________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું જરા શાસ્ત્રીજી પાસે જઇને આવું છું.'
માતાએ સ્વાભાવિક રીતે જ રજા આપી. કાશીરામ વારંવાર જગરાવમાં રહેતા જગન્નાથજી શાસ્ત્રીને ત્યાં ધાર્મિક પુસ્તકો વાંચવા, લેવા કે એનો સ્વાધ્યાય કરવા જતા હતા. સાતમા વર્ષે થયેલી શીતળાની બીમારીને કારણે જગન્નાથજી શાસ્ત્રીએ બન્ને આંખોની રોશની ગુમાવી હતી, પરંતુ એમની પ્રજ્ઞાનાં ચક્ષુ તેજસ્વી હતાં. ધર્મગ્રંથોનો એમનો ગહન અભ્યાસ હતો. જિજ્ઞાસુઓને ખૂબ ભાવથી શીખવતા. કાશીરામ અવારનવાર શાસ્ત્રીજી પાસે જતા. પોતાની શંકાઓનું સમાધાન મેળવતા. જગન્નાથજી ગ્રેજયુએટ થયેલા યુવાનની ધર્મભાવના જોઇને એમને અમુક ગ્રંથો વાંચવાનું સૂચવતા. કોઇક વાર તો આગ્રહ કરીને પોતાની પાસેનો અમુક ગ્રંથ આપતા અને એ વાંચી જવાની તાકીદ કરતા.
કાશીરામે ધરમાં કહ્યું કે તેઓ શાસ્ત્રીજીને ત્યાં જાય છે ત્યારે કોઇને કશી ફિકર ન થઇ, પરંતુ શાસ્ત્રીજીને ત્યાં જવાને બદલે તેઓ જગરાવના રેલવે સ્ટેશન પર પહોંચી ગયા. આ જુવાન વિચારે છે કે ક્યાં હશે એ ગુજરાત ? અને ક્યારે દર્શન થશે કોઇ પ્રતાપી મહાપુરુષના ? પૂજય છોટેલાલજી મહારાજે કહ્યું હતું કે તને દીક્ષા ન આપું. એક તો હું વૃધ્ધ છું અને વળી આનાથી વિવાદ જાગે. ગુજરાતમાં જા, ત્યાં તને કોઈ દીક્ષા આપશે. કાશીરામના ખિસ્સામાં થોડી રકમ હતી. એમણે જગરાવથી લુધિયાણાની ટિકિટ લીધી. લુધિયાણાથી દિલ્હી પહોંચ્યા અને પાટનગર દિલ્હીથી ટ્રેનમાં બેસીને મુંબઇ આવ્યા. મુંબઇના રેલવે સ્ટેશન બોમ્બે સેન્ટ્રલ પર ઊતર્યા. મનમાં એક જ ભાવ કે સાધુપુરુષના દર્શન ક્યાંથી થાય? એક બાજુ દર્શનની તીવ્ર તાલાવેલી, બીજી બાજુ દીક્ષાની ઉત્કટ ભાવના. પણ શરમાળ સ્વભાવના કાશીરામજી સાધુજનોના દર્શન-વંદન કરે. ક્યાંક સંકોચવશ બોલી શકે નહિ અને ક્યારેક એમનું ચિત્ત વિચારે ચડે કે મારે તો સાધુ થઇને સાધના કરવી છે એવી સાધનાની અનુકૂળતા અહીં છે ખરી? બહોળા પિરવારવાળા સાધુ સમુદાયમાં પોતાને સાધનાની ફાવટ આવશે નહીં.
વળી આત્મશ્રેયની ભાવનાથી જગરાવ છોડવું હતું. હવે જગતમાં આત્મશ્રેય સિવાય બીજું કશું વિચારવું નથી. એ કાળે મુંબઇમાં સાધુઓ પણ ઘણા ઓછા હતા, વળી પોતાના ચારિત્રમાં કે અભ્યાસમાં વૃધ્ધિકારક કોઇ વાતાવરણ નજરે ન પડ્યું. મુંબઇથી આબુ ગયા. આબુની નીરવ શાંતિમાં પૂ. શાંતિસૂરિજી મહારાજનો મેળાપ થયો અને ત્રણ દિવસ ત્યાં રહ્યા.
આત્મપંથને અજવાળે એવા સાધુની શોધ તો મનમાં અવિરત ચાલતી હતી. કોઇએ કહ્યું કે પાલીતાણા જાવ. પાલીતાણામાં અનેક સાધુ-સાધ્વી બિરાજમાન છે. ત્યાંથી કોઇ સદ્ગુરુ મળી જશે. જીવનની વાટને અજવાળે એવા કોઇ ગુરુ મળી જશે. શત્રુંજય એ તો શાશ્વતુ તીર્થ. અહીંના સાધુજનોને જોઇને કાશીરામનું હૃદય આનંદિત બની ઊઠયું. એવામાં કોઇએ સલાહ આપી,
૧૮.
For Private And Personal Use Only