________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
યુવાન કાશીરામ વિચારે છે કે ધર્મસંસ્કારનું કેવું પ્રાબલ્ય છે.! મનોમન થાય છે કે મારા કરતાં શાંતાદેવીનો ત્યાગ કેટલો બધો મહાન છે! સ્ત્રી સાચે જ ત્યાગમૂર્તિ છે. એના મૂંગા બલિદાન પર કેટલાય પુરુષોની સિધ્ધિઓ રચાયેલી છે.
કાશીરામ જાણતા હતા કે શાંતાદેવીને માટે આ કામ અતિ મુશ્કેલ હતું. આખીયે જિંદગી એકલવાયા ગાળવી એ રમતવાત નહોતી. વળી હજી લગ્નને માંડ ત્રણ જ વર્ષ થયાં હતાં. કાશીરામ મનોમન શાંતાદેવીની ભાવનાને અભિવંદા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ્યા.
કાશીરામે પોતાના ભાગમાં આવેલું મકાન પત્નીના નામે કરી દીધું. વળી એવો પણ વિચાર કર્યો કે કદાચ શાંતાદેવીને સંયમના માર્ગે જતાં સમય લાગે તો એમને કયાંય હાથ લાંબો ન કરવો પડે તે માટે બેંકમાં એમના નામે લગભગ વીસેક હજાર રૂપિયા પણ જમા કરાવી દીધા તેમ જ સોનુ અને દાગીના
આપ્યાં.
શાંતાદેવીનું વ્યક્તિત્વ કુટુંબને માટે શીળી છાયા જેવું હતું, જેથી કદાચ કુટુંબીજનો એમને દીક્ષાને માર્ગે જતાં વિનંતીપૂર્વક અટકાવે તોપણ એમને કશો વાંધો આવે નહીં એવી ગોઠવણ કરી દીધી.
કાશીરામ વિચારે છે કે કયા જઇને દીક્ષા લઉં? કોની પાસે દીક્ષિત થાઉં ? એમની ઇચ્છા દીક્ષિત થવાની હતી. કોલેજકાળમાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજનો ગ્રંથ ‘અધ્યાત્મસાર’ પચાસેક વખત વાંચ્યો હતો. આ ગ્રંથે જ અધ્યાત્મની ઝંખના અને આત્માની લગની જગાડી હતી.
વિચાર સહજ છે, પણ આચાર કિઠન છે. કાશીરામ માટે ઘર છોડવું એટલે માત્ર ભૌતિક અંતરને જ ઓળંગવાનું નહોતું. સ્થળ છોડવું તો સહેલું હતું, પરંતુ લાગણીના અવરોધો ઓળંગવા એ અઘરું હતું.
ઘર છોડવું કઇ રીતે?મિત્રોની માયા મૂકવી કઇરીતે? વળી પોતાના જવાથી પિતા કોપાયમાન થશે એ નક્કી હતું. એમાંથી ઉગરવું કઇ રીતે? વહાલસોયા કુટુંબીજનોને કહેવા જાય તો જવા દે નહિ, કહ્યા વગર જાય તો કલ્પાંત કરે. આખરે કટોકટીની એક ક્ષણ આવી. કાશીરામનો ગૃહત્યાગ કરવાનો નિર્ણય મક્કમ હતો. જીવનને તો જોઇ લીધું હતું, પણ હવે અધ્યાત્મના ઊંચા શિખરે પ્રયાણ કરવાનો નિર્ધાર કર્યો હતો.
આજ સુધી પ્રગટ સાથે નાતો હતો, પણ અપ્રગટ સાથે સંબંધ બાંધવો હતો. સંસાર છોડવાની સઘળી તૈયારી કરી લીધી હતી. મનોબળ દઢ હતું. નિશ્ચય અડગ હતો અને કાશીરામે ઊંચાં શિખરો પર ઊર્ધારોહણ સાધવા માટે એક ડગલું ભર્યું. ઘરમાંથી નીકળતી વખતે એમણે માતા રામરખીદેવીને કહ્યું,
૧૭
For Private And Personal Use Only