦૨૮ ૨૦૨૯ ૨૦૩૦ ૨૦૩૧ ૨૦૩ર ૨૦૩૩ ૨૦૩૪ ૨૦૩૫ ૨૦૩૬ ૨૦૩૭ ૨૦૩૮ ૨૦૩૯ ૨૦૪)
ભાવનગર પાલીતાણા સાણંદ શિહોર વીજાપુર મહેસાણા સાયન, મુંબઈ ઉસ્માનપુરા, અમદાવાદ મહેસાણા શિહોર દેવકીનંદન સોસાયટી, અમદાવાદ જામનગર પાલીતાણા જામનગર ભાવનગર આંબાવાડી, અમદાવાદ લોદરા મહેસાણા (શ્રી સીમંધરસ્વામી જિનાલય) અડપોદરા સાણંદ સાબરમતી, અમદાવાદ પાલી
૧૬ ૧
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ક્રમ શ્રી મૂળનાયક પ્રભુજીનું નામ ૧ શ્રી પાર્શ્વનાથજી
૫. પૂજયપાદ ગચ્છાધિપતિશ્રી ના વરદ પરમ પુણ્યવંત કર કમળે થયેલ શ્રી અંજન પ્રતિષ્ઠા વિધિનું બીજક 23
૭ શ્રી આદીશ્વરજી
www.kobatirth.org
૨ શ્રી મુનિસુવ્રતસ્વામીજી ૧૦૦ ૩ શ્રી મુનિસુવ્રતસ્વામીજી ૧૦૦ ૪ શ્રી સીમંધરસ્વામીજી ૫ શ્રી મહાવીરસ્વામીજી ૩૫૦
૧૦૦
૬ શ્રી પાર્શ્વનાથજી
૮ શ્રી આદીશ્વરજી
૯ શ્રી આદીશ્વરજી
પ્રતિમા સ્થળ
નીસંખ્યા
૧૦૦
૧૧૦૦ શ્રી સાણંદ
૫૦
૨૫
૩૫૦
વિ.સંવત્ માસ
શ્રી સમ્મેતશિખરજી ૨૦૧૭ માધ મહાતીર્થ
શ્રી રાજગૃહી તીર્થ ૨૦૧૭ ફાગણ શ્રી માટુંગા-મુંબઇ ૨૦૧૭ શ્રાવણ શ્રી અંધેરી-મુંબઇ ૨૦૧૮ વૈશાખ શ્રી બોડેલી(વડોદરા)
૨૦૧૯ માથ
૧૩ શ્રી સીમન્ધરસ્વામીજી ૭૫૦
સાગરગચ્છ
(અમદાવાદ)
શ્રી દહેગામ
શત્રુંજય (અમદાવાદ)
શ્રી બરવાળા
(સૌરાષ્ટ્ર)
શ્રી મહુડી
(ઉ. ગૂજ.)
શ્રી માણસા
મુંબઇ
શ્રી રખિયાલ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(અમદાવાદ) શ્રી મહેસાણા
(ઉ.ગુજ.)
૧૦ શ્રી વાસૂપૂજયસ્વામીજી ૧૦૦
(ઉ. ગૂજ)
૧૧ શ્રી અભિનંદનસ્વામીજી ૨૦૦ શ્રી શિવ (સાયન) ૨૦૨૫ જયેષ્ઠ
૧૨ શ્રી મહાવીરસ્વામીજી ૧૦૦
૨૦૨૭ વૈશાખ
૨૦૨૮ વૈશાખ
૧૬૨
For Private And Personal Use Only
૨૦૨૨ ફાગણ
૨૦૨૨ વૈશાખ
૨૦૨૩ વૈશાખ
૨૦૨૪ વૈશાખ
૨૦૨૫ માધ
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩૩ વૈશાખ
૧૪ શ્રી વાસુપૂજયસ્વામીજી ૩૦૦ શ્રી નારણપુરા ૨૦૨૯ માદ્ય
(અમદાવાદ) ૧પ શ્રી નેમિનાથજી ૨૦૦ શ્રી જામનગર ૨૦૩૨ શ્રાવણ.
(સૌરાષ્ટ્ર) ૧૬ શ્રી વાસુપૂજયસ્વામીજી ૩૫૦ શ્રી આંબાવાડી ૨૦૩૩
અમદાવાદ ૧૭ શ્રી પાર્શ્વનાથજી ૩૫૦ શ્રી દેવકીનંદન ૨૦૩૩ માદ્ય
અમદાવાદ ૧૮ શ્રી મુનિસુવ્રતસ્વામીજી ૨૫ શ્રી શિવગંજ
મારવાડ ૧૯ શ્રી નમિનાથજી (૨ ૧) ૩૦૦ શ્રી શાહપુર ૨૦૩૪ વૈશાખ
(અમદાવાદ) ૨૦ શ્રી આદીશ્વરજી પ૦ શ્રી આંબાવાડી ૨૦૩૫ માગશર
અમદાવાદ ૨૧ શ્રી વાસુપૂજયસ્વામીજી ૩૫૦ શ્રી વિજયનગર ૨૦૩૫ વૈશાખ
અમદાવાદ ૨૨ શ્રી સુમતિનાથજી 300 શ્રી મીરામ્બિકા ૨૦૩૭ માદ્ય
અમદાવાદ ૨૩ શ્રી વાસુપૂજયસ્વામીજી ૨00 શ્રી મહુડી ૨૦૩૮ વૈશાખ
(ઉ. ગૂજ) ૨૪ શ્રી સીમન્વરસ્વામીજી ૭૫૦ શ્રી પાલી-મારવાડ ૨૦૪૧ માગશર
શ્રી જિનેન્દ્ર પરમાત્માની ચોવીસ અંજનશલાકા ઉપરાંત ૨૫ કે તેથી અધિક પ્રતિષ્ઠા કરાવેલ.
૧ ૬૩
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી કૈલાસસાગરસુરીશ્વરજી
મ.સા.ના શિષ્યઅશિષ્યોની યાદી
A con ca are no
* ૧ પ. પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સા.
૨ પ. પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. * ૩ પ. પૂ. આ. શ્રી ભદ્રબાહુસાગરસૂરીશ્વરજી મ. સા. *o ૪ પ. પૂ. પન્યાસ શ્રી સૂર્યસાગરજી મ. સા.
- પ. પૂ. પન્યાસ શ્રી ધરણેન્દ્રસાગરજી મ. સા. - પ. પૂ. ગણિવર્ય શ્રી વર્ધમાનસાગરજી મ. સા. ૭ પ. પૂ. ગણિવર્ય શ્રી જ્ઞાનસાગરજી મ. સા.
૮. પ્રવર્તક શ્રી ઈન્દ્રસાગરજી મ. સા. * ૯ પ. પૂ. મુ. શ્રી કંચનસાગરજી મ. સા.
૧૦ પ. પૂ. મું. શ્રી અભયસાગરજી મ. સા.
૧૧ પ. પૂ. મુ. શ્રી લાવણ્યસાગરજી મ. સા. ૦ ૧૨ પ. પૂ. મુ. શ્રી ભાવસાગરજી મ. સા. ૧૩ પ. પૂ. મુ. શ્રી અમૃતસાગરજી મ. સા.
પ. પૂ. મું. શ્રી સુમતિસાગરજી મ. સા. ૦ ૧૫ પ. પૂ. મુ. શ્રી ધર્મસાગરજી મ. સા.
પ. પૂ. મુ. શ્રી અરુણોદયસાગરજી મ. સા. પ. પૂ. મુ. શ્રી વિનયસાગરજી મ. સા. પ. પૂ. મુ. શ્રી નીતિસાગરજી મ. સા.
પૂ. મું. શ્રી વિદ્યુતરત્નસાગરજી મ. સા. ૨૦ પ. પૂ. મુ. શ્રી દેવેન્દ્રસાગરજી મ. સા. ૨૧ પ. પૂ. મુ. શ્રી મિત્રાનંદસાગરજી મ. સા. ૨૨ પ. પૂ. મુ. શ્રી નિર્મલસાગરજી મ. સા. ૨૩ ૫. પૂ. મુ. શ્રી પ્રેમસાગરજી મ. સા. ૨૪ પ. પૂ. મું. શ્રી હેમચંદ્રસાગરજી મ. સા. ૨૫ પ. પૂ. મુ. શ્રી સંયમસાગરજી મ. સા.
૧ ૬ ૪
: จน รม รม 5% รม รม รม รม รม รม รม รม รม
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૬૫. પૂ. મુ. શ્રી નિર્વાણસાગરજી મ. સા.
૨૭ ૫. પૂ. મુ.
શ્રી શિવસાગરજી મ. સા.
શ્રી વિવેકસાગરજી મ. સા.
૨૮ ૫. પૂ. મુ.
૨૯ ૫. પૂ. મુ.
૩૦ ૫. પૂ. મુ.
૩૧
૩ર
૩૩
૩૪ ૫. પૂ. મુ.
૩૫
પ. પૂ. મુ.
પ. પૂ. મુ.
પ. પૂ. મુ.
પ. પૂ. મુ.
૩૬ ૫. પૂ. મુ.
૩૭
પ. પૂ. મુ.
www.kobatirth.org
૩૮ ૫. પૂ. મુ.
૩૯
૪૦
શ્રી અજયસાગરજી મ. સા. શ્રી વિમલસાગરંજી મ. સા.
શ્રી અરિહંતસાગરજી મ. સા.
શ્રી અરવિંદસાગરજી મ. સા.
શ્રી મહેન્દ્રસાગરજી મ. સા. શ્રી નયપદ્મસાગરજી મ. સા. શ્રી પદ્મોદયસાગરજી મ. સા.
શ્રી પ્રશાંતસાગરજી મ. સા.
શ્રી ઉદયસાગરજી મ. સા.
શ્રી પદ્મરત્નસાગરજી મ. સા.
પ. પૂ. મુ.
શ્રી અમરપદ્મસાગરજી મ. સા.
પ. પૂ. મુ. શ્રી અમમસાગરજી મ. સા.
૦ જયાં આ નિશાન છે તે સ્વર્ગસ્થ છે.
જ્યાં નિશાન છે તે પ. પૂ. ગ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીના શિષ્યો છે.
૧૬ ૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આચાર્યશ્રીની અમૃતવાણી
જગતમાં જોવાના હોય તો તે તીર્થંકર પરમાત્માને. બીજું સંસારમાં જોવાનું છે શું ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીર અને કર્મ એનો ધર્મ બજાવે તો આત્માએ આત્માનો ધર્મ બજાવવો જોઇએ. એક દિવસ જેની રાખ અને ધૂળ થવાની છે એ દેહની શાને કાજે ચિંતા કરવી જોઈએ ?
જગતની ભાષામાં નહિ, પણ જગતપતિની ભાષામાં બોલો. કદાચ જનસમુદાયની ભાષામાં તુચ્છકાર હોય તો ક્ષમ્ય ગણીને ચલાવી લેવાય, પણ સાધુની વાણીમાં કદી તુચ્છકાર ન હોય.
તીર્થ તો પ્રભુની ભકિત માટે છે. આ તીર્થનું હું કશુંય વાપરું તો મારી
આકિત વધે.
કોઇ ઉત્તેજનામાં ગમે તેમ બોલે ત્યારે તમારા મનને કહી દો કે આ રોગ નંબર છે. આપણે ઘેર ફોન આવ્યો હોય. માણસ ગમે તેટલું બોલતો હોય, પણ તમે માત્ર આટલું જ કહો કે આ રોગ નંબર છે તો કેવો ઠંડોગાર થઈ જાય છે !
જુવાની માં ટેકો લેશો તો બુઢાપામાં સૂવું પડશે.
કોઇ વ્યકિત ભૂલ કે દોષ કરે પરંતુ આપણે તો એમાંથી એના સદ્ગુણ જ જોવાના અને ગ્રહણ કરવાના હોય, દુર્ગુણ નહીં.
૧૬૬
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાનને સાઉન્ડપ્રૂફ કરો અને દિમાગને એરકન્ડીશન બનાવો. આ દેહનું){ મકાન તો આત્મારાભાઈએ “લીઝ પર લીધેલું છે. એ મકાનને
એરકન્ડીશનમાં રાખવાને બદલે દિમાગને એરકન્ડીશનમાં રાખો.
આપણે સાધુઓ તો આધ્યાત્મિક હૉસ્પિટલ ચલાવીએ છીએ. ઉપાશ્રય એ “ઈમર્જન્સી વૉર્ડ" કહેવાય. કોઈ ઘાયલ થઈને ગમે ત્યારે આવે પણ આપણું કામ તો એને સંતોષની સારવાર અને ચિત્તની સ્વસ્થતા આપવાનું
છે.
આ ભાવે જીભનો દુરુપયોગ કરીએ તો જીભ નહીં મળે. કાનનો દુરુપયોગ કરીએ તો કાન નહીં મળે. પરભવમાં આ બધી વસ્તુ દુર્લભ બની જશે
જો તમારે ગુણની આરાધના કરવી હોય તો તીર્થંકર પરમાત્માની કરો. પ્રભુની ભકિત કરો, અમારી નહી. સાધુને માટે પ્રશંસા ઝેર સમાન છે.
જ્ઞાતા-દષ્ટ ભાવ જે જેમ કેળવીએ તેમ તેમ સમભાવ આવે છે. રાગ-દ્વેષ
જીતવાનો ઉપાય સાક્ષીભાવથી રહેવું એ જ છે.
| ગુરુની જેટલી સેવા કરીએ તેટલી ઓછી. એમના આશીર્વાદ અને સેવાથી
જ વિદ્યા ફળે.
સાધુના દ્વાર સદાય ખુલ્લા જ હોય છે.
સહન કરવું ક્ષમા કરવી અને સેવા કરવી એ જ છે જીવનમંત્ર.
આત્મશ્રેય માટે હંમેશા જાગૃત રહો.
૧૬૭
-
-
-
- - -
-
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂ. આ. કૈલાસસાગરસૂરિજીના
श्री गुरु मंदिर
કે
સર્વથા સૌ સુખી થાઓ પાપના કોઈ આચરો રાગ દ્વેષથી દૂર રહી મોક્ષ સુખ જગવરો.
૧૬૮
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal use only