________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાશીરામની નજર એમનાં યુવાન પત્ની શાંતાદેવી પર પડે છે. હજી લગ્નને માંડ ત્રણ વર્ષ પણ થયાં નથી. પોતાના આ જીવનસાથી અધ્યાત્મસાથી પણ લાગે છે. શાંતાદેવીએ અભ્યાસ તો પાંચ ધોરણ સુધીનો જ કર્યો હતો, પરંતુ ધાર્મિક પુસ્તકોનું એમનું ઊંડું વાંચન હતું. પતિની અઘ્યાત્મજિજ્ઞાસા એમની નજર બહાર નહોતી. કાશીરામે એક દિવસ શાંતાદેવીને પોતાના હૃદયની વાત કરી દીધી. એમણે કહ્યું, “મારે સંયમમાર્ગે સંચરવું છે. અંતરમાં દીક્ષા લેવાનો ભાવ છે. તમે એમાં મને સાથ આપો.”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાંતાદેવી ઉત્તર આપે તે પહેલાં નમ્ર અને સૌમ્ય કાશીરામે કહ્યું, “જો તમને આ વિશ્વાસઘાત જેવું લાગતું હોય તો મને સાથ ન આપશો. પણ જો મારો માર્ગ તમને ઉચિત લાગતો હોય તો મને સંયમના માર્ગે જવાની અનુમતિ આપો.”
કુદરતની લીલા પણ કેવી અકળ છે! કાશીરામ અને શાંતાદેવી લગ્નના બંધનથી જોડાયેલાં હતાં તેમ છતાં એ બંને વચ્ચે ધર્મ અને અધ્યાત્મની એક સમાન ભૂમિકાનો સેતુ સધાયેલો હતો. બંનેને એમના કુટુંબમાંથી ધર્મસંસ્કારો મળ્યો હતા. તેમના હ્રદયમાં યૌવનના નિરંકુશ થનગનાટને બદલે સાત્ત્વિકતાનો સૌમ્ય પ્રભાવ વિલસતો હતો. કુદરતનો કેવો મધુર સંકેત કે કાશીરામને
એમના ઉચ્ચ વિચારોને અનુરુપ એવા જ સહધર્મચારિણી મળ્યાં. શાંતાદેવીએ પોતાના પતિની સંયમમાર્ગે જવાની વાત સાંભળી. પળવાર એમના મનમાં વટોળ જાગી ગયો. પોતાની ઉમર માત્ર વીસ વર્ષની પણ નહોતી અને હવે આખો જીવનપંથ એકલા કઇ રીતે પસાર થશે? પોતાની યુવાનીના દિવસો કેમ વીતશે? ઘડપણનો ભાર કોણ વેઠશે? જન્મારો કઇ રીતે ગાળી શકાશે?
વળી શાંતાદેવીના મનમાં એક શુભ તરંગ જાગ્યો. ઓહ ! કેવી જીવનધન્યતાની છે આ વાત! મોંધેરા માનવજીવનની સાચી મહેક પ્રસરાવવાની કેવી તીવ્ર છે લગની! યૌવનના ઘોડાઓ તો કામ અને અર્થની સપાટ ભૂમિ પર દોડતા હોય છે, પરંતુ અહીં તો જુવાનીના અશ્વો ધર્મ અને મોક્ષના ઉત્તુંગ શિખરો આંબવા ચાહે છે.
પળવાર શાંતાદેવીનું મન વિમાસણમાં પડયું, પણ તરત જ ધર્મસંસ્કારોની જાગૃતિએ શાંતાદેવીને સ્વસ્થ બનાવ્યાં. એમના સુંદર ચહેરા પર કોઇ અપૂર્વ ઉલ્લાસ ફેલાઇ ગયો.
શાંતાદેવીએ પોતાના યુવાન પતિને કહ્યું, “આપનો માર્ગ એ જ સાચા સુખનો માર્ગ છે. આપ જરૂર સંયમમાર્ગ સ્વીકારો. જીવનમાં શકય બનશે તો મારી પણ એ જ માર્ગે જવાની ભાવના છે.”
૧૬
For Private And Personal Use Only